વ્યક્તિએ ફાયદો ઉઠાવીને ખાતામાં ૧૦ હજાર હોવા છતાં ૯ કરોડ રૂપિયા ઉપાડી લીધા

Share this story
  • ATM કે બેંકમાં થનારા ટેક્નિકલ ગ્લિચના કારણે અનેકવાર ગ્રાહકોને ફાયદો કે નુકસાન થાય છે. જો કે જ્યારે બેંકને નુકસાન થાય તો બાદમાં તેની ભરપાઈ પણ કરવી પડતી હોય છે. અનેકવાર ગ્રાહકોને પણ સુધારની તક મળે છે.

ATM કે બેંકમાં થનારા ટેક્નિકલ ગ્લિચના કારણે અનેકવાર ગ્રાહકોને ફાયદો કે નુકસાન થાય છે. જો કે જ્યારે બેંકને નુકસાન થાય તો બાદમાં તેની ભરપાઈ પણ કરવી પડતી હોય છે. અનેકવાર ગ્રાહકોને પણ સુધારની તક મળે છે. પરંતુ આજે અમે એવા કિસ્સા વિશે જણાવીશું.

જેમાં એક વ્યક્તિએ એટીએમની ભૂલ પકડી લીધી અને કોઈને જણાવ્યાં વગર તેણે ૯ કરોડ રૂપિયાની આજુબાજુની રકમ ઉપાડી લીધી. આ એક ચર્ચિત કેસ હતો અને ત્યારબાદ વ્યક્તિ પકડાઈ પણ ગયો હતો. તેને સજા પણ થઈ.

ખાતામાંથી પૈસા કપાયા ન હતા:

હકીકતમાં મીડિયા અહેવાલ મુજબ આ મામલો ઓસ્ટ્રેલિયાનો છે અને તે વ્યક્તિનું નામ ડેન સાંડર્સ છે. આ વ્યક્તિએ આ કરતૂત વર્ષો પહેલા ૨૦૧૧માં કરી હતી. બન્યું એવું કે જ્યારે તે ખાતામાંથી પૈસા કાઢવા માટે ગયો ત્યારે રાતના ૧૨ વાગી રહ્યા હતા.

તે સમયે કોઈ કારણસર એટીએમનું ઈન્ટરનેટ ચાલું નહતું અને તેણે પૈસા તો કાઢ્યા પરંતુ તે વ્યક્તિના ખાતામાંથી પૈસા કપાયા નહતા. જ્યારે તેને આ વાતની ખબર પડી તો તેણે ફરીથી એટીએમમાંથી પૈસા ઉપાડયાં. તે પૈસા કાઢતો રહ્યો.

અહેવાલમાં ઉલ્લેખ છે કે અનેક દિવસ સુધી તેણે આમ કર્યું અને વચ્ચે વચ્ચે તે ચેક કરી લેતો હતો કે તેના ખાતામાંથી પૈસા તો નથી કપાયા. આમ કરીને તેણે લગભગ ૯ કરોડ રૂપિયા જેટલા પૈસા ઉપાડી લીધા અને કોઈને પણ કહ્યા વગર ત્યાંથી રફૂચક્કર થઈ ગયો. તેણે આ પૈસાથી ખુબ ઐય્યાશી કરી અને મિત્રોને પણ કરાવી. તે પ્રાઈવેટ જેટમાં ફરતો રહ્યો અને પબમાં દારૂ પીતો રહ્યો.

ત્યારબાદ થોડા સમય પછી તેણે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો. કોઈએ જઈને આ વાત બેંકને અને પોલીસને કરી તથા પોલીસે તેની ધરપકડ કરી લીધી. આ વ્યક્તિ આ ગુનામાં વર્ષ ૨૦૧૬ સુધી જેલમાં બંધ રહ્યો અને પછી જ્યારે બહાર આવ્યો તો તેણે પ્રાઈવેટ નોકરી શરૂ કરી દીધી.

અનેક મીડિયા અહેવાલમાં એ વાતનો ઉલ્લેખ છે કે આ ગડબડી ફક્ત અને ફક્ત એટીએમમાં થયેલા ફોલ્ટના કારણે થઈ. આ વ્યક્તિએ બસ એટલું જ કર્યું કે તે પૈસા કાઢતો ગયો અને કોઈને જણાવ્યું નહતું.

આ પણ વાંચો :-