- મહેસાણાના વિજાપુરમાં આવેલા બિલિયા ગામના યવકે બાજુના ગામની યુવતી સાથે કેનેડામાં પ્રેમ લગ્ન કરી લેતા ધિંગાણું સર્જાયું હતું. યુવતીના પરિવારના ૧૦થી ૧૫ લોકોના સભ્યોએ યુવકના માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો.
આટલું જ નહીં હથિયારો સાથે ઘરમાં ઘુસી ગયેલા ટોળાએ ઘરમાં પણ તોડફોડ કરી હતી. સમગ્ર મામલે હવે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
યુવતીના પરિજનોનો યુવકના ઘરે હોબાળો :
વિગતો મુજબ વિજાપુરના બિલિયા ખાતે રહેતા પંકજભાઈ પટેલનો દીકરો પ્રિન્સ કેનેડામાં રહે છે અને બલિયાના બાજુના ગામની યુવતી પણ કેનેડામાં રહે છે. યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી તેમણે ત્યાં જ પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેની અદાવત રાખીને યુવતીના કુટુંબીજનો ૪ ગાડી અને એક પિકઅપ ડાલામાં બેસીને લાકડી અને ધોકા સાથે બિલિયા ગામ પ્રિન્સના ઘરે પહોંચી ગયા હતા.
યુવતી કેનેડામાં સલામત હોવાનું પોલીસે જણાવ્યું :
આ બાદ ટોળું ઘરમાં ઘુસીને સામાનમાં તોડફોડ કરવા લાગ્યું. ફર્નિચરના કાચ ફોડી નાખ્યા, વાયર કાપી નાખ્યા, ટ્રેક્ટરને પણ નુકસાન પહોંચાડયું હતું. સાથે યુવકની માતાના કપડા ફાડીને તેમને લાકડીથી માર માર્યો તો પિતાનો લોખંડની પાઈપ મારી હતી. જેથી જીવ બચાવવા બંને ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં પોલીસ આવી જતા તેઓ બચી ગયા.
સમગ્ર મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં યુવતીના પરિવારજનો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જણાવ્યું હતું કે યુવતીનું મોત થયું છે એવી વાતો સામે આવતા અમે તપાસ કરી. જો કે યુવતી કેનેડામાં સલામત હોવાની વિગતો સામે આવી છે. હાલમાં હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-
- વિપક્ષની બેઠક પહેલા નીતિશ કુમાર વિરૂદ્ધ બેંગલુરૂમાં લાગ્યા પોસ્ટર, લખ્યું…..
- આ મંદિરમાં મૂંગો પણ બોલતો થાય છે, માતાજીએ અનેકવાર આપ્યા છે પરચા