વિપક્ષની બેઠક પહેલા નીતિશ કુમાર વિરૂદ્ધ બેંગલુરૂમાં લાગ્યા પોસ્ટર, લખ્યું…..

Share this story
  • વિપક્ષી દળોની બીજી સંયુક્ત બેઠકનો આજે બીજો દિવસ છે. બેઠકમાં કુલ 26 પક્ષ સામેલ થઈ રહ્યા છે.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, નીતિશ કુમાર, લાલુ યાદવ, તેજસ્વી યાદવ, એમકે સ્ટાલિન, મહેબૂબા મુફ્તી અને અખિલેશ યાદવ સહિતના કેટલાક નેતા બેંગલુરૂ પહોચી ગયા છે. આ વચ્ચે નીતિશ કુમાર વિરૂદ્ધ બેંગલુરૂમાં ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

નીતિશ કુમાર વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર :

કર્ણાટકના પાટનગર બેંગલુરૂના ચાલુક્ય સર્કલ પર પોલીસ કર્મીઓએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરૂદ્ધ લાગેલા બેનરને હટાવી લીધા છે. સંયુક્ત વિપક્ષની બેઠકના બીજા દિવસ પહેલા કેટલીક જગ્યાએ નીતિશ કુમાર પર નિશાન સાધનારા પોસ્ટર અને બેનર લગાવવામાં આવ્યા હતા.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ટાર્ગેટ કરવા માટે બેંગલુરૂમાં કેટલીક જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં નીતિશ કુમારને ‘અનસ્ટેબલ પ્રાઈમ મીનિસ્ટર ઉમેદવાર’ બતાવવામાં આવ્યા છે. આટલું જ નહી આ પોસ્ટર્સમાં બિહારમાં તાજેતરમાં પડેલા બ્રિજની તસવીર પણ લગાવવામાં આવી છે.

વિપક્ષની બેઠકમાં કોણ કોણ સામેલ થઈ રહ્યું છે ?

બેંગલુરૂમાં વિપક્ષની બીજી સંયુક્ત બેઠકમાં કોંગ્રેસ સિવાય, જેડીયુ, આરજેડી, આપ, ડીએમકે, ટીએમસી, એનસીપી, શિવસેના (ઉદ્ધવ), માકપા, ભાકપા, એસપી, એનસી, પીડીપી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી), લિબરેશન (CPIML), JMM અને RLD સામેલ થયા છે.

આ પણ વાંચો :-