આ કંપની ૨૦૨૫ સુધીમાં લોન્ચ કરશે તેની પહેલી Electric Car

Share this story

આ કંપની ૨૦૨૫ સુધીમાં લોન્ચ કરશે તેની પહેલી Electric Car

  • Auto News : જાપાનની લક્ઝરી કાર નિર્માતા કંપની લેક્સસ આવતા વર્ષે ભારતમાં સેકન્ડ હેન્ડ કાર બિઝનેસમાં પ્રવેશવાની યોજના ધરાવે છે.

જાપાનની લક્ઝરી કાર નિર્માતા કંપની લેક્સસ આવતા વર્ષે ભારતમાં યુઝડ કાર (સેકન્ડ હેન્ડ)ના બિઝનેસમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. કંપનીએ ભારતીય બજારમાં છ વર્ષની કામગીરી પૂર્ણ કરી છે. આ જાપાનીઝ કંપની હાલમાં ૨૩ વેચાણ કેન્દ્રો દ્વારા તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપની તેના કેટલાક આઉટલેટસમાં ફેરફાર કરવા માંગે છે જેથી તે યુઝડ કાર માર્કેટમાં પ્રવેશી શકે. લેક્સસ તેની સેલ્ફ ચાર્જિંગ હાઈબ્રિડ કાર માટે જાણીતી છે અને તે ૨૦૨૫ સુધીમાં દેશમાં તેનું પ્રથમ ઈલેક્ટ્રિક મોડલ રજૂ કરી શકે છે.

લેક્સસ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું હતું કે લેક્સસ સ્ટ્રક્ચર્ડ પ્રી-ઓનર યુઝડ કાર પ્રોગ્રામ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. સોનીએ કહ્યું, ”મને લાગે છે કે બહુ જલ્દી, ચાલુ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં અમે આ શરૂ કરીશું. તેમણે કહ્યું કે કંપનીએ છ વર્ષ પહેલા દેશમાં વાહનોનું વેચાણ શરૂ કર્યું હતું અને હવે એવા ગ્રાહકો હોઈ શકે છે જેઓ તેમની જૂની કાર વેચીને નવી કાર ખરીદવા માંગતા હોય.” લેક્સસ એ જાપાનની ટોયોટાની લક્ઝરી કાર નિર્માતા કંપની  છે. લેક્સસ ૨૦૩૫ સુધીમાં સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક કાર કંપની બનવા માંગે છે.

તમને જણાવી દઈએ કે ૧૯૮૦-૯૦ના દાયકામાં શેરબજારના અનક્રાઉન કિંગ કહેવાતા હર્ષદ મહેતાના ૪૦૦૦ કરોડના કૌભાંડનો ૧૯૯૨માં પર્દાફાશ થયો હતો. તે સમયે હર્ષદ મહેતા પ્રચલિત હતા. તેની પાસે લેક્સસ બ્રાન્ડની કાર પણ હતી. જેની તે દિવસોમાં ખૂબ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો :-