Home Blog Page 1088

Maharashtra News : 16 ધારાસભ્યો ગેરલાયક ઠરશે તો કોની ઉડી જશે ઊંઘ ?

0

Maharashtra News  

  • મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ રાજ્યમાં રાજકીય કટોકટીથી સંબંધિત અરજીઓ પર આજે પોતાનો ચુકાદો આપશે.

મહારાષ્ટ્રની (Maharashtra) શિંદે સરકાર માટે આજે (ગુરુવાર) મહત્વનો દિવસ છે. ૨૦૨૨ની મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે (Eknath Shinde) જૂથની દ્વિપક્ષીય અરજીઓ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. બંધારણીય બેંચમાં જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પી.એસ.નરસિંહનો પણ સમાવેશ થાય છે.

બેન્ચે સંબંધિત અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ ૧૬ માર્ચ, ૨૦૨૩ના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસની અંતિમ સુનાવણી ૨૧ ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને ૯ દિવસ સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

સુનાવણીના છેલ્લા દિવસે સર્વોચ્ચ અદાલતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે તે ઉદ્ધવ ઠાકરેની સરકારને કેવી રીતે પુનઃસ્થાપિત કરી શકે છે જ્યારે તત્કાલિન મુખ્ય પ્રધાને ગૃહમાં ફ્લોર ટેસ્ટનો સામનો કરતા પહેલા રાજીનામું આપી દીધું હતું. સુનાવણી દરમિયાન, ઠાકરે જૂથે કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ તેમના ૨૦૧૬ના નિર્ણયની જેમ તેમની સરકારને બહાલ કરે. જેણે અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન નબામ તુકીની સરકારને પુનઃસ્થાપિત કરી હતી.

ઠાકરે જૂથનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને દેવદત્ત કામત અને એડવોકેટ અમિત આનંદ તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે એકનાથ શિંદે જૂથનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ નીરજ કિશન કૌલ, હરીશ સાલ્વે અને મહેશ જેઠમલાણી અને વકીલ અભિકલ્પ સિંઘ દ્વારા પ્રતાપ દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજ્યના ગવર્નર ઓફિસ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા હતા. નોંધપાત્ર રીતે ૧૭ ફેબ્રુઆરીએ, સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રના રાજકીય સંકટ સાથે સંબંધિત અરજીઓને સાત જજોની બંધારણીય બેંચને સોંપવાની વિનંતીને નકારી કાઢી હતી.

જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય શિંદે સરકારની વિરુદ્ધ જશે તો તેમના માટે સંકટ ઊભું થશે. ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કિસ્સામાં વિધાનસભાનું નવું સમીકરણ નીચે મુજબ હશે. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો ૨૮૮ છે. જો ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો આ સંખ્યા ૨૭૨ રહી જશે. આ કિસ્સામાં, બહુમતીનો આંકડો ૧૩૭ હશે. વર્તમાન સરકારનું સંખ્યાબળ ૧૬૫ છે. ૧૬ ધારાસભ્યોના વિદાય પછી આ સંખ્યા વધીને ૧૪૯ થઈ જશે. આ પછી જો બાકીના ૨૪ ધારાસભ્યો પણ ઉદ્ધવ પાસે પાછા ફરે છે તો સરકાર લઘુમતીમાં આવી શકે છે.

આ પણ વાંચો :-

 

જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ

0

If you have booked a middle berth

  • Indian Railway Rules : ભારતીય રેલ્વેના નિયમો અનુસાર તમે ઇચ્છો તો પણ, અને તમે સીટ બુક કરાવી હોય તો પણ તમે ચોક્કસ સમય પહેલા અને પછી ટ્રેનની મિડલ બર્થ પર સૂઈ નહીં શકો.

દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તેથી જ ભારતીય રેલ્વેને (Indian Railway) દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા રિઝર્વેશન (Reservation) કરાવે છે. ટિકિટ બુક કરતી વખતે લોકોને એ વિકલ્પ પણ આપવામાં આવે છે કે તેઓ કઈ સીટ લેવા માંગે છે.

આવી સ્થિતિમાં એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો લોઅર બર્થ અથવા અપર બર્થ લેવાનું પસંદ કરે છે. લોકો મિડલ બર્થ લેવામાં વધારે રસ દાખવતા નથી. હવે તેની પાછળ રેલવેનો એવો નિયમ છે. જેના કારણે લોકો આ સીટ લેવાનું બિલકુલ પસંદ કરતા નથી.

તમે મુસાફરી દરમિયાન જોયું જ હશે કે ટ્રેનના એક સેક્શનમાં લોઅર બર્થ, મિડલ બર્થ, અપર બર્થ, સાઈડ અપર બર્થ અને સાઈડ લોઅર બર્થ આપવામાં આવે છે. આમાં તમે ઈચ્છો તો પણ નિશ્ચિત સમય પહેલાં અને પછી મિડલ બર્થ પર સૂઈ શકતા નથી અથવા બેસી શકતા નથી. કારણ કે ભારતીય રેલ્વેના નિયમો મુજબ મિડલ બર્થનો પેસેન્જર રાત્રે 10:00 વાગ્યા પહેલા અને સવારે 6:00 વાગ્યા પછી તેની બર્થ પર સૂઈ શકતા નથી.

તે રાત્રે 10:00 વાગ્યા પછી અને સવારે 6:00 વાગ્યા સુધી જ તેમની સીટ પર સૂઈ શકે છે. આવી સ્થિતિમાં, જો મુસાફરી દરમિયાન થાકી ગયા હોવ અને સૂવા માંગતા હોવ તો પણ તેણે રાત્રે 10 વાગ્યા સુધી ટ્રેનમાં બેસી રહેવું પડે છે. બીજી તરફ જો તે રેલવેના આ નિયમનું પાલન નહીં કરે તો તેની સામે રેલવે દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

બીજી તરફ હવે ટિકિટ ચેકિંગના નિયમની વાત કરીએ તો શું તમે જાણો છો કે તમે જેને TTE (ટ્રાવેલ ટિકિટ એક્ઝામિનર) તમારી ટિકિટ દિવસના સમયે જ ચેક કરી શકે છે. તે ટિકિટ ચેકિંગના નામે રાત્રે 10 વાગ્યા પછી તમને પરેશાન કરી શકે નહીં. TTE તમારી ટિકિટ દિવસના 6:00 થી 10:00 વાગ્યાની વચ્ચે જ ચેક કરી શકે છે. બીજી તરફ જો TTE આ નિયમનું પાલન ન કરે તો તેની સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ઉબર-રેપિડોના વાહન દેખાયા તો જપ્ત કરાશે, RTOની મંજૂરી વિના..

0

Uber-Rapido vehicles

  • Uber-Rapido Vehicle News : એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ જાહેર કરાયો. RTOની મંજૂરી વગર વાહનો ચલાવતા હોવાની ફરિયાદો બાદ પ્રતિબંધની કાર્યવાહી.

અમદાવાદ હવે ઓનલાઈન એપ (Online App) આધારીત ઉબર ટેક્સી અને રેપિડોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપિડો (Taxi and Rapido) બાઈક પર પ્રતિબંધ જાહેર કર્યો છે. વિગતો મુજબ RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઇ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં હવે RTOની મંજૂરી વિનાના ઉબર અને રેપિડોના વાહનો રોડ પર દેખાશે તો જપ્ત કરાશે. વિગતો મુજબ RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઇ છે. જોકે ફરિયાદો બાદ RTOની તપાસ બાદ પ્રતિબંધ મુકાયો છે. એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ જાહેર કરાયો છે.

એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ વચ્ચે તંત્ર દ્વારા ઉબરની 4 ટેક્સી, રેપિડોના 2 બાઈક જપ્ત કરી વાહનદીઠ રૂ.10 હજારનો દંડ ફટકારાયો છે. મહત્વનું છે કે ઉબર અને રેપિડોના વાહનોએ RTOમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ સાથે ઓનલાઈન અરજી કરી  રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જોકે હવે આ મામલે ટ્રાફિક પોલીસે પણ પોલીસકર્મીઓને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

આ પણ વાંચો :-

દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં ચૂક, મંદિરમાં ચલણી નોટો ઉડાવતા લોકો દેખાયા

0

Devbhoomi Dwarka’s

  • વારંવાર આવા ઉત્સવો સમયે અને હંમેશા મીડિયાને મનાઈ ફરમાવી દેતું તંત્ર આવા સમયે મોન જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં નોટો ઉડાળવાના વીડિયો હંમેશા વાયરલ થતાં રહે છે. ત્યારે તેની જવાબદારી કોની ?

દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષાને લઈ મોટી ચૂક સામે આવી છે. દ્વારકા મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે. પરંતુ એક વીડિયો વાયરલ (Viral Videos) થયો છે. જેના કારણે વિવાદ વકર્યો છે. દ્વારકાધીશ જગત મંદિરે ભગવાનની સન્મુખ ડાયરાની જેમ પુજારીઓ અને યજમાનો દ્વારા નોટો ઉડાળવાનાં વીડિયો વાયરલ થયો છે.

આ પ્રકારનાં વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં કૃષ્ણ ભકતોમાં નારાજગી વ્યાપી ગઈ છે. દ્વારકાધીશ જગત મંદિરે વીઆઈપી કલચર વધતા આમ દર્શન કરવા આવતા ભક્તો હેરાન થતાં હોય છે. સામાન્ય ભક્તો માટે મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ છે. ત્યારે પોલીસ અને ગાર્ડસની હાજરીથી મંદિરની સુરક્ષાનું શું? વારંવાર આવા ઉત્સવો સમયે અને હંમેશા મીડિયાને મનાઈ ફરમાવી દેતું તંત્ર આવા સમયે મોન જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં નોટો ઉડાળવાના વીડિયો હંમેશા વાયરલ થતાં રહે છે. ત્યારે તેની જવાબદારી કોની?

શું બની હતી સમગ્ર ઘટના?

તમને જણાવી દઈએ કે દ્વારકા મંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. તેમ છતાં અંદરનો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિરમાં કેટલાક શખ્સોએ ભગવાન દ્વારકાધીશ પર ચલણી નોટ ઉડાવતા જોવા મળી રહ્યાં છે તેમજ ઘણા બધા લોકો મોબાઈલ પર વીડિયો ઉતારતા હોય તેવા પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે.

તપાસના આદેશ અપાયા :

દ્વારકાના જગત મંદિરનો વિડીયો વાયરલ બાબતે ઈન્ચાર્જ કલેક્ટર એસ.ડી.ધાનાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે દ્રારકાધીશ જગત મંદિરમાં લોકો નોટો ઉડાળવાનાં વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયો અંગે ઈન્ચાર્જ કલેકટરે તપાસના આદેશ આપ્યાં છે. મંદિરમાં મોબાઈલ પ્રતિબંધ છતાં વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયા છે. આવનારા દિવસોમાં ફરી ઘટના ન બને તે માટે મંદિરના વહીવટદારને કડક કાર્યવાહીના આદેશ આપ્યો છે. આ સાથે જ વહીવટી તંત્ર હરકતામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

આ છે ભારતના ન્યૂડ બીચ, જ્યાં લોકો કપડાં પહેર્યા વગર રેતીમાં પડયા રહે છે !

0

This is India’s nude beach

  • India Ke Best Nude Beach : જ્યારે લોકો સમુદ્રકાંઠે જાય છે ત્યારે તેમના માટે કઈક અલગ જ મોહોલ હોય છે. મન થાય ત્યારે લોકો ગોવા કે પછી બીજા કોઈ જગ્યાની મુલાકાતે પહોંચી જાય છે. ભારતમાં ગોવા ઉપરાંત એવા અનેક બીચ છે જેના વિશે તમે કદાચ જ જાણતા હશો.

જ્યારે લોકો સમુદ્રકાંઠે જાય છે ત્યારે તેમના માટે કઈક અલગ જ મોહોલ હોય છે. મન થાય ત્યારે લોકો ગોવા  કે પછી બીજા કોઈ જગ્યાની મુલાકાતે પહોંચી જાય છે. ભારતમાં ગોવા (Goa) ઉપરાંત એવા અનેક બીચ છે જેના વિશે તમે કદાચ જ જાણતા હશો. સમુદ્રના વિસ્તારો વિશે ખાસ વાત એ છે કે અહીં લોકો ન્યૂડ થઈને ફરે છે અને અહીં ફરતા મોટાભાગના લોકો તમને કપડાં વગર જોવા મળશે. જાણો આવા બીચો વિશે.

અગત્તી દ્વીપ સમુદ્ર તટ, લક્ષ દ્વીપ :

ટોપલેસ બીચ (Topless Beach) તરીકે તે ફેમસ છે. આ બીચ લક્ષ દ્વીપમાં છે. અહીં લોકો કપડાં વગર કિનારે પડયા રહે છે. અહીં ગયા બાદ તમને સમુદ્રનો ખુબસુરત નજારો જોવા મલસે અને પ્રકૃતિની શાંતિનો પણ અહેસાસ થશે.

ઓમ બીચ કર્ણાટક :

આ બીચ વિશે લોકો બહુ ઓછું જાણે છે. ઓમ બીચ (Om Beach) ભારતનો એક ન્યૂડ બીચ છે જ્યાં લોકો મોટી સંખ્યામાં ફરવા માટે આવે છે. અહીં પણ તમને લોકો કપડાં વગર ફરતા જોવા મળશે. આ બીચને ઓમ બીચ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે આ બીચના કિનારે તમને બે મીઠા પાણીના ઝરણા પણ જોવા મળશે જે જોવામાં ખુબ સુંદર લાગે છે.

આ પણ વાંચો :-

આ ગરમી તો બાપા…હારુ કરજો ! આ ૦૪ દિવસ કામ વિના ના નીકળતા ઘરની બહાર

0

This heat is bapa

  • Gujarat weather Forecast : પહેલાં માવઠાએ મુસીબત ઉભી કરી અને ત્યાર બાદ હવે આગ ઝરતી ગરમી દઝાડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ભારે છે. એમાંય આજથી ૦૪ દિવસ તો ગરમી ૪૩ થી ૪૪ ડિગ્રી ને પાર પણ થઈ શકે છે.

લોકો ગરમીથી (Heat) પોકારી રહ્યાં છે હાય તૌબા! લોકો કહે છે આ ગરમી તો બાપા હારુ કરજો. ખરેખર મોત બોલાવે એવી ગરમી પડી રહી છે. લોકો રીતસર અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યાં હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. એમાંય હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી મુજબ આજથી આગામી 4 દિવસ સુધી તો ભુક્કા બોલાવી નાંખે એવી ગરમી પડવાની છે. એટલે જરૂર ન હોય તો ઘરેથી બહાર ન નીકળતા. નહીં તો માથુ તપી જશે અને ગરમી ચઢશે તો ડોક્ટર પણ ઉંચા કરી દેશે હાથ.

મહત્ત્વનું છેકે, રાજ્યના હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. સતત વધતી ગરમીને પગલે આજથી આગામી 3 દિવસ માટે અમદાવાદમાં તંત્ર દ્વારા ઓરેન્જ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદની સાથો-સાથ ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી 14 તારીખ સુધી 44 ડીગ્રીને પાર તાપમાન જઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાથી કાળઝાળ ગરમી યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં આજે હિટવેવની આગાહી છે. અમદાવાદમાં આજે 43થી 44 ડિગ્રી સુધી ગરમીનો પારો જઈ શકે છે. આ સિવાય રાજ્યના પાટનગરમાં પણ ઓરેજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકાએ ગરમી અંગેની ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. અને કામ વિના ઘરની બહાર ન નીકળવાની પણ સુચના આપી છે.

આગામી 4 દિવસ રાજ્યભરમાં આકરી ગરમી પડવાની છે તેથી સૌએ સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને આગામી 4 દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મંગળવારે રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રી પાર કરી ગયો હતો.

ગઈકાલે અમદાવાદનું તપામાન 43 ડીગ્રીની આસપાસ હતું. ગાંધીનગરમાં પણ આ આંકડો આની આસપાસ જ હતો. જ્યારે રાજકોટનું 41.7 ડીગ્રી અને સુરતનું 36 ડીગ્રી મહત્તમ તાપમાન પહોંચ્યું હતું. 14મી બાદ તાપમાન ઘટીને 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

બેંક તમારી પાસે કેન્સલ ચેકની કેમ કરે છે માંગ ? શું આ ચેક આપવાથી થાય છે કોઈ નુકસાન ?

Why does the bank ask you for a canceled check?

  • Cancelled Cheque Rules તમારે સમય સમય પર ચેક રદ કરવાની જરૂર પડી શકે છે. નાણાકીય સંસ્થાઓ દ્વારા ગ્રાહકો પાસેથી તેની માંગણી કરવામાં આવે છે. તે આપતી વખતે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

કોઈપણ નાણાકીય ઉત્પાદન (financial product) ખરીદતી વખતે બેંક દ્વારા અમુક સમયે અથવા ક્યારેક ને ક્યારેક કેન્સલ ચેક જરૂર માંગવામાં આવ્યો હશે અને તમે સરળતાથી ક્રોસ બેંકને (Cross Bank) ચેક આપ્યો હશે. આવી સ્થિતિમાં તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય આવ્યો હશે કે બેંકો તમારી પાસેથી રદ કરાયેલા ચેક કેમ માંગે છે. ચાલો જાણીએ ?

કેન્સલ ચેક શું છે?

જ્યારે પણ આપણે કોઈ બેંક સાથે ડિલ કરીએ છીએ તો ફાઈનેંશિયલ સર્વિસ પ્રોવાઈડર કંપની અથવા બેંક આપણી પાસે કેન્સલ ચેક માંગે છે. પછી આપણે એ ચેક પર બે લાઈન ક્રોસ કરીએ છીએ અને તેના પર કેન્સલ લખી દઈએ છીએ.

બેંક કેન્સલ ચેક કેમ માંગે છે?

બેંકો અને નાણાકીય કંપનીઓ ગ્રાહકની વિગતો ચકાસવા માટે કેન્સલ ચેકની માંગણી કરે છે. કારણ કે ચેક પર ગ્રાહકની સંપૂર્ણ માહિતી હોય છે. જેમ કે બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ, આખું નામ અને હસ્તાક્ષર. આ માહિતીથી બેંકો માટે ગ્રાહકની વિગતોની ચકાસણી કરવાનું સરળ બને છે.

શું કેન્સલ ચેક વડે પૈસા ઉપાડી શકાય?

તેના પર કેન્સલ લખેલું છે. તેથી રદ કરાયેલા ચેકની મદદથી તમારા ખાતામાંથી કોઈ રકમ ઉપાડી શકાતી નથી. જો કે તમારે ચેક પર ક્રોસ માર્ક યોગ્ય રીતે બનાવવા માટે આનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. હંમેશા કેન્સલ ચેક માટે બ્લૂ અને બ્લેક શાહી પેનનો ઉપયોગ કરવો જોઈએ.

ચેક રદ કરતા સમયે શું ધ્યાન રાખવું :

ચેકને યોગ્ય રીતે ક્રોસ માર્ક કરવા માટે તમારે ખૂબ કાળજી રાખવી પડશે. રદ કરાયેલા ચેક માટે હંમેશા વાદળી અને કાળી શાહીની પેનનો ઉપયોગ કરો. રદ કરાયેલા ચેકથી તમારા ખાતામાંથી કોઈ રકમ ઉપાડી શકાતી નથી.

આ પણ વાંચો :-

આ આઈસ્ક્રીમ ઉનાળામાં લોકોની બની પહેલી પસંદ, પણ ભાવ સાંભળીને ચઢી જશે ઠંડી !

0

This ice cream

  • સુરતના એક આઈસ્ક્રીમ પાર્લર દ્વારા એક એવો આઈસ્ક્રીમ બનાવ્યો છે કે જેનો ભાવ ₹૧,૦૦૦ છે જી હા આ વાત કદાચ સાંભળીને તમને નવાઈ લાગશે. પરંતુ આ કોઈ સામાન્ય આઈસ્ક્રીમ નથી પરંતુ આ આઈસ્ક્રીમ ઉપર સોનાનું વરખ ચઢાવવામાં આવ્યું છે.

સુરતી લાલાઓ (Surti Lala) ખાવાના શોખીન હોય છે ખાવા માટે તેઓ કોઈપણ રકમ ચૂકવતા હોય છે ત્યારે ખાસ કરીને સુરતના એક આઈસ્ક્રીમ (Ice cream) પાર્લર દ્વારા એક એવો આઈસ્ક્રીમ બનાવ્યો છે કે જેનો ભાવ ₹૧,૦૦૦ છે જી હા આ વાત કદાચ સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ કોઈ સામાન્ય આઈસ્ક્રીમ (Ice cream) નથી પરંતુ આ આઈસ્ક્રીમ ઉપર સોનાનું વરખ ચઢાવવામાં આવ્યું છે. આઇસ્ક્રીમ એવી છે કે તમે પણ જોઈને વિચાર કરશો કે આને જોવું કે સંભાળીને રાખવું અથવા તો ખાઈ લઉં.

કોઈપણ વાર તહેવાર હોય કે પછી સીઝન હોય, સુરતીલાલાઓ ક્યારેય ખાવાનું છોડતા નથી. હાલ માં સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે જેમાં સુરત પણ બાકાત નથી. ત્યારે ગરમીથી બચવા માટે લોકો આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે.

ત્યારે આઇસ્ક્રીમ પ્રેમીઓ માટે સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ આજે હોટ ફેવરીટ બની ગઈ છે. આઈસ્ક્રીમ સામાન્ય આઈસ્ક્રીમ કે ફ્લેવરમાં નથી, પરંતુ આઈસ્ક્રીમ જોઈને તમારી આંખ પહોળી થઈ જશે. કારણ કે આ આઈસ્ક્રીમ ૨૪ કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે આ ખાસ પ્રકારની આઇસ્ક્રીમ ની ઉપર ૨૪ કેરેટ ગોલ્ડનો વરખ લગાડવામાં આવે છે.

એટલું જ નહીં આ આઈસ્ક્રીમ જે કોનમાં આપવામાં આવે છે તે પણ ખાસ પ્રકારનો નાના ગોલ્ડબોલ થી સજાવવામાં આવે છે.આમ તો તમે લોકોએ અનેક આઈસ્ક્રીમ જોયા હશે પરંતુ આઈસ્ક્રીમ પ્રેમીઓને ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે.

આ ખાસ આઈસ્ક્રીમની કિંમત ૧૦૦૦ રૂપિયા છે સાથે તમને ૧૮% જીએસટી પણ ભરવું પડે છે આટલું મોંઘુ આઈસ્ક્રીમ હોવા છતાં એની ડિમાન્ડ ગરમીમાં સૌથી વધારે છે લોકો આઈસ્ક્રીમ ખાવા માટે દૂર દૂરથી આવે છે. નામ સાંભળીને તમે ખબર પડી ગઈ હશે કે આની ઉપર ૨૪ કેરેટ ગોલ્ડ વરખ લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

 

૧૧ મે ૨૦૨૩નું રાશિફળ : આ રાશિના વિદ્યાર્થીઓને મળશે સારી સફળતા, તો આ જાતકોને નોકરીમાં મળશે યશના અવસર, જુઓ આજનું રાશિફળ

May 11, 2023 Horoscope

મેષઃ
આર્થિક ક્ષેત્રે શુભ ફળ પ્રાપ્ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય. તથા નવા ધંધાની શરૂઆતના યોગમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃષભઃ
દિવસની શરૂઆત સુંદરરીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

મિથુનઃ
જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજ શોખ માં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસી નો ઉપદ્રવ રહે. સ્થાવર જંગમ મિલકત થી લાભ. પિતાની ‌તબિયત સાચવવી.

કર્કઃ
માનસિક આનંદ જળવાય. નાણાકીય પાસુ મજબુત બને. પરિવાર માં આનંદ જળવાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રો નો સાથ સહકાર મળે. આરોગ્ય જળવાય.

સિંહઃ
સંતાનની પ્રગતિ થી હર્ષ. વિદ્યાર્થી વર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતીત થાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.

કન્યાઃ
જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. સંતાન ના પ્રશ્નો નું નિરાકરણ આવતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉ‌ન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવા થી પરેશાની રહે.

તુલાઃ
કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણો નું યોગ્યરીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થય સારૂં રહેશે.

વૃષિકઃ
બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્ર ફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.

ધનઃ
આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જળવાય.

મકરઃ
વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડોક્ટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્યક્તિઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભઃ
ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણા ઉછીના આપવા કે લેવા નહીં. અન્યથા નાણાં ફસાઇ જવાની શક્યતા છે. આવક જળવાય. મિત્રોથી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ. યશ-પ્રતિષ્ઠા વધે. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-

ગીતા મંદિર બસ સ્ટેન્ડ ટપોરીઓનો અડ્ડો બન્યું  ! મુસાફરોને પતરી મારી, સ્ટાફની સાથે…

0

Gita Mandir bus stand became 

  • અમદાવાદના ગીતા મંદિરમાં સડકછાપ ટપોરીઓનો રીતસરનો આતંક મચાવીને રાખ્યો છે. પોલીસ જવાનોની હાજરીમાં ટપોરી ગેંગનો ખુલ્લો આતંક મચેલો છે. જેના કારણે ટપોરીઓ બેફામ અને પોલીસ લાચાર જેવી સ્થિતિ બનેલી છે.

ફરી એકવાર અમદાવાદમાં (Ahmedabad) અસામાજિક તત્વોનો (Antisocial elements) આતંક જોવા મળ્યો છે. અમદાવાદના ગીતા મંદિરમાં સડકછાપ ટપોરીઓનો રીતસરનો આતંક મચાવીને રાખ્યો છે. પોલીસ જવાનોની હાજરીમાં ટપોરી ગેંગનો ખુલ્લો આતંક મચેલો છે. જેના કારણે ટપોરીઓ બેફામ અને પોલીસ લાચાર જેવી સ્થિતિ બનેલી છે.

અહીં આસપાસના વેપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવવા માટે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. ગીતા મંદિર વિસ્તારમાં સડકછાપ મવાલીઓ ૧૦૦-૧૦૦ રૂપિયાના હપ્તા ઉઘરાવે છે. ૨૫ એપ્રિલે પણ આ સડકછાપ ગુંડાઓએ તોડફોડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલા મુસાફરોની હાજરીમાં ગાળાગાળી કરીને તોડફોડ કરી હતી.

ગઈકાલ રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ ગીતા મંદિર બસ સ્ટેશન પર આતંક મચાવ્યો હતો. અહીં અસામાજિક તત્વોએ બસ સ્ટાફ અને મુસાફરો સાથે અભદ્ર વર્તન કરીને મારામારી કરી હોવાની ઘટના ઘટી છે. આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. આ અંગેની ફરિયાદ અગાઉ એક વેપારી દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન નથી.

અહીં લગાવેલા સીસીટીવી કેમેરામાં અસામાજિક તત્વોની લુખ્ખાગીરીના દ્રશ્યો કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડ પર બે યુવકો દ્વારા મુસાફરો અને સ્ટાફની સાથે કરી મારામારી કરવામાં આવી હતી. આમાં એક યુવકને પતરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં સ્ટાફ પર ખુરશી વડે હુમલો કરીને મારામારી કરી હતી.

જો કે બાદમાં પોલીસે આ અસામાજિક તત્વોને પકડી લીધા હતા અને કોઇપણ કાર્યવાહી કર્યા વિના પાછા છોડી દેવામાં આવ્યા હતા. પોલીસે છોડી મૂક્યા બાદ ફરીથી બસ સ્ટેન્ડ પર આ અસામાજિક તત્વોએ આવીને કર્મચારીઓને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો :-