- મળતી માહિતી મુજબ યુપી એટીએસની ટીમ સાદા યુનિફોર્મમાં સચિનના ઘરે પહોંચી હતી. સીમા સવારથી તેના ઘરે હાજર હતી અને કોઈની સાથે વાત કરતી ન હતી. તેના પર પરિવારજનોએ કહ્યું કે તેની તબિયત ખરાબ છે તેથી તે કોઈની સાથે વાત નથી કરતી.
ભારતીય યુવક સચિન સાથે પ્રેમમાં પડયા બાદ ગેરકાયદેસર રીતે ભારત પહોંચેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરને ઉત્તર પ્રદેશ ATSએ પૂછપરછ માટે ઝડપી લીધી છે. યુપી એટીએસ સીમા હૈદરની પૂછપરછ કરશે. સીમા હૈદર તેના ચાર બાળકો સાથે ભારત આવી છે. તે સચિન સાથે જ રહે છે.
મળતી માહિતી મુજબ યુપી એટીએસની ટીમ સાદા યુનિફોર્મમાં સચિનના ઘરે પહોંચી હતી. સીમા સવારથી તેના ઘરે હાજર હતી અને કોઈની સાથે વાત કરતી ન હતી. તેના પર પરિવારજનોએ કહ્યું કે તેની તબિયત ખરાબ છે તેથી તે કોઈની સાથે વાત નથી કરતી.
સીમા હૈદર છેલ્લા ત્રણ દિવસથી મીડિયા સામે આવી રહી ન હતી. મળતી માહિતી મુજબ એટીએસ છેલ્લા બે દિવસથી સતત પૂછપરછ કરી રહી હતી. સીમા હૈદરને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIની એજન્ટ હોઈ શકે છે.
તે પાકિસ્તાનથી નેપાળ કેવી રીતે પહોંચી અને પછી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશીને નોઈડા કેવી રીતે પહોંચી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે પાકિસ્તાનમાં હિંદુ મંદિરો પર હુમલા થયા છે. ડાકુઓએ રોકેટ લોન્ચર વડે મંદિરો પર હુમલો કર્યો.
એવામાં એટીએસ તપાસમાં વ્યસ્ત છે કે આ મામલામાં કોઈ આંતરરાષ્ટ્રીય મુદ્દો ફસાય ન જાય અને હોય તો પૂછપરછ દરમિયાન સામે આવે જેથી પ્રશ્નોના જવાબ આપી શકાય. આ પહેલાં સીમાના પતિ સચિને પણ પૂછપરછ કરવામાં આવી હતી. હવે સીમાને પૂછપરછ માટે લઇ જવામાં આવી છે.
પાકિસ્તાનમાં રહીને સીમાએ કોની સાથે વાત કરી કોની મદદથી તે નેપાળ પહોંચી. આ સમય દરમિયાન તેણી કોના સંપર્કમાં હતી? આ પ્રશ્નોની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :-