Home Blog Page 1062

જાણો ક્યાં આવેલ છે દુનિયાનું સૌથી યુનીક Pink Hillier Lake, જાણો કેમ તેનો રંગ છે ગુલાબી

Learn where is the world’s most unique pink hillier lake
  • Pink Lake : આજે અમે તમને એક એવા તળાવ વિશે જણાવીશુ કે જે પુરુ ગુલાબી દેખાય છે. જાણો આ તળાવનો રંગ અન્ય તળાવો કરતા કેમ અલગ છે ?

આ દુનિયા ઘણી અદ્ભુત વસ્તુઓથી ભરેલી છે જે ખરેખર રસપ્રદ છે. શું તમે ક્યારેય કોઈ તળાવ (Lake) જોયું છે? જો હા, તો તળાવનો રંગ કેવો હોય છે? શક્ય છે કે તમારો જવાબ વાદળી અથવા તેની આસપાસનો કોઈ રંગ હશે. તમારો જવાબ પીન્ક તો નહીં જ હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં એક એવું તળાવ છે. જેનો રંગ ગુલાબી છે. આ તળાવ એવું લાગે છે કે જાણે કોઈએ પાણીમાં ગુલાબી રંગ (Pink) ભેળવ્યો હોય. જોકે આનું વૈજ્ઞાનિક કારણ કંઈક બીજું છે.

ગુલાબી તળાવ ક્યાં છે ?

આ તળાવનું નામ પિંક હિલિયર લેક (Pink Hillier Lake) છે. તેને પિંક લેક પણ કહેવામાં આવે છે. આ તળાવ ઓસ્ટ્રેલિયામાં છે. રસપ્રદ વાત એ છે કે જો તમે રાત્રે આ તળાવ જોશો તો તમને એકદમ સામાન્ય દેખાશે. પરંતુ દિવસ દરમિયાન તેનો રંગ ગુલાબી થઈ જાય છે. આપણી આંખોને ગુલાબી પાણી (Pink Water) જોવાની આદત નથી તેથી ક્ષણભર માટે આ તળાવનું પાણી ગંદુ પણ લાગે છે.

No description available.

પિંક હિલિયર લેકની શોધ કોણે કરી હતી ?

વિશ્વની દરેક અદ્ભુત વસ્તુ કોઈને કોઈ વ્યક્તિ દ્વારા શોધવામાં આવી છે. તેવી જ રીતે, આ તળાવની શોધ પણ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. જેનું નામ મેથ્યુ ફિલ્ડર્સ છે. મેથ્યુ ફિલ્ડર્સ વ્યવસાયે એક વૈજ્ઞાનિક છે અને તેમણે 15 જાન્યુઆરી 1802ના રોજ આ તળાવની શોધ કરી હતી. થોડા સમય પછી આખી દુનિયામાં તળાવની ચર્ચા થવા લાગી. ત્યારે તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.

તળાવ ગુલાબી કેમ છે ?

આ તળાવ બહુ મોટું નથી. જો કે તેની સુંદરતા દરેકનું ધ્યાન ખેંચે છે. આ તળાવનો કુલ વિસ્તાર 600 મીટર એટલે કે 2000 ફૂટ છે. તળાવ ચારે બાજુથી વૃક્ષોથી ઘેરાયેલું છે. આ તળાવમાં જોવા મળતા શેવાળ અને બેક્ટેરિયાના કારણે આ તળાવ ગુલાબી છે. જો કે આ તળાવમાં શેવાળ અને બેક્ટેરિયા જોવા મળે છે. પરંતુ આ તળાવ મનુષ્યો અને અન્ય વન્યજીવો માટે હાનિકારક નથી.

આ પણ વાંચો :-

શું વારસો વહેંચાઈ જશે ? અહમદ પટેલના પુત્ર ભાજપના સંપર્કમાં, પુત્રી કોંગ્રેસ તરફથી લડી શકે છે ચૂંટણી

0

Will the legacy be divided? Ahmed Patel

  • કોંગ્રેસની રાજનીતિમાં ગુજરાતના ભરુચથી આવતા નેતા અહમદ પટેલ એક સમયે હુકનો એક્કો ગણાતા હતા. અહમદ પટેલ વગર કોંગ્રેસમાં પત્તું પણ હલતું નહતું.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના (Former Congress president Sonia Gandhi) એક સમયે સૌથી નજીક રહેલા ગુજરાત કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના (Ahmed Patel) પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ વચ્ચે રાજકીય અંતર વધી રહ્યું હોય તેવું જણાય છે.

ફૈઝલે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલ સાથેનો ફોટો ઈન્ટરનેટ પર શેર કર્યો. જ્યારે મુમતાઝ પટેલે (Mumtaz Patel) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથેનો ફોટો શેર કરાવી દીધો. ભવિષ્યમાં અહમદ પટેલના રાજકીય વારસ અંગે ખેંચતાણ થઈ શકે છે.

કોંગ્રેસની રાજનીતિમાં ગુજરાતના ભરુચથી આવતા નેતા અહમદ પટેલ એક સમયે હુકનો એક્કો ગણાતા હતા. અહમદ પટેલ વગર કોંગ્રેસમાં પત્તું પણ હલતું નહતું. નવેમ્બર 2023માં તેમનું કોરોનાના કારણે નિધન થયું હતું. અહેમદ પટેલના પુત્ર ફૈઝલે તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી પાટિલ સાથે સંપર્કમાં છે.

આ અગાઉ પણ ફૈઝલ પોતાની ટવીટના કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. પોતાની મહિલા મિત્ર અમિષા પટેલ સાથે બગડતા સંબંધોની વાત હોય કે પછી કોંગ્રેસની બેરુખીની વાત. રસપ્રદ વાત એ જોવા મળી કે તેના પછી તરત મુમતાઝ પટેલની રાહુલ ગાંધી સાથેનો એક ફોટો કોંગ્રેસ કાર્યકર સઈદ પાશાએ ઈન્ટરનેટ મીડિયામાં પોસ્ટ કર્યો.

મુમતાઝ પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પણ પિતાના વારસાને સંભાળવાના સંકેત આપ્યા હતા. તેઓ ભરૂચ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને વિવિધ વર્ગોના લોકો સાથે મુલાકાત કરીને પિતાએ બનાવેલી વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજસેવાના કાર્યમાં લાગ્યા હતા. ભાઈ બહેનની આ ટવીટ બાજીના પગલે હવે રાજકીય વર્તુળોમાં એવા સ્પષ્ટ સંકેત જઈ રહ્યા છે કે ફૈઝલ જ્યાં ભાજપની નીકટ જતા જોવા મળી રહ્યા છે ત્યાં મુમતાઝ કોંગ્રેસમાં રહીને પોતાની રાજકીય ઈનિંગ શરૂ કરવાના પ્રયત્નોમાં છે.

વર્ષ 1977માં અહમદ પટેલની ઉંમર 26 વર્ષ હતી અને તેઓ ભરૂચથી ચૂંટણી જીતીને સંસદમાં સૌથી નાની ઉંમરના સભ્ય બન્યા હતા. ઓગસ્ટ 2022માં મુમતાઝ પટેલે ટવીટર પર લખ્યું હતું કે તેઓ રાજકારણમાં રસ ધરાવે છે અને ભરૂચથી 2024માં ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે. એટલું તો સ્પષ્ટ છે કે દિવંગત નેતા અહમદ પટેલના વારસમાં બે ફાડિયા જોવા મળી રહ્યા છે. પુત્ર જ્યાં ભાજપના પડખે જોવા મળી રહ્યા છે ત્યાં પુત્રી કોંગ્રેસથી ચૂંટણી લડવામાં રસ ધરાવે છે.

આ પણ વાંચો :-

VIDEO : ડ્રેસિંગ રૂમની બહાર આરામથી સૂતો હતો કાંગારૂ ટીમનો બેટસમેન, સિરાજે હરામ કરી ઊંઘ, ભાગતો બેટિંગ કરવા આવ્યો

0

VIDEO: The dressing room was sleeping  

  • ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે ડેવિડ વોર્નરની પ્રથમ વિકેટ ગુમાવી હતી. જે પછી માર્કસ લાબુશેન આગામી બેટસમેન તરીકે બેટિંગ કરવા આવવાનો હતો એ સમયે તે ખુરશી પર સૂતો જોવા મળ્યો હતો.

લંડનના ધ ઓવલ મેદાન (The Oval Maidan of London) પર ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની (WTC 2023) ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં ટીમ ઈન્ડિયાની ટીમ પ્રથમ દાવમાં 296 રનમાં સમેટાઈ ગઈ હતી. પ્રથમ દાવમાં કાંગારૂ ટીમને 173 રનની મહત્વની લીડ મળી હતી.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ત્રીજા દિવસે (9 જૂન) રમત સમાપ્ત થઈ ગઈ છે. આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા તેની બીજી ઇનિંગમાં 4 વિકેટે 123 રનથી આગળ રમવાનું શરૂ કરશે. માર્નસ લાબુશેન (41) અને કેમેરોન ગ્રીન (7) અણનમ છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે કુલ 296 રનની લીડ બનાવી લીધી છે.

રમતના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ઈનિંગમાં ડેવિડ વોર્નરના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. જે પછી માર્કસ લાબુશેન આગામી બેટસમેન તરીકે બેટિંગ કરવા આવવાનો હતો. જ્યારે બીજી ઈનિંગ શરૂ થઈ અને ડેવિડ વોર્નર આઉટ થયો. ત્યારે કાંગારુ બેટસમેન માર્નસ લાબુશેન (Marnas Labushen) ખુરશી પર સૂતો જોવા મળ્યો.

ભારત સામેની બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજા ઈનિંગ્સની શરૂઆત કરવા આવ્યા હતા. બીજી ઈનિંગમાં ડેવિડ વોર્નરનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું હતું. તેણે પ્રથમ દાવમાં 43 રનની ઈનિંગ રમી હતી. પરંતુ બીજી ઈનિંગમાં તેણે માત્ર એક જ રન બનાવ્યો હતો. સિરાજના બોલ પર તેનો કેચ વિકેટ પાછળ કેએસ ભરતે પકડ્યો હતો.

બીજી ઈનિંગમાં ચોથી ઓવરના ત્રીજા બોલ પર વોર્નર આઉટ થયો હતો અને વોર્નરના આઉટ થયા બાદ જ્યારે કેમેરાનું ધ્યાન ત્રીજા બેટસમેન માર્નસ લાબુશેન પર ગયું ત્યારે તે ઊંઘતો જોવા મળ્યો હતો. કદાચ સતત ફિલ્ડિંગને કારણે તે થાકી ગયો હતો અને ખુરશી પર સૂઈ ગયો હતો પણ વોર્નર આઉટ થયાની જાણ થતાં જ તે ઊભો થયો અને પછી બેટ ઉપાડ્યું અને તરત જ બેટિંગ માટે મેદાન તરફ દોડી ગયો.

લાબુશેનને લાગ્યું કે કદાચ વોર્નર અને ખ્વાજા લાંબી બેટિંગ કરશે પણ સિરાજે આવું ન થવા દીધું અને તે સમયે તેની ઊંઘ પૂરી ન થઈ શકી. આ સમગ્ર દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

 

રોજ આલ્કોહોલનું સેવન કરે છે Salman Khan?, જાણીતા ડિરેક્ટરે જણાવ્યું ભાઈનું સત્ય

Salman Khan is consuming alcohol daily?
  • ફિલ્મ ડિરેક્ટર અનિલ શર્માએ હાલમાં જ સલમાન ખાન (Salman Khan) વિશે કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. અનિલ ‘ગદર 2’ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. જે 11મી ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અનિલે જણાવ્યું કે તેણે સલમાન ખાન સાથે 2010માં આવેલી ફિલ્મ ‘વીર’માં કામ કર્યું હતું. અનિલે ઈન્ટરવ્યુ દરમિયાન સલમાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો.

સલમાન ખાન નકારાત્મક વાતચીત ટાળે છે :

અનિલ કહે છે, ‘ખાન સાહેબ સાથે ખૂબ જ મજા આવી, લોકો કહે છે કે તે શરાબી છે અને ઘણીવાર પાર્ટીઓમાં જાય છે, આ બધા બકવાસ દાવા છે. સલમાન અન્ય વ્યક્તિઓની જેમ સાંજે રિલેક્સ થવા માટે એક કે બે ડ્રિંક લે છે. પરંતુ તેમનું ધ્યાન ફક્ત તેમના કામ પર જ હોય ​​છે.

અનિલ આગળ કહે છે, ‘સલમાન ખાન ગોસિપમાં પડવાનું કે કોઈના વિશે ખરાબ બોલવાનું ટાળે છે’.  ડિરેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની વાતચીત દરમિયાન સલમાન ખાનનું ધ્યાન માત્ર ફિલ્મી દ્રશ્યો, ગીતો અને ફિલ્મો સાથે જોડાયેલી ચર્ચાઓ પર હતું.

સલમાન ખાન સિનેમા લાઈબ્રેરી :

અનિલ શર્માએ કહ્યું કે, ‘સલમાન ક્યારેય નહીં કહે કે આ વ્યક્તિ ખરાબ છે કે તે વ્યક્તિ ખરાબ છે. જો હું ચાર કલાક સલમાન સાથે હોઉં તો તે આખા ચાર કલાક માત્ર સીન, ગીતો અને ફિલ્મો વિશે જ વાત કરે. તેને ઘણા ગીતો, દ્રશ્યો અને ફિલ્મો યાદ છે. તે એક લાઇબ્રેરી છે, તેને ફિલ્મોનું ‘ગુગલ’ કહી શકાય.

જણાવી દઈએ કે અનિલ શર્મા હાલમાં ‘ગદર 2’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2001ની બ્લોકબસ્ટર ગદર : એક પ્રેમ કથાની સિક્વલ છે. ફિલ્મમાં અમીષા પટેલ, સની દેઓલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :-

 

દુનિયાની એવી કોઈ બેન્ક નથી કે મને ખરીદી શકે –  ગેનીબેન “વાવનો વટ મારી જનતા છે”

0
There is no bank in the world that can buy me
  • Congress MLA Geniben Thakor : બનાસકાંઠાના ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હતા. આ બાદથી ગેનીબેનની ભાજપમાં જોડાવાની ચર્ચા ઉઠી હતી. જેના પર ગેનીબેને ખુલાસો કર્યો છે.

ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) એકમાત્ર મહિલા ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર. કોંગ્રેસ અને ઉત્તર ગુજરાતમાં ગેનીબેનનો દબદબો છે. ગેનીબેનની (Geniben Thakor) ઈમેજ ફાયરબ્રાન્ડ નેતાની છે. તેમના નિવેદનો સતત ચર્ચામાં રહેતા હોય છે. આવામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાય તેવી ઉઠી ચર્ચા ઉઠી હતી. એક સમૂહ લગ્નમાં શંકર ચૌધરી (Shankar Chowdhury) અને ગેનીબહેન ઠાકોર સાથે જોવા મળતાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. ત્યારે ગેનીબેને ભાજપમાં જવાની વાત પર મૌન તોડ્યું છે.

સમૂહ લગ્નના વીડિયોથી ચર્ચા ઉઠી હતી :

બનાસકાંઠાના (Banaskantha) ભાભરમાં યોજાયેલા સમૂહ લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી બન્ને એકસાથે કારમાંથી નીચે ઉતરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોએ રાજકીય જગતમાં ચર્ચાને જોર આપ્યું હતું.

ગેનીબેન ટ્વિટ કરીને ખુલાસો કર્યો :

ગેનીબેનની ભાજપમાં જવાની ચર્ચાને તેઓએ અફવા ગણાવી હતી. તેઓએ આ વાતને નકારી કાઢી હતી. મોડી સાંજે ટવીટ કરીને કહ્યુ હતું કે, સામાજિક સદભાવના કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરી વિધાન સભા અધ્યક્ષ સાથે 13.5.2023 ના રોજ ભાભર વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં કાર્યક્રમમાં આપેલી હાજરીના સંદર્ભને લઈ મીડિયામાં જુના વીડિયોના આધારે જે પ્રમાણે ભાજપમાં જોડાવવા અંગે અહેવાલ દર્શાવાઈ રહ્યાં છે.

તે તદ્દન પાયાવિહોણા છે. વાયરલ વીડિયોના નામે રાજકીય છબી ખરડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું. વાવનો વટ મારી જનતા છે. દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે. જય હો કોંગ્રેસ.

આ પણ વાંચો :-

 

 

 

 

 

સુરત સામૂહિક આપઘાત કેસ : સબંધી અને પાડોશીઓના નિવેદનમાં થયો ખુલાસો, કહ્યું પુત્રના કારણે

0

Surat Mass Suicide Case

  • રત્નકલાકારના સહપરિવાર આપઘાત કેસમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સબંધી અને પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું છે કે પરિવારનો મોટો દિકરો પાર્થ કોઈ કામધંધો કરતો ન હતો તે આખો દિવસ મોબાઈલમાં જ રચ્યો પચ્યો રહેતો.

સુરતના રત્નકલાકાર વિનું મોરડીયાના સહપરિવાર આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. આપઘાત કેસમાં પોલીસ દ્વારા સંબંધી અને પાડોશીઓના નિવેદનમાં ખુલાસો થયો છે કે પરિવારનો મોટો પુત્ર પાર્થ અભ્યાસ છોડીને કોઈ કામધંધો કરતો ન હતો. દીકરો આખો દિવસ મોબાઈલમાં રચ્યો પચ્યો રહેતો હતો.

નિવેદનમાં થયો ખુલાસો :

સંબંધી અને પાડોશીઓના નિવેદનમાં સામે આવ્યું છે કે પરિવારના સભ્યો મોટા દીકરા પાર્થને કામ ધંધો કરવાનું કહેતા તે પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતો હતો. પરિવાર હીરામાં મંદીને કારણે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. પુત્રના ટેન્શનમાં વિનુભાઈએ પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. જોકે મોટા પુત્ર પાર્થ અને અન્ય એક દીકરી ઘરે હોવાથી બચી ગયા હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

સુરતમાં યોગીચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે તેની પત્ની, પુત્ર તેમજ પુત્રી સાથે અનાજમાં નાખવાની દવા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારનાં ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે આવેલ દાતાર હોટલ નજીક ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ચારેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન પત્ની, પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે રત્નકલાકાર વિનુભાઈ મોરડીયાનું પણ લાંબી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

બુધવારે ગટગટાવી હતી ઝેરી દવા :

મૂળ ભાવનગરના સિહોરના વતની અને નોકરી ધંધાર્થે સુરતનાં સરથાણ વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાટરીમાં રહેતા વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા હીરાના કારખાનામાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે બુધવારે મોડી સાંજ વિનુભાઈ તેમની પત્ની શારદાબેન, તેમના પુત્ર ક્રિશ અને પુત્રી સેનિતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાની જાણ થતા તમામને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોડી રાત્રે શારદાબેન, સેનિતા તેમજ પુત્ર ક્રિશે પણ દમ તોડયો હતો. જ્યારે બપોર બાદ વિનુંભાઈનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.  આ બનાવની અંગેની જાણ પોલીસને થતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.

આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો  :

રત્નકલાકારે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ બોલે છે કે મારી પાસે આપઘાત કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.  હું સારો પતિ, પુત્ર કે પિતા ન બની શક્યો. આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ રત્નકલાકારે આપઘાત કર્યો હતો. ત્યારે વીડિયોને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.

મૃતકોનાં નામ :

– વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા (ઉ.વ.55) (મૃતક)

– શારદાબેન મોરડીયા (પત્ની, ઉ.વ.50)  (મૃતક)

– ક્રિશ મોરડીયા (પુત્ર, ઉ.વ.20) (મૃતક)

– સેનિતા મોરડીયા (પુત્રી, ઉ.વ.15) (મૃતક)

આ પણ વાંચો :-

iPhone 14 ની કિંમતમાં મોટો ઘટાડો ! ખરીદી માટે લોકોની પડાપડી

Big reduction in the price of iPhone 14

  • Apple iPhone Discount : APPLE iPhone 14 (Starlight, 128 GB) મોડલ પર આ અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ છે. જેમાં ગ્રાહકોને 12+12 MP રિયર કેમેરા સેટઅપ અને 12 MP સેલ્ફી કેમેરા મળે છે.

iPhone 14 ખરીદવા જઈ રહેલા ગ્રાહકો માટે સારા સમાચાર છે. હકીકતમાં આ મોડલ પર જોરદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ તમારા ઘણા પૈસા બચાવી શકે છે. જો તમને અત્યાર સુધી તેની કિંમત વધારે લાગતી હતી અને તમારું બજેટ નથી તો હવે તમારે આ ફોન ખરીદવા માટે ઘણી ઓછી કિંમત ચૂકવવી પડશે. આજે અમે તમને આ ધમાકેદાર ડિસ્કાઉન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ શું છે આ ઓફર અને કેટલી થશે બચત.

જો ડિસ્કાઉન્ટ ઓફરની વાત કરીએ તો તે ફ્લિપકાર્ટ પર આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ મોડલ iPhone 14 (Starlight, 128 GB) મોડલની વાસ્તવિક કિંમત ફ્લિપકાર્ટ પર 79,900 રૂપિયા છે. જો કે ગ્રાહકોને મૂળ કિંમત પર 15% ડિસ્કાઉન્ટ પછી 58,999 રૂપિયાની કિંમત આપવામાં આવી રહી છે, પરંતુ તે પછી પણ આ સ્માર્ટફોન ખરીદવા માટે રાહ જોવાની જરૂર નથી કારણ કે આના પર બીજી ઓફર પણ છે. જે તમારા ઘણા પૈસા બચાવી શકે છે.

ફ્લિપકાર્ટ દ્વારા આ વેરિઅન્ટની ખરીદી પર 33,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે, જે સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવે તો, તમારે ફક્ત 35,999 રૂપિયાનો ખર્ચ થશે. જો કે આ ત્યારે જ છે જ્યારે તમારી પાસે એક સારી કન્ડિશન સ્માર્ટફોન હોવો જોઈએ જેને તમે એક્સચેન્જ કરી શકો.

આ પણ વાંચો :-

મોડી રાતે વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાત પર સંકટ વધ્યું, ગુજરાતથી બસ આટલે જ દૂર છે હવે

0

As the storm changed its direction

  • Gujarat Weather Forecast : બિપોરજોય વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 640 કિલોમીટર દૂર. છેલ્લા 6 કલાકમાં ચક્રવાત 11 કિમિ પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ આગળ વધ્યું છે. આજથી 15 જૂન સુધી જોવા મળશે વાવાઝોડાની અસર.

બિપોરજોય વાવાઝોડાએ પોતાની દિશા બદલતા હવે ગુજરાત પર સંકટ વધ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ચિંતા વધી ગઈ છે. વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં બદલાયું છે. હાલ વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી 640 કિલોમીટર દૂર છે.

ત્યારે આજથી વાવાઝોડું વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત થઈ શકે છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપોરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે આગળ વધી રહ્યું છે .

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સાયક્લોન બિપોરજોય પોતાની દિશા બદલતા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ચિંતા વધી. છેલ્લા 6 કલાકમાં ચક્રવાત 11 કિમિ પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ આગળ વધ્યું છે. ધીમી ગતિએ પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે.

સવારે 6 વાગ્યાની સ્થિતિએ ચક્રવાત હાલ પોરબંદર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ કિનારેથી દરિયામાં 640 કિમિ દૂર છે. ધીમી ગતિએ ગુજરાતના દરિયા કાંઠાની નજીક બિપોરજોય આવી રહ્યું છે. ત્યારે હવે તેની અસર દેખાવાની શરૂઆત થશે.

આગામી 10 થી 14 જૂન દરમ્યાન ગુજરાતના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. 10 જૂને 30 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો 11 જૂને 60 કિમિ પ્રતિ કલાક, 12 જૂને 65  કિમિ અને 13-14 જૂને 70 કિમિ પ્રતિ કલાકની અને તેથી પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 10 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છ નો દરિયાકાંઠો તોફાની બની શકે છે.

11 થી 14 જૂને  ગુજરાતના કિનારે દરિયો અતિ તોફાની બની શકે છે. 10 થી 15 જૂન દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે. 15 જૂન સુધી ગુજરાતના માછીમારીએ દરિયામાં ન જવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો :-

૧૦ જૂન / મન વિચલિત થાય કે પછી ધન અને માનનો વ્યય, આ રાશિના જાતકો શનિવાર સાચવી લેજો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

10th June / If your mind is distracted

મેષઃ
‌મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દર્મયાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. એક્ષપોર્ટ ઇમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ
આવક અને ખર્ચ બન્નેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારૂ ફળ મળતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાંચ રૂશ્‍વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ
જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પરિવારમાં સભ્યો સાથે શાંતિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

કર્કઃ
દિવસ દરમ્યાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેર બજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું સ્નાયુનો દુઃખાવો સંભવે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહઃ
આત્મબળ મજબૂત બને. માન-સન્માન માં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમા સફળતા. અનાજ કરિયાણા ના ‌વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી, કફ નો પ્રકોપ રહે.

કન્યાઃ
નોકરી-ધંધા ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્ષ કન્સલટન્ટ, એકાઉન્ટસ, હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગતિ થી આનંદ થાય. સ્વાર્થવૃતિ વધે. પ્રતિષ્ઠા-યશ ઘટે.

તુલાઃ
મહેનત વધારે કરવી પડશે. વારે વારે ખોટું લાગી જાય એવા પ્રસંગો બને. કુટુંબના સભ્યો વચ્ચે વિખવાદને ટાળવો. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણ માં વિશેષ ફાયદો મળે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

વૃશ્ચિકઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર જંગમ ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષ થી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલ, બિલ્ડીંગ મટીરીયલ્સ ના ધંધાર્થીઓ માટે શુભ દિવસ. ચર્મયોગની કાળજી રાખવી.

ધનઃ
નાણાંકીય બાબતોમાં સાનુકુળતા રહે. પરિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથીની તબિયતની કાળજી રાખવી. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સોબતમાં ફસાઇ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારૂ રહે.

મકરઃ
આવકની દ્રષ્ટિએ સારો દિવસ છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુઃખાવા ની સમસ્યા રહે. પત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ
માનસિક રીતે મજબૂતાઇ જણાય. વાંચવાનો શોખ વઘશે. આકસ્મિક ધનલાભ ના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સાહિત્ય, સંશોધન, ફાઇનાન્સ ના કામ માં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ
સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થીવર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી-ધંધામાં અસંતોષ નો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

આ પણ વાંચો :-

 છૂટાછેડા ૪૫ લાખમાં નક્કી થયા, સસરા માંગ્યા ૫૦ લાખ અને ફ્લેટ, જમાઈએ ના પડી તો સળગાવી દીધું ઘર

0

Divorce was settled for 45 lakhs 

  • સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક પરિવારના દંપતિ વચ્ચે કલેશ ઉત્પન્ન થતા અંતે મહિલાએ પોતાના પતિ પાસે છૂટાછેડા માંગ્યા હતા.

છૂટાછેડામાં ૩૦ લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. બાદમાં મહિલા ૪૫ લાખ રૂપિયામાં માની ગઈ હતી. જોકે મહિલાના પિતાએ વધુ પૈસાની લાલચે જમાઈ પાસેથી ૫૦ લાખ અને વેસુ વિસ્તારમાં ટુ બિએચકે ફ્લેટની માંગણી કરતા યુવકે ના પાડી હતી. જેથી યુવકના માતા પિતા અને ભાઈ ભાભીને જાનથી મારી નાખવાની ધમકી આપી જમાઈનું ઘર સળગાવી દીધું હતું. સમગ્ર બનાવવામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અટકાયતી પગલા લીધા છે.

સુરતના ડીંડોલી વિસ્તારના વૃંદાવન રો હાઉસ ખાતે રહેતા યુવકનો કેટલા દિવસથી છૂટાછેડાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. બંને પક્ષે છૂટાછેડા આપી દેવાની વાત નક્કી થઈ હતી. જેમાં યુવતીને યુવકે છૂટાછેડામાં 30 લાખ આપવાની વાત કરી હતી. જોકે યુવતીએ ૪૫ લાખ રૂપિયા માંગ્યા હતા અને યુવક એ આપવા તૈયાર પણ થઈ ગયો હતો.

પરંતુ યુવતીનો પિતા વધુ પૈસાની લાલચમાં જમાઈને હેરાન પરેશાન કરતા હતા. સાથે જ ધમકીઓ પણ આપતા હતા. યુવતીના પિતા ૫૦ લાખ રૂપિયા અને વેસુ વિસ્તારમાં એક ફ્લેટની માગ કરતા હતા. જેથી અંતે યુવકે કંટાળી જઈ તેના સસરાને આટલી મોટી રકમ અને ફ્લેટ આપવાની ના પાડી હતી.

જમાઈએ રૂપિયાની અને ફ્લેટની ઘસીને ના પાડી દીધી હોવાથી ઉશ્કેરાઈ ગયેલા સસરાએ જમાઈના ઘરે જઈને જ્વલનશીલ પદાર્થ છાંટીને ઘર સળગાવી મૂક્યું હતું. જેથી ઘરમાં મુકેલો ફર્નિચરનો સામાન પાર્કિંગમાં મૂકેલી બે સાયકલ, એક બુલેટ ગાડી, એક મોપેડ ગાડી, પાવર સપ્લાય માટેનું ઈન્વર્ટર અને બે એસી જેવો મુદ્દા માલ બળીને ખાક થઈ ગયો હતો.

જેથી સોસાયટીના લોકોએ આ યુવકને જાણ કરી હતી. જેથી યુવક પોતાના ઘરે પહોંચી ફાયર વિભાગને જાણ કરી અને સાથે સાથે પોલીસને પણ જાણ કરી હતી. ત્યારે ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા યુવતીના પિતાને ત્યાંથી પકડી લાવી હતી. અંતે યુવકની ફરિયાદ લઈ યુવતી અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :-