HomeNational2050 પહેલાં ભારતનાં શહેરો બદલશે વિશ્વનો નકશો? સુરત સહિત 55 ભારતીય શહેરો...

2050 પહેલાં ભારતનાં શહેરો બદલશે વિશ્વનો નકશો? સુરત સહિત 55 ભારતીય શહેરો ચર્ચામાં

Date:

Related stories

Video : તિરંગા માર્ચ ન કાઢવા માટે નોટિસ બાદ દીપકેની દિલ્હી પોલીસ સાથે ઉગ્ર દલીલ

દિલ્હીના કનોટ પ્લેસમાં આજે સાંજે કોકરોચ જનતા પાર્ટી (CJP)...
spot_img

વિશ્વના 1,000 અગ્રણી શહેરોના આર્થિક ભવિષ્ય અને ક્ષમતાને માપતા વૈશ્વિક મંચ પર ભારતના ડાયમંડ સિટી સુરતે ફરી એકવાર પોતાની તાકાતનો ડંકો વગાડ્યો છે. ‘ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2026’માં સુરતને ‘ઈમર્જિંગ સ્ટેન્ડઆઉટ’ (Emerging Standout) તરીકે વિશિષ્ટ સ્થાન મળ્યું છે. જો તમે વિચારતા હોવ કે સુરતની ઓળખ માત્ર હીરા અને ટેક્સટાઇલ સુધી સીમિત છે, તો આ અહેવાલ તમારી ધારણા બદલી નાખશે! સુરતે દેશની સરેરાશ કરતાં પણ વધુ ઝડપી ઉત્પાદકતા અને આવક વૃદ્ધિ દર્શાવી સાબિત કર્યું છે કે તે દક્ષિણ એશિયાના સૌથી ઝડપથી ઊભરતા આર્થિક એન્જિનોમાંનું એક છે.

વિશ્વના મોટા શહેરોના આ વિશ્લેષણમાં સુરતનો એકંદર ઓવરઓલ વૈશ્વિક રેન્ક 697મો રહ્યો છે. પરંતુ માત્ર આંકડાકીય સ્થાન કરતાં સુરતની આર્થિક ભૂમિકા અને ઔદ્યોગિક ક્ષમતાએ આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતના અન્ય પ્રમુખ શહેરોની સરખામણી કરીએ તો અમદાવાદ 571મા, વડોદરા 702મા અને રાજકોટ 824મા સ્થાને નોંધાયા છે. ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગની મજબૂત પાયાપીઠ સાથે વેપાર અને સેવા ક્ષેત્રના સતત વિસ્તારને કારણે સુરતે ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ હબ તરીકે પોતાની આંતરરાષ્ટ્રીય છબી વધુ મજબૂત બનાવી છે.

ઓક્સફોર્ડ ઈકોનોમિક્સનો આ વૈશ્વિક અભ્યાસ પાંચ પાયાના માપદંડો—અર્થતંત્ર (Economics), માનવ સંસાધન (Human Capital), જીવનની ગુણવત્તા (Quality of Life), પર્યાવરણ (Environment) અને સુશાસન (Governance) પર આધારિત છે. રિપોર્ટ અનુસાર, આગામી દાયકાઓમાં ભારત અને ચીનના શહેરો વૈશ્વિક GDP ગ્રોથના મુખ્ય ચાલક બળ બનશે. આ સમગ્ર ચિત્રમાં ટેકનોલોજી સેક્ટરના દમ પર બેંગલુરુને ‘સિટી ટુ વોચ’ (City to Watch) તરીકે ઓળખાવવામાં આવ્યું છે, જ્યારે દેશની રાજધાની દિલ્હી સૌથી ઝડપી આર્થિક વિસ્તાર કરનારાં શહેરોમાં સ્થાન મેળવવા તરફ અગ્રેસર છે.

આ આર્થિક ઉછાળાની સકારાત્મક તસવીર સાથે કેટલીક સુધારાત્મક વાસ્તવિકતાઓ પણ સામે આવી છે. ઝડપી ઉત્પાદકતા હોવા છતાં, સુરત સહિતના મોટાભાગના ભારતીય શહેરો જીવનની ગુણવત્તા, પર્યાવરણીય સ્થિતિ, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આવકની અસમાનતા જેવા ક્ષેત્રોમાં હજુ પછાત છે. આ સ્થિતિ દર્શાવે છે કે સુરત માટે આગામી સમય માત્ર આર્થિક આંકડા વધારવાનો નથી, પરંતુ આ આર્થિક પ્રગતિને નાગરિકો માટે શ્રેષ્ઠ જીવનશૈલી, સ્વચ્છ પર્યાવરણ અને ટકાઉ શહેરી વિકાસ સાથે જોડવાનો રહેશે.

Subscribe

Latest stories