મુકેશ અંબાણી-નીતા અંબાણીના ડ્રાઈવરને કેટલો પગાર મળે છે ? રકમ જાણીને ચક્કર ખાઈ જશો

Share this story

Ambani Family Driver Salary Details : અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા સ્ટાફનો પગાર લાખોમાં હોય છે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા આપવામાં આવે છે.

મુકેશ અંબાણી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર તેમની રોયલ અને લક્ઝરી લાઈફ માટે જાણીતા છે. નીતા અંબાણીના કાર કલેક્શન પરથી જાણવા મળે છે કે તેમને મોંઘા વાહનોનો ખૂબ શોખ છે. મીડિયા અહેવાલ અનુસાર અંબાણી પરિવાર પાસે ૫૦૦ વાહનો છે. અંબાણી પરિવારના કાર ચાલકોને સખત તાલીમ લેવી પડે છે.

આ ટ્રેનિંગ પૂરી કર્યા પછી જ તેને અંબાણી પરિવારની કાર ચલાવવાનો મોકો મળે છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર વિચારે છે કે જ્યારે અંબાણી પરિવાર દેશનો સૌથી ધનિક પરિવાર છે તો તેમાં કામ કરતા કર્મચારીઓનો પગાર કેટલો હશે. અમે તમને જણાવીએ કે અંબાણી પરિવારના ઘરમાં કામ કરતો સ્ટાફ કેટલી કમાણી કરે છે.

સ્ટાફના બાળકો વિદેશમાં કરે છે અભ્યાસ :

અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા કર્મચારીઓનો પગાર લાખોમાં હોય છે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા આપવામાં આવે છે. આ સાથે તેમને વીમો અને શિક્ષણ ભથ્થુ પણ આપવામાં આવે છે. મીડિયા અહેવાલ અનુસાર નીતા અંબાણીના ડ્રાઈવરને દર મહિને ૨ લાખ રૂપિયાનો પગાર મળે છે.

આનો સીધો અર્થ એ થયો કે ડ્રાઈવરને વાર્ષિક ૨૪ લાખ રૂપિયા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્ટાફના કેટલાક બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે.

પરંતુ અંબાણી પરિવારના સ્ટાફ સાથે જોડાવું એટલું સરળ નથી. તેમના ઘરે કામ કરવા માટે, તમારે કંપની દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરવી પડશે. ડ્રાઈવરની પસંદગી કરતી વખતે એ પણ જોવામાં આવે છે કે સંબંધિત ડ્રાઈવર રસ્તામાં આવતી સમસ્યાઓને કેવી રીતે હેન્ડલ કરે છે.

આ પણ વાંચો :-