Home Blog Page 1031

ઘરમાં થયો છે દીકરીનો જન્મ? તો માત્ર ૩૩૩ માં કરો આ સ્કીમમાં રોકાણ, ૧૮ વર્ષે મળશે રૂ. ૭૬ લાખ

0
  • ઘરમાં દિકરાના જન્મ બાદ દરેક માતા-પિતા તેના ભવિષ્ય માટે પૈસા ભેગા કરવા લાગે છે. એવામાં ૩૩૩ રૂપિયાનું રોકાણ કરીને આ બચત યોજનામાં ૭૬ લાખ રૂપિયા મળી શકે છે. જાણો કઈ રીતે?

આજે અમે તમને મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. રોકાણના આ ક્ષેત્રમાં માર્કેટ રિસ્ક હોય છે પરંતુ અહીં તમને સારૂ રિટર્ન મળી શકે છે. જો તમે થોડુ રિસ્ક લઈને રોકાણ શરૂ કરવા માંગો છો તો એવામાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં પોતાના પૈસાને ઈન્વેસ્ટ કરી શકો છો.

એવામાં આવો જાણીએ કેવી રીતે તમે ૩૩૩ રૂપિયાની બચત કરીને દિકરીની ઉંમર ૧૮ વર્ષની થાય ત્યાં સુધી ૭૬ લાખ રૂપિયા ભેગા કરી શકો છો. તેના માટે તમારે એક સારી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમની પસંદગી કરવાની રહેશે. સ્કીમની પસંદગી કર્યા બાદ તમને દરરોજ ૩૩૩.૩૩ રૂપિયાની બચત કરીને દર મહિને દસ હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.

૧૮ વર્ષ સુધી કરવું પડશે રોકાણ :

દસ હજાર રૂપિયા દર મહિને તમારે ૧૮ વર્ષ સુધી રોકાણ કરવા પડશે. તેના ઉપરાંત તમારે એ વાતની તપાસ રાખવાની રહેશે કે તમારા રોકાણ પર દર વર્ષે ૧૨ ટકાનું અંદાજીત રિટર્ન મળતું રહે. આ સ્થિતિમાં તમે મેર્યોરિટીના સમયે સરળતાથી ૭૬ લાખ રૂપિયા ભેગા કરી શકો છો. આ પૈસાથી તમે પોતાની દિકરીના લગ્ન ધૂમધામથી કરી શકો છો. આ ઉપરાંત તમે આ પૈસાનો ઉપયોગ દિકરીની હાયર સ્ટડીઝ માટે પણ કરી શકો છો.

આ પણ વાંચો :-

૧૮ જુલાઈ / આ રાશિના જાતકો ભૂલથી પણ ન કરતા આ કામ, તો કઈ રાશિ માટે આજનો દિવસ લાભદાયી, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
ગઈકાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય. આર્થિક પાસુ થોડું નબળું થતુ જણાય. શેરબજાર ના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવા ની ફરિયાદ રહે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભઃ
કરેલા કાર્યમાં સંઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થ યાત્રા-પ્રવાસ શક્ય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. આદ્યાત્મિક ઉન્નતિ થતી જણાય. શુભ કાર્યોનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

મિથુનઃ
વાણી વિશ્વાસ સાચવી ને કરવો. બચત ઘસાતી જણાય. ગળાના રોગોની કાળજી રાખવી. ભાઇ-બહેનોના મન નો લાભ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લોબીન ઘટે, થાક લાગે. બહેનોને માસીક વધારે આવવાની સમસ્યા ઉદભવે.

કર્કઃ
ખંતીલા, કરકસરીયાં, ચોક્કસ, વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસ નો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયર ના ધંધા વાળા ને લાભ. બપોર બાદ થોડો થાક નો અનુભવ થતો જણાય.

સિંહઃ
આત્મવિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદ વસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલા ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસી નો ઉપદ્રવ વધે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધે. સત્તા, હોદ્દો, માન મળે. પિતૃસુખ સારૂ મળે.

કન્યાઃ
કોઇની ઉપર વિશ્વાસ મુકતા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબત થી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતી ની કાળજી રાખવી.

તુલાઃ
મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પરિવાર ના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચન ની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.

વૃશ્ચિકઃ
મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવાર ના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધા માં સફળતા મળતી જણાશે.

ધનઃ
નાણાંભીડ વર્તાય, માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારી વાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

મકરઃ
નોકરીના ઈન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભ ના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવન માં મધુરતા નો અનુભવ થાય. સંતાન ની તબિયત ની કાળજી રાખવી. શરદી-તાવ થી સાવચેતી રાખવી.

કુંભઃ
આત્મવિશ્વાસ વધે. પરંતુ પછી થોડી ચિંતા માં વધારો થાય. આર્થિક પાસુ મજબુત બનતુ જણાય. માતૃસુખ સારૂ મળે. દવા ના ધંધા વાળાને લાભ. જળાશય થી દૂર રહેવું. પાણી થી થતા રોગો થી ધ્યાન રાખવું.

મીનઃ
સંતાન ની પ્રગતિથી આનંદ થાય. નવું વાંચવાનો જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મી ની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

આ પણ વાંચો :-

બિલાડી માસી સાથે જબરુ થયું, મોઢું લોટામાં ફસાતા આખા ગામમાં લોટાવાળા મોઢા સાથે દોડી

0
  • Mahisaga News : મહિસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામનો આ વીડિયો હાવાની ચર્ચા છે. જ્યાં સ્થાનિકોએ અબોલ જીવને બચાવી પણ હતી.

આપણે ત્યા એવી કહેવત છે કે બિલાડીના ગળામાં ઘંટ કોણ બાંધે. બિલાડી ચપળ અને જબરુ પ્રાણી ગણાય છે. તેથી જ તે વાઘની માસી કહેવાય છે. ત્યારે આ ચપળ બિલાડી પણ મુસીબતમાં મૂકાઈ હોય તેવી ઘટના બની છે. મહીસાગરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બિલાડીનું મોઢું લોટામાં ફસાયુ હતું. લોટામાં ફસાયેલી બિલાડી હાંફળી ફાંફળી બનીને અહી તહી દોડતી જોવા મળી હતી.

મહીસાગરમાં મીની રાણી મુસીબતમાં મૂકાઈ હોય તેવો વીડિયો સામે આવ્યો છે. બિલાડીનું મોઢું એક લોટામાં ફસાઈ ગયુ હતું. જેથી બિલાડી બાવરી બનીને અહીતહી દોડતી દેખાઈ હતી. લોટાને કારણે બિલાડી કંઈ પણ જોઈ શક્તી ન હતી. તેથી તેણે આંધળી દોટ મૂકી હતી. ત્યારે બિલાડીની આ રમૂજનો વીડિયો સ્થાનિકોએ ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

તો બીજી તરફ સ્થાનિકો દ્વારા બિલાડીને આ મુસીબતમાંથી બહાર કાઢવામાં આવી હતી. લોટો ફસાતા મુશ્કેલીમાં મૂકાયેલી બીલાડીને છોડાવવા લોકોએ મદદ કરી હતી. લોકોએ તેના મોઢામાંથી લોટો કાઢતા આખરે છુટકારો મળતાં બિલાડીનો જીવ બચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મહિસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામનો આ વીડિયો હાવાની ચર્ચા છે. જ્યાં સ્થાનિકોએ આ ઘટનાની મજા પણ લીધી અને સાથે જ અબોલ જીવને બચાવી પણ હતી.

આ પણ વાંચો :-

 

 

સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ખેલાઈ ગયું ધિંગાણું, પાઈપ-ધારિયાથી હુમલામાં ૬ લોકો ઈજાગ્રસ્ત

0
  • પાટણમાં આવેલા બાલીસણા ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવા બાબતે રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી રહી છે.

લોખંડની પાઈપ, ધારીયા સહિતના હથિયારો વડે સામે સામે મારીમારીના બનાવ બાદ સવારથી અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. પોલીસ દ્વારા ફરી ગામમાં કોઈ છમકલુ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો જૂથ અથડામણમાં ૧૨ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જૂથ અથડામણમાં ૬ લોકો ઈજાગ્રસ્ત :

પાટણના બાલીસણા ગામમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે બે જૂથો વચ્ચે સ્થિતિ વણસી હતી. જેમાં અલગ-અલગ સમાજના જૂથો વચ્ચે રાત્રે વિવાદ બાદ મારા મારી થઈ હતી. જેમાં બંને જૂથના લોકોએ એકબીજા પર હથિયાર અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. ઘટનામાં બંને જૂથના ૬થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ધારપુર તથા પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ગામમાં જૂથ અથડામણને પગલે LCB, SOG સહિતનો પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્ય છે અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને પક્ષો દ્વારા સામ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાતા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા ૧૨ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો :-

 

 

ચાલુ ક્લાસે ધોરણ-૧૨નાં વિદ્યાર્થીનું મોત, મૃતદેહ જોઈને માતા- પિતા ચોધાર આસુંએ રડી પડ્યા

0
  • રાજકોટમાં ચાલુ શાળાએ ૧૨માં ધોરણના બાળકનું શંકાસ્પદ મૃત્યુ. લાલ બહાદુર શાસ્ત્રી શાળાના વિદ્યાર્થીનું બેભાન થયા બાદ મોત. પોસ્ટ મોર્ટમ બાદ સામે આવશે મોતનું કારણ.

ગઈ કાલે અરવલ્લીના મોડાસામાં ૨૦ વર્ષીય યુવકનું ક્રિકેટ રમતાં હાર્ટ એટેક આવતાં મોત નીપજયું હતું. ત્યારે આજે સવારે રાજકોટમાં ધોરણ-૧૨ના એક વિદ્યાર્થીનું ચાલુ ક્લાસમાં શંકાસ્પદ મોત નિપજ્યું છે. લાલબહાદુર સ્કૂલનો વિદ્યાર્થી ચાલુ ક્લાસમાં બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. વિદ્યાર્થીનું મોત હાર્ટ અટેક કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં તપાસ થશે. મૃતક વિદ્યાર્થી મુદિત નડિયાપરા ધો.૧૨ કોમર્સમાં અભ્યાસ કરત હતો. તેના પિતા સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીમાં જ ફરજ બજાવે છે. વ્હાલસોયાનો મૃતદેહ જોઈ તેના માતાપિતા ચોધાર આસુંએ રડી પડ્યા હતા.  જો કે હાર્ટ એટેક હવે એક ડરાવણી બીમારી બની ગઈ છે. ગુજરાતમાં રોજ કોઈને કોઈ ખૂણેથી કોઈના હાર્ટ એટેકથી મોતના સમાચાર આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૫થી ૭ વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનું કહેવું છે કે કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યાં છે. છેલ્લા ૧૦ દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. આ સીઝનની ઠંડી કેટલાક વર્ષો પછી અનુભવી છે. તેથી વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જોઈએ. જો વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જોઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જોઈએ.

આ પણ વાંચો :-

 

શું તમને પણ છે ટોયલેટમાં ફોન યુઝ કરવાની આદત ? તો સુધારી દેજો નહીંતર થશે મોટું નુકસાન

  • ઘણા લોકો ટોયલેટમાં પોતાની સાથે ફોન લઈને જતા હોય છે. પરંતુ તમારી આ આદત તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

શું તમે પણ એ લોકોમાંથી છો જે ટોયલેટમાં બેસીને ફોનનો ઉપયોગ કરે છે? જો હાં તો સાવધાન થઈ જાઓ તેનાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. ઘણા સમય પહેલા અમેરિકી બાથરૂમમાં મેગેઝીન રાખવામાં આવતા હતા. તેને સમયનો ઉપયોગ કરવાં પથી (વ્યક્તિનું નામ) પેટને સાફ કરવામાં વધારે સમય લાગવાની મજબૂરી પરંતુ મોટી સંખ્યામાં એવા લોકો હતા જે ટોયલેટમાં ન્યૂઝ પેપર કે ફોન લઈને જતા અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરતા હતા.

પરંતુ શું તમે જાણો છો કે આ આદતના ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે? આ ઘણા પ્રકારાના સંક્રમણના વારંવાર થવા અને બિમારીઓને પ્રોત્સાહન આપનાર આદત બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે જો તમે પણ આમ કરી રહ્યા છો તો હાલ જ આ આદતને છોડી દો.

શા માટે હાનિકારક છે આ આદત? 

હેલ્થ એક્સપર્ટ અનુસાર ટોયલેટની સીટ અને ત્યાં હાજર વસ્તુઓ જેવી કે ડોલ-ટબ પર લાખો વાયરસ બેક્ટેરિયા હોઈ શકે છે. જ્યારે તમે તેનો ઉપયોગ કર્યા બાદ ફોનને સ્પર્શ કરો છો તો હાથના માધ્યમથી બેક્ટેરિયા તમારા ફોન પર સ્પર્શે છે. તેનું એક જોખમ એવું પણ છે કે તમારો સ્માર્ટફોન શૌચમાં હાજર બેક્ટેરિયાથી દૂષિત થઈ શકે છે.

આ પ્રકારની એક સ્ટડીમાં સંશોધકોએ ફોનમાં ઈ.કોલાઈ અને અન્ય માઈક્રોબિયલની હાજરીની જાણકારી મેળવી. બ્રિટનની એક શોધ અધ્યયનમાં મળી આવ્યું કે સરેરાશ સ્માર્ટફોન સ્ક્રીન પર ટોયલેટ સીટથી પણ વધારે બેક્ટેરિયા હોઈ શકે છે.

બેક્ટેરિયાનો વાહક બની શકે છે તમારો ફોન :

સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે કે જે ફોન તમે ટોયલેટથી બહાર લઈને આવો છો તેનો જો ટેસ્ટ કરવામાં આવે તો આ કિટાણુઓનું ઘર હોય તેવું દેખાશે. આપણે આપણા હાથને તો ધોઈ લઈએ છીએ પરંતુ ફોનને સાફ નથી કરતા. એવામાં લાંબા સમય સુધી જર્મ્સ ફોનની સ્ક્રીન પર રહી શકે છે અને જ્યારે જ્યારે તેના પર હાથ લગાવે છે તો તેના માધ્યામથી તે નાક અને મોંઢાના રસ્તે પેટમાં જઈ શકે છે.

કબજીયાતનો પણ વધી જાય છે ખતરો :

ટોયલેટમાં લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાના કારણે કબજીયાતનો ખતરો થઈ શકે છે. કારણ કે તમારૂ શરીર બાથરૂમમાં ખૂબ લાંબા અને અપ્રાકૃતિક સમય સુધી બેસ્યા રહેવાની ટેવ પાડી લે છે. તેના ઉપરાંત વોશરૂમમાં ૩૦ મિનિટ કરતા વધારે બેસી રહેવાના કારણે તે મસા જેવી સમસ્યા પણ ઉભી કરી શકે છે.

આ પણ વાંચો :-

બાબા બાગેશ્વરનું વિવાદિત નિવેદન ! કહ્યું કે સિંદૂર ન હોય એટલે એવું થાય કે આ…….

0
  • પરિણિત સ્ત્રીઓ પર બાબા બાગેશ્વરનાં વિવાદિત નિવેદનને સાંભળીને સોશિયલ મીડિયામાં લોકો ભડકી ઉઠ્યાં છે. કહ્યું,’તે સંત કે કથાવાચક ન હોઈ શકે’

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનાં નિવેદનોને કારણે મોટાભાગે ચર્ચાનો વિષય બનતા હોય છે. હાલમાં જ એક પ્રવચન દરમિયાન બાબા બાગેશ્વરની વિવાદસ્પદ ટિપ્પણીને લીધે મહિલાઓ સહિત જનતા રોષે ભરાયા હતાં. તેમણે કહ્યું કે માની લો કે, ‘માંગમાં સિંદૂર ન ભરેલ હોય અને , ગળામાં મંગળસૂત્ર ન પહેરેલ હોય તો આપણે લોકો શું સમજીએ કે ભાઈ આ પ્લોટ હજુ પણ ખાલી છે.’

તેમની આ વિવાદસ્પદ ટિપ્પણી બાદ અનેક લોકો ટવિટર પર બાબાનાં આ વીડિયોની સાથે લખી રહ્યાં છે કે આવી વાતો કરનારા સંત કે કથાવાચક ન હોઈ શકે. અનેક મહિલાઓએ બાબાનું આ નિવેદન સાંભળ્યાં બાદ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

“શરમ આવે છે કે કેવા સમાજમાં અમે મહિલાઓ રહીએ છીએ”

આ વીડિયોમાં બાબા બાગેશ્વર આગળ કહે છે કે, ‘…અને જો માંગમાં સિંદૂર ભરેલ હોય, ગળામાં મંગળસૂત્ર લટકતું હોય તો આપણે લોકો દૂરથી જ જોઈને સમજી જાઈએ છીએ કે રજિસ્ટ્રી થઈ ચૂકી છે.’ બાબાની આ ટિપ્પણી સાંભળીને ટવીટર યૂઝર સુજાતા લખે છે કે અમને પણ જાણવું છે કે કયાં-ક્યાં પ્લોટ ખાલી છે. પહેરો તમે પણ મંગળસૂત્ર અને ભરો માંગ. એક કાયરને બાબા બનાવી દેવામાં આવ્યું છે. શરમ આવે છે કે કેવા સમાજમાં અમે મહિલાઓ રહીએ છીએ. ખરેખર ભાગ્યહીન છીએ.’

“રામજીનાં પાલતૂનાં ગળામાં કંઠી હોય છે”

વીડિયોમાં એક ભાગમાં બાબા કહે છે કે , ‘ડોગ ૨ પ્રકારનાં હોય છે. એક હોય છે પાલતૂ અને બીજો હોય છે ફાલતૂ. પાલતૂનાં ગળામાં પટ્ટો હોય છે તેવી જ રીતે જે રામજીનાં પાલતૂ હોય છે તેના ગળામાં કંઠીમાળા હોય છે.’

આ પણ વાંચો :-

રિલ્સ બનાવવાની ઘેલછામાં ઓવરબ્રિજની પાળી પર ચાલીને યુવકે રિલ્સ બનાવી

0
  • સોશિયલ મીડિયાના આ સમયમાં લોકો છવાઈ જવા માટે ભલ ભલા ગતકડાં કરતાં હોય છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજની પાળી પર એક યુવકે ચાલીને પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. યુવકને પાળી પર ચાલતાં જોઈને નીચે ઉભેલા લોકોના જીવ પણ અધ્ધર થઈ ગયાં હતાં.

સુરતમાં ફરી રિલ્સ બનાવવાનું યુવાનને ઘેલું લાગ્યું હોવાનું સામે આવ્યું હતું. વીડિયો હાલ સુરતના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. વાયરલ વીડિયોમાં યુવાન બ્રિજની પાળી પર ચઢી રિલ્સ બનાવી રહ્યો હતો. જીવના જોખમે રિલ્સ બનાવતા યુવાનનો વીડિયો રાહદારીએ મોબાઈલમાં કંડાર્યો હતો.

સમી સાંજના સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પાંડેસરા પિયુષ પોઈન્ટના ફ્લાયઓવર બ્રિજનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયો અંગેની ગુજરાત ગાર્ડિયન પૃષ્ટિ કરતું નથી. વીડિયો પોલીસ માટે તપાસનો વિષય હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :-

ડાકોર મંદિરમાં જ ઢળી પડ્યો વ્યક્તિ, પોલીસ દેવદુત બનીને આવી અને…

0
  • સ્વાસ્થય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં પોલીસ જવાનોને CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે સીપીઆરની તાલીમ હવે ખરા અર્થમાં જીવન રક્ષક સાબિત થઈ રહી છે.

ડાકોર મંદિર બહાર એક વ્યક્તિને હાર્ટ એટેક આવતા પોલીસે સીપીઆર આપીને જીવન બચાવી લીધું છે. ડાકોર મંદિરની બહાર એક દર્શનાર્થી ભક્તને હાર્ટ એટેક આવતા અચાનક મંદિરમાં જ પડી ગયા હતા.

જો કે ઘટના સ્થળે હાજર PSI અને હેડ કોન્સ્ટેબલે તેમને સીપીઆર આપ્યું હતું. પ્રાથમિક રીતે સીપીઆર મળતા વ્યક્તિનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવાયું હતું. તેમનો પરિવાર પણ ઘટના અંગે માહિતી મળતા દોડી આવ્યો હતો અને તેમણે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને પીએસઆઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચોંકાવનારી રીતે વધારો થયો છે. તેવામાં જરૂરી છે કે દરેક નાગરિકને સીપીઆર અંગે માહિતી હોય. જેથી આવી સ્થિતિમાં જો કોઈ હાર્ટ એટેક પીડિત વ્યક્તિને જો સમયસર સીપીઆર મળી જાય તો તેને બચાવી શકાય. કેટલાક કિસ્સાઓમાં સીપીઆર નહી મળવાનાં કારણે પણ મોત નિપજ્યાં હોવાની શક્યતાઓ છે. જેને જોતા જરૂરી છે કે દરેક નાગરિકને સીપીઆર અંગેની માહિતી હોય.

આ પણ વાંચો :-

સાળંગપુર હનુમાનજીનું વિશાળ સ્વરૂપ હવે આ જગ્યાએ જોવા મળશે, બજરંગ બલીની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ

0
  • આણંદમાં ઉમરેઠનાં ઓડમાં સંકટમોચન હનુમાનજી ભગવાનની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.

આણંદનાં ઉમરેઠનાં ઓડ ગામે ૩૯ ફૂટ ઉંચી હનુમાનજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. સાળંગપુરનાં કષ્ટભંજન દેવની પ્રતિકૃતિ ઓડ ગામમાં જોવા મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઓડ ગામના જાહેર રસ્તા પર વિશાળ હનુમાનજી મૂર્તિ સૌનું ભક્તિનું કેન્દ્ર બન્યો છે.

સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ  :

ઓડમાં બિરાજીત સંકટમોચન હનુમાનજી ભગવાનની ૩૯ ફૂટ ઊંચી મૂર્તિનું સંતો-મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ મંગલ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા જિલ્લાના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભક્તિમય માહોલ  :

૧૦ માસના ટૂંકા ગાળામાં ૩૯ ફૂટ ઉંચી સંકટમોચન હનુમાનજીની મૂર્તિ તૈયાર કરાઈ છે. ભગવાનની મૂર્તિના અનાવરણ પ્રસંગે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અત્રે જણાવીએ કે ઓડ ગામમાં આ મૂર્તિના અનાવરણને લઈ ગ્રામજનોમાં પણ ભક્તિમય માહોલ વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-