Home Blog Page 1034

મોબાઈલમાં ગેમ રમતી બાળકીના ગળામાં ગમછો વિંટળાઈ ગયો, પગ લપસ્યો અને…

0
  • સુરતના અમરોલીમાં વાલીઓ માટે ચતેવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં મોબાઈલમાં વીડિયો જોતી અને ગેમ રમતી ૦૫ વર્ષની બાળકીનું રમતા રમતા અચાનક મોત થઈ ગયું.

સુરતના અમરોલીમાં વાલીઓ માટે ચતેવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. બારી પાસે ઊભેલી બાળકી ફોનમાં વ્યસ્ત હતી આ દરમિયાન જ ત્યાં દોરી પર સૂકવેલા કપડામાં ગમછો તેના ગળાના ભાગે વિંટળાઈ ગયો હતો. બાળકીનો પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો અને પળવારમાં જ તેનું પ્રાણ પંખેરું ઊડી ગયું.

વિગતો મુજબ કોસાડ આવાસ ખાતે રહેતા મનોજકુમાર લૂમ્સના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ૫૫ વર્ષની બાળકી હતી. ગત ૨૧મી જુલાઈએ મનોજભાઈના પત્ની રસોઈ બનાવી રહ્યા હતા અને મનોજભાઈ શાકભાજી લેવા ગયા હતા.

દરમિયાન બાળકી ઘરમાં ફોન લઈને બારી પાસે ઊભા રહીને મોબાઈલમાં ગેમ રમી રહી હતી. બારી પર દોરી બાંધીને કપડા સૂકવવા નાખ્યાં હતાં. જેમાં રહેલો ગમછો બાળકીના ગળા પર વિંટળાઈ ગયો હતો. દરમિયાન બાળકી લપસી જતા તેને ફાંસો લાગી ગયો હતો.

માતાના બુમ પાડવા છતા બાળકીએ જવાબ ન આવતા તેમણે બહાર જોયું તો બાળકી ફાંસો ખાધેલી હાલતમાં હતી. એવામાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે એક બાદ એક ૩ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ સોમવારે સવારે બાળકીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. સમગ્ર મામલે પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :-

 

 

 

૬ દિવસમાં બીજી વખત ઈન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સે જણાવ્યું, ઈન્સ્ટા કામ નથી કરી રહ્યું

0
  • ઈન્સ્ટાગ્રામ ફરી એક વખત ડાઉન થયું છે. જેના પછી હજારો યુઝર્સે જાણ કરી. યુઝર્સે અહેવાલમાં જણાવ્યું કે તેઓ આ એપનો ઉપયોગ કરી શકતા નથી.

આઉટેજને ટ્રેક કરતી વેબસાઈટ Downdetector અનુસાર ૫૨ હજારથી વધુ યુઝર્સે આ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. એપ અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ૭ દિવસમાં બીજી વખત ઈન્સ્ટાગ્રામ ડાઉન થયું છે. જ્યારે એક મહિનામાં ત્રીજી વખત આવું બન્યું છે.

Downdetector મુજબ તે વૈશ્વિક આઉટેજ છે. જેમાં વિશ્વભરના ૫૦ ટકા યુઝર્સને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ૨૯ ટકા લોકોને સર્વર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને ૨૧ ટકા લોકોને લોગિન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે આઉટેજનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

૦૧ મહિનામાં ત્રીજી વખત થયું ડાઉન  :

અગાઉ ૧૧ જુલાઈના રોજ પણ આઉટેજની માહિતી સામે આવી હતી. જેમાં મેટાના પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ વગેરેના યુઝર્સ ડાઉન હતા. જેના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો :-

 

 

જો કોઈ તમને પાર્ટ ટાઈમ નોકરી કરવાની ઓફર કે લાલચ આપે તે પહેલા ચેતી જજો… તમે આ ભૂલ કરતા નહીં તો..

0
  • આજકાલ ઓનલાઈન સ્કેમના કેસ ખૂબ જ વધી ગયા છે. વિક્ટિમ ૫૮ વર્ષનો છે અને ઈન્શ્યોરન્સ કંપનીના એમ્પ્લોય રહી ચુક્યા છે. જે એક સ્કેમનો શિકાર થઈ ગયા છે. જેમાં તેમણે પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી. એક નાનકડી ભુલમાં લગભગ 31 લાખ રૂપિયા ગુમાવી દીધા.

ઓનલાઈન ફ્રોડનો એક નવો કેસ સામે આવ્યો છે. આ વખતે શિકાર એક ૫૮ વર્ષનો વ્યક્તિ થયો છે. જેમણે એક નાની ભુલમાં લગભગ ૩૧ લાખ રૂપિયા ગુમાવી દીધા. હાલમાં જ ઓનલાઈન સ્કેમના ઢગલાબંધ કેસ સામે આવી ચુક્યા છે. જેમાં સ્કેમર્સ યુઝર્સને ઠગવા માટે નવી નવી રીતનો ઉપયોગ કરે છે. એવામાં સૌથી વધારે કોમન Youtube Video પર લાઈક, કમેન્ટ અને સબ્સક્રાઈબ કરવાનું છે.

હકીકતે વિક્ટિમ 58 વર્ષનો છે અને ઈન્સોયરન્સ કંપનીનો એમ્પ્લોય રહી ચુક્યો છે. આ એક સ્કેમનો શિકાર થઈ ગયો છે. જેમાં તેમણે પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી. તેમાં વિક્ટિમને Youtube Video લાઈક કરવાનું કામ જણાવ્યું હતુ.

લુટાઈ ગઈ જીવનભરની કમાણી  :

પીડિત વ્યક્તિને રિટાયરમેન્ટ બાદ પેન્શન અને ગ્રેચ્યુટી મળતી હતી. આ રકમને તે ક્યાંક ઈનવેસ્ટ કરવા માંગતા હતા. પરંતુ તેમને બિલકુલ પણ અંદાજો ન હતો કે તેમની જીવનભરની કમાણી એક ઓનલાઈન ફ્રોડમાં લુટાઈ જશે.

Telegram મેસેજથી શરૂ થયું સ્કેમ  :

આ સ્કેમની શરૂઆત એક Telegram મેસેજથી થઈ. જેમાં પાર્ટ ટાઈમ જોબની લાલચ આપવામાં આવી. સેન્ડર્સને વિક્ટિમને એક્સ્ટ્રા ઈન્કમ માટે પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી. સેન્ડર્સની સાથે ચેટિંગના બાદ પીડિત કામ કરવા તૈયાર થઈ ગયા.

Youtube વીડિયો લાઈકના બદલામાં રૂપિયા :

સેન્ડર્સે પીડિતને જણાવ્યું કે પાર્ટ ટાઈમ જોબ વખતે અમુક વીડિયો શેર કરવામાં આવશે. જેના પર અમુક રૂપિયા આપવાની લાલચ આપી. અન્ય સ્કેમની જેમ વિક્ટિમે કામ કર્યું અને શરૂઆતમાં તેને અમુક રિટર્ન પણ મળ્યું. તેમાં લાઈકના સ્ક્રીનશોર્ટસ એક ટેલીગ્રામ નંબર પર શેર કરવો પડતો હતો.

વોલેટથી ટ્રાન્સફર ન થઈ રકમ :

સ્કેમર્સના જણાવેલા પ્રોસેસ પર વિક્ટિમ કામ કરતો રહ્યો અને ઘણા ટાસ્ક પુરા કરી લીધા. તેના બાદ વોલેટમાં રકમ પણ જોવા મળી. પરંતુ જ્યારે તેને આ રકમને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો તો એવું ન થયું.

વધારે રોકાણ કરવા કહ્યું :

ત્યાર બાદ તેમણે તેના વિશે ઈન્ક્વાયરી કરી તો તેમણે જણાવ્યું કે વધારે રૂપિયા ઈનવેસ્ટ કરવાના રહેશે. ત્યાર બાદ રકમ ટ્રાન્સફર કરી શકાશે. થોડા સમય બાદ અચાનક વોલેટ ગાયબ થઈ ગયું. જે વિક્ટિમે ક્રિએટ કર્યું હતું. ટેલીગ્રામ એડમિનથી કોન્ટેક્ટ ન કરી શક્યા.

પોલીસે નોંધી એફઆરઆઈ:

ત્યાર બાદ વિક્ટિમે તેની જાણકારી પોલીસને આપી અને જણાવ્યું કે તે કઈ રીતે ઓનલાઈન સ્કેમનો શિકાર થઈ ગયા. એફઆરઆઈ નોંધાઈ ચુકી છે. તેના બાદ પોલીસે ૯ બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. જેમાં લગભગ ૨૦ લાખ રૂપિયા હાજર છે.

આ પણ વાંચો :-

 

OPPO લાવી રહ્યું છે મજબૂત બેટરીવાળો Smartphone, ૧૦ મિનિટના ચાર્જિંગ પર આખો દિવસ ચાલશે

0
  • OPPO K11 લોન્ચ થવા જઈ રહ્યો છે. આ એક મજબૂત બેટરીવાળો ફોન હશે. એક જ ચાર્જ અને ૧૮ કલાક સુધીના વીડિયો પ્લેબેક સાથે આખો દિવસ ચાલે છે. આ ફોન ૧૦ મિનિટમાં ૫૦% અને ૨૬ મિનિટમાં ફૂલ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે..

Oppo K11 સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. તેમાં 5000mAh બેટરી અને 100W સુપર ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી હશે. એક જ ચાર્જ અને ૧૮ કલાક સુધીના વીડિયો પ્લેબેક સાથે આખો દિવસ ચાલે છે. આ ફોનમાં ૧૦ મિનિટમાં ૫૦% અને ૨૬ મિનિટમાં ફૂલ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ પણ મળશે.

OPPO K11 1600 ચાર્જિંગ સાયકલને સપોર્ટ કરે છે અને ચાર વર્ષના નિયમિત ઉપયોગ પછી પણ ૮૦% ક્ષમતા જાળવી રાખે છે.

OPPO K11 Specs :

OPPO K11 પાસે 6.7-ઈંચ 120Hz રિફ્રેશ રેટ OLED ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 2412 x 1080 પિક્સલ છે. તે TUV Rheinland હાર્ડવેર-લેવલ લો બ્લુ લાઈટ સર્ટિફિકેશન ધરાવે છે અને 12GB RAM અને 512GB સ્ટોરેજ સાથે જોડાયેલ Qualcomm Snapdragon 782G પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

નવો સ્માર્ટફોન મલ્ટીફંક્શનલ NFC, ઈન્ફ્રારેડ રિમોટ કંટ્રોલ, 0809 એક્સ-એક્સિસ લીનિયર મોટર, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, હાઇ-પર્ફોર્મન્સ ગ્રેફાઈટ કૂલિંગ સિસ્ટમ અને હાઈપરબૂસ્ટ ગેમિંગ ફ્રેમ રેટ સ્ટેબિલાઈઝેશન એન્જિન જેવી અદ્યતન સુવિધાઓ સાથે આવે છે. આ તેને બજારમાં સૌથી વધુ સ્પર્ધાત્મક સ્માર્ટફોન બનાવે છે.

OPPO K11 Camera :

OPPO K11માં 16MP ફ્રન્ટ-ફેસિંગ કેમેરા અને 50MP IMX890 મુખ્ય કેમેરા (OIS ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઇઝેશન સાથે), 8MP સેકન્ડરી કેમેરા અને 2MP ડેપ્થ કેમેરા સેટઅપ છે.

OPPO K11 Expected Price :

OPPO K11 OnePlus Nord CE 3 5G નું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે. તેની છૂટક કિંમત લગભગ 2,000 યુઆન (રૂ.22,743) હોઈ શકે છે.

આ પણ વાંચો :-

 

 

 

૨૦૦૦ની નોટ બદલવાની ડેડલાઈન ફરી લંબાશે? નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા

0
  • RBIએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં ૨૦૦૦ની નોટ જમા કરવાનું કહ્યું છે પણ હવે પ્રશ્ન એ છે કે સરકાર ૨૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવવાની સમયમર્યાદા વધારશે ?

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે એ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. આરબીઆઈએ ૧૯મી મેના રોજ એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે. હાલમાં ૨૦૦૦ની નોટ લીગલ ટેન્ડર રહેશે પરંતુ આરબીઆઈએ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં ૨૦૦૦ની નોટ જમા કરવાનું કહ્યું હતું.  એવામાં જો તમારી પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટો છે. તો તેને સમયમર્યાદા પહેલા બેંકોમાં જમા કરાવવી જરૂરી છે. કારણ કે સરકાર ૨૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવવાની સમયમર્યાદા વધારવા જઈ રહી નથી.

વાત એમ છે કે સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યું કે શું ૨૦૦૦ રૂપિયાની નોટ જમા કરાવવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે? જેના પર નાણા મંત્રાલયે જવાબ આપ્યો હતો.  સમયમર્યાદા લંબાવવા અંગેની સ્થિતિને સ્પષ્ટ કરતાં નાણા મંત્રાલયે કહ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ વધુ લંબાવવામાં આવશે નહીં. એટલે કે જેમની પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટો છે તેમણે ૩૦ સપ્ટેમ્બર પહેલા જમા કરાવવી પડશે.

સંસદના ચોમાસુ સત્રમાં સુપ્રિયા સુલે સહિત અનેક સાંસદોએ આ અંગે પૂછ્યું હતું. સાંસદોના પ્રશ્નોના જવાબ આપતાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે હાલમાં સરકાર આવું કંઈ વિચારી રહી નથી. બેંકમાં પાછી જમા કરાવવામાં આવેલી રૂ. ૨૦૦૦ની નોટો બદલવા માટે અન્ય ચલણનો સ્ટોક પણ પૂરતો ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :-

તથ્યના કાંડ પછી ગુજરાતભરમાં ટ્રાફિક નિયમનની કાર્યવાહી : ૧ મહિનો ડ્રાઈવ ચલાવી સંતોષ ?

0
  • ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં એક મહિના સુધી સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. જેમાં ઓવર સ્પીડ, સ્ટંટબાજો સહિત ટ્રાફિકના નિયમોને તોડનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

જોકે આ સમગ્ર ડ્રાઈવના નિર્ણયની જાહેરાત સાથે એક મોટો સવાલ એ પણ છે કે જ્યાં તથ્ય દ્વારા ૨૦ લોકોને ફંગોળી નાખવાની અમદાવાદમાં ઘટના બની છે જે પછી લોકો ટ્રાફિકના નિયમોના કડક પાલનની માગ કરી રહ્યા છે ત્યાં હવે ગુજરાત પોલીસ મહિનો ડ્રાઈવ ચલાવ્યા પછી શું કરશે? શું સ્થિતિ જેસે થે વેસે જેવી થઈ જશે કે નવું નવું એક મહિનો ચલાવીને બાદમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં ફરી લાલીયાવાડી ચાલુ થશે?

ગુજરાત પોલીસ વડાના આદેશ પ્રમાણે હવે એક મહિના માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટ્રાફિકના નિયમોને લઈને પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવશે. ઓવર સ્પીડ, સ્ટંટબાજોને પકડવા, લાયસન્સ, હેલમેટ, રોંગ સાઈડ વાહન ચલાવવું, સિગ્નલ તોડવા સહિતના ટ્રાફિકના નિયમોને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

હવે ગુજરાતને ‘અનરાધાર’થી મળશે રાહત : ઘટશે વરસાદનું જોર, જાણો શું થઈ છે આગાહી

0
  • આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આજે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

સમગ્ર રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડે હાહાકાર મચાવ્યો છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘતાંડવ થતાં તારાજીના ભારે કરપીણ દ્રશ્યો સર્જાયાં છે. લોકો મેઘરાજાને હવે ખમૈયાં કરવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ત્યારે ગુજરાતવાસીઓને હાશકારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં આજથી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જો કે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો ૮૩% વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝન કરતા ૨૦% વધુ વરસાદ પડયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટી જશે. જોકે દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓને જોતા ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ : પડદા પાછળ એવું કંઈક રંધાયું કે તથ્યનું પાપ ઢંકાઈ જાય

0
  • Tathya Patel : અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ખાખી વર્દીની ભૂમિકા શંકાસ્પદ બની રહી છે. તથ્ય પટેલનું તથ્ય ઢંકાઈ જશે તેવું સાબિત થઈ રહ્યું છે.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે સર્જાયેલ તથ્ય પટેલ અકસ્માત કેસ અમદાવાદ ઈતિહાસનો સૌથી ભયંકરમાં ભયંકર અકસ્માત છે. ૧૦ નિર્દોષોના જીવ ગયા છે. છતાં વગદાર પરિવારની છબી ધરાવતા તથ્ય પટેલ કેસમાં સરકાર અને પોલીસ ભીનું સંકેલવાના મૂડમાં હોય તેવુ લાગી રહ્યું છે. તથ્ય પટેલ કેસમાં પડદા પાછળ શું રંધાઈ રહ્યું છે તે ગોલમાલ જેવું છે. ચર્ચા છે કે, તથ્ય પટેલ અને તેના મિત્રોને બચાવવામાં આવી રહ્યા છે. તથ્ય પટેલનું પાપ ઢંકાઈ જશે તેવી ચર્ચા વહેતી થઈ છે.

અકસ્માત સર્જીને ૧૦ નિર્દોષોને મોતને ઘાટ ઉતારનાર તથ્યને સારવારને બહાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એટલુ જ નહિ, તેનો ટેસ્ટ પણ કલાકો બાદ કરાય હતો. બીજી તરફ પોલીસે અકસ્માત બાદ તથ્યના મિત્રોને કલાકો સુધી શોધવાની કોઈ તસ્દી લીધી ન હતી. ઘટનાના ૨૩ કલાક બાદ તેમના ટેસ્ટ લેવાયા હતા. જેથી આ તમામે ડ્રગ્સનું સેવન કર્યુ હતું કે નહિ તે પુરવાર ન થઈ શકે.

અમદાવાદમાં જ્યારે આટલો ભયાનક અકસ્માત સર્જાયો ત્યારે તથ્ય સિવાયના પાંચેય યુવક-યુવતીઓ ૧૬ કલાક સુધી ક્યા છુપાયા હતા તે પોલીસ જાણતી હતી. આખરે પોલીસ અધિકારીની ભલામણથી બધા હાજર થયા હતા. ત્યારે ચર્ચા ઉઠી છે કે રાજકીય વગ અને પૈસાને કારણે માલેતુજાર પરિવારના સંતાનો સતત આવા કારનામા કરી રહ્યાં છે.

ઘટના બની ત્યારે તથ્ય પટેલ ઝડપાઈ ગયો હતો. પરંતુ તેના પાંચ મિત્રો માલવિકા પટેલ, શાન સાગર, આર્યન પંચાલ, ધ્વનિ પંચાલ અને શ્રેયા વઘાસિયાને કોઈ ઈજા થઈ નથી. પરંતુ તેઓ હળવેકથી દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા. આ મિત્રોએ જ તથ્યના પરિવારને અકસ્માત થયાની જાણ કરી હતી. આ બાદ તથ્યના માતાપિતા ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-

આ દિવસથી માર્કેટમાં મળશે ૩૦ રૂપિયે કિલો ટમેટા મળશે ! જુઓ થોડા દિવસ રાહ

0
  • આગામી તહેવારોની સીઝન પહેલા ગૃહિણીઓને મળી જશે ટમેટાના વધેલા ભાવથી રાહત. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ ટમેટાના ભાવમાં ઘટાડો શરુ થઈ જશે અને ફરીથી ટમેટાના ભાવ સામાન્ય થઈ જશે. સરકારનું અનુમાન છે કે થોડા જ દિવસોમાં ટમેટા ૩૦ રૂપિયા પ્રતિ કિલો થઈ જશે.

ટમેટાના ભાવ હાલ સાતમા આસમાને છે. દેશના મોટાભાગના શહેરોમાં ટમેટા ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાઈ રહ્યા છે. ટમેટા અને અન્ય શાકભાજી ના ભાવ જેમ જેમ વધી રહ્યા છે તેમ સામાન્ય વર્ગના રસોડામાંથી ટમેટા અને શાકભાજી ગાયબ થઈ રહ્યા છે. ટામેટાના ભાવમાં તો એટલો વધારો થયો છે કે લોકો તેને ખરીદવાનું ટાળવા લાગ્યા છે. તેવામાં કેન્દ્ર સરકારે આમ જનતાને મોટી રાહત આપી છે. ટૂંક સમયમાં જ ટમેટાના ભાવ ૭૦ રૂપિયા કિલો સુધી પહોંચી જશે.

ટમેટાના ભડકે બળતા ભાવને લઈને કેન્દ્ર સરકારે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. જેને લઈને ટમેટાના ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ છે. વિશેષજ્ઞનું કહેવું છે કે ઓગસ્ટના મધ્ય ભાગ સુધીમાં ટમેટા ૩૦ રૂપિયા પ્રતિ કિલો ના ભાવ સુધી પહોંચી શકે છે.

કેટલાક શહેરોમાં આમ જનતાને રાહત આપવા માટે સબસીડી વાળા ટામેટાનું વેચાણ પણ થઈ રહ્યું છે જેનો ભાવ ૭૦ રૂપિયા પ્રતિ કિલો છે. આગામી થોડા દિવસો દરમિયાન પણ ટમેટાના ભાવમાંથી ધીરે ધીરે ઘટાડો થતો રહેશે અને ઓગસ્ટના મધ્યભાગ સુધીમાં ટમેટાના ભાવ પહેલાની જેમ સામાન્ય થઈ જશે.

આ પણ વાંચો :-

રોકેટ બન્યો IPO : લિસ્ટિંગના બે દિવસમાં ૧૨૫% વધી ગયો, રોકાણકારોના પૈસા

0
  • ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્કના શેર સોમવારે ઈન્ટ્રા-ડે કારોબારમાં બીએસઈ પર ૧૭.૪૪ ટકાની તેજીની સાથે ૫૬.૩૦ રૂપિયાની નવી ઉંચાઈ પર પહોંચી ગયા હતા. આ પહેલા શુક્રવારે કંપનીના શેરનું બમ્પર લિસ્ટિંગ થયું હતું.

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્કના શેર સોમવારે ઈન્ટ્રા-ડે કારોબારમાં બીએસઈ પર ૧૭.૪૪ ટકાની તેજીની સાથે ૫૬.૩૦ રૂપિયાની નવી ઉંચાઈ પર પહોંચી ગયા હતા. આ પહેલા શુક્રવારે કંપનીના શેરનું બમ્પર લિસ્ટિંગ થયું હતું. શુક્રવારે બીએસઈ પર કંપનીના શેર ૨૫ રૂપિયાની ઈશ્યૂ પ્રાઈઝના મુકાબલે ૩૯.૯૫ રૂપિયા પર ખુલ્યો હતો. બે દિવસના ટ્રેડિંગમાં આજે શેરે પોતાના ઈન્વેસ્ટરોને ૧૨૫.૨ ટકાનું રિટર્ન આપ્યું છે. એટલે કે આઈપીઓમાં દાંવ લગાવનાર ઈન્વેસ્ટરોને બે દિવસમાં મલ્ટીબેગર રિટર્ન મળી ગયું છે.

આજે શરૂઆતી કારોબારમાં આ કંપનીના એનએસઈ અને બીએસઈ પર સંયુક્ત રૂપથી ૮૩.૭ મિલિયન શેરમાં ટ્રેડિંગ થઈ છે. તમને જણાવી દઈએ કે ઉત્કર્ષ સ્મોલ ફઈનાન્સ બેન્કનો આઈપીઓ ૧૨ જુલાઈએ સબ્સક્રિપ્શન માટે ખુલ્યો હતો અને સબ્સક્રિપ્શનના છેલ્લા દિવસે ઈશ્યૂને ૧૧૦.૭૭ ગણો સબ્સક્રાઈબ કરવામાં આવ્યો હતો. તેના ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (ક્યૂઆઈબી) કેટેગરીને ૧૩૫.૭૧ ગણી નોન-ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સને ૮૮.૭૪ ગણો અને રિટેલ ઈન્વેસ્ટર્સ ભાગને ૭૮.૩૮ ગણો વધુ સબ્સક્રાઈબ કરવામાં આવ્યો હતો.

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્કે ૨૦૧૭માં બેન્કિંગ કામકાજની શરૂઆત કરી હતી. બેન્ક સેવિંગ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, રેકરિંગ અને ફિક્સ્ડ ડિપોઝિટ અને લોકર સહિત ઘણી સેવા આપે છે. ઉત્કર્ષ SFB ગ્રોસ લોન પોર્ટફોલિયો (GLP)ના સંદર્ભમાં ત્રીજું સૌથી ઝડપથી વિકસતું SFB છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૩માં તે ૩૧ ટકાના સીએજીઆરથી વધીને રૂ. ૧૪૦૦૦ કરોડ થયું છે. તેની મુખ્ય ઓફર માઈક્રો બેન્કિંગ લોન છે. નાણાકીય વર્ષ ૨૩ સુધીમાં તેની ડિપોઝિટ બેઝ રૂ. ૧૩૭૦૦ કરોડ હતી.

આ પણ વાંચો :-