Home Blog Page 1072

Vodafone-Idea એ લોન્ચ કર્યા ૦૩ ધુઆંધાર પ્લાન ! માત્ર ૧૭ રૂપિયામાં મેળવો Unlimited ડેટા

Vodafone-Idea launched 03 Dhuandhar plans

  • Viએ ત્રણ ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ ડેટા, કોલિંગ અને ઘણા ફાયદા આપશે. આમાંનો એક પ્લાન એવો છે કે તેની કિંમત માત્ર ૧૭ રૂપિયા છે. આવો જાણીએ ત્રણેય પ્લાન વિશે વિગતવાર.

સમગ્ર ભારતમાં ઝડપથી 5G સેવા લાવી રહ્યાં છે. તે જ સમયે વોડાફોન-આઈડિયાના (Vodafone-Idea) વપરાશકર્તાઓ હજુ પણ 5G સેવાઓની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. ઘણા Vi વપરાશકર્તાઓ વધુ સારી મોબાઈલ નેટવર્ક સેવાઓ માટે અન્ય નેટવર્ક પર સ્વિચ કરવાનું પણ વિચારી રહ્યા છે.

Vi 5G લાગુ કરવામાં નાણાકીય પડકારોનો પણ સામનો કરી રહ્યું છે. તેથી જ Vi એ યુઝર્સને આકર્ષવા માટે ત્રણ ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ ડેટા, કોલિંગ અને ઘણા ફાયદા આપશે. આમાંનો એક પ્લાન એવો છે કે તેની કિંમત માત્ર ૧૭ રૂપિયા છે. આવો જાણીએ ત્રણેય પ્લાન વિશે વિગતવાર.

Vi Rs 17 plan details :

વોડાફોન-આઈડિયાએ આ પ્લાનને તેના વોટર લિસ્ટિંગ હેઠળ લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ મોબાઈલ ઓપરેટર રાતે ૧૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા પ્રદાન કરે છે. આ પ્લાન ૧ દિવસની માન્યતા સાથે આવે છે અને તેમાં અન્ય કોઈપણ સેવાઓ અથવા આઉટગોઇંગ SMS શામેલ નથી.

Vi Rs 57 plan details :

આ પ્લાન એક પ્રીપેડ વાઉચર પણ છે અને ઉપરોક્ત પ્લાન જેવા જ લાભ આપે છે. પરંતુ ૭ દિવસની માન્યતા સાથે. Vi એ તેની ઓફિશિયલ વેબસાઈટ પર આ અંગે માહિતી આપી છે કે આ પેક ૧૬૮ કલાક માટે માન્ય રહેશે. જો કે, આમાં કોઈપણ માન્યતા સેવા, આઉટગોઇંગ SMS અથવા અન્ય લાભોનો સમાવેશ થશે નહીં.

આ પણ વાંચો :-

ગાભા કાઢી નાખશે ગરમી ! અગનભઠ્ઠીની જેમ તપશે ગુજરાત

0

The heat will remove the belly

  • Gujarat weather news: ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થશે. આગામી 24 કલાક કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. જે બાદ ધીરે ધીરે ગરમીમાં વધારો થઈ શકે છે.

બે દિવસથી કમોસમી વરસાદે (Unseasonal rain) ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ આસપાસમાં ધુઆધાર બેટિંગ કરી. જો કે બે દિવસની ઠંડક બાદ હવે ભારે અકળામણ અને ઉકળાટનો સામનો કરવો પડશે.  આજથી ફરી એકવાર ગુજરાતીઓને અકળાવશે કાળઝાળ ગરમી.

હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી ખાસ જાણી લેજો. ખાસ કરીને અમદાવાદીઓ માટે આ આગાહી ખુબ જ મહત્ત્વની છે. કારણકે આજે હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે અમદાવાદમાં (Ahmedabad) ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર જઈ શકે છે.

માવઠા બાદ ઉકળાટ :

છેલ્લાં બે થી ત્રણ દિવસથી અમદાવાદમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. ખાસ કરીને શહેરના કેટલાંક વિસ્તારોમાં તો ચોમાસા જેવા દ્રશ્યો પણ સર્જાયા હતાં. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. એજ કારણ છે કે અમદાવાદમાં રમાઈ રહેલી આઈપીએલની ફાઈનલ મેચ પણ એક દિવસે મોકૂફ રાખીને રિઝર્વ ડે પર યોજવી પડી હતી. જો કે વરસાદ બાદ હવે ભારે ઉકળાટ અને બફારો થઈ રહ્યો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યના કેટલાં વિસ્તારોમાં હજુ પણ કમોસમી વરસાદની સંભાવના છે. તો બીજી તરફ અમદાવાદમાં હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે. આ યલો અલર્ટમાં ગરમીનો પારો સતત વધતો જશે. જેને કારણે અમદાવાદીઓએ કામ વિના બહાર ન નીકળાની પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.

સાથો-સાથ એવી પણ આગાહી કરાઈ છે કે રાજ્યમાં હાલ વાતાવરણમાં રોજ પલટા આવી રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગે આજે એક આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી ૨૪ કલાક સામાન્ય કમોસમી વરસાદ શક્યતા છે. જે બાદ ગરમીમાં ધીરે ધીરે વધારો થશે. જોકે રાજ્યમાં હાલ થોડા દિવસ માવઠું કે કરા પડવાની શક્યતા નથી.

આ પણ વાંચો :-

સવારમાં આવ્યા મોટા ખુશખબર ! LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો

0

Good news came in the morning

  • LPG Cylinder Price : ગેસ સિલિન્ડરના ભાવમાં કાપ મૂકીને ઓઈલ કંપનીઓએ જનતાને મોટી રાહત આપી છે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી.

જૂન મહિનો આજથી શરૂ થયો અને મહિનાના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના (LPG cylinder) ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો. ઓઈલ કંપનીઓએ ૧ જૂનથી એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત આપી છે. સરકારી ઓઈલ કંપનીઓ (Government Oil Company) તરફથી જાહેર થયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૮૩ રૂપિયાનો ઘટાડો થયો છે. ૧૯ કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો (Commercial LPG cylinder) ભાવ હવે ૧૭૭૩ રૂપિયા રહેશે. પહેલા આ સિલિન્ડર ૧૮૫૬.૫૦ રૂપિયામાં મળતો હતો.

હવાઈ યાત્રા પર પડી શકે છે અસર :

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત આપવા ઉપરાંત ઓઈલ કંપનીઓ તરફથી જેટ ફ્યૂલ (હવાઈ ઈંધણ)ના ભાવમાં પણ કાપ મૂકાયો છે. ભાવમાં લગભગ ૬૫૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. જેની અસર આવનારા સમયમાં હવાઈ મુસાફરી પર પડી શકે છે. નવા ભાવ આજથી એટલે કે ૧ જૂનથી લાગૂ કરાયા છે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ માટે રાજધાની દિલ્હીમાં પહેલાની જેમ જ ૧૧૦૩ રૂપિયા ચૂકવવા પડશે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ :

ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૧૮૫૬.૫૦ રૂપિયાથી ઘટીને ૧૭૭૩ રૂપિયા થઈ ગયા છે. કોલકાતામાં પહેલા ૧૯૬૦.૫૦ રૂપિયા ભાવ હતો જે હવે ૧૮૭૫.૫૦ રૂપિયા થઈ ગયો છે. આ પ્રકારે મુંબઈમાં પહેલા સિલિન્ડરનો ભાવ ૧૮૦૮.૫૦ રૂપિયા હતો જે હવે ઘટીને ૧૭૨૫ રૂપિયા થયો છે. જ્યારે ચેન્નાઈમાં ૨૦૨૧.૫૦ રૂપિયા હતો જે હવે ૧૯૩૭ રૂપિયામાં મળશે.

આ પણ વાંચો :-

બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ OTT પર રિલીઝ થઈ રહી છે The Kerala Story  !

The Kerala Story is being released

  • The Kerala Story વિશે એવા સમાચાર છે. જેને વાંચીને ચાહકો ખુશ થઈ જશે. સમાચાર મુજબ આ ફિલ્મ ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ OTT પ્લેટફોર્મ કયું છે અને ક્યારે રિલીઝ થઈ રહ્યું છે ચાલી જાણીએ.

લવ જેહાદ પર આધારિત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી‘એ (The Kerala Story) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. પરંતુ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે થિયેટરમાં (Theater) ધમાલ મચાવ્યા બાદ હવે આ ફિલ્મ ટૂંક સમયમાં જ OTT પર રિલીઝ થવાની છે. આ સમાચારથી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ ૫ મેના રોજ રીલિઝ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં તેણે ૨૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે.

ZEE 5 એ OTT રાઈટસ ખરીદ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી‘ના ઓટીટી રાઈટસ ZEE 5 દ્વારા ખરીદી લેવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આવી નથી અને ન તો ફિલ્મના નિર્માતાઓએ તેના વિશે કોઈ માહિતી આપી છે. પરંતુ જો આમ થશે તો થિયેટરમાં કમાણી કર્યા બાદ આ ફિલ્મ OTT પર પણ સારી કમાણી કરશે.

૨૦૦ કરોડથી વધુનું કલેક્શન 

ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી‘ રિલીઝ પહેલા અને પછી સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મ તેની ott રિલીઝ પહેલા જ ૨૦૦ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. ફિલ્મ OTT પર રિલીઝ થતાં જ વધુ કમાણી કરી શકે છે. આ ફિલ્મમાં ત્રણ છોકરીઓની સ્ટોરી બતાવવામાં આવી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે શાલિની ઉન્નીકૃષ્ણનને ફાતિમા બનાવવામાં આવી અને કેવી રીતે તેનું બ્રેઈનવોશ કરીને આતંકવાદી સંગઠન ISISમાં ફેંકવામાં આવી.

આ પણ વાંચો :-

૦૧ જૂન / આ પાંચ રાશિના જાતકોને ફળી જશે આજનો દિવસ, નાણાંકીય લાભની સાથે થશે નોકરીમાં પ્રમોશન, આજનું રાશિ ભવિષ્ય

01 June / Today will be fruitful for the people of these five zodiac signs

મેષઃ
મનોબળમાં વધારો થાય આવકનુું પાસું મજબૂત થતું જણાય ધઆરેલી આવક મેળવી શક્ય બને. પરિવાના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળું વાતારવણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ

વૃષભઃ
અણગમતા સંજોગોનો સામનો કરવો પડે આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતી રહે. કાર્યક્ષેત્રે સંધર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોની સહકાર મળે.

મિથુનઃ
મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીય તા વધે. જુના રોકાણોથી ફાયદો થતા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ
દવિસ દરમ્યાન આનંદની અનુભુતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઠતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંઠા પીણા, પાણી, આઈસ્ક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ
થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબુત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબુત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળી જણાય છે.

તુલાઃ
આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્રત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઈલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃષિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથે મળતો જણાય. આથી ‌નોકરી ધંધામાં શા‌ંતિ રાખવી.

ધનઃ
જીવનમાં અસંતોષ જણાય. પણ માનસિક સ્થિરતા જળવાય. રહે. ખોટા વિચાર મનનો કબજો જ લઈ લે એનું ધ્યાન રાખવું. મિત્રો વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રેમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઈલ ડીલ તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટા ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ
મજબૂત આત્મબળને કારણે સાહિસક નિર્ણય લઈ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું.

આ પણ વાંચો :

પડી રહેલું ભોજન ગરમ કરીને ખાવાની આદત છે ? ભારે પડી શકે છે આ ભૂલ

Do you have a habit of heating  

  • વારંવાર ગરમ કરવાથી સ્વાસ્થ્ય માટે તે ખોરાક જોખમી બની શકે છે. એટલે સુધી કે કેટલીક વસ્તુઓ તો ગરમ કરીને ખાવાથી તેમાં એસિડનું પ્રમાણ ખુબ વધી જાય છે જે સીધી સ્વાસ્થ્ય પર અસર કરે છે.

તમારામાંથી ઘણાને આ ટેવ હશે કે તમારી સામે તમારા ઘરમાં જ રોજ રોજ ભોજનને ગરમ કરીને ખવાતું હશે તો સાચવજો ફૂડને ગરમ કરીને ખાવું એ નુક્સાનકારક (Harmful) છે. રોજબરોજના જીવનમાં આપણામાંથી અનેક લોકો એક સમયે ભોજન બનાવીને તેને વારંવાર ગરમ કરીને ખાય છે. સવારનું ભોજન (food) બપોરે અને રાતે ગરમ કરીને ખાતા હોય છે.

પરંતુ વારંવાર ગરમ કરવાથી સ્વાસ્થ્ય માટે તે ખોરાક જોખમી બની શકે છે. એટલે સુધી કે કેટલીક વસ્તુઓ તો ગરમ કરીને ખાવાથી તેમાં એસિડનું (acid) પ્રમાણ ખુબ વધી જાય છે જે સીધી સ્વાસ્થ્ય પર અસર કરે છે. દૂધ પણ તેમાંથી જ એક છે. વારંવાર ગરમ કરવાથી ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે.

વિટામીન સી વાળું ભોજન :

વિટામીન સીવાળું ભોજન જો વારંવાર ગરમ કરીએ તો તેની ન્યૂટ્રીશિયન વેલ્યુ ઓછી થતી જાય છે. વિટામીન સી હિટ સેન્સેટીવ હોય છે. આ કારણે જ્યારે વિટામીન સીયુક્ત ભોજન ફરીથી ગરમ કરવામાં આવે તો તાપમાન પણ વધી જાય છે અને તેના કારણે ભોજન ઝેરી બને છે.

શાકભાજી :

લીલોતરી શાકભાજીને પણ વારંવાર ગરમ કરવું જોઈએ નહીં. કારણ કે તેમાં નાઈટ્રેટ્સ હોય છે અને તે ફરીથી ગરમ કરવામાં આવે તો ટોક્સિક કમ્પાઉન્ડ બને છે. તેનાથી ભોજન દૂષિત થાય છે અને સ્વાસ્થ્ય પર અસર કરે છે. આપણામાંથી ઘણાને એવી આદત હોય છે કે ભોજન ફરીથી ગરમ કરીને ખાતા હોઈએ છીએ. કેટલીક ચીજો વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં એસિડનું પ્રમાણ વધી જાય છે જે સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. દૂધ પણ તેમાંથી એક છે. આમ કરવાથી ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે.

આ પણ વાંચો :-

દરિયામાં ન્હાવા જાય તો ધ્યાન રાખજો, માંડવીના બીચ પર મોટી લહેર આવતા તણાઈ ગયો યુવક

0

Be careful if you go to bathe  

  • Kutch Mandavi Beach : મુન્દ્રાથી એક પરિવાર માંડવીના બીચ પર ફરવા ગયો હતો. મુન્દ્રાનો બારોટ પરિવાર બીચ ખાતે ફરવા આવ્યો હતો. ત્યારે પરિવારના બહેન, બનેવી, અને ૧૮ વર્ષીય હિતેશ કારું બારોટ નામનો નવયુવાન દરિયામાં નહાતી વખતે તણાયા હતા.

હાલ વેકેશનનો (Vacation) સમય છે. ગુજરાતના મોટાભાગના ફરવાલાયક સ્થળો પ્રવાસીઓની ભીડથી ભરાયા છે. ખાસ કરીને દરિયામાં મોજ કરવા માટે અનેક લોકો નીકળી પડે છે. વેકેશન પડે એટલે ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર દરિયામાં અનેક એવા બીચ આવેલા છે. જે સહેલાણીઓ માટે હોટફેવરિટ છે.

તેમાંનો એક છે કચ્છનો માંડવી બીચ (Mandvi Beach). દરિયામાં ન્હાતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તમારી સાથે પણ આ દુર્ઘટના બની શકે છે. માંડવીના (Mandvi) રમણીય દરિયાકિનારે ન્હાવાની મજા લઈ રહેલા ત્રણ લોકો ડૂબ્યા હતા. જેમાં એકનું મોત નિપજ્યું છે. તો બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. મુન્દ્રાથી (Mundra) માંડવી ફરવા આવેલો ૧૮ વર્ષીય હિતેશ બારોટ નામનો યુવક દરિયામાં નહાતી વખતે મોટી લહેરમાં તણાઈ ગયો હતો. કચ્છ પોલીસે બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

જેમાં બહેન અને બનેવીને બચાવી લેવાયા હતા. પરંતું હિતેશ બારોટ દરિયાની મોટી લહેરમાં તણાઈ ગયો હતો. બહેન અને બનેવીને બોટ ચલાવતા ધંધાર્થીઓએ બચાવી લીધા હતા. પરંતુ હિતેશ બારોટ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો.

બાદમાં હિતેશ પણ દરિયામાં મળી આવ્યો હતો. હિતેશને બચાવવા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતું વધુ પડતું પાણી પી જવાથી તેનુ મોત નિપજ્યું હતું. માંડવી પોલીસે હાલ પ્રાથમિક નોંધ કરી અકસ્માતની રૂહે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :-

ગત વર્ષ કરતા ૧૩% ઓછું આવ્યું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ! પરિણામમાં છોકરીઓએ બાજી મારી

0

13% less than last year result 

  • GSEB HSC Commerce Result 2023: આજે સવારે આઠ વાગ્યે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ gseb.org પર જાહેર કરાયું પરિણામ.

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું (GSEB HSC Commerce Result ) પરિણામ ૭૩.૨૭ % ટકા જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે ૮ વાગતા પહેલા જ વોટસએપ પર વિદ્યાર્થીઓને પરિણામ મળી રહ્યું છે. હવે થોડી વારમાં પરિણામ વેબસાઈટ પર મૂકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને whatsapp ઉપર રિઝલ્ટ મેળવી શકશે. તો શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે ૭-૩૦એ વાગ્યે પરિણામ જાહેર કરાયું છે.

ત્યારે રિઝલ્ટને લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અનેક શાળાઓએ પરિણામને ઉજવવાની તૈયારીઓ પહેલાથી જ કરી હતી. શાળામાં આજના દિવસને તહેવારની જેમ વધાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રિઝલ્ટ જાણવા અનેક વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા.

અગાઉ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કારયુ હતું. આજે ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે. કુલ રાજ્યભરમાં ૪૮૨ કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. ચાલુ વર્ષે સામાન્ય પ્રવાહ ૭૩.૨૭ ટકા જાહેર કરાયુ છે. જે ગત વર્ષ કરતા ૧૩ ટકા ઓછું પરિણામ છે. આ પરિણામ માસ પ્રમોશનના આધારે જોઈ શકાય છે. ૫૮ હજાર જેટલા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાથી પરિણામ પર આસર જોવી મળી છે. આ વખતે કન્યાઓએ બાજી મારી છે.

  • કુલ પરિણામ – ૭૩.૨૭ ટકા॰
  • કન્યાઓનું પરિણામ -૮૦.૩૯ ટકા.
  • કુમારોનું પરિણામ – ૬૭.૦૩ ટકા.
  • ગુજરાતી માધ્યમનું પરિણામ – ૭૨.૮૩ ટકા.
  • અંગ્રેજી માધ્યમનું પરિણામ – ૭૯ ટકા.
  • સૌથી વધુ પરીણામવાળો જીલ્લો કચ્છ ૮૪.૫૯ ટકા.
  • સૌથી ઓછું પરિણામવાળો જીલ્લો દાહોદ ૫૪.૬૭ ટકા.
  • સૌથી વધુ પરીણામ વાંગધ્રા કેન્દ્રનું ૯૫.૮૫% પરીણામ.
  • સૌથી ઓછું પરીણામ દેવગઢ બારીયા ૩૬.૨૮% પરીણામ॰
  • ચાલુ વર્ષે ગેરરીતિના કેસમાં ઘટાડો થયો ૩૬૭ કેસ હતા. ગત વર્ષે ૨૫૪૪ કેસ હતા.
  • ૧૦૦% પરીણામ વાળી ૩૧૧ શાળાઓ જે ગયા વર્ષે ૧૦૬૪ શાળાઓ હતી

આ પણ વાંચો :-

તળિયે આવ્યો તેલનો ભાવ, એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં થયો અધધધ ઘટાડો

0
Oil prices hit bottom
  • Groundnut Oil Prices : સિંગતેલમાં 1 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો. તો કપાસિયામાં પણ ડબ્બા દીઠ 30 રૂપિયા ઘટ્યા. સિંગતેલના ડબ્બાનો ભાવ 2710 રૂપિયા સુધી પહોંચ્યો. માગના અભાવે ખરીદીમાં બ્રેક વાગતાં ભાવમાં ઘટાડો.

૨૦૨૩ ના વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના (Edible Oils) ભાવે માઝા મૂકી હતી. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં માંડ રાહતના સમાચાર આવ્યા છે. પહેલીવાર સિંગતેલ (Singtel) અને કપાસિયા તેલના (Cottonseed oil) ભાવ નીચે ઉતરી રહ્યાં છે.

પહેલીવાર સિંગતેલના ભાવમાં તોતિંગ ઘટાડો થયો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર સિંગતેલના ભાવમાં ૧ દિવસમાં સીધો ૬૦ રૂપિયાનો તોતિંગ ઘટાડો થયો છે. તો કપાસિયા તેલમાં પણ ડબ્બા દીઠ ૩૦ રૂપિયા ઘટ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૭૧૦ રૂપિયા સુધી પહોંચ્યો.

કેમ ઘટી રહ્યા છે સિંગતેલના ભાવ :

૨૦૨૩ના શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરીયાતી તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ ૨૦૨નું વર્ષ લોકો માટે અપશુકનિયાળ સાબિત થયુ હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. તેલના ભાવનું મીટર સતત અપ જઈ રહ્યું હતું. સિંગતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો હતો. સિંગતેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો હતો.

પરંતુ પહેલીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. પહેલીવાર એવુ બન્યુ છે કે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલમાં ૧ દિવસમાં ૬૦ રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજ તરફ કપાસિયા તેલમાં પણ ડબ્બા દીઠ ૩૦ રૂપિયા ઘટ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૭૧૦ રૂપિયા સુધી પહોંચ્યો છે. વેપારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલ માર્કેટમાં માંગના અભાવે ખરીદીમાં બ્રેક વાગતાં તેલના ભાવમાં ઘટાડો થયો છે.

  • ૧૫મે – ૫ રૂપિયાનો ઘટાડો,
  • ૧૭ મે – ૨૫ રૂપિયાનો ઘટાડો
  • ૧૮ મે –  ૫ રૂપિયાનો ઘટાડો
  • ૧૯ મે – ૧૫ રૂપિયાનો ઘટાડો
  • ૨૦ મે – ૫ રૂપિયાનો ઘટાડો
  • ૩૧ મે – ૬૦ રૂપિયાનો ઘટાડો

પહેલા ભાવ વધ્યા, હવે નીચે ઉતરી રહ્યાં છે :

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. ૧૩૦૦ થી ૧૬૫૦ સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ ૧૦ થી ૧૨ હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો.

પરંતુ હવે ઉલટી ગંગા વહી રહી છે. માર્કેટમાં માંગ ઘટતા જ તેલના ભાવ તળિયે બેસી ગયા. મોંઘવારીને કારણે અને ઘરનું બજેટ સાચવવા ગૃહિણીઓએ તેલનો વપરાશ ઓછો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જેથી માંગ ઘટી છે. આ કારણે તેલના ભાવ નીચે ગયા હોય તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-

 

 

એરપોર્ટ પર બે કલાક રાહ જોવી પડી, બોલ્યા- હવે હું સાંસદ નથી

Had to wait for two hours

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના વિદેશ પ્રવાસ માટે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયા છે.

મંગળવારે સાન ફ્રાન્સિસ્કોના (San Francisco) એરપોર્ટ પર રાહુલ ગાંધી પોતે લાઈનમાં ઊભેલા જોવા મળ્યા અને કહ્યું કે તેઓ હવે કોઈ સાંસદ નથી. રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) એરપોર્ટ પર જ બે કલાક સુધી રાહ પણ જોવી પડી. જેનું કારણ એ હતું કે રાહુલ ગાંધીને ઈમિગ્રેશન પરમિશન મળતા વાર લાગી.

આ મુસાફરીમાં રાહુલ ગાંધી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે. ગત વિદેશ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીના એક નિવેદન પર ભાજપે ખુબ હંગામો કર્યો હતો અને રાહુલ ગાંધી પાસે રાજીનામાની પણ માંગણી કરી હતી.

પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ભારતીય સમુદાયના લોકો અને અમેરિકી સાંસદો સાથે મુલાકાત  કરશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા અને સંગઠનના અન્ય સભ્યોએ કર્યું. રાહુલ ગાંધીએ ઈમિગ્રેશન પરમિશન માટે એરપોર્ટ પર બે કલાક સુધી રાહ જોવી પડી. રાહુલ ગાંધી જ્યારે લાઈનમાં ઊભા હતા ત્યારે તે જ ઉડાણમાં તેમની સાથે મુસાફરી કરી રહેલા અનેક લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી.

રાહુલે પોતાને ગણાવ્યા આમ આદમી :

જ્યારે લોકોએ તેમને પૂછ્યું કે તેઓ લાઈનમાં કેમ ઊભા છે તો રાહુલ ગાંધીએ કહ્યું કે હું એક સામાન્ય માણસ છું. મને આ પસંદ છે. હું હવે કોઈ સાંસદ નથી. રાહુલ ગાંધી સાન ફ્રાન્સિસ્કોમાં પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી શકે છે. ત્યારબાદ તેઓ વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરશે અને સાંસદો અને સંસ્થાનો સાથે જોડાયેલા લોકો સાથે બેઠક કરશે.

આ પણ વાંચો :-