કાપોદ્રામાં નિર્માણાધિન મકાનની ભૂગર્ભ ટાંકીમાં પડી ગયેલી ગાયનું ચાલું વરસાદે રેસ્ક્યું કરાયું

Share this story
  • સુરતમાં વરસી રહેલા વરસાદમાં પશુઓ પોતાના માટે સલામત જગ્યા શોધતા હોય છે. ત્યારે એક ગાય સુરતના કાપોદ્રા વિસ્તારમાં નિર્માણાધિન મકાનની ભૂગર્ભ ટાંકીમાં ખાબકી હતી.

૧૫ ફૂટ જેટલી ઉંડી ટાંકીમાંથી ગાયને ચાલુ વરસાદે લોકોએ બહાર કાઢવા જહેમત હાથ ધરી હતી. કાપોદ્રામાં પાણીની ટાંકીમાં ગાય પડી જતા ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરાયું હતું. ગાય ૧૫ ફૂટ ઉંડી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. કાપોદ્રામાં ભક્તિનગર-૨માં એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું.

મકાનના આગળના ભાગમાં ભુગર્ભ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. ટાંકીના ઢાંકણ માટેના ખુલ્લા ભાગ પર હાલ લાકડાના પાટીયા વડે ઢાંકી દેવાયું હતું. આ ઢાંકણ પર ગાય આવી ચડતા પાટીયા તુટી સીધા જ ૧૫ ફૂટ ઉંડી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી.

લોકોએ ગાયને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળ ન થતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી રસ્સાની મદદથી ગાયને બાંધી નીચેથી સપોર્ટ આપી સહી સલામત રેસ્ક્યું કરી બહાર લાવી હતી.

આ પણ વાંચો :-