Home Blog Page 1037

સરકારી ભરતીમાં ટોપરે વીડિયો બનાવી કહ્યું, હાં મે આપ્યાં હતાં…….

0
  • મધ્યપ્રદેશમાં આયોજીત થયેલી પટવારીની પરીક્ષામાં થયેલા ગોટાળાના સમાચારોની વચ્ચે છઠ્ઠા નંબરની ટોપરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કોંગ્રેસ પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલો વીડિયો ટોપરે પોતે સ્વિકાર કર્યો છે કે તેના પરિવારે ૧૫ લાખ રૂપિયા ચુકવીને પરીક્ષામાં સિલેક્શન મેળવ્યું છે. આ ઉપરાંત તેણે લોકોને ખાસ અપીલ પણ કરી છે.

મધ્યપ્રદેશમાં પટવારીની પરીક્ષામાં ગોટાળાના આરોપો વચ્ચે પરીક્ષામાં છઠ્ઠા નંબર પર રહેલી મધુલતા ગડવાલે વીડિયોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. મધુલતા ગડવાલે એક વીડિયો બહાર પાડીને કહ્યું કે તેમણે તેમના પરિવારે ૧૫ લાખ રૂપિયા આપીને સિલેક્શન લીધું છે. આ વીડિયો કોંગ્રેસ પાર્ટીના હવાલાથી બહાર પાડવામાં આવ્યો છે.

વાયરલ વીડિયોમાં મધુલતા નામની યુવતીએ દાવો કર્યો કે, તેમનું નામ મધુલતા ગડવાલ છે. મારા પિતાનું નામ લાલપતિ રામ છે. તેમણે આગળ કહ્યું કે, મારા અંગે ચર્ચા ચાલી રહી છે કે હું ૧૫ લાખ આપ્યા તો તેના પર હું કહેવા માંગુ છું, હા મે ૧૫ લાખ આપ્યા.

ગુરૂવારે પટવારીની પરીક્ષાના પરિણામની જાહેરાત બાદ આરોપ લગાવાયો હતો કે મોટા ભાગના ટોપર એક જ કોલેજમાંથી આવ્યા છે. જે અંગે શંકા વ્યક્ત કરાઈ અને ત્યાર બાદ સમગ્ર મામલે એક પછી એક બાબતો સામે આવી રહી હતી. વિદ્યાર્થીઓએ માંગ કરી કે ટોપર લિસ્ટ ઈશ્યું હોય અને કોણે ક્યાં પેપર આપ્યા તે અંગે પણ માહિતી આપવામાં આવે.

૧૦ જુને ટોપર લિસ્ટ ઈશ્યું કરવામાં આવે. ત્યારે માહિતી મળશે કે ટોપ ૧૦ માંથી ૭ ઉમેદવારોએ ગ્વાલિયરની એનઆરઆઈ કોલેજમાંથી પરીક્ષા આપી હતી. ત્યાર બાદ પરીક્ષા પર સવાલ ઉઠવા લાગ્યા હતા. ૧૩ જુલાઈએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રદર્શનો થયા હતા.

આ પણ વાંચો :-

 

પોલીસ કાયદાનું પાલન કરાવવામાં ભાન ભૂલી ! યુવકને ઈલેક્ટ્રિક પોલ સાથે બાંધીને માર મારવાનો વીડિયો થયો વાયરલ

0
  • ગુનેગારોને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે. પરંતુ ગુનેગારોને કાયદાનું પાલન કરાવવામાં જો પોલીસ કાયદો તોડવાનું શરૂ કરે તો તેમની સામે પગલાં કોણ લેશે ?

આ સવાલ એટલા માટે છે કારણ કે સુરત પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને પોલીસકર્મીઓ એક વ્યક્તિને ઈલેક્ટ્રીક પોલ સાથે બાંધીને માર મારી રહ્યા છે.વાઈરલ વીડિયો સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનનો જણાવાઈ રહ્યો છે. આ વીડિયો અહીં કાયદાકીય ધોરણોને પગલે દર્શાવી શકાયો નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ૨-સ્ટાર ખાખી વર્દીમાં એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર હાથમાં લાકડી પકડે છે. જ્યારે સિવિલ ડ્રેસમાં અન્ય ત્રણ પોલીસકર્મીઓ એક વ્યક્તિનો હાથ પકડે છે. યુનિફોર્મધારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર તેના સિવિલ ડ્રેસમાં પોલીસકર્મીઓને વાદળી શર્ટ પહેરેલા માણસનો પગ ઊંચો કરવા કહે છે અને પછી પોલીસકર્મીઓ તે માણસનો એક પગ ઊંચો કરે છે.

ઈલેક્ટ્રિક પોલની ફરતે વીંટળાયેલા અન્ય પોલીસકર્મીઓ તેના બંને હાથ પકડીને ખેંચે છે. તેને અને પછી તરત જ ખાકી વર્દીમાં આવેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરે તેના પર લાઠીઓ વરસાવવાનું શરૂ કર્યું. પોલીસ સબ ઈન્સ્પેક્ટરે તેને બે ડંડા મારતાની સાથે જ તે વ્યક્તિ નીચે પડી ગયો અને રડવા લાગ્યો.

પોલીસ દ્વારા માર મારનાર આ વ્યક્તિ કહે છે. એ છે કે હવે હું આવું નહીં કરું દાદા, હવે હું આવું નહીં કરું દાદા. આમ છતાં ફરીથી સિવિલ ડ્રેસમાં સજ્જ પોલીસકર્મીઓએ તે વ્યક્તિને જમીન પરથી ઉપાડ્યો અને ફરીથી તેને ઈલેક્ટ્રીક પોલ પાસે ખેંચીને ઉભો કરી દીધો.

પોલીસ સબ-ઈન્સ્પેક્ટરે તેના પર ફરી ત્રણ વાર લાકડીઓ વરસાવવાનું શરૂ કર્યું. આ પછી પોલીસ દ્વારા માર મારનાર વ્યક્તિ બેભાન અવસ્થામાં જમીન પર પડી જાય છે.જે પછી પોલીસકર્મીઓ તેને ફરીથી ઉભો કરવાનો પ્રયાસ કરે છે. આમાં ૩૦ સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે પણ ગુજરાત ગાર્ડિયન આ વિડિયોની પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચો :-

 

ગુજરાતના આ શહેરમાં ૧૦ દિવસ માટે લાગ્યો પાણીપુરી પર પ્રતિબંધ

0
  • હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ પર ૧૦ દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ પર ૧૦ દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને સૂચના આપી છે કે જો શહેરમાં પાણીપુરીનું વેચાણ કરવામાં આવશે તો તેમની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે જે સ્થળો પર પાણીપુરીનું વેચાણ થઈ રહ્યું હતું. ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારબાદ આજે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

 

 

મહિલા અધિકારીએ પહેલી જ પોસ્ટિંગમાં લાંચ માગી, ACBના છટકામાં રંગે હાથ પકડાઈ ગયા

0
  • હજારીબાગ એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમ સરકારી મહિલા અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધી. મહિલા અધિકારીનું નામ મિથાલી શર્મા હોવાનું સામે આવ્યું છે.

ઝારખંડના કોડેર્મામાં ૮ મહિના પહેલા કો-ઓપરેટિવ વિભાગમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રારના પદ પર કાર્યરત હતી. આ તેમનું પ્રથમ પોસ્ટિંગ હતું. પહેલા પોસ્ટિંગમાં જ મહિલા ઓફિસર આ રીતે લાંચ લેતા પકડાતા ભારે ચકચાર મચી છે.

અધિકારી મિથાલી શર્માની હજારીબાગ ACB દ્વારા ૭ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેમના લાંચ લેતા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધરપકડ બાદ હાલ મિથાલી શર્માને ACBની ટીમ વધુ કાર્યવાહી માટે લઈ ગઈ છે અને લાંચના મામલાની તપાસ ચાલી રહી છે.

ઘટના વિશે જણાવતા ACB અધિકારીએ કહ્યું કે મિથાલી શર્માએ કોડમાં વ્યાપાર સહયોગ સમિતીમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું અને કેટલીક અનિયમિતતા જોવા મળી હતી. જે બાદ તેમણે સત્તાધિકારીઓ પર પગલાં ન લેવા માટે તેમની પાસેથી રૂ. ૨૦,૦૦૦ની લાંચની માગણી કરી હતી. જોકે સંસ્થાના સભ્ય રામેશ્વર યાદવ લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ACB DGને આ અંગે ફરિયાદ કરી હતી.

ACBની ટીમે તપાસ બાદ પુષ્ટિ કરી કે મિથાલી શર્માએ કમિટી પાસેથી રૂ. ૨૦,૦૦૦ની લાંચની માગણી કરી છે. આથી તેમની સામે કેસ નોંધીને ટ્રેપ ગોઠવવામાં આવી. જુલાઈ ૭ના રોજ સર્વેલન્સ ટીમ મિથાલી શર્માને લાંચનો પહેલો હપ્તો રૂ. ૧૦,૦૦૦ લેતા રંગેહાથ પકડી લીધા હતા.

આ પણ વાંચો :-

મોતને નોતરી શકે છે આવાં સ્ટંટ ! ચાલુ બાઈકે ખુલ્લાં હાથે સ્ટંટ કરતા યુવકનો Video વાયરલ

0
  • સુરતમાં ફરી જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક ચાલુ બાઇકે જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે.

આજકાલ યુવાનો સ્ટંટના રવાંડે ચઢ્યા છે. ક્યારેક બાઈક પર તો ક્યારેક બીજી રીતે સ્ટંટ કરતાં જોવામાં આવે છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર આજકાલ સ્ટંટના કેટલાય વીડિયો વાયરલ થાય છે. રોડ પર ખતરનાક સ્ટંટ કરવો જીવલેણ બની શકે છે.

તેની ખબર હોવા છતાં પણ યુવાનો અટકતા નથી અને અવારનવાર રોડ પર સ્ટંટની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાંથી ફરી જોખમી સ્ટંટનો વીડિયો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવક ચાલુ બાઈક પર જોખમી સ્ટંટ કરી રહ્યો છે.

ચાલુ બાઇકે જોખમી સ્ટંટ કરી રહ્યો છે યુવક :

સુરતમાં અવાર નવાર સ્ટંટ કરતાં વીડિયો વાયરલ થાય છે. ત્યારે આજે ફરી સુરતમાંથી બાઈક સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક જોવા મળી રહ્યો છે. આ યુવક ચાલુ બાઈકે જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે. યુવક બાઈક પર ઉભા રહીને સ્ટન્ટબાજી કરી રહ્યો છે. આ યુવક પોતાનો તો જીવ જોખમમાં મુકી જ રહ્યો છે સાથે અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મુકી રહ્યો છે.

પોલીસે હાથ ધરી તપાસ :

આ વીડિયો પારલે પોઈન્ટ વિસ્તારોનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે આ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે બાઈકના નંબરના આધારે યુવકને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :-

મેઘરાજાની બીજી ઈનિંગની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, સુરત થયું પાણી પાણી

0
  • સુરતના અઠવાગેટ, સિટી લાઈટ, રાંદેર સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ. ફરી મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર. શેરડી અને ઉભા પાકને થઈ શકે છે ફાયદો. ભારે બફારામાંથી લોકોને રાહત મળી રાહત.

આજથી અધિક માસનો પ્રારંભ થયો છે અને અધિક માસના પ્રારંભે જ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. ગુજરાતમાં આજથી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે હવે શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ ગઈ છે. આજે સવારથી જ સુરતના અઠવાગેટ, સિટી લાઈટ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ફરી મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. કારણે આ વરસાદથી શેરડી અને ઉભા પાકને ફાયદો થઈ શકે છે. તો બીજી તરફ ભારે બફારામાંથી લોકોને રાહત મળી છે.

થોડા વરસાદમાં સુરત પાણીમાં ગરકાવ :

હવામાન વિભાગની દ.ગુજરાત માં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. પરંતું થોડા વરસાદમાં સુરતમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે. સામાન્ય વરસાદમાં જ સુરતમાં અનેક જગ્યાઓએ પાણી ભરાયાં છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના ઉધના ચાર રસ્તા પર પાણી ભરાયાં છે.

આ પણ વાંચો :-

ગુજરાત પોલીસના આ વિભાગમાં નોકરી કરશો તો મળશે સૌથી વધુ પગાર

0
  • HighRisk Allowance Declare : ગાંધીનગર : ATSના અધિકારી-કર્મચારીને હાઈરિસ્ક એલાઉન્સ મળશે. રાજ્યના ગૃહ વિભાગે હાઈરિસ્ક એલાઉન્સને મજૂરી આપી.

જો તમને સરકારી નોકરીના અભરખા હોય ગુજરાતમાં આ સરકારી વિભાગમાં નોકરી કરવા જેવી છે. કારણ કે, આ વિભાગમાં કર્મચારીઓને સૌથી વધુ ૪૫ હાઈએસ્ટ એલાઉન્સ જાહેર કરાયુ છે. પરંતુ આ નોકરી જોખમી છે. જીવ ગજવામાં લઈને ફરવુ પડે છે. ત્યારે ગુજરાતમાં સૌથી જોખમી એવી નોકરી એવા ATSના અધિકારી-કર્મચારીને હાઈરિસ્ક એલાઉન્સની જાહેરાત કરાઈ છે.

રાજ્યના ગૃહ વિભાગે હાઈરિસ્ક એલાઉન્સને મજૂરી આપી છે. આ જાહેરાત બાદ હવે ATSના અધિકારી-કર્મચારીઓને ૪૫ ટકા હાઈરિસ્ક એલાઉન્સ આપવામાં આવશે. તેઓને છઠ્ઠા પગાર પંચના ગ્રેડ પે, પે બેન્ડ સહિતના પગારના ૪૫ ટકા મળશે.

સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જણાવાયું કે, રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)ની વર્ષ ૧૯૯૫માં રચના કરવામાં આવેલ છે. જે રાજ્યમાં આતંકવાદ, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિની, બનાવટી ચલણી નોટો, નાર્કોટીક્સ, ઓર્ગેનાઈઝ ક્રાઈમ, સાયબર ક્રાઈમ તેમજ રાજ્ય અને રાષ્ટ્રની આંતરિક સલામતી જોખમાય તેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર તેમજ તેને સંલગ્ન ગુનાહિત પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવાની કામગીરી કરી છે.

No description available.

તેથી આ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્ટ આપવાની મંજૂરી આપવા અત્રે દરખાસ્ત કરેલ. જેને મંજૂરી આપવાની બાબત વિચારણા હેઠળ હતી. તેથી આ કર્મચારીઓને તેમના છઠ્ઠા પગાર પંચ મુજબના ગ્રેડ પે, પે બેન્ડ સહિતના પગારના ૪૫ ટકા હાઈરિસ્ક એલાઉન્સ આપવાનું નક્કી કરાયું છે.

હાઈરિસ્ક એલાઉન્સ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડમાં ફરજ બજાવવા માટે નિયત કરેલા શરતો પરિપૂર્ણ કરતા હોય તે અધિકારીઓ કર્મચારીઓને જ મળવા પાત્ર થશે.

આ પણ વાંચો :-

નવસારીવાસીઓને રોગચાળામાં ઢીંગલા બાપા આપે છે રક્ષણ, તેથી દર વર્ષે થાય છે તેમનું પૂજન

0

છેલ્લા ૧૦૦ વર્ષથી નવસારીમાં ઢીંગલા બાપા ની પૂજા કરવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે ઢીંગલા બાપા ની પૂજા શા માટે કરતા હશે ?

ત્યારે વાત કરીએ તો કોલેરાની મહામારીથી બચવા આ પરંપરા શરૂ થઈ હતી. આ પરંપરા અનુસાર દર વર્ષે ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં હજારો ઉમટે છે. અહીં પ્રસાદની જગ્યાએ સિગરેટ ચડાવવામાં આવે છે.

આદિવાસી સમાજની ૧૦૦ વર્ષ જૂની પરંપરા :

લોકવાયકા મુજબ ૧૦૦ વર્ષ અગાઉ નવસારીના દાંડીવાડ વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. એક પછી એક લોકોના મોત થઈ રહ્યા હતા. જેના કારણે નવસારીવાસીઓ ચિંતામાં મુકાયા હતા. ત્યારે એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારને બોલાવીને કહ્યું હતું કે, એક માણસના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ તેને નજીકની પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવશે તો આ સમસ્યાનું નિવારણ આવવાની શક્યતા છે.

આદિવાસીઓએ વાત સ્વીકારી તેનો અમલ કર્યો. રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો. ત્યારબાદ આ ઢીંગલાની પૂજા અર્ચના કરાઈ હતી. જેથી કોલેરાનો રોગચાળો કાબુમાં આવ્યો હતો. તેવું આ લોકવાયકામાં કહેવાયું છે.

Dhingla Mohotsav A 100-year-old tribal tradition of worshiping Dhingla Bapa to overcome cholera

ત્યારથી નવસારીમાં દર વર્ષે દિવાસાના દિવસે આ ઢીંગલા બાપાની પૂજા કરવામાં આવે છે. જેમા ઢીંગલાબાપાને પ્રસાદ નહીં પણ અહીં સિગરેટ ચઢાવવામાં આવે છે.આ રીતે શહેરમાં છેલ્લા ૧૦૦ વર્ષથી આદિવાસી હળપતિ અને રાઠોડ સમાજ દ્વારા દિવાસાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.

દર વર્ષે દિવાસાના દિવસે પારસી જુવાન જેવી દેખાતી આ પ્રતિમાને ભોગ ધરાવીને લગ્ન પ્રસંગે થાય તેવી ત્રણ દિવસ સુધી વિધિ કરવામાં આવે છે. જેમાં ઢીંગલા બાપાને પીઠી ચોળાવાથી માંડીને ગૃહશાંતી સુધીની તમામ વિધિ કરવામાં આવે છે. ત્યારબાદ દિવાસાના દિવસે ઢીંગલા બાપાની પ્રતિમાની શોભાયાત્રા કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

કેનેડામાં યુવક-યુવતીના લવ મેરેજ ! મહેસાણાનાં વીજાપુરમાં ખેલાયું ધિંગાણું

0
  • મહેસાણાના વિજાપુરમાં આવેલા બિલિયા ગામના યવકે બાજુના ગામની યુવતી સાથે કેનેડામાં પ્રેમ લગ્ન કરી લેતા ધિંગાણું સર્જાયું હતું. યુવતીના પરિવારના ૧૦થી ૧૫ લોકોના સભ્યોએ યુવકના માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો.

આટલું જ નહીં હથિયારો સાથે ઘરમાં ઘુસી ગયેલા ટોળાએ ઘરમાં પણ તોડફોડ કરી હતી. સમગ્ર મામલે હવે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

યુવતીના પરિજનોનો યુવકના ઘરે હોબાળો :

વિગતો મુજબ વિજાપુરના બિલિયા ખાતે રહેતા પંકજભાઈ પટેલનો દીકરો પ્રિન્સ કેનેડામાં રહે છે અને બલિયાના બાજુના ગામની યુવતી પણ કેનેડામાં રહે છે. યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી તેમણે ત્યાં જ પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેની અદાવત રાખીને યુવતીના કુટુંબીજનો ૪ ગાડી અને એક પિકઅપ ડાલામાં બેસીને લાકડી અને ધોકા સાથે બિલિયા ગામ પ્રિન્સના ઘરે પહોંચી ગયા હતા.

યુવતી કેનેડામાં સલામત હોવાનું પોલીસે જણાવ્યું :

આ બાદ ટોળું ઘરમાં ઘુસીને સામાનમાં તોડફોડ કરવા લાગ્યું. ફર્નિચરના કાચ ફોડી નાખ્યા, વાયર કાપી નાખ્યા, ટ્રેક્ટરને પણ નુકસાન પહોંચાડયું હતું. સાથે યુવકની માતાના કપડા ફાડીને તેમને લાકડીથી માર માર્યો તો પિતાનો લોખંડની પાઈપ મારી હતી. જેથી જીવ બચાવવા બંને ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં પોલીસ આવી જતા તેઓ બચી ગયા.

સમગ્ર મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં યુવતીના પરિવારજનો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જણાવ્યું હતું કે યુવતીનું મોત થયું છે એવી વાતો સામે આવતા અમે તપાસ કરી. જો કે યુવતી કેનેડામાં સલામત હોવાની વિગતો સામે આવી છે. હાલમાં હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

વિપક્ષની બેઠક પહેલા નીતિશ કુમાર વિરૂદ્ધ બેંગલુરૂમાં લાગ્યા પોસ્ટર, લખ્યું…..

0
  • વિપક્ષી દળોની બીજી સંયુક્ત બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં કુલ 26 પક્ષ સામેલ થઈ રહ્યા છે.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, નીતિશ કુમાર, લાલુ યાદવ, તેજસ્વી યાદવ, એમકે સ્ટાલિન, મહેબૂબા મુફ્તી અને અખિલેશ યાદવ સહિતના કેટલાક નેતા બેંગલુરૂ પહોચી ગયા છે. આ વચ્ચે નીતિશ કુમાર વિરૂદ્ધ બેંગલુરૂમાં ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

નીતિશ કુમાર વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર :

કર્ણાટકના પાટનગર બેંગલુરૂના ચાલુક્ય સર્કલ પર પોલીસ કર્મીઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરૂદ્ધ લાગેલા બેનરને હટાવી લીધા છે. સંયુક્ત વિપક્ષની બેઠકના બીજા દિવસ પહેલા કેટલીક જગ્યાએ નીતિશ કુમાર પર નિશાન સાધનારા પોસ્ટર અને બેનર લગાવવામાં આવ્યા હતા.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ટાર્ગેટ કરવા માટે બેંગલુરૂમાં કેટલીક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં નીતિશ કુમારને ‘અનસ્ટેબલ પ્રાઈમ મીનિસ્ટર ઉમેદવાર’ બતાવવામાં આવ્યા છે. આટલું જ નહી આ પોસ્ટર્સમાં બિહારમાં તાજેતરમાં પડેલા બ્રિજની તસવીર પણ લગાવવામાં આવી છે.

વિપક્ષની બેઠકમાં કોણ કોણ સામેલ થઈ રહ્યું છે ?

બેંગલુરૂમાં વિપક્ષની બીજી સંયુક્ત બેઠકમાં કોંગ્રેસ સિવાય, જેડીયુ, આરજેડી, આપ, ડીએમકે, ટીએમસી, એનસીપી, શિવસેના (ઉદ્ધવ), માકપા, ભાકપા, એસપી, એનસી, પીડીપી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી), લિબરેશન (CPIML), JMM અને RLD સામેલ થયા છે.

આ પણ વાંચો :-