₹૧૯ ના સ્ટોકે ૧ લાખના બનાવી દીધા ₹૩.૩૭ કરોડ, કંપની દરેક શેર પર આપશે ₹૧૦૦ ડિવિડેન્ડ

Share this story
  • Multibagger Stock Divident : શેર બજારમાં ઘણા ઈન્વેસ્ટરો લાંબા સમય સુધી ઈન્વેસ્ટમેન્ટ યથાવત રાખે છે. જેના કારણે તેને મોટો ફાયદો મળે છે.

શેર બજારમાં ઘણા ઈન્વેસ્ટરો લાંબા સમય સુધી શેરમાં રોકાણ કરી રાખે છે. આ ખાસ કરીને ત્યારથી થયા કરતું હતું જ્યારે ડીમેટ એકાઉન્ટ નહોતા. મુઠ્ઠીભર શેરધારકોની પાસે હજુ પણ ભૌતિક રૂપથી શેર છે અને તેને હજુ સુધી ડીમેટીકૃત કરવામાં આવ્યા નથી. આ શેરની કિંમતમાં અનેક ગણો વધારો જોવા મળ્યો છે. આવો એક શેર છે હોકિન્સ કુકર લિમિટેડ (Hawking Cooker Ltd)નો. કંપનીનો શેર વર્તમાનમાં ૬૬૯૦ રૂપિયા પર પહોંચી ગયો છે.

Hawking Cooker Ltd નો શેર આજથી ૦ વર્ષ પહેલા ૧૯.૮૦ રૂપિયા પર હતો. જે આજે વધીને ૬૬૯૦ રૂપિયા થઈ ગયો છે. એટલે કે આ સ્ટોકે પોતાના રોકાણકારોને આ દરમિયાન આશરે ૩૩૬૮૭ ટકાનું રિટર્ન આપ્યું છે. આ પ્રમાણે જુઓ તો કોઈ ઈન્વેસ્ટરે ૨૦ વર્ષ પહેલા કંપનીના સ્ટોકમાં ૧ લાખનું રોકાણ કર્યું હોત તો આજે આ રકમ ૩.૩૭ કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

હોકિન્સ કુકર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. કંપની વાસણ નિર્માણ, વેપાર અને વેચાણના કારોબારમાં સક્રિય છે. છેલ્લા એક વર્ષમાં તેના શેરની કિંમતમાં ૨૩ ટકા અને છેલ્લા પાંચ વર્ષમાં ૧૪૩ ટકાની તેજી આવી છે.

કંપની બોર્ડે ૨૪ મે ૨૦૨૩ની પોતાની બેઠકમાં ૧૦ રૂપિયાની ફેસ વેલ્યૂવાળા પ્રત્યેક ઈક્વિટી શેર પર ૧૦૦ રૂપિયાનું ડિવિડેન્ટ એટલે ૧૦૦૦ ટકા ચુકવણીની ભલામણ કરી હતી. આ લાભ ૯ ઓગસ્ટ ૨૦૨૩ના કંપનીની આગામી એજીએમમાં શેરધારકોના અપ્રૂવલને અધીન છે. તેની ચુકવણી ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી કરવામાં આવશે.

આ પણ વાંચો :-