Home Blog Page 1036

વાવમાં મહિલાઓની છેડતી કરનારા યુવકોને ઘાઘરો-ચોલી અને જૂતાનો હાર પહેરાવાયો

0
  • બનાસકાંઠાનાં વાવ તાલુકાના તીર્થગામમાં બે યુવકો ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા. જોકે આ યુવકોએ તે બાદ બદમાશી કરી. મહિલાઓનાં ફોટા પોતાના મોબાઈલમાં પાડવાનું શરૂ કરતાં આ ગામ લોકોની ધ્યાને આવ્યું હતું.

જે બાદ ગામના લોકોએ યુવકોને પકડી તેમના સમાજના લોકોને બોલાવ્યા હતા. યુવકોની આ ગુસ્તાખી જોઈ સમાજના આગેવાનો પણ ગુસ્સે ભરાયા હતા. આ સમાજના આગેવાનોએ ગામ લોકોની માફી માંગી આ બન્નેને દાખલારૂપ સજા આપવાનું નક્કી કર્યું હતું. તે બાદ બંને યુવકોને વાવ લાવી સ્ત્રીઓના કપડાં ઘાઘરો-ચોલી પહેરાવ્યા હતા. જૂતાનો હાર પહેરાવી ૫૦ હજારનો દંડ કરી તેમના પરિવારને એક વર્ષ માટે સમાજમાંથી બહિષ્કાર કરાયો હતો.

આ ઘટનામાં સમાજના આગેવાનોએ કહ્યું, નારી શક્તિનું દરેક મંચ પરથી સન્માન થવું જોઈએ, તે શક્તિ સ્વરૂપ છે. આ ઘટનામાં આગેવાનોએ નારી શક્તિને સાક્ષાત શક્તિ સ્વરૂપ બનાવી પોતાના સમાજના આ યુવકોના કૃતને તેઓએ વખોડી તેમને દાખલા રૂપ સજા પણ આપી હતી. અહીં રાધનપુર વિસ્તારના વિચરતી જાતિ સમુદાયના વાદી પરિવારો વાવ માર્કેટ યાર્ડ નજીક તંબુઓ તાણી રહે છે અને ગામડે ગામડે જઈ ઘરોમાં ફરી ભિક્ષાવૃત્તિ કરી અનાજના દાણા માગી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

જોકે સમાજના બે યુવકોની ગુસ્તાખીથી સમગ્ર સમાજ બદનામ ન થાય તે માટે આગેવાનો એ મોરચો સંભાળ્યો હતો. તેમણે જાતે જ ન્યાય સ્થાપિત કરી યુવકોને દંડ પણ આપ્યો હતો. સમાજના આગેવાનોએ ક્યારેય બેન દીકરીઓના ફોટા ન પાડવા તેમજ સમાજ જે પણ સજા આપે તે પાલન કરવા યુવકોને જણાવ્યું હતું. બંને યુવકોને સમાજના મોભીઓ દ્વારા દાખલારૂમ ૫૦ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

સૂત્રાપાડા અને વેરાવળમાં ભારે વરસાદથી તબાહી મચી, નદીઓ ગાંડીતૂર બની

0
  • ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અનરાધાર વરસાદ. આઠ ઈંચ કરતા વધુ વરસાદથી જળબંબાકાર. સુત્રાપાડા અને વેરાવળમાં ભારે વરસાદથી તારાજી.

ગીર સોમનાથના સૂત્રાપાડામાં ૧૬ ઈંચ તો રાજકોટના ધોરાજીમાં ૧૨ ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ. અનેક વાહનો પાણીમાં ડૂબ્યાં. લોકોના ઘરોમાં ઘૂસ્યું પાણી.

ગુજરાતમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ વચ્ચે ગઈકાલે ગુજરાતના ૧૬૩ તાલુકામાં અનારાધાર વરસાદ વરસ્યો છે. જેમાં અનેક જિલ્લાઓમાં તો પૂરની સ્થિતિ ઉદભવી છે. મંગળવારે ચાર તાલુકામાં ૮ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો વીજળી પડવાથી અલગ અલગ સ્થળે ૬ લોકોનાં મોત થયા છે. આ વચ્ચે આજે ગુજરાતના ૩ જિલ્લામાં રેડ અલર્ટ તો અન્ય ૩ જિલ્લામાં ઓરેન્જ અલર્ટની હવામાન વિભાગની આગાહી છે. તો ૯ જિલ્લામાં યલો અલર્ટની આગાહી છે.

પરંતુ મંગળવારે વરસેલા વરસાદને કારણે આખુ ગીર સોમનાથ જળબંબાકાર થયું છે. ગીરસોમનાથના વેરાવળ શહેરમા દેવકા નદીના પૂરનો પ્રવાહ ઘૂસી જતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. વેરાવળ નજીક દેવકા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે.

ગીરસોમનાથની હીરણ નદીએ જિલ્લામા કાળો કેર વર્તાવ્યો છે. પ્રભાસ પાટણના સોનારીયા ગામમાં સર્વનાશ નોતર્યો છે. આખું ગામ અને સીમ વિસ્તાર હીરણ નદીના પૂરમાં ગરકાવ બન્યું છે તો ગામ દરિયો બની ગયો છે. અચાનક રાતે પૂર આવતા ખીલા સાથે બંધાયેલા સંખ્યાબંધ પશુઓના મોતની દહેશત છે. નાના મોટા અંસંખ્ય વાહનો ડૂબી ગયા છે. તો કેટલાય વાહનો પાણીમાં તણાયા છે. સોનારીયા ગામ હતપ્રભ થયા છે. ઊપર આભ નીચે પાણી વચ્ચે માનવજાત નિસહાય બની છે.

ગીર પંથકમાં ભારે વરસાદ કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વેરાવળના ડાભોર નજીક પસારથી દેવી નદી ગાંડીતૂર બની છે. દેવકા નદીના પાણી ડાભોરની ‌શેરીઓમાં બે કાંઠે વહેતા થયા છે. વેરાવળથી ડાભોર જતો કોઝવે પર દેવકા નદીના પાણીમાં ગરકાવ થયો છે. વેરાવળનું ડાભોર સંપર્ક વિહોણા બન્યું છે. દેવા નદીના પાણી ડાભોર જાપા વિસ્તારમાં ફરી ‌વળતા અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યા છે.

નીચાણવાળા વિસ્તારમાં દેવકા નદીના પાણી ધુસી જતા ‌જનજીવ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ડાભોર ગામના લોકો આખી રાત જાગીને વિતાવી હતી. ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમા પાણી આવી ગયા છે. ઘરવખરી સામાન પાણીમાં પલાળી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.

આ પણ વાંચો :-

તાજમહેલ સુધી આવી પહોંચ્યું યમુનાનું પાણી, શું ‘પ્રેમની નિશાની’ પર સંકટના એંધાણ

0
  • નદીનું પાણી દિવાલોની આટલું નજીક આવતાં સ્મારકની પાછળ બનેલો બગીચો પાણીમાં ડૂબી ગયો હતો. વર્ષ ૨૦૧૦ અને તે પહેલા ૧૯૭૮માં યમુનાનું પાણી તાજમહેલની દિવાલો સુધી પહોંચ્યું હતું.

દિલ્હીનો મોટો હિસ્સો ડૂબી ગયા બાદ હવે યમુના નદીનું પાણી આગ્રામાં ‘પ્રેમના પ્રતિક’ તાજમહેલની દિવાલો સુધી પહોંચી ગયું છે. તાજમહેલની આટલી નજીક નદીનું પાણી જોઈને સ્મારકની સુરક્ષાને લઈને ચિંતા થઈ હતી.

પરંતુ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના નિવેદનથી લોકોને રાહત મળી છે. ASIનું કહેવું છે કે પાણીનું સ્તર વધવાથી તાજમહેલને કોઈ ખતરો નથી. જણાવી દઈએ કે આ પહેલા ૧૯૭૮ અને ૨૦૧૦માં યમુનાનું પાણી તાજમહેલની દિવાલ સુધી પહોંચ્યું હતું.

યમુના નદીનું પાણી તાજમહેલની દિવાલોની નજીક પહોંચ્યું :

અધિકારીઓના જણાવ્યા અનુસાર યમુનાનું પાણીનું સ્તર ૪૯૯ ફૂટના ‘મધ્યમ પૂરના સ્તર’ને વટાવી ગયું છે. મંગળવારે આગ્રામાં યમુનાનું જળસ્તર ૪૯૯.૯૭ ફૂટ પર પહોંચી ગયું, જેના કારણે પાણી તાજમહેલની દિવાલોની નજીક આવી ગયું.

નદીનું પાણી દિવાલોની આટલું નજીક આવતાં સ્મારકની પાછળ બનેલો બગીચો પાણીમાં ડૂબી ગયો હતો. તાજમહેલના સંરક્ષણ સહાયક પ્રિન્સ વાજપેયીએ કહ્યું, ‘વર્ષ ૨૦૧૦ અને તે પહેલા ૧૯૭૮માં યમુનાનું પાણી તાજમહેલની દિવાલો સુધી પહોંચ્યું હતું. ૧૯૭૮ ના પૂરમાં પાણી સ્મારકના ભોંયરામાં રૂમમાં પ્રવેશ્યું હતું.

આ પણ વાંચો :-

 

બુટલેગરો એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીમાં દારૂની હેરાફેરી કરતા પકડાયા

0
  • ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂ માફિયાઓ ગુજરાતમાં પડોશી રાજ્યોમાંથી દારૂની હેરાફેરીનું મોટું રેકેટ ચલાવે છે. એવું પણ નથી કે પોલીસ અને સરકારને આ બધું ખબર નથી.

જ્યારે પણ પોલીસ દારૂ માફિયાઓ સામે કડક નીતિ અપનાવે છે ત્યારે દારૂ માફિયાઓ પોલીસની પકડમાંથી બચવા અવનવા રીતે દારૂની હેરાફેરી શરૂ કરી દે છે. સુરત પોલીસે આવા બે કેસનો પર્દાફાશ કર્યો છે. જેમાં દારૂ માફિયાઓ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનોમાં દારૂની હેરાફેરી કરતા હતા. એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરનાર વ્યક્તિ ઝડપાઈ ગયો હતો. પરંતુ ફાયર બ્રિગેડના વાહનમાં દારૂની હેરાફેરી કરનાર વ્યક્તિ નાસી છૂટ્યો હતો.

જો તમે પુષ્પા ફિલ્મ જોઈ હોય તો તેમાં પોલીસથી બચવા માટે દૂધ ભરેલા ટેન્કરમાં ચંદનની દાણચોરી કરતા હોવાનું બતાવ્યું છે. આ જ પુષ્પા સ્ટાઈલમાં સુરતમાં દારૂ માફિયાઓ પોલીસથી બચવા એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે.

જ્યારે એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડનું વાહન નેશનલ હાઈવે પરથી પસાર થાય છે ત્યારે વાહન ચાલકો તેમને રસ્તો આપે છે. સુરતના પલસાણા વિસ્તારમાંથી મહારાષ્ટ્ર પાસિંગની એમ્બ્યુલન્સ પસાર થવાની હતી. પોલીસને બાતમી મળી હતી કે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી નથી પરંતુ દારૂની હેરાફેરી થઈ રહી છે.

આગોતરી માહિતીના આધારે પોલીસે સફેદ કલરની એમ્બ્યુલન્સને અટકાવી અંદરથી દારૂની 842 બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત 105250 રૂપિયા આંકવામાં આવી છે. જ્યારે એમ્બ્યુલન્સની કિંમત 70000 રૂપિયા આંકવામાં આવી છે. કુલ મળીને ₹180250નો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.

એમ્બ્યુલન્સ ચાલક ઋષિકેશ શાંતારામ ભાઈ પવારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એમ્બ્યુલન્સના ચાલકે જણાવ્યું હતું કે તેણે પોલીસથી બચવા માટે આ યુક્તિ અપનાવી હતી અને તે મહારાષ્ટ્રના નાસિકથી બીજી વખત એમ્બ્યુલન્સમાં દારૂ ભરીને સુરત આવ્યો હતો.

આવી જ રીતે પોલીસને બાતમી મળી હતી કે દારૂ માફિયાઓ ફાયર બ્રિગેડના વાહનમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વડસા ગામ પાસે ફાયર બ્રિગેડના વાહનને અટકાવતા વાહન ચાલક રાત્રિના અંધારામાં ફાયર બ્રિગેડની ગાડીને મૂકીને સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે તે વાહનની તલાશી લેતા તેમાંથી 3780 દારૂની બોટલો મળી આવી હતી. દારૂ માફિયાઓ દ્વારા દારૂની હેરાફેરી કરવાની પુષ્પા સ્ટાઈલને લઈને ખુદ પોલીસ પણ આશ્ચર્યમાં છે.

આ પણ વાંચો :-

વ્યક્તિએ ફાયદો ઉઠાવીને ખાતામાં ૧૦ હજાર હોવા છતાં ૯ કરોડ રૂપિયા ઉપાડી લીધા

  • ATM કે બેંકમાં થનારા ટેક્નિકલ ગ્લિચના કારણે અનેકવાર ગ્રાહકોને ફાયદો કે નુકસાન થાય છે. જો કે જ્યારે બેંકને નુકસાન થાય તો બાદમાં તેની ભરપાઈ પણ કરવી પડતી હોય છે. અનેકવાર ગ્રાહકોને પણ સુધારની તક મળે છે.

ATM કે બેંકમાં થનારા ટેક્નિકલ ગ્લિચના કારણે અનેકવાર ગ્રાહકોને ફાયદો કે નુકસાન થાય છે. જો કે જ્યારે બેંકને નુકસાન થાય તો બાદમાં તેની ભરપાઈ પણ કરવી પડતી હોય છે. અનેકવાર ગ્રાહકોને પણ સુધારની તક મળે છે. પરંતુ આજે અમે એવા કિસ્સા વિશે જણાવીશું.

જેમાં એક વ્યક્તિએ એટીએમની ભૂલ પકડી લીધી અને કોઈને જણાવ્યાં વગર તેણે ૯ કરોડ રૂપિયાની આજુબાજુની રકમ ઉપાડી લીધી. આ એક ચર્ચિત કેસ હતો અને ત્યારબાદ વ્યક્તિ પકડાઈ પણ ગયો હતો. તેને સજા પણ થઈ.

ખાતામાંથી પૈસા કપાયા ન હતા:

હકીકતમાં મીડિયા અહેવાલ મુજબ આ મામલો ઓસ્ટ્રેલિયાનો છે અને તે વ્યક્તિનું નામ ડેન સાંડર્સ છે. આ વ્યક્તિએ આ કરતૂત વર્ષો પહેલા ૨૦૧૧માં કરી હતી. બન્યું એવું કે જ્યારે તે ખાતામાંથી પૈસા કાઢવા માટે ગયો ત્યારે રાતના ૧૨ વાગી રહ્યા હતા.

તે સમયે કોઈ કારણસર એટીએમનું ઈન્ટરનેટ ચાલું નહતું અને તેણે પૈસા તો કાઢ્યા પરંતુ તે વ્યક્તિના ખાતામાંથી પૈસા કપાયા નહતા. જ્યારે તેને આ વાતની ખબર પડી તો તેણે ફરીથી એટીએમમાંથી પૈસા ઉપાડયાં. તે પૈસા કાઢતો રહ્યો.

અહેવાલમાં ઉલ્લેખ છે કે અનેક દિવસ સુધી તેણે આમ કર્યું અને વચ્ચે વચ્ચે તે ચેક કરી લેતો હતો કે તેના ખાતામાંથી પૈસા તો નથી કપાયા. આમ કરીને તેણે લગભગ ૯ કરોડ રૂપિયા જેટલા પૈસા ઉપાડી લીધા અને કોઈને પણ કહ્યા વગર ત્યાંથી રફૂચક્કર થઈ ગયો. તેણે આ પૈસાથી ખુબ ઐય્યાશી કરી અને મિત્રોને પણ કરાવી. તે પ્રાઈવેટ જેટમાં ફરતો રહ્યો અને પબમાં દારૂ પીતો રહ્યો.

ત્યારબાદ થોડા સમય પછી તેણે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો. કોઈએ જઈને આ વાત બેંકને અને પોલીસને કરી તથા પોલીસે તેની ધરપકડ કરી લીધી. આ વ્યક્તિ આ ગુનામાં વર્ષ ૨૦૧૬ સુધી જેલમાં બંધ રહ્યો અને પછી જ્યારે બહાર આવ્યો તો તેણે પ્રાઈવેટ નોકરી શરૂ કરી દીધી.

અનેક મીડિયા અહેવાલમાં એ વાતનો ઉલ્લેખ છે કે આ ગડબડી ફક્ત અને ફક્ત એટીએમમાં થયેલા ફોલ્ટના કારણે થઈ. આ વ્યક્તિએ બસ એટલું જ કર્યું કે તે પૈસા કાઢતો ગયો અને કોઈને જણાવ્યું નહતું.

આ પણ વાંચો :-

કમાવવા વાળા તો માછલીઓ ઉછેરીને પણ મહિને કરે છે લાખોની કમાણી

0
  • માછલીનો ઉછેર કરીને પણ તમે મહિને સારી એવી કમાણી કરી શકો છો. શું માછલીના ઉછેર માટે કોઈ પરવાનગી લેવાની હોય છે? જાણો માછલી ઉછેર વિશે વિગતવાર માહિતી.

માછલી ઉચ્છેરનો વેપાર કરવા માટે સૌથી પહેલા તળાવ બનાવવું પડે છે જે માટે જમીનની જરૂર પડે છે. આ વેપારમાં સૌપ્રથમ પગલું તળાવનું નિર્માણ કરવાનું હોય છે. તળાવ બનાવ્યા પછી વિશેષજ્ઞની સલાહની મદદથી બેસ્ટ પદ્ધતિના માધ્યમથી માછલી ઉચ્છેરનો વેપાર કરી શકાય છે.

ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતની લગભગ ૫૫થી ૬૦ ટકા વસ્તી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલી છે. માટીની સતત ઓછી ગુણવત્તા અને પરંપરાગત ખેતીમાં લાભ ના મળવાના કારણે ખેડૂત કમાવવાના બીજા રસ્તા શોધી રહ્યા છે. આવી પરિસ્થિતીમાં માછલી ઉચ્છેરનો વિકલ્પ એ સારો વિકલ્પ છે.

આ ટેકનીકનો કરો ઉપયોગ :

માછલી ઉચ્છેર માટે ઘણી પદ્ધતિ છે પરંતુ અહીંના માછલી ઉચ્છેર કરતા ખેડૂતોને બાયો ફ્લોક પદ્ધતિથી માછલીનો ઉચ્છેર કરવાની સલાહ આપવામાં આવે છે. આ પદ્ધતિમાં સૌથી ઓછું પાણી, ઓછી જગ્યા, ઓછી મૂડી અને ઓછા સમયમાં વધારે નફો મળી શકે છે.

૩ ગણો થઈ શકે છે લાભ :

જમીન પર તળાવ બનાવવાનો ખર્ચ લગભગ ૫૦થી ૬૦ હજારનો થાય છે. ઘણી રાજ્ય સરકાર તળાવ બનાવવા માટે સબસિડી પણ આપે છે. આવામાં ખેડૂતો માટે માછલી ઉચ્છેર એક ફાયદાનો વ્યપાર થઈ શકે છે. જો તમે એક લાખ રૂપિયા પણ માછલી ઉચ્છેરમાં લગાવો છો તો તમે લગબગ ૩ લાખની આસપાસ કમાઈ શકો છો.

માછલીનું છે બજાર :

ભારતના ઘણા રાજ્યોમાં માછલીની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. હોટલ અને દુકાનદારોને માછલીઓ વેચી શકાય છે. ભારતમાંથી અન્ય ઘણા દેશોમાં પણ માછલીની નિકાસ કરવામાં આવે છે. આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ થકી ખેડૂતોને લાભ આપી રહ્યા છે.

આ પણ વાંચો :-

લોન્ચ થશે OLA નું સૌથી સસ્તું સ્કૂટર S1 Air, માત્ર  ₹999 માં કરાવી શકો છો બુક

0
  • કંપનીએ આજે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જાણકારી આપી છે કે OLA S1 Air જુલાઈમાં લોન્ચ થવાનું છે. જેની શરૂઆતી કિંમત 1.09 લાખ રૂપિયા હશે.

OLA S1 Air To Be Arrival Soon : ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવનારી દેશની દિગ્ગજ કંપની ઓલા (OLA)પોતાના ગ્રાહકો માટે સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની છે. સ્કૂટરનું નામ OLA S1 Air.આ કંપનીનું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર હશે. આ પહેલા કંપનીના પોર્ટફોલિયોમાં જે 2 ઈલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) OLA S1, OLA S1 Pro હાજર છે.

જેની કિંમત 1.29 લાખ અને 1.39 લાખ રૂપિયા છે. કંપનીએ આજે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જાણકારી આપી છે કે OLA S1 Air જુલાઈમાં લોન્ચ થવાનું છે. તેની શરૂઆતી કિંમત 1.09 લાખ રૂપિયા જણાવવામાં આવી છે.

999 રૂપિયામાં કરાવી શકો છો રિઝર્વ :

કંપનીએ પોતાની વેબસાઈટ દ્વારા જણાવ્યું છે કે આ સ્કૂટરને માત્ર 999 રૂપિયાની કિંમતથી રિઝર્વ કરાવી શકો છો. જો તમે પણ આ ઈલેક્ટ્રિક સ્કૂટરને ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો માત્ર 999 રૂપિયામાં બુક કરાવી શકો છો. આ સ્કૂટરની શરૂઆતી કિંમત એક્સ-શોરૂમ 1.09 લાખ રૂપિયા છે.

OLA S1 Air : રેન્જ અને ટોપ સ્પીડ :

કંપનીએ પોતાની વેબસાઈટ પર જાણકારી આપી છે કે સ્કૂટરની સર્ટિફાઇડ રેન્જ 125 કિલોમીટર છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સ્કૂટર 4 કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. આ સિવાય સ્કૂટરમાં 34 લીટરની બૂટ સ્પેસ આપવામાં આવશે.

આ સ્કૂટરમાં 7 ઈંચનું ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેનું સ્ક્રીન રિઝોલ્યૂશન 800*480 છે. સ્કૂટરના હેડલેમ્પ્સ અને ટેલલેમ્પ્સ  LED સાથે આવે છે. આ સ્કૂટર ઈકો, નોર્મલ અને સ્પોર્ટ્સ ડ્રાઈવ સાથે આવે છે. સ્કૂટર 4.5 કિલોવોટનો પીક જનરેટ કરે છે. 3 કિલોવોટ પ્રતિ કલાકની બેટરી કેપેસિટી છે. 165 એમએમનું ગ્રાઉન્ડ ક્લીયરેન્સ છે.

આ પણ વાંચો :-

૧૯ જુલાઈ / વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેજો, નહીંતર બોલવામાં બાવાનાં બેય બગડશે, આ રાશિના જાતકો સાચવે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ:
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ ઉત્સાહ વધતો જણાય. જૂના રોકાણોથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ:
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુન:
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈબહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાનસુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે.

કર્ક:
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતા, ટ્રાવેલિંગ, દલાલ, પ્રાણીઓ, પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહ:
રોગ પ્રતિકાર શક્તિ નબળ પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યા:
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા:
વિચારવાયુંનું પ્રમાણ વધે. વિલંબે કાર્ય સફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિક:
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મનદુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન:
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકર:
આજે આપે પત્નીની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નીએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ:
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ.

મીન:
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

ટોલ બૂથ પર મહિલાની ગુંડાગીરી ! મહિલા કર્મીના વાળ ખેંચ્યાં, ખુરશી પરથી ફેંકી

0
  • ગ્રેટર નોઈડાના એક ટોલ પ્લાઝામાં એક મહિલાનો મહિલા ટોલ કર્મચારીને વાળ ઝાલીને ખુરશી પરથી નીચે ફેંકવાનો વીડિયો વાયરલ થયો છે.

પૈસા આપવાનું કોને ગમે ? પૈસા માગતા ભડકેલી એક મહિલાએ મહિલા ટોલ કર્મચારીને ઝાલીને ખુરશી પરથી નીચે ફેંકી દીધી હતી. મહિલાની ગુંડાગીરી હવે વીડિયોમાં સામે આવી છે. ગ્રેટર નોઈડામાં લુહારલી ટોલ પ્લાઝામાં મહિલા ટોલ કર્મચારી સાથે ગેરવર્તનનો વધુ એક મામલો સામે આવ્યો છે.

એક મહિલા ટોલ કર્મચારી દ્વારા એક મહિલાને માર મારવામાં આવ્યો છે અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આરોપ છે કે ટોલના પૈસા આપવાનું કહેતા મહિલા બૂથમાં ઘુસી ગઈ હતી અને મહિલા કર્મચારીને ઝૂડવા લાગી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલાને કસ્ટડીમાં લીધી છે. આ ઘટના દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના લુહારલી ટોલ પ્લાઝાની છે.

મહિલા ટોલકર્મી સાથે મારપીટ અને દુષ્કર્મનો આ ૪૯ સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ટોલ પ્લાઝા પર આરોપી મહિલાએ ટોલ કેબિનમાં ઘૂસીને મહિલા કર્મચારીને ધમકાવી, વાળ ઝાલીને ખેંચ્યાં તે ઉપરાંત તેનું મોઢું દબાવ્યું અને પછી તેને ખુરશી પરથી નીચે ફેંકી દીધી હતી. મહિલા મહિલા કર્મચારીને માર મારી રહી હતી. ત્યારે બૂથ બહાર લોકોની ભીડ જામી હતી. જેમાંના કેટલાકે આગળ આવીને ગૂંડી મહિલાને બહાર કાઢી હતી.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશી યુવતીએ હિન્દુ બની અજય સાથે લગ્ન કર્યા,  બાંગ્લાદેશ લઈ ગઈ પછી તો….

  • ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી સીમા હૈદર જેવો એક કેસ સામે આવ્યો છે. જ્યાં બાંગ્લાદેશથી આવેલી જુલીએ હિન્દુ બનીને અજય સાથે લગ્ન કર્યા અને પછી તેને બાંગ્લાદેશ લઈને જતી રહી. પછી જે થયું…

પાકિસ્તાનથી નેપાળના રસ્તે ભારત આવેલી પાકિસ્તાની મૂળની મહિલા સીમા હૈદર અને સચિન મીણાનો કેસ હાલ ચર્ચામાં છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી એક એવો કેસ સામે આવ્યો છે. કે હચમચી જશો. સીમા હૈદરની જેમ જ બાંગ્લાદેશની જુલીને ભારતના ટેક્સી ડ્રાઈવર અજય સાથે ફેસબુક પર પ્રેમ થયો અને ચેટિંગ કરતા કરતા ભારતના મુરાદાબાદ પોતાની ૧૧ વર્ષની પુત્રી હલીમા સાથે પહોંચી ગઈ. ત્યારબાદ જુલીએ ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ બની ગઈ અને સાથે જ હિન્દુ રીતિ રિવાજથી અજય સાથે લગ્ન કર્યા.

લગ્નના એક વર્ષ બાદ પતિને બાંગ્લાદેશ લઈ ગઈ :

લગ્નના એક વર્ષ બાદ એટલે કે લગભગ 3 મહિના પહેલા પતિ અજય સાથે વિઝા રિન્યુઅલનું બહાનું બનાવીને તેને બોર્ડ સુધી લઈ ગઈ. પરંતુ ત્યારબાદ તે વિઝા અને પાસપોર્ટ વગર જ ભારતના અજયને બાંગ્લાદેશ લઈ ગઈ. એસએસપી ઓફિસ પહોંચેલી અજયની માતા સુનિતાનો આરોપ છે કે વહુ જુલી પુત્રને ખોટી રીતે બોર્ડર પાર લઈ ગઈ.

અજયનો લોહીથી લથપથ ફોટો સામે આવ્યો :

અજયની માતા સુનિતાએ જણાવ્યું કે પુત્રનો કોલ આવ્યો અને પૂછ્યું કે મા શું કરી રહી છે. ત્યારબાદ કોલ કપાઈ ગયો. ત્યારબાદ ૨ મિનિટ પછી અજયનો લોહીથી લથપથ ફોટો સામે આવ્યો. ગભરાયેલી સુનિતાએ મુરાદાબાદના એસએસપી કાર્યાલય પહોંચીને પુત્રને સહી સલામત ભારત પાછા લાવવા માટે મદદની ગુહાર લગાવતા પ્રાર્થના પત્ર આપ્યો.

૦૪ દિવસ પહેલા આવ્યો હતો લોહીથી લથપથ ફોટો :

બાંગ્લાદેશ પહોંચીને અજય તેની માતા સુનિતા સાથે ફોન પર વચ્ચે વચ્ચે વાત કરતો રહ્યો. પરંતુ ૪ દિવસ પહેલા અજયે તેની બહેનને ફોન કરીને પોતે મુસીબતમાં હોવાનું જણાવીને થોડા પૈસા માગ્યા. ત્યારબાદ માતાને કોલ કરીને હાલ જાણ્યા. પછી તરત ફોન કાપી નાખ્યો. પછી તે નંબરથી એક ફોટો આવ્યો. જેમાં અજય લોહીથી લથપથ જોવા મળી રહ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ પોલીસ કેસની તપાસમાં લાગી છે.

દાગીના પણ લઈ ગઈ :

અજયની માતાનું કહેવું છે કે અજય અને જુલીના લગ્ન ગત વર્ષે થયા હતા. તેમનો આરોપ છે કે બંનેના લગ્નમાં જે દાગીના બનાવવામાં આવ્યા હતાં. વહુ તે પણ તેની સાથે લઈ ગઈ. હવે  ફોટો સામે આવ્યા બાદ અજય સાથે સંપર્ક થઈ શકતો નથી.

આ પણ વાંચો :-