Home Blog Page 1028

લોન્ચ થશે OLA નું સૌથી સસ્તું સ્કૂટર S1 Air, માત્ર  ₹999 માં કરાવી શકો છો બુક

0
  • કંપનીએ આજે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જાણકારી આપી છે કે OLA S1 Air જુલાઈમાં લોન્ચ થવાનું છે. જેની શરૂઆતી કિંમત 1.09 લાખ રૂપિયા હશે.

OLA S1 Air To Be Arrival Soon : ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવનારી દેશની દિગ્ગજ કંપની ઓલા (OLA)પોતાના ગ્રાહકો માટે સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની છે. સ્કૂટરનું નામ OLA S1 Air.આ કંપનીનું સૌથી સસ્તું ઈલેક્ટ્રિક સ્કૂટર હશે. આ પહેલા કંપનીના પોર્ટફોલિયોમાં જે 2 ઈલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) OLA S1, OLA S1 Pro હાજર છે.

જેની કિંમત 1.29 લાખ અને 1.39 લાખ રૂપિયા છે. કંપનીએ આજે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જાણકારી આપી છે કે OLA S1 Air જુલાઈમાં લોન્ચ થવાનું છે. તેની શરૂઆતી કિંમત 1.09 લાખ રૂપિયા જણાવવામાં આવી છે.

999 રૂપિયામાં કરાવી શકો છો રિઝર્વ :

કંપનીએ પોતાની વેબસાઈટ દ્વારા જણાવ્યું છે કે આ સ્કૂટરને માત્ર 999 રૂપિયાની કિંમતથી રિઝર્વ કરાવી શકો છો. જો તમે પણ આ ઈલેક્ટ્રિક સ્કૂટરને ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો માત્ર 999 રૂપિયામાં બુક કરાવી શકો છો. આ સ્કૂટરની શરૂઆતી કિંમત એક્સ-શોરૂમ 1.09 લાખ રૂપિયા છે.

OLA S1 Air : રેન્જ અને ટોપ સ્પીડ :

કંપનીએ પોતાની વેબસાઈટ પર જાણકારી આપી છે કે સ્કૂટરની સર્ટિફાઇડ રેન્જ 125 કિલોમીટર છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સ્કૂટર 4 કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. આ સિવાય સ્કૂટરમાં 34 લીટરની બૂટ સ્પેસ આપવામાં આવશે.

આ સ્કૂટરમાં 7 ઈંચનું ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. તેનું સ્ક્રીન રિઝોલ્યૂશન 800*480 છે. સ્કૂટરના હેડલેમ્પ્સ અને ટેલલેમ્પ્સ  LED સાથે આવે છે. આ સ્કૂટર ઈકો, નોર્મલ અને સ્પોર્ટ્સ ડ્રાઈવ સાથે આવે છે. સ્કૂટર 4.5 કિલોવોટનો પીક જનરેટ કરે છે. 3 કિલોવોટ પ્રતિ કલાકની બેટરી કેપેસિટી છે. 165 એમએમનું ગ્રાઉન્ડ ક્લીયરેન્સ છે.

આ પણ વાંચો :-

૧૯ જુલાઈ / વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેજો, નહીંતર બોલવામાં બાવાનાં બેય બગડશે, આ રાશિના જાતકો સાચવે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ:
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ ઉત્સાહ વધતો જણાય. જૂના રોકાણોથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ:
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુન:
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈબહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાનસુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે.

કર્ક:
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતા, ટ્રાવેલિંગ, દલાલ, પ્રાણીઓ, પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહ:
રોગ પ્રતિકાર શક્તિ નબળ પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યા:
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા:
વિચારવાયુંનું પ્રમાણ વધે. વિલંબે કાર્ય સફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિક:
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મનદુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન:
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકર:
આજે આપે પત્નીની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નીએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ:
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ.

મીન:
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

ટોલ બૂથ પર મહિલાની ગુંડાગીરી ! મહિલા કર્મીના વાળ ખેંચ્યાં, ખુરશી પરથી ફેંકી

0
  • ગ્રેટર નોઈડાના એક ટોલ પ્લાઝામાં એક મહિલાનો મહિલા ટોલ કર્મચારીને વાળ ઝાલીને ખુરશી પરથી નીચે ફેંકવાનો વીડિયો વાયરલ થયો છે.

પૈસા આપવાનું કોને ગમે ? પૈસા માગતા ભડકેલી એક મહિલાએ મહિલા ટોલ કર્મચારીને ઝાલીને ખુરશી પરથી નીચે ફેંકી દીધી હતી. મહિલાની ગુંડાગીરી હવે વીડિયોમાં સામે આવી છે. ગ્રેટર નોઈડામાં લુહારલી ટોલ પ્લાઝામાં મહિલા ટોલ કર્મચારી સાથે ગેરવર્તનનો વધુ એક મામલો સામે આવ્યો છે.

એક મહિલા ટોલ કર્મચારી દ્વારા એક મહિલાને માર મારવામાં આવ્યો છે અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આરોપ છે કે ટોલના પૈસા આપવાનું કહેતા મહિલા બૂથમાં ઘુસી ગઈ હતી અને મહિલા કર્મચારીને ઝૂડવા લાગી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલાને કસ્ટડીમાં લીધી છે. આ ઘટના દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારના લુહારલી ટોલ પ્લાઝાની છે.

મહિલા ટોલકર્મી સાથે મારપીટ અને દુષ્કર્મનો આ ૪૯ સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ટોલ પ્લાઝા પર આરોપી મહિલાએ ટોલ કેબિનમાં ઘૂસીને મહિલા કર્મચારીને ધમકાવી, વાળ ઝાલીને ખેંચ્યાં તે ઉપરાંત તેનું મોઢું દબાવ્યું અને પછી તેને ખુરશી પરથી નીચે ફેંકી દીધી હતી. મહિલા મહિલા કર્મચારીને માર મારી રહી હતી. ત્યારે બૂથ બહાર લોકોની ભીડ જામી હતી. જેમાંના કેટલાકે આગળ આવીને ગૂંડી મહિલાને બહાર કાઢી હતી.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશી યુવતીએ હિન્દુ બની અજય સાથે લગ્ન કર્યા,  બાંગ્લાદેશ લઈ ગઈ પછી તો….

  • ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી સીમા હૈદર જેવો એક કેસ સામે આવ્યો છે. જ્યાં બાંગ્લાદેશથી આવેલી જુલીએ હિન્દુ બનીને અજય સાથે લગ્ન કર્યા અને પછી તેને બાંગ્લાદેશ લઈને જતી રહી. પછી જે થયું…

પાકિસ્તાનથી નેપાળના રસ્તે ભારત આવેલી પાકિસ્તાની મૂળની મહિલા સીમા હૈદર અને સચિન મીણાનો કેસ હાલ ચર્ચામાં છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી એક એવો કેસ સામે આવ્યો છે. કે હચમચી જશો. સીમા હૈદરની જેમ જ બાંગ્લાદેશની જુલીને ભારતના ટેક્સી ડ્રાઈવર અજય સાથે ફેસબુક પર પ્રેમ થયો અને ચેટિંગ કરતા કરતા ભારતના મુરાદાબાદ પોતાની ૧૧ વર્ષની પુત્રી હલીમા સાથે પહોંચી ગઈ. ત્યારબાદ જુલીએ ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ બની ગઈ અને સાથે જ હિન્દુ રીતિ રિવાજથી અજય સાથે લગ્ન કર્યા.

લગ્નના એક વર્ષ બાદ પતિને બાંગ્લાદેશ લઈ ગઈ :

લગ્નના એક વર્ષ બાદ એટલે કે લગભગ 3 મહિના પહેલા પતિ અજય સાથે વિઝા રિન્યુઅલનું બહાનું બનાવીને તેને બોર્ડ સુધી લઈ ગઈ. પરંતુ ત્યારબાદ તે વિઝા અને પાસપોર્ટ વગર જ ભારતના અજયને બાંગ્લાદેશ લઈ ગઈ. એસએસપી ઓફિસ પહોંચેલી અજયની માતા સુનિતાનો આરોપ છે કે વહુ જુલી પુત્રને ખોટી રીતે બોર્ડર પાર લઈ ગઈ.

અજયનો લોહીથી લથપથ ફોટો સામે આવ્યો :

અજયની માતા સુનિતાએ જણાવ્યું કે પુત્રનો કોલ આવ્યો અને પૂછ્યું કે મા શું કરી રહી છે. ત્યારબાદ કોલ કપાઈ ગયો. ત્યારબાદ ૨ મિનિટ પછી અજયનો લોહીથી લથપથ ફોટો સામે આવ્યો. ગભરાયેલી સુનિતાએ મુરાદાબાદના એસએસપી કાર્યાલય પહોંચીને પુત્રને સહી સલામત ભારત પાછા લાવવા માટે મદદની ગુહાર લગાવતા પ્રાર્થના પત્ર આપ્યો.

૦૪ દિવસ પહેલા આવ્યો હતો લોહીથી લથપથ ફોટો :

બાંગ્લાદેશ પહોંચીને અજય તેની માતા સુનિતા સાથે ફોન પર વચ્ચે વચ્ચે વાત કરતો રહ્યો. પરંતુ ૪ દિવસ પહેલા અજયે તેની બહેનને ફોન કરીને પોતે મુસીબતમાં હોવાનું જણાવીને થોડા પૈસા માગ્યા. ત્યારબાદ માતાને કોલ કરીને હાલ જાણ્યા. પછી તરત ફોન કાપી નાખ્યો. પછી તે નંબરથી એક ફોટો આવ્યો. જેમાં અજય લોહીથી લથપથ જોવા મળી રહ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ પોલીસ કેસની તપાસમાં લાગી છે.

દાગીના પણ લઈ ગઈ :

અજયની માતાનું કહેવું છે કે અજય અને જુલીના લગ્ન ગત વર્ષે થયા હતા. તેમનો આરોપ છે કે બંનેના લગ્નમાં જે દાગીના બનાવવામાં આવ્યા હતાં. વહુ તે પણ તેની સાથે લઈ ગઈ. હવે  ફોટો સામે આવ્યા બાદ અજય સાથે સંપર્ક થઈ શકતો નથી.

આ પણ વાંચો :-

સરકારી ભરતીમાં ટોપરે વીડિયો બનાવી કહ્યું, હાં મે આપ્યાં હતાં…….

0
  • મધ્યપ્રદેશમાં આયોજીત થયેલી પટવારીની પરીક્ષામાં થયેલા ગોટાળાના સમાચારોની વચ્ચે છઠ્ઠા નંબરની ટોપરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

કોંગ્રેસ પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલો વીડિયો ટોપરે પોતે સ્વિકાર કર્યો છે કે તેના પરિવારે ૧૫ લાખ રૂપિયા ચુકવીને પરીક્ષામાં સિલેક્શન મેળવ્યું છે. આ ઉપરાંત તેણે લોકોને ખાસ અપીલ પણ કરી છે.

મધ્યપ્રદેશમાં પટવારીની પરીક્ષામાં ગોટાળાના આરોપો વચ્ચે પરીક્ષામાં છઠ્ઠા નંબર પર રહેલી મધુલતા ગડવાલે વીડિયોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. મધુલતા ગડવાલે એક વીડિયો બહાર પાડીને કહ્યું કે તેમણે તેમના પરિવારે ૧૫ લાખ રૂપિયા આપીને સિલેક્શન લીધું છે. આ વીડિયો કોંગ્રેસ પાર્ટીના હવાલાથી બહાર પાડવામાં આવ્યો છે.

વાયરલ વીડિયોમાં મધુલતા નામની યુવતીએ દાવો કર્યો કે, તેમનું નામ મધુલતા ગડવાલ છે. મારા પિતાનું નામ લાલપતિ રામ છે. તેમણે આગળ કહ્યું કે, મારા અંગે ચર્ચા ચાલી રહી છે કે હું ૧૫ લાખ આપ્યા તો તેના પર હું કહેવા માંગુ છું, હા મે ૧૫ લાખ આપ્યા.

ગુરૂવારે પટવારીની પરીક્ષાના પરિણામની જાહેરાત બાદ આરોપ લગાવાયો હતો કે મોટા ભાગના ટોપર એક જ કોલેજમાંથી આવ્યા છે. જે અંગે શંકા વ્યક્ત કરાઈ અને ત્યાર બાદ સમગ્ર મામલે એક પછી એક બાબતો સામે આવી રહી હતી. વિદ્યાર્થીઓએ માંગ કરી કે ટોપર લિસ્ટ ઈશ્યું હોય અને કોણે ક્યાં પેપર આપ્યા તે અંગે પણ માહિતી આપવામાં આવે.

૧૦ જુને ટોપર લિસ્ટ ઈશ્યું કરવામાં આવે. ત્યારે માહિતી મળશે કે ટોપ ૧૦ માંથી ૭ ઉમેદવારોએ ગ્વાલિયરની એનઆરઆઈ કોલેજમાંથી પરીક્ષા આપી હતી. ત્યાર બાદ પરીક્ષા પર સવાલ ઉઠવા લાગ્યા હતા. ૧૩ જુલાઈએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રદર્શનો થયા હતા.

આ પણ વાંચો :-

 

પોલીસ કાયદાનું પાલન કરાવવામાં ભાન ભૂલી ! યુવકને ઈલેક્ટ્રિક પોલ સાથે બાંધીને માર મારવાનો વીડિયો થયો વાયરલ

0
  • ગુનેગારોને કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની છે. પરંતુ ગુનેગારોને કાયદાનું પાલન કરાવવામાં જો પોલીસ કાયદો તોડવાનું શરૂ કરે તો તેમની સામે પગલાં કોણ લેશે ?

આ સવાલ એટલા માટે છે કારણ કે સુરત પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને પોલીસકર્મીઓ એક વ્યક્તિને ઈલેક્ટ્રીક પોલ સાથે બાંધીને માર મારી રહ્યા છે.વાઈરલ વીડિયો સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનનો જણાવાઈ રહ્યો છે. આ વીડિયો અહીં કાયદાકીય ધોરણોને પગલે દર્શાવી શકાયો નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ૨-સ્ટાર ખાખી વર્દીમાં એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર હાથમાં લાકડી પકડે છે. જ્યારે સિવિલ ડ્રેસમાં અન્ય ત્રણ પોલીસકર્મીઓ એક વ્યક્તિનો હાથ પકડે છે. યુનિફોર્મધારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર તેના સિવિલ ડ્રેસમાં પોલીસકર્મીઓને વાદળી શર્ટ પહેરેલા માણસનો પગ ઊંચો કરવા કહે છે અને પછી પોલીસકર્મીઓ તે માણસનો એક પગ ઊંચો કરે છે.

ઈલેક્ટ્રિક પોલની ફરતે વીંટળાયેલા અન્ય પોલીસકર્મીઓ તેના બંને હાથ પકડીને ખેંચે છે. તેને અને પછી તરત જ ખાકી વર્દીમાં આવેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરે તેના પર લાઠીઓ વરસાવવાનું શરૂ કર્યું. પોલીસ સબ ઈન્સ્પેક્ટરે તેને બે ડંડા મારતાની સાથે જ તે વ્યક્તિ નીચે પડી ગયો અને રડવા લાગ્યો.

પોલીસ દ્વારા માર મારનાર આ વ્યક્તિ કહે છે. એ છે કે હવે હું આવું નહીં કરું દાદા, હવે હું આવું નહીં કરું દાદા. આમ છતાં ફરીથી સિવિલ ડ્રેસમાં સજ્જ પોલીસકર્મીઓએ તે વ્યક્તિને જમીન પરથી ઉપાડ્યો અને ફરીથી તેને ઈલેક્ટ્રીક પોલ પાસે ખેંચીને ઉભો કરી દીધો.

પોલીસ સબ-ઈન્સ્પેક્ટરે તેના પર ફરી ત્રણ વાર લાકડીઓ વરસાવવાનું શરૂ કર્યું. આ પછી પોલીસ દ્વારા માર મારનાર વ્યક્તિ બેભાન અવસ્થામાં જમીન પર પડી જાય છે.જે પછી પોલીસકર્મીઓ તેને ફરીથી ઉભો કરવાનો પ્રયાસ કરે છે. આમાં ૩૦ સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે પણ ગુજરાત ગાર્ડિયન આ વિડિયોની પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચો :-

 

ગુજરાતના આ શહેરમાં ૧૦ દિવસ માટે લાગ્યો પાણીપુરી પર પ્રતિબંધ

0
  • હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ પર ૧૦ દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ પર ૧૦ દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને સૂચના આપી છે કે જો શહેરમાં પાણીપુરીનું વેચાણ કરવામાં આવશે તો તેમની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે જે સ્થળો પર પાણીપુરીનું વેચાણ થઈ રહ્યું હતું. ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારબાદ આજે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

 

 

મહિલા અધિકારીએ પહેલી જ પોસ્ટિંગમાં લાંચ માગી, ACBના છટકામાં રંગે હાથ પકડાઈ ગયા

0
  • હજારીબાગ એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમ સરકારી મહિલા અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધી. મહિલા અધિકારીનું નામ મિથાલી શર્મા હોવાનું સામે આવ્યું છે.

ઝારખંડના કોડેર્મામાં ૮ મહિના પહેલા કો-ઓપરેટિવ વિભાગમાં આસિસ્ટન્ટ રજીસ્ટ્રારના પદ પર કાર્યરત હતી. આ તેમનું પ્રથમ પોસ્ટિંગ હતું. પહેલા પોસ્ટિંગમાં જ મહિલા ઓફિસર આ રીતે લાંચ લેતા પકડાતા ભારે ચકચાર મચી છે.

અધિકારી મિથાલી શર્માની હજારીબાગ ACB દ્વારા ૭ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેમના લાંચ લેતા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધરપકડ બાદ હાલ મિથાલી શર્માને ACBની ટીમ વધુ કાર્યવાહી માટે લઈ ગઈ છે અને લાંચના મામલાની તપાસ ચાલી રહી છે.

ઘટના વિશે જણાવતા ACB અધિકારીએ કહ્યું કે મિથાલી શર્માએ કોડમાં વ્યાપાર સહયોગ સમિતીમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું અને કેટલીક અનિયમિતતા જોવા મળી હતી. જે બાદ તેમણે સત્તાધિકારીઓ પર પગલાં ન લેવા માટે તેમની પાસેથી રૂ. ૨૦,૦૦૦ની લાંચની માગણી કરી હતી. જોકે સંસ્થાના સભ્ય રામેશ્વર યાદવ લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ACB DGને આ અંગે ફરિયાદ કરી હતી.

ACBની ટીમે તપાસ બાદ પુષ્ટિ કરી કે મિથાલી શર્માએ કમિટી પાસેથી રૂ. ૨૦,૦૦૦ની લાંચની માગણી કરી છે. આથી તેમની સામે કેસ નોંધીને ટ્રેપ ગોઠવવામાં આવી. જુલાઈ ૭ના રોજ સર્વેલન્સ ટીમ મિથાલી શર્માને લાંચનો પહેલો હપ્તો રૂ. ૧૦,૦૦૦ લેતા રંગેહાથ પકડી લીધા હતા.

આ પણ વાંચો :-

મોતને નોતરી શકે છે આવાં સ્ટંટ ! ચાલુ બાઈકે ખુલ્લાં હાથે સ્ટંટ કરતા યુવકનો Video વાયરલ

0
  • સુરતમાં ફરી જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક ચાલુ બાઇકે જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે.

આજકાલ યુવાનો સ્ટંટના રવાંડે ચઢ્યા છે. ક્યારેક બાઈક પર તો ક્યારેક બીજી રીતે સ્ટંટ કરતાં જોવામાં આવે છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર આજકાલ સ્ટંટના કેટલાય વીડિયો વાયરલ થાય છે. રોડ પર ખતરનાક સ્ટંટ કરવો જીવલેણ બની શકે છે.

તેની ખબર હોવા છતાં પણ યુવાનો અટકતા નથી અને અવારનવાર રોડ પર સ્ટંટની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાંથી ફરી જોખમી સ્ટંટનો વીડિયો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવક ચાલુ બાઈક પર જોખમી સ્ટંટ કરી રહ્યો છે.

ચાલુ બાઇકે જોખમી સ્ટંટ કરી રહ્યો છે યુવક :

સુરતમાં અવાર નવાર સ્ટંટ કરતાં વીડિયો વાયરલ થાય છે. ત્યારે આજે ફરી સુરતમાંથી બાઈક સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક જોવા મળી રહ્યો છે. આ યુવક ચાલુ બાઈકે જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે. યુવક બાઈક પર ઉભા રહીને સ્ટન્ટબાજી કરી રહ્યો છે. આ યુવક પોતાનો તો જીવ જોખમમાં મુકી જ રહ્યો છે સાથે અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મુકી રહ્યો છે.

પોલીસે હાથ ધરી તપાસ :

આ વીડિયો પારલે પોઈન્ટ વિસ્તારોનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે આ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે બાઈકના નંબરના આધારે યુવકને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :-

મેઘરાજાની બીજી ઈનિંગની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી, સુરત થયું પાણી પાણી

0
  • સુરતના અઠવાગેટ, સિટી લાઈટ, રાંદેર સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ. ફરી મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર. શેરડી અને ઉભા પાકને થઈ શકે છે ફાયદો. ભારે બફારામાંથી લોકોને રાહત મળી રાહત.

આજથી અધિક માસનો પ્રારંભ થયો છે અને અધિક માસના પ્રારંભે જ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. ગુજરાતમાં આજથી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે હવે શરૂઆત દક્ષિણ ગુજરાતથી થઈ ગઈ છે. આજે સવારથી જ સુરતના અઠવાગેટ, સિટી લાઈટ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ફરી મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. કારણે આ વરસાદથી શેરડી અને ઉભા પાકને ફાયદો થઈ શકે છે. તો બીજી તરફ ભારે બફારામાંથી લોકોને રાહત મળી છે.

થોડા વરસાદમાં સુરત પાણીમાં ગરકાવ :

હવામાન વિભાગની દ.ગુજરાત માં ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. પરંતું થોડા વરસાદમાં સુરતમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે. સામાન્ય વરસાદમાં જ સુરતમાં અનેક જગ્યાઓએ પાણી ભરાયાં છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના ઉધના ચાર રસ્તા પર પાણી ભરાયાં છે.

આ પણ વાંચો :-