HomeNationalહવે મોંઘા રિચાર્જથી છુટકારો: TRAIના નવા નિયમથી મોબાઇલ યુઝર્સને થશે આ ફાયદો!

હવે મોંઘા રિચાર્જથી છુટકારો: TRAIના નવા નિયમથી મોબાઇલ યુઝર્સને થશે આ ફાયદો!

Date:

Related stories

ચકલાસી નગરપાલિકામાં ભાજપને વધુ એક ઝટકો, પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું

ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપને વધુ...

ધરપકડ બાદ અભિજીત દીપકેને જેલમાં મોકલાશે? કોર્ટમાં થશે રજૂઆત, સુરક્ષા વધારાઈ

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ‘લહેરા દો તિરંગા માર્ચ’...

આજનું રાશિફળ 17 ઑક્ટોબર 2026: શનિવારે જાણો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ

​મેષ (Aries): શનિવાર અને મા કાલરાત્રિની આરાધનાથી શત્રુભય, નકારાત્મક...

વાગરા GIDCની ફાર્મા કંપનીના રિએક્ટરમાં ભયાનક બ્લાસ્ટ, 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્માકેમ પ્રા. લિ....
spot_img

શું તમે પણ ડેટા ધરાવતા મોંઘા રિચાર્જ પ્લાનથી કંટાળી ગયા છો? જો તમારે ફક્ત ફોન પર વાત કરવી હોય અને મેસેજ (SMS) મોકલવા હોય, તો હવે તમારે ન વપરાતા ઈન્ટરનેટ ડેટા માટે વધારાના પૈસા ચૂકવવાની બિલકુલ જરૂર નથી! ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) દ્વારા મોબાઇલ યુઝર્સ માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર આપવામાં આવ્યા છે.TRAIએ તમામ ટેલિકોમ કંપનીઓ માટે હવે એવા સસ્તા રિચાર્જ પ્લાન ફરજિયાતપણે રજૂ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં ફક્ત કૉલિંગ અને SMSની જ સુવિધા સામેલ હોય.આ નિર્ણયથી ખાસ કરીને એવા લાખો યુઝર્સને સીધો ફાયદો થશે જેઓ સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતા નથી અને માત્ર બેઝિક કનેક્ટિવિટી ઈચ્છે છે.

22 સપ્ટેમ્બર 2026ના રોજ TRAIએ ‘ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (તેરમું સંશોધન) રેગ્યુલેશન, 2026’ લાગુ કર્યું છે.આ નવા નિયમો અંતર્ગત, ભારતમાં તમામ ટેલિકોમ ઓપરેટરોએ ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવા ‘વોઇસ અને SMS ઓન્લી’ સ્પેશિયલ ટેરિફ વાઉચર્સ (STVs) બજારમાં લાવવા પડશે.

નવા નિયમની મુખ્ય જોગવાઈઓ:

  • 30 દિવસ કે તેથી ઓછી વેલિડિટી:ગ્રાહકો માટે 30 દિવસ કે તેથી ઓછા સમયગાળા માટેના માત્ર કૉલ-SMS પ્લાન ઉપલબ્ધ કરાવવા પડશે.
  • ફિક્સ માસિક રિન્યુઅલ:દર મહિને એક જ નિશ્ચિત તારીખે પ્લાન રિન્યુ થઈ શકે તેવો વિકલ્પ પણ આપવો પડશે.
  • લાંબી વેલિડિટીનો વિકલ્પ:ટૂંકાગાળાના પ્લાન ઉપરાંત, 30 દિવસથી વધુની વેલિડિટીવાળો ઓછામાં ઓછો એક પ્લાન કંપનીઓએ ઓફર કરવો પડશે.
  • સસ્તા દરો: આ પ્લાન્સમાં ઈન્ટરનેટ ડેટાનો સમાવેશ ન થતો હોવાથી તેનો ટેરિફ હાલના સ્ટાન્ડર્ડ પ્લાન કરતા નોંધપાત્ર રીતે સસ્તો રાખવો પડશે.

TRAIના ધ્યાનમાં આવ્યું હતું કે માર્કેટમાં ડેટા વગરના ટૂંકાગાળાના પ્લાન્સ નહિવત્ થઈ ગયા છે, જેથી ઓછી આવક ધરાવતા લોકો પર મોટો આર્થિક બોજ પડતો હતો.આ નવા નિયમથી ગ્રાહકોને તેમની અંગત જરૂરિયાત અને બજેટ મુજબ રિચાર્જ કરવાની આઝાદી મળશે અને બિનજરૂરી ડેટાના ખર્ચમાંથી કાયમી મુક્તિ મળશે.

Subscribe

Latest stories