Home Blog Page 1112

DC Vs KKR : દિલ્હી કેપિટલ્સને જીત અપાવ્યા બાદ ઈશાંત શર્માએ જણાવ્યું સફળતાનું રહસ્ય, બનાવ્યો હતો ખાસ પ્લાન

0

DC Vs KKR 

  • ગુરુવારે મોડી રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને ચાર વિકેટથી હરાવ્યું હતું.

ગુરુવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને  (Kolkata Knight Riders) ચાર વિકેટથી હરાવ્યું હતું. આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો આ પ્રથમ વિજય હતો. ખાસ વાત એ છે કે આ સીઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ઈશાંત શર્માએ (Ishant Sharma) દિલ્હી કેપિટલ્સને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાનદાર બોલિંગ કરતા ઈશાંતે ચાર ઓવરમાં માત્ર 19 રન આપીને બે વિકેટ મેળવી હતી. પ્લેયર ઓફ ધ મેચ (Player of the match) તરીકે પસંદ થયા બાદ ઈશાંત શર્માએ પોતાની સફળતાનું રહસ્ય જાહેર કર્યું છે.

ઈશાંત શર્માએ દિલ્હી કેપિટલ્સને જીતવા માટે ખાસ પ્લાન બનાવ્યો હતો. ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર થયા બાદ ઈશાંત શર્માએ કહ્યું હતું કે “હું મારી તકની રાહ જોઈ રહ્યો હતો. મેં નક્કી કર્યું હતું કે મને જ્યારે પણ તક મળશે, હું ચોક્કસપણે ટીમને જીતાડશે.

જ્યારે ઈશાંત શર્માને ચોક્કસ યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “તે સંપૂર્ણ રીતે તેના પર નિર્ભર કરે છે કે તમે કેવા પ્રકારની તૈયારી કરી છે. એવા પ્રસંગો છે જ્યારે તમે તમારી યોજના પર કામ કરવા માંગો છો. ટીમમાં લકી ચાર્મ જેવું કંઈ નથી. અમે અહીંથી દરેક મેચ જીતવા માંગીએ છીએ. અમને આશા છે કે અમે ચોક્કસપણે જીતીશું અને અમે માત્ર પ્લેઓફ માટે જ ક્વોલિફાય નહીં થઈશું પણ ટુર્નામેન્ટ જીતવામાં પણ સફળ રહીશું.

દિલ્હી કેપિટલ્સને પ્રથમ જીત મળી હતી :

જોકે ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સની આ પ્રથમ જીત છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ સતત પાંચ મેચ હારી ચૂકી છે. આ જીત બાદ દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાં પોતાને જાળવી રાખવામાં સફળ રહી છે. KKR vs DC: IPLની 16મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC) ટીમે આખરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 4 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે દિલ્હી કેપિટલ્સે સીઝનની પ્રથમ જીત મેળવી હતી. 128 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે ચોક્કસપણે તેની 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અંતે ટીમે 4 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. ટીમ તરફથી કેપ્ટન ડેવિડ વોર્નરે સૌથી વધુ 57 રનની ઈનિંગ રમી હતી.

પૃથ્વી શોએ ફરી નિરાશ કર્યા :

128 રનના સ્કોરનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સ ટીમ માટે કેપ્ટન ડેવિડ વોર્નર અને પૃથ્વી શોની ઓપનિંગ જોડી મેદાનમાં ઉતરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 38 રનની ભાગીદારી થઈ હતી. પૃથ્વી શો આ મેચમાં 11 બોલમાં 13 રનની ઈનિંગ રમીને વરુણ ચક્રવર્તીની ઓવરમાં આઉટ થયો હતો. આ પછી પ્રથમ 6 ઓવરના અંતે દિલ્હીની ટીમે 1 વિકેટના નુકસાન પર 61 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :-

Credit કે Debit કાર્ડમાં ગોલ્ડ, પ્લેટિનમ અને ટાઈટેનિયમનો અર્થ શું છે ? સૌથી હાઈ લેવલ ક્યું છે

What is the meaning 

  • Card Types : જો તમે નોંધ્યું હોય તો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પર ક્લાસિક, ગોલ્ડ, પ્લેટિનમ અને ટાઈટેનિયમ વગેરે લખેલા છે. ચાલો હવે જાણીએ કે તેમનો અર્થ શું છે ?

આજકાલ ડિજિટલ પેમેન્ટનો (Digital Payment) યુગ ચાલી રહ્યો છે. ભીડ ઘટાડવા માટે બેંક દ્વારા વિવિધ સ્થળોએ ATM મશીનો લગાવવામાં આવે છે અને ગ્રાહકોને ATM કાર્ડ આપવામાં આવે છે. જેની મદદથી ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ પૈસા ઉપાડી શકે છે. એટીએમ (ડેબિટ/ક્રેડિટ) કાર્ડની મદદથી અન્ય ઘણા વ્યવહારો પણ કરવામાં આવે છે.

જો તમે નોંધ્યું છે તો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પર ક્લાસિક, ગોલ્ડ, પ્લેટિનમ અને ટાઈટેનિયમ વગેરે લખેલું છે. તમે કદાચ આ જાણતા ન હોવ. પરંતુ તમે કાર્ડ લેતી વખતે તમારી ઈચ્છા અનુસાર તેને પસંદ કરી શકો છો. વિકલ્પમાં, તમને પ્લેટિનમ, ટાઈટેનિયમ, ગોલ્ડ અથવા ક્લાસિક કાર્ડ આપવામાં આવે છે. છેવટે પ્લેટિનમ, ટાઈટેનિયમ, ગોલ્ડ કે ક્લાસિક કાર્ડ વચ્ચે શું તફાવત છે?

વિઝા કાર્ડના વિવિધ પ્રકારો :

વિઝા એ વિશ્વનું સૌથી મોટું પેમેન્ટ નેટવર્ક છે. વિઝા બેંકો સાથે ભાગીદારીમાં વિવિધ પ્રકારના કાર્ડ ધરાવે છે. જો કે વિઝા એક અમેરિકન કંપની છે. પરંતુ ભારતમાં ઘણી બેંકો તેના ડેબિટ કાર્ડ જારી કરે છે.

ક્લાસિક કાર્ડ શું છે?

ક્લાસિક એ ખૂબ જ મૂળભૂત કાર્ડ છે. આ કાર્ડ પર સમગ્ર વિશ્વમાં તમામ પ્રકારની ગ્રાહક સેવાઓ ઉપલબ્ધ છે. તમે કોઈપણ સમયે તમારું કાર્ડ બદલી શકો છો.

ગોલ્ડ કાર્ડ :

વિઝા ગોલ્ડ કાર્ડ રાખવાથી તમને યાત્રા સહાય, વિઝાની વૈશ્વિક ગ્રાહક સહાયતા સેવાઓનો લાભ મળે છે. આ કાર્ડ વિશ્વભરમાં સ્વીકારવામાં આવે છે. ગોલ્ડ કાર્ડ ગ્લોબલ નેટવર્ક સાથે જોડાયેલ રહે છે. આ સિવાય જ્યારે તમે રિટેલ, ડાઇનિંગ અને એન્ટરટેઈનમેન્ટ આઉટલેટ્સ પર આ કાર્ડ સ્વાઈપ કરો છો. ત્યારે તમને વિવિધ ડિસ્કાઉન્ટ મળે છે.

પ્લેટિનમ કાર્ડ :

પ્લેટિનમ કાર્ડમાં ગ્રાહકને રોકડ વિતરણથી લઈને વૈશ્વિક ATM નેટવર્ક સુધીની સુવિધાઓ મળે છે. આ ઉપરાંત મેડિકલ અને લીગલ રેફરલ અને સહાય પણ ઉપલબ્ધ છે. તમે આ કાર્ડનો ઉપયોગ કરીને સેંકડો ડીલ્સ, ડિસ્કાઉન્ટ ઑફર્સ અને અન્ય સુવિધાઓનો લાભ પણ લઈ શકો છો.

ટાઇટેનિયમ કાર્ડ :

પ્લેટિનમ કાર્ડની સરખામણીમાં તમને ટાઈટેનિયમ કાર્ડમાં વધુ ક્રેડિટ લિમિટ મળે છે. આ કાર્ડ સામાન્ય રીતે સારા ક્રેડિટ ઇતિહાસ અને નોંધપાત્ર આવક ધરાવતા લોકોને આપવામાં આવે છે.

સિગ્નેચર કાર્ડ :

સિગ્નેચર કાર્ડમાં એરપોર્ટ લાઉન્જ એક્સેસ સહિત અન્ય ઘણી સેવાઓ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :-

 

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી, આ શહેરમાં ફરિયાદ દાખલ થઈ

0

Tik Tok star Kirti Patel’s 

  • Lady Don Kirti Patel : ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત સાથી મિત્રો સામે ફરિયાદ નોંધાઈ છે… કામરેજ પોલીસ મથકમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ

સોશિયલ મીડિયાની (Social Media) રીલ સ્ટાર ને એક સમયની ટિકટોક સ્ટાર સતત વિવાદોમાં રહેતી હોય છે. તેની રીલ્સ કરતા તેની પર થતી ફરિયાદોને કારણે તે ચર્ચા જગાવે છે. ત્યારે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ (Kirti Patel) પર ફરી એકવાર ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ સહિત તેના સાથી મિત્રો સામે સુરતના (Surat) કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ગત 19 માર્ચના રોજ કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર સહિતના લોકોએ બબાલ મચાવી હતી. તેઓએ કામરેજ ચોર્યાસી ટોળનાકે પશુ ભરેલ ટેમ્પો રોકી ધાક ધમકીઓ આપી હતી. ત્યારે ટેમ્પો ડ્રાઈવરને વીડિયોમાં બેફામ ગાળો આપી હતી. ત્યારે વીડિયો વાયરલ થતા પોલીસે નિવેદનો લઇ ફરિયાદ નોંધી છે.

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત સાથી મિત્રો સામે ફરિયાદ નોંધાઈ છે. કામરેજ પોલીસ મથકમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે. કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર સહિતના લોકોએ ધમાલ કરી હતી. જેમા એક ટેમ્પો ડ્રાઈવરે તમામ સામે ફરિયાદ દાખલ કરી છે.

ટિકટોક સ્ટારના વિવાદ :

કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. tiktokના વીડિયો વિવાદિત હોય છે. થોડા સમય અગાઉ પ્રતિબંધિત પક્ષી એવા ઘુવડ સાથેનો તેનો tik tokનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જ્યારે વનવિભાગ પાસે પહોંચ્યો ત્યારે વનવિભાગે કીર્તિ પટેલ પાસેથી 25 હજારનો દંડ પણ વસુલ કર્યો હતો. આ ઉપરાંત બે વર્ષ પહેલા હત્યાની કોશિશના મામલે કીર્તિ પટેલની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે.

તો આ બાદ કીર્તિ પટેલ સામે ડુમસ પોલીસ મથકમાં ધમકી અને મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. ગોવાથી સુરત આવતી ફ્લાઈટની મહિલા ક્રુ મેમ્બર સાથે કીર્તિએ માસ્ક પહેરવા માટે બબાલ કરી હતી. ત્યારે અમદાવાદ બાદ સુરતમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો :-

 

 

ફરી વિવાદમાં ફસાયા Yo Yo Honey Singh, સિંગર પર લાગ્યો કિડનેપિંગનો આરોપ !

0

Yo Yo Honey Singh

  • Yo Yo Honey Singh : હની સિંહનું નામ અવારનવાર વિવાદોમાં ઘેરાયેલું રહે છે. હાલમાં જ સિંગર અને રેપર પર એક આરોપ લગાવવામાં આવ્યો છે. જે મુજબ હની સિંહે અપહરણ કરીને કેટલાક લોકો સાથે મારઝૂડ કરી છે. મુંબઈ પોલીસે (Mumbai Police) આ મામલાની સંપૂર્ણ સત્યતા જણાવી છે. આવો જાણીએ હની સિંહ સાથે જોડાયેલા આ સમગ્ર મામલામાં સત્ય શું છે?

લોકપ્રિય ગાયક અને રેપર યો યો હની સિંહ (Yo Yo Honey Singh) એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. તમને જણાવી દઈએ કે હની સિંહ ( Honey Singh) વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ વિશે જાણ્યા પછી ગાયકના ચાહકોને મોટો આંચકો લાગશે. ફરિયાદ કરનાર ઈવેન્ટ ઓર્ગેનાઈઝરનું નામ વિવેક રમણ છે. ફરિયાદીએ હની સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

અપહરણ અને હુમલાના આરોપો :

ઈવેન્ટ ઓર્ગેનાઈઝર વિવેક રમને ગાયક અને રેપર હની સિંહ અને તેમના સાથીઓ પર અપહરણ અને મારપીટનો આરોપ લગાવ્યો છે. તમને યાદ અપાવીએ કે થોડા સમય પહેલા હની સિંહ અને ટીના થડાની (Tina Thadani) નું બ્રેકઅપ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બન્યું હતું. ફેન્સ તેમના બ્રેકઅપના સમાચારોમાંથી બહાર પણ આવ્યા ન હતા કે આ બાબત લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

મુંબઈ પોલીસે ખુલાસો કર્યો છે :

મુંબઈ પોલીસ (Mumbai Police)  ના જણાવ્યા અનુસાર ઈવેન્ટ કંપનીના માલિક વિવેક રમણે હની સિંહ પર અપહરણ અને ત્રાસ આપવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. સિંગર પર વિવેક રમન (Vivek Raman) ને મુંબઈની એક હોટલમાં બંધક બનાવીને હુમલો કરવાનો આરોપ છે.

ઘરપકડની માંગ :

આયોજકના જણાવ્યા અનુસાર 15મી એપ્રિલે મુંબઈમાં BKC ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. પૈસાના કારણે આ કાર્યક્રમ રદ્દ કરવો પડયો. જેના કારણે ગાયક અને આયોજક વચ્ચે વિવાદ વધ્યો. ફરિયાદીએ હની સિંહ (Honey Singh) અને તેમના સાથીઓની ધરપકડની માંગ કરી છે. પોલીસનું કહેવું છે કે તેઓ હાલ આ કેસની તપાસમાં લાગેલા છે.

આ પણ વાંચો :-

ટ્રેન પાછળ કેમ હોય ‘X’ ની સાઈન, શું હોય છે ‘LV’ નો અર્થ? રસપ્રદ છે કારણ, ખાસ જાણો

0

Why is the sign of ‘X’ behind

  • રેલવેમાં મુસાફરી કરતા લોકોએ જોયું હશે કે ટ્રેનની પાછળ મોટા અક્ષરે ‘X’ લખેલું હોય છે. તમારા મનમાં પણ એ સવાલ જરૂર આવ્યો હશે કે આખરે આ એક્સનો અર્થ શું છે. કેમ ટ્રેનના છેલ્લા ડબ્બા પર આ રીતે લખવામાં આવે છે? તો અમે તમને જણાવીએ કે આ પાછળ એક ખાસ કારણ છે.

રેલવેમાં મુસાફરી કરતા લોકોએ જોયું હશે કે ટ્રેનની પાછળ મોટા અક્ષરે ‘X’ લખેલું હોય છે. તમારા મનમાં પણ એ સવાલ જરૂર આવ્યો હશે કે આખરે આ એક્સનો અર્થ શું છે. કેમ ટ્રેનના (Train) છેલ્લા ડબ્બા પર આ રીતે લખવામાં આવે છે? તો અમે તમને જણાવીએ કે આ પાછળ એક ખાસ કારણ છે.

તમામ મુસાફર ટ્રેનોમાં છેલ્લે આ સાઈન હોવી જરૂરી :

હકીકતમાં ભારતીય રેલવેના નિયમો મુજબ આ નિશાન તમામ મુસાફર ટ્રેનોના અંતમાં હોવી જરૂરી છે. તેને રેલવેના એક કોડ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ સાથે જ સિક્યુરિટી અને સેફ્ટીના હેતુથી પણ ટ્રેનના છેલ્લા ડબ્બા પર આ રીતે લખેલું હોય છે.

સેફ્ટી માટે ખુબ જરૂરી છે આ સાઈન :

તેના એક નહીં પણ અનેક અર્થ છે. દાખલા તરીકે માની લો કે કોઈ ટ્રેનના છેલ્લા ડબ્બા પર ‘X’ નું નિશાન થી આવામાં એવું માનવામાં આવે છે કે કાં તો ટ્રેનમાં કઈક પ્રોબ્લમ છે અથવા તો ટ્રેનનો કોઈ ડબ્બો છૂટી ગયો છે. એટલે કે રેલવેના સ્ટાફ માટે આ એક પ્રકારે અલાર્મનું કામ કરે છે. આમ થવા પર તે કઈક દુર્ઘટના થતા પહેલા જ એક્શન લઈ શકે છે. એક મુસાફર તરીકે સુરક્ષિત રહેવાના હેતુથી તમે પણ ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા છેલ્લી બોગી પર આ નિશાન જોઈને સંતુષ્ટ થઈ શકો છો.

છેલ્લા ડબ્બા પર કેમ હોય છે LV?

આ સાથે જ તમે અનેક ટ્રેનો પર છેલ્લા ડબ્બા પર LV લખેલું જોયું હશે. ‘X’ ની સાઈન સાથે જ એક અન્ય બોર્ડ પણ લાગેલું હોય છે જેના પર LV લખેલુ હોય છે. LV નું ફૂલ ફોર્મ ‘last vehicle’ છે એટલે કે છેલ્લો ડબ્બો. તે કર્મચારીઓને એ અંગે સૂચના આપે છે કે આ ટ્રેનનો છેલ્લો ડબ્બો છે. જ્યારે પણ કોઈ ટ્રેન આ સાઈન સાથે સ્ટેશન પરથી પસાર થાય છે ત્યારે રેલવે અધિકારી એ વાત માટે સુનિશ્ચિત થઈ જાય છે કે ટ્રેન સહી સલામત છે અને આખી ટ્રેન પસાર થઈ છે.

જેનાથી માહિતી મળી શકે છે કે ટ્રેનનો કોઈ પણ કોચ રહી ગયો નથી. જો આ X કે LV સાઈન પાછળ દેખાય નહીં તો એવું માનવામાં આવે છે કે ટ્રેન કોઈ અકસ્માતમાંથી પસાર થઈ છે અથવા તો ડબ્બા પાછળ છૂટી ગયા છે. ત્યારબાદ તત્કાળ કાર્યવાહી શરૂ કરી દેવાય છે.

આ પણ વાંચો :-

Beauty Cleaning Tips : ઘુંટણ અને કોણીની કાળાશથી પરેશાન છો ? અજમાવી જુઓ આ 4 ઘરેલુ ઉપાય

Beauty Cleaning Tips

  • How To Clean Elbows And Knees : ઘણા લોકોના કોણી અને ઘૂંટણ એટલા કાળા થઈ જાય છે કે તે દૂરથી જ દેખાવા લાગે છે. આ ડાઘ એટલા હઠીલા હોય છે કે તેને સરળતાથી સાફ કરી શકાતા નથી. તો આજે અમે તમને જણાવીશું કે તમે આ કાળી ત્વચાને કેવી રીતે સાફ કરી શકો.

ઉનાળાની (Summar) ઋતુમાં ટેન થવાની સમસ્યા સામાન્ય છે. પરંતુ ક્યારેક ડેડ સ્કિનને કારણે ત્વચા કાળી અને સૂકી દેખાવા લાગે છે. પરંતુ જ્યારે કોણી અને ઘૂંટણની ત્વચા પર ડાર્ક સ્પોટ્સની (Dark Spots) વાત આવે છે તો તેને દૂર કરવું સરળ કામ નથી. તેમના કારણે હાફ શર્ટ પહેરવામાં પણ સંકોચ અનુભવવો પડે છે. અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ઘરેલું ઉપચારની મદદથી કોણી અને ઘૂંટણની (Knee) કાળાશ દૂર કરી શકો છો.

કાળી કોણી અને ઘૂંટણ કેવી રીતે સાફ કરવા

લીંબુના રસનો ઉપયોગ :

લીંબુનો રસ નિચોવો અને આ રસને કોણી અને ઘૂંટણ પર લગાવો અને 2 થી 3 કલાક માટે છોડી દો. આમ કરવાથી અહીંની ત્વચા બ્લીચ જેવું કામ કરશે અને આ ડાર્ક સ્પોટ્સ હળવા થવા લાગશે. આ રીતે બે થી ત્રણ દિવસ સુધી સતત કરો.

દૂધમાં એસિટિક એસિડ હોય છે જે પિગમેન્ટેશન ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે બેકિંગ સોડા ત્વચાને એક્સફોલિએટ કરીને ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે. તમે આ બંનેને સમાન માત્રામાં લો અને તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને 10 મિનિટ સુધી ત્વચા પર લગાવો. ધીમે-ધીમે ત્વચાનો રંગ હળવો થશે અને ડેડ સ્કિન દૂર થશે.

દહીં અને વિનેગરનો ઉપયોગ :

લેક્ટિક એસિડ અને એસિટિક એસિડ દહીં અને વિનેગરના મિશ્રણમાં જોવા મળે છે. જે ત્વચાના રંગને નિખારવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે એક ચમચી દહીં લો અને તેમાં એક ચમચી વિનેગર મિક્સ કરો. જ્યારે તેની પેસ્ટ બની જાય ત્યારે તેને કોણી અને ઘૂંટણ પર લગાવો અને સ્ક્રબ કરો. પછી ધોઈને મોઈશ્ચરાઈઝ કરો.

આ પણ વાંચો :-

આ ખતરનાક ખેલાડીઓ સાથે WTC ની ફાઈનલમાં ઉતરશે ભારત, ઓસ્ટ્રેલિયાના કાઢી નાંખશે ગાભા !

0

India will enter the finals of WTC

  • Squad for WTC Final 2023 : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટમાં નંબર-4 પર રમે છે. આવી સ્થિતિમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં માત્ર વિરાટ જ ચોથા નંબર પર ઉતરશે. આ સાથે જ 5માં નંબર પર શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અથવા અજિંક્ય રહાણેને ટીમમાં તક મળી શકે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 (WTC ફાઈનલ 2023)ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે 7 જૂનથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. ઓસ્ટ્રેલિયાએ (Australia) આ શાનદાર મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. તે જ સમયે ભારતીય પસંદગીકારો પણ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરશે. આવો અમે તમને ભારતના તે 15 ખેલાડીઓના નામ જણાવીએ જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચની ટીમમાં સામેલ થઈ શકે છે.

આ બેટ્સમેનોને સ્થાન મળી શકે છે-

શુભમન ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરતો જોવા મળી શકે છે. શુભમન ગિલનું તાજેતરનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. આવી સ્થિતિમાં ઓપનર તરીકે શુભમન ગિલ ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ બની શકે છે.

આ સાથે જ ભારતીય ટેસ્ટ ટીમના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારાનું ત્રીજા નંબર પર રમવું લગભગ નિશ્ચિત છે. તે હાલમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. જેનાથી ટીમ ઈન્ડિયાને ફાયદો થયો છે.

વિરાટ ચોથા નંબર પર રમવા માટે તૈયાર છે :

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટમાં નંબર-4 પર રમે છે. આવી સ્થિતિમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં માત્ર વિરાટ જ ચોથા નંબર પર ઉતરશે. આ સાથે જ 5માં નંબર પર શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અથવા અજિંક્ય રહાણેને ટીમમાં તક મળી શકે છે. આ સિવાય કેએલ રાહુલને વિકેટકીપર તરીકે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે. તાજેતરમાં કેએસ ભરતને વિકેટકીપર તરીકે તક મળી હતી. પરંતુ તે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો હતો.

અશ્વિન-જાડેજા વચ્ચે કોને મળશે તક?

છેલ્લી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા બંનેને પ્લેઈંગ 11માં રમવાની તક મળી હતી. પરંતુ તેનો ફાયદો ઈંગ્લેન્ડની પીચો પર જોવા મળ્યો ન હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ વખતે કોઈપણ એક સ્પિનરને ટીમમાં સામેલ કરી શકે છે. તે જ સમયે ઝડપી બોલરોની લાઈન-અપમાં, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર અને જયદેવ ઉનડકટ ટીમની પ્રથમ પસંદગી બની શકે છે.

WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત ટીમ :

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, અજિંક્ય રહાણે/સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર અને જાદુલ ઠાકુર .

આ પણ વાંચો :-

Xiaomi 13 Ultra ચાર કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગની સાથે થયો લોન્ચ, iPhoneના આ મોડલનો કરશે મુકાબલો

 Xiaomi 13 Ultra

  • Xiaomi 13 Ultraની રેમ કે સ્ટોરેજને વધારી નથી શકાતી. ફોનની સાથે ખાસ વાત છે કે આ પણ ચાર્જર તમને બોક્સની અંદર જ મળી જશે.

ચીની સ્માર્ટફોન મેકર (Chinese Smartphone Maker) Xiaomiએ પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi 13 Ultraને લોન્ચ કરી દીધો છે. ફોનને હાલમાં ચીન અને બીજા કેટલાક અન્ય ક્ષેત્રોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની ખાસ વાત એ છે કે ફોન Snapdragon 8 Gen 2 SoC અને 2K 12-bit ડિસ્પ્લે સાથે લોન્ચ થયો છે.

ફોન સાથે તમને 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. ફોનની કિંમત લગભગ iPhone 14ની આસપાસ છે. જે આઈફોન 14 થી પણ વધુ છે. iPhone 14 એમેઝોન અથવા ફ્લિપકાર્ટ પર આનાથી ઓછી કિંમતમાં વેચાઈ રહ્યો છે. જાણો કંપનીએ આ ફોનમાં શું આપ્યુ છે ખાસ…..

Xiaomi 13 Ultraની સ્પેશિફિકેશન્સ  – :

પ્રોસેસર : ક્વાલકૉમના ટોપ-નોચ સ્નેપડ્રેગન 8 Gen 2 ચિપસેટ
રેમ અને સ્ટોરેજ : 16GB સુધી LPDDR5X રેમ અને 1TB UFS 4.0 સ્ટૉરેજ
ચાર્જિંગ સપોર્ટ : 90W વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ
બેટરી : 5,000mAh

Xiaomi 13 Ultraની રેમ કે સ્ટોરેજને વધારી નથી શકાતી. ફોનની સાથે ખાસ વાત છે કે આ પણ ચાર્જર તમને બૉક્સની અંદર જ મળી જશે.

Xiaomi 13 Ultraના કેમેરા ફિચર્સ :

Xiaomi 13 Ultraમાં પાછળની બાજુએ ક્વૉડ કેમેરા સેટઅપ છે. જેમાં મેઇન લેન્સ 50-મેગાપિક્સલના સોની સેન્સર સાથે આપવામાં આવ્યો છે. આમાં 50-મેગાપિક્સલનો સોની IMX858 અલ્ટ્રાવાઈડ કેમેરા, OIS સાથેનો 50-મેગાપિક્સલનું સુપર ટેલિફોટો સેન્સર અને 3x ઓપ્ટિકલ ઝૂમ સાથેનો 50-મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર પણ અવેલેબલ છે. ફોનના ફ્રન્ટ કેમેરામાં 32-મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યુ છે.

મોડાસા નજીક લાગી ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ જૂઓ આગનો ભયાનક વીડિયો…

Xiaomi 13 Ultraના ડિસ્પ્લે ફિચર્સ :

ફોનમાં LTPO માટે સપોર્ટ સાથે 6.73-ઇંચની 2K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં 120Hz રિફ્રેશ રેટ, HDR10+, Dolby Vision, P3 કલર ગેમટ, 1920Hz PWM ડિમિંગ અને 2600nits સુધીની પીક બ્રાઈટનેસ માટે સપોર્ટ છે. યૂઝર્સને પ્રીમિયમ અનુભવ આપવા માટે ગેઝેટ્સ ધુમાવદાર ધાર વાળું છે. આગળનો ભાગ મજબૂત કોર્નિંગના ગોરિલા ગ્લાસ વિક્ટસ કોટેડ છે. બેક પેનલમાં પ્રીમિયમ લેધર ફિનિશ છે અને આ ફોનને પાણી અને ધૂળથી પ્રૉટેક્ટ કરવા માટે IP68 રેટિંગ પણ છે.

Xiaomi 13 અલ્ટ્રાની કિંમત  :

નવા લૉન્ચ ફોનની કિંમત RMB 5,999 છે, જે ભારતમાં લગભગ 71,600 રૂપિયામાં છે. આ કિંમત બેઝ મૉડલ 12GB + 256GB સ્ટોરેજ માટેની છે. આ કિંમતે તમને ભારતમાં આસાનીથી iPhone 14 મળી જશે. જે Appleની લેટેસ્ટ લોન્ચ સીરીઝનું વેનિલા મૉડલ છે. ખાસ વાત છે કે આ કિંમતે તમે iPhone 14 મેળવવા વિશે પણ વિચારી શકો છો.

આ પણ વાંચો :-

 

WhatsApp લાવી રહ્યું છે ટેલિગ્રામ જેવું જોરદાર ફીચર, હવે ટાઈમપાસ કરવાની મજા આવશે

WhatsApp is bringing a powerful

  • WhatsApp : વોટ્સએપ સતત પોતાને વિકસાવવા માટે કામ કરી રહ્યું છે. ભાગ્યે જ એક અઠવાડિયું પસાર થાય છે. જ્યારે WhatsAppના નવા અપડેટના સમાચાર સામે આવતા નથી. કંપની સતત એક પછી એક શાનદાર ફીચર્સ લાવી રહી છે.

ફરી એકવાર અપડેટ થવા જઈ રહ્યું છે વોટ્સએપ. WhatsApp હવે બીજા નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના પછી ચેટમાં એનિમેટેડ ઈમોજીનો (Animated Emoji) ઉપયોગ કરી શકાશે. હાલમાં આ ફીચર ટેલિગ્રામમાં છે. એક નજરમાં, એવું પણ લાગે છે કે WhatsApp તેના પ્લેટફોર્મ પર તેના હરીફની તમામ સુવિધાઓ ઉમેરીને તેના પ્લેટફોર્મને શ્રેષ્ઠ બનાવવા માંગે છે. આવો જાણીએ સમાચારમાં નવા ફીચરની વિગતો.

WhatsApp લાવી રહ્યું છે એનિમેટેડ ઈમોજી ફીચર :

વોટ્સએપ મોનિટરિંગ વેબસાઈટ WABetaInfo અનુસાર WhatsApp એક નવા એનિમેટેડ ઈમોજી ફીચર પર કામ કરી રહ્યું છે. આ નવો રિપોર્ટ સૂચવે છે કે આવનારા દિવસોમાં અમને WhatsApp પર ઈન-એપ સ્ટીકરો અને લાગણીઓ માટે વધુ વિકલ્પો મળશે. આ ફીચર પહેલાથી જ ટેલિગ્રામમાં ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં એવું કહી શકાય કે ટેલિગ્રામની નકલ કરવામાં આવી છે.

ફીચર આવ્યા પછી તમે ઈમોજી મોકલશો પરંતુ તે એનિમેટ કરવાનું શરૂ કરશે. પ્રાપ્ત ઇમોજી પણ ઝૂલવા લાગશે. આ ફીચર ઘણા યુઝર્સને આકર્ષી શકે છે. જે વપરાશકર્તાઓ ઇમોજી અથવા સ્ટીકરનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.

ફીચર ક્યારે રિલીઝ થશે?

આ ફીચર ક્યારે રિલીઝ થશે તે અંગે કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી. હાલમાં આ સુવિધાનું પરીક્ષણ મેસેજિંગ પ્લેટફોર્મના બીટા વપરાશકર્તાઓ પર કરવામાં આવી રહ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એકવાર પરીક્ષણ પૂર્ણ થયા પછી આ સુવિધા બધા માટે રોલઆઉટ કરવામાં આવશે.

અહીં અમારો અર્થ iOS અને Android છે. કંપની આઇઓએસ અને એન્ડ્રોઇડ બંને માટે ફીચર રોલઆઉટ કરી શકે છે. તમને જણાવી દઈએ કે WABetaInfo એ પણ નોંધ્યું છે કે વોટ્સએપમાં કોન્ટેક્ટ વ્યૂમાં કેટલાક નાના સુધારા કરવામાં આવ્યા છે. લખાણ નાનું લાગે છે.

આ પણ વાંચો :-