Home Blog Page 1028

હવે Maruti Wagon R છોડો, એટલી જ કિંમતમાં ખરીદો આ ૦૭-સીટર કાર !

0
  • જો તમે ઓછા બજેટને કારણે મારુતિ સુઝુકી વેગનઆર ખરીદવા જઈ રહ્યા છો પરંતુ તમારો પરિવાર મોટો છે તો થોડી રાહ જુઓ કારણ કે તમને આ બજેટમાં ૦૭-સીટર કાર મળી શકે છે.

જો તમે ઓછા બજેટને કારણે મારુતિ સુઝુકી વેગનઆર ખરીદવા જઈ રહ્યા છો પરંતુ તમારો પરિવાર મોટો છે તો થોડી રાહ જુઓ કારણ કે આ બજેટમાં તમને ૭-સીટર કાર પણ મળી શકે છે. WagonRની કિંમત રૂ.૫.૫૪ લાખથી શરૂ થાય છે અને રૂ.૭.૩૦ લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તમે રેનો ટ્રાઈબર સમાન કિંમતમાં ખરીદી શકો છો. ટ્રાઈબરની કિંમત રૂ.૬.૩૩ લાખથી શરૂ થાય છે અને રૂ. ૮.૯૭ લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. આ ૭ સીટર કાર છે.

ટ્રાઈબર ૮૪ લિટર બૂટ સ્પેસ આપે છે. જેને ત્રીજી હરોળની સીટો ફોલ્ડ કરીને ૬૨૫ લિટર સુધી વધારી શકાય છે. તેમાં પાંચ મોનોટોન અને પાંચ ડયુઅલ ટોન કલર વિકલ્પો ઉપલબ્ધ છે. ટ્રાઈબર 1.0-લિટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. જે 72 PS પાવર અને 96 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેમાં ૫-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT ગિયરબોક્સનો વિકલ્પ મળે છે.

ફીચર્સ વિશે વાત કરીએ તો, ટ્રાઈબરને 8 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. જે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તે 6-વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED ટર્ન ઈન્ડિકેટર્સ અને સ્ટીયરિંગ માઉન્ટેડ મ્યુઝિક અને ફોન કંટ્રોલ મેળવે છે.

તેમાં બીજી અને ત્રીજી રો માટે એસી વેન્ટ, પુશ બટન સ્ટાર્ટ-સ્ટોપ, સેન્ટર કન્સોલમાં કૂલ્ડ સ્ટોરેજ અને ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર્સ પણ મળે છે.

આ પણ વાંચો :-

ફેસબુકમાં વીડિયો માટે અલગ ફીચર્સ, હવે એડિટિંગ વધુ સારૂ બનશે, રીલ્સ બનશે અદ્દભૂત

0
  • મેટાએ ફેસબુકમાં વીડિયો ફીચર્સ માટે અનેક અપગ્રેડની જાહેરાત કરી છે. હવે યુઝર્સને રિફાઈન્ડ એડિટિંગ ટૂલ્સ મળશે.

ઉપરાંત હવે યુઝર્સ HDR વીડિયો અપલોડ કરી શકશે અને હવે જૂના વોચ ટેબને બદલે વીડિયો ટેબ દેખાશે. આવો જાણીએ વિગતો.

નવા એડિટિંગ ટૂલ્સ યૂઝર્સ વિડિઓઝમાં મ્યુઝિક, ફિલ્ટર્સ અને અન્ય ઈફેક્ટ ઉમેરી શકશે. આ ઉપરાંત યુઝર્સ હવે વીડિયોને કટ અને ટ્રિમ કરી શકશે અને ટાઇટલ અને કેપ્શન ઉમેરી શકશે.

નવા વીડિયો ટેબ દ્વારા તમે ફેસબુક પર સરળતાથી વીડિયો શોધી અને જોઈ શકશો. કંપની જૂની ઘડિયાળ ટેબને નવી સાથે બદલી શકશે. ટૂંક સમયમાં તે શોર્ટકટ બારમાં પણ દેખાશે.

મેટાના જણાવ્યા અનુસાર તે વીડિયો માટે વન સ્ટોપ તરીકે કામ કરશે. જ્યાં રીલ્સ, લાંબા ફોર્મના વીડિયો અને લાઈવ કન્ટેન્ટ ઉપલબ્ધ હશે. આ વીડિયો ઓપ્શન એન્ડ્રોઈડ એપમાં સૌથી ઉપર અને iOSમાં સૌથી નીચે દેખાશે.

કંપનીએ એ પણ માહિતી આપી છે કે યુઝર્સને ફેસબુક ફીડમાં રીલ્સ એડિટિંગ ટૂલ્સ પણ મળશે. આની મદદથી યુઝર્સ એપમાંથી વીડિયો એડ કરતી વખતે સીધા જ વીડિયોમાં ઓડિયો, ટેક્સ્ટ અને મ્યુઝિક એડ કરી શકશે. મેટાએ ઘણા એડિટિંગ વિકલ્પો પણ ઉમેર્યા છે. લાઈક યુઝર્સ હવે ક્લિપની સ્પીડ વધારી શકશે. ઉપરાંત તમે તેને ઉલટાવી અથવા બદલી શકશો. આ સાથે તમે ઓડિયોને પણ કસ્ટમાઈઝ કરી શકશો.

યુઝર્સ હવે ફોનમાંથી HDR વીડિયો પણ અપલોડ કરી શકશે. તમને જણાવી દઈએ કે મેટા ઘણા સમયથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સને લોક

પ્રિય વીડિયો ફોર્મેટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. માર્ચમાં ફેસબુકે 60 સેકન્ડની રીલ્સ લિમિટ વધારીને 90 સેકન્ડ કરી હતી.

આ પણ વાંચો :-

૨૨ જુલાઈ / રાજકાજમાં વિજય, જમીન-વાહન લેવા માટે સારો સમય, આ રાશિના જાતકોના શુક્રવારે ધાર્યા કામ થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ
આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદમાં વૃધ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારું મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ
નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ
ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ
ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઈ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નિ સુખમાં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ
દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખૃહાડકા નબળા થતા જણાય.

કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

બોલીવુડમાં નવો ક્રેઝ. ! ઈલિયાના ડિક્રૂઝ જ નહીં આ અભિનેત્રી પણ લગ્ન વગર બીજી વખત બનશે માં

  • ઈલિયાના ડિક્રૂઝ બાદ આ એક્ટ્રેસ પણ વગર લગ્ને બીજી વખત પ્રેગનેંટ થઈ છે. ઈંસ્ટાગ્રામ પર બેબી બંપવાળો ફોટો પોસ્ટ કરીને ફેંસને આપી માહિતી.

મોટાભાગે ફિલ્મ સ્ટાર્સ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરે છે. કેટલાક સેલિબ્રિટિઝ લગ્ન વગર માતા-પિતા બનવાનું નક્કી કરે છે. ઈલિયાના ડિક્રૂઝે જ્યારે સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લોન્ટ કરતાં પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. હવે ગેબ્રિએલા ડિમેટ્રિએડસ કે જે ઘણાં વર્ષોથી બોલિવૂડનાં પ્રખ્યાત એક્ટર અર્જુન રામપાલને ડેટ કરી રહી છે તે બીજી વખત પ્રેગનેંટ થઈ છે. કપલને પહેલાથી જ એક દીકરો છે.

ગેબ્રિએલા એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક મોડલ પણ છે. તેણે હાલમાં પોતાના ઈંસ્ટાગ્રામ પર બેબી બંપનો ફોટો શેર કરીને પોતાની દ્વિતીય પ્રેગનેંસીની જાહેરાત કરી હતી. ગેબ્રિએલાની પ્રેગનેંસીની અફવાઓ ત્યાર જ શરૂ થઈ ગઈ હતી જ્યારે તે અર્જુન રામપાલ, પુત્ર અને સાવકી દીકરીઓ માયરા અને મહિકાની સાથે કોઈ ઈવેંટમાં સ્પોટ થઈ હતી.

૩૬ વર્ષીય ગેબ્રિએલાનું ફેશન ઈંડસ્ટ્રીમાં મોટું નામ

૩૬ વર્ષીય ગેબ્રિએલાએ વિદેશી ફિલ્મો અને શોઝમાં કામ કર્યું છે પરંતુ તે બોલિવૂડમાં સક્રિય નથી. તે ફેશન શોમાં ઘણી વખત રેંપ વૉક કરતી નજરે પડે છે. અર્જુન રામપાલ ૧૪ વર્ષ મોટાં છે.

ચોથી વખત બનશે પિતા

ગેબ્રિએલા અને અર્જુને લગ્ન કર્યાં વિના મમ્મી-પપ્પા બનાવવાનો નિર્ણય કર્યો છે. તે પોતાના હિસાબે જિંદગી જીવવા ઈચ્છે છે. ૫૦ વર્ષનાં અર્જુન રામપાલ ચોથી વખત પિતા બનવા જઈ રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

અમદાવાદ અકસ્માત : હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રામાં ગોધરાનું આખું ગામ રડ્યું

0
  • અમદાવાદમાં ગુરુવારની મોડી રાત્રે થયેલા અકસ્માતમાં ૯ લોકોના મોત નિપજ્યા હતા. જેમાં બે પોલીસકર્મીઓના પણ મોત થઈ ગયા.

ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા તથ્ય પટેલે અગાઉથી અકસ્માત થયેલા સ્થળ પર ઊભેલા પોલીસકર્મી સહિત અન્ય લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ગોધરા તાલુકાના સાંપા ગામના વતની અને અમદાવાદમાં પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણનું નિધન થઈ ગયું.

જશવંતસિંહના પાર્થિવ દેહને આજે સાંપા ગામ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે આખું ગામ હીબકે ચડ્યું હતું અને સમગ્ર વાતાવરણ આક્રંદથી ગમગીન થઈ ગયું હતું. પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જશવંતસિંહ ચૌહાણ કે જે ૧૯૯૮ થી અમદાવાદમાં જ પોલીસ તરીકેની ફરજ બજાવતા હતા અને હાલમાં તેઓ સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ તરીકેની ફરજ નિભાવતા હતા.

જશવંતસિંહ ચૌહાણ સારા વ્યક્તિ તરીકેની ગામમાં માન-મોભો જાળવેલ છે. જશવંતસિંહના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા એક પુત્ર એક પુત્રી અને પત્ની છે. અકસ્માતમાં કારણે જ્યાં તેમના બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો વૃદ્ધ માતા-પિતાએ પણ ઘડપણનો સહારો ગુમાવ્યો છે.

હજુ તો તેમના બાળકો ભણી રહયાં છે અને મા-બાપ ખેતી કરી રહ્યા છે બીજું કોઈ કમાનાર પણ નથી એવામાં ચાર લાખ રૂપિયાની સહાય આ પરિવાર માટે એક ચોખાના દાણા બરાબર છે. પરિવાર નરાધમ ડ્રાઈવર અમીર બાપની ઓલાદને ફાંસીની સજા મળે તેવી માંગ કરી રહ્યો છે.

આ પણ વાંચો :-

આગામી ૦૩ દિવસ વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓને ઘમરોળશે મેઘરાજા

0
  • આગામી ત્રણ દિવસ વરસાદનું જોર રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.

કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે. આજે દ્વારકામાં રેડ એલર્ટ અપાયું છે.

આ સિવાય જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં આજે ભારે વરસાદ રહેશે. આવતીકાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં રેડ અલર્ટ અપાયું છે. આજે અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે તેમજ આવતીકાલે ભારે વરસાદ રહેશે.

મહત્વનું છે કે અત્યાર સુધીમાં સિઝનનો ૬૫% વરસાદ પડ્યો હોવાનું વિભાગે જણાવ્યું છે. મોન્સૂન ટ્રફને કારણે હાલ રાજ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

આ વીડિયો છે પુરાવો : ૦૯ નિર્દોષની હત્યા કરીને તથ્યએ સ્વીકાર્યું હતું. હા ગાડીની સ્પીડ ૧૨૦ પર હતી

0
  • નવ લોકોના જીવ લેનાર તથ્ય પટેલની બેદરકારીનો વધુ એક પુરાવો આવ્યો સામે. કર્ણાવતી ક્લબ પાસેથી પૂરપાટ ઝડપે પસાર થઈ હતી તથ્યની ગાડી. આજે તથ્યને કોર્ટમાં કરાશે રજૂ.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના પિતાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ત્રણ યુવતી સહિત ૫ લોકોની અટકાયત કરાઈ છે. આખા દેશમાં હાલ અમદાવાદનો અકસ્માત ચર્ચાઈ રહ્યો છે. ગમખ્વાર અકસ્માતમાં ૯ લોકોના મોત થયા છે. જેમનો કોઈ વાંક ન હતો. તેમનો વાંક એટલો જ હતો કે તે સમયે તેઓ ત્યા હાજર હતા.

એક ઘનાઢ્ય પરિવારના નબીરાએ ૧૫૦ કિમીની સ્પીડે કાર હંકારીને હસતા રમતા ૯ પરિવારોમાં માતમ લાવી દીધો છે. ત્યારે ગઈકાલથી તથ્યના અનેક એવા વીડિયો સામે આવ્યા છે, જેમાં તેના ચહેરા પર જરા પણ ડર હોય તેવું લાગતુ નથી. આવામાં એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં અકસ્માત બાદ સ્થાનિકોએ તથ્ય પટેલની ઝડતી લીધી હતી, તે જોવા મળે છે.

તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. નબીરા તથ્ય પટેલની ધરપકડ કરાઈ છે પોલીસની FIRમાં તથ્ય પટેલની ઉંમર ૨૦ વર્ષ લખવામાં આવી છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીનો નવો વીડિયો સામે આવ્યો છે. અકસ્માત બાદ અન્ય લોકોએ તથ્ય પટેલને માર મારીને ધોઈ નાંખ્યો હતો.

લોકોએ તેને પૂછ્યુ હતું કે, સાચું બોલ કાર સ્પીડમા હતી કે નહીં, તો તથ્ય બોલે છે કે, હા, ૧૨૦ પર હતી. આથી એક વ્યક્તિ બોલે છે કે, લો બોલો, આથી તથ્ય બોલે છે કે અરે મારા ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારું.’ આ વીડિયો પુરાવો છે કે, તથ્ય સ્વીકારે છે કે તેની ગાડીની સ્પીડ વધારે છે.

હાલ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યની પૂછપરછ ચાલી રહી છે. આરોપી તથ્ય પટેલને પૂછપરછ માટે અમદાવાદ CP ઓફિસ લાવવામાં આવ્યો છે. તથ્યની CP ઓફિસ પર પૂછપરછ પૂર્ણ થઈ છે. CP ઓફિસથી ફરી આરોપી તથ્યને સરખેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે.

આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે. આરોપી તથ્ય અને તેના પિતા સહિત 6 લોકોની ધરપકડ થઈ છે. કોર્ટમાં રજૂ કરીને પોલીસ આરોપીના રિમાન્ડની માંગ કરાશે. આ કેસની તપાસમાં 1 JCP, 3 DCP અને પાંચ PI કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

 

 

પારકા પુરુષ સાથે સંબંધ બાંધીને પાછી ફરેલી પત્નીને ખુશ થઈને યુટ્યૂબરે ભેટમાં આપી લેમ્બોર્ગિની

  • અમેરિકામાં રહેતા યુટ્યૂબર એડમ પોતાની લાઈફના દરેક નાના મોટા અપડેટ વિશે દુનિયાને જાણ કરે છે. આ બધા વચ્ચે તેણે એક ગજબ કારનામું કરી નાખ્યું. જેને લઈને લોકો હવે તેમની મજાક ઉડાવી રહ્યા છે. યુટ્યૂબર એડમે તેની પત્ની લીનાને સવા ત્રણ કરોડ રૂપિયાની શાનદાર લેમ્બોર્ગિની કાર ગિફ્ટ કરી છે.

અમેરિકામાં રહેતા યુટ્યૂબર એડમ પોતાની લાઈફના દરેક નાના મોટા અપડેટ વિશે દુનિયાને જાણ કરે છે. આ બધા વચ્ચે તેણે એક ગજબ કારનામું કરી નાખ્યું જેને લઈને લોકો હવે તેમની મજાક ઉડાવી રહ્યા છે. યુટ્યૂબર એડમે તેની પત્ની લીનાને સવા ત્રણ કરોડ રૂપિયાની શાનદાર લેમ્બોર્ગિની કાર ગિફ્ટ કરી છે.

યુટ્યૂબરે જેવો આ ખુલાસો કર્યો કે આ ગિફ્ટ તેની પત્નીને બીજા વ્યક્તિ સાથે સેક્સ સીન ફિલ્માવવા પર આપી છે તો ઓપન વિચારધારા ધરાવતા અમેરિકી સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ.

ગ્રીન લેમ્બોર્ગિની સાથે શેર કર્યો ફોટો :

આ  કપલે પોતાની નવી સવા ત્રણ કરોડની લક્ઝરી કરાનો ફોટો શેર કર્યો છે. એડમ તેની યુટ્યૂબ ચેનલ ઉપરાંત એક પોડકાસ્ટ શો પણ હોસ્ટ કરે છે. તેના પોડકાસ્ટનું નામ ‘No Jumper’ છે. એડમે હાલમાં જ પત્નીને બીજા વ્યક્તિ સાથે સંબંધ બનાવતા જોયા બાદ ખુશ થઈને કરોડોની ભેટ આપી. ગ્રીન કારની બાજુમાં એક બીજાને કિસ કરી રહેલા આ કપલના ફોટા પર અનેક લોકો રિએક્શન આપી રહ્યા છે.

એડમ સોશિયલ મીડિયાના દરેક મંચથી કમાણી કરે છે. આવામાં તેની ફેન ફોલોઈગ પણ કરોડોમાં છે. પરણિત લાઈફમાં કપલને એક બાળક પણ છે. તે હંમેશા પોતાના બાળકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આવામાં જ્યારે એડમે ટિકટોક પર એમ કહીને પોતાનો વીડિયો પોસ્ટ કર્યો કે તેણે પોતાની ક્વીન માટે આ કાર લીધી કારણ કે તેણે કઈ અન્ય વ્યક્તિ સાથે એક દ્રશ્ય કરવા બદલ તેના પર ખુબ ગર્વ હતો. ત્યારબાદ લોકોએ તેને ખુભ સંભળાવી દીધુ.

ઘરે પાછી ફરેલી પત્નીનું રિએક્શન :

ટોરંટ સનમાં પ્રકાશિત અહેવાલ મુજબ આ ઘટના ક્રમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લગભગ ૨ મિનિટના વીડિયોમાં જોઈ શકાય છે કે એડમની પત્ની સરપ્રાઈઝ ગિફ્ટ જોવા માટે જેવી પોતાની આંખો ખોલે છે તો ખુશીથી ઉછળી પડે છે. તેના મોઢામાંથી પહેલો શબ્દ એ નીકળે છે કે શું? આ મારા માટે છે? હે ભગવાન આને હું રાખી લઉ? ત્યારે એડમે કહ્યું કે બિલકુલ મારી ક્વીન બધુ તમારા માટે છે. તારા માટે કઈ પણ.

હવે તમે વિચારી રહ્યા હશો કે આ કેવી પતિ પત્ની છે જે આવી વાત પર જશ્ન મનાવીને ખુશ થઈ રહ્યા છે જાણે કોઈ મોટું કામ કરીને પાછી ફરી હોય. તો તમને જણાવી દઈએ કે તેમાં તમારે પરેશાન થવાની કોઈ જરૂર નથી. કારણ કે યુટ્યૂબર એડમની પત્ની એક એડલ્ટ સ્ટાર છે. આથી જ્યારે એડમે તેને આમ કરવાનું કહ્યું તો તેણે ના ન પાડી.

આ પણ વાંચો :-

મહિલાઓ સાથે નીચ હરકત કરનારા આરોપીનું ઘર રોષે ભરાયેલા ટોળાએ ફૂંકી માર્યું, જુઓ વિડીયો

0
  • મણિપુરમાં હિંસા બાદ બે મહિલાઓ સાથે સાર્વજનિક દુર્વ્યવહાર કરનારા મુખ્ય આરોપીના ઘરને તેના જ ગામના લોકોએ આગને હવાલે કરી દીધું છે.

મણિપુરના જે વીડિયોના વાયરલ થયા બાદ દેશભરમાં આ ઘટના વિરૂદ્ધ ગુસ્સો હતો. ત્યારે હવે આરોપીના પોતાના જ સમુદાયના લોકો પણ ખુલીને આરોપીઓનો વિરોધ કરી રહ્યા છે. મહિલા સાથે બર્બરતા કરનારા મૈતઈ સમુદાયના લોકો છે અને તેના ઘરને આગ લગાવનારા પણ તે જ મેતઈ સમુદાયના લોકો છે.

ગુરુવારે પોલીસે હુયરુમ હીરોદાસની ધરપકડ કરી હતી :

મણિપુરની મહિલાઓને નગ્ન કરીને તેમની પરેડ કરાવતો અને તેમની સાથે અભદ્રતા કરતો વીડિયો વાયરલ થયા બાદથી સમગ્ર દેશ રોષ ભભૂક્યો હતો. આ મામલે મુખ્ય આરોપી હુયરુમ હીરોદાસની પોલીસે ગુરુવારે થૌબલ જિલ્લામાંથી ધરપકડ કરી હતી.

કુલ ૪ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે :

હીરોદાસ ૩૨ વર્ષનો છે. પોલીસે વાયરલ વીડિયો પરથી તેની ઓળખ કરી હતી. જેમાં તે ગ્રીન ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર હેરદાસ આ કેસમાં મુખ્ય આરોપી છે. આ વાયરલ વીડિયોના આરોપીઓને પકડવા માટે પોલીસની ૧૨ ટીમો બનાવવામાં આવી છે. તેમને પકડવા માટે પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે. અત્યાર સુધી કુલ ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ક્રેશ : 0૨ મિનિટમાં રોકાણકારોના લાખ કરોડ સ્વાહા, જુઓ કયા શેરો તૂટયા

0
  • સેન્સેક્સ બજાર ખુલવાના બે મિનિટ બાદ ૭૫૦ પોઈન્ટ તૂટવાની સાથે ૬૬૮૨૨.૧૫ પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું હતું. સવારે ૯.૪૫ મિનિટ પર સેન્સેક્સ ૫૯૫.૨૧ પોઈન્ટ પડવાની સાથે ૯૯૯૭૬.૬૯ પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું છે.

આજે સેન્સેક્સ બજાર ખુલતાની સાથે જ બે મિનિયની અંદર જ ૭૫૦ પોઈન્ટ સુધી પડ્યું. ત્યાં જ બીજી તરફ નિફ્ટીમાં પણ ૧૦૦થી વધારે પોઈન્ટ ઘટાડો જોવા મળ્યો. આ કડાકાના કારણે શેરબજારના રોકાણકારોને ફક્ત ૨ જ મિનિટમાં ૨.૧૪ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેર બજારમાં કડાકાનું કારણ વિદેશી બજારોને માનવામાં આવી રહ્યું છે.

ત્યાં જ બીજી તરફ રોકાણકારના નફાવસુલીને પણ એક મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે. સેન્સેક્સ ૬૭૦૦૦ પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું છે. નિષ્ણાંતોનું માનીએ તો આવનાર દિવસોમાં સેન્સેક્સ ૭૦ અને નિફ્ટી ૨૧ હજાર પોઈન્ટ પર બેરિયર તોડી શકાય છે. તેના પહેલા નિફ્ટીનો સૌથી મોટો પડકાર ૨૦ હજાર પોઈન્ટના બેરિયરનો છે.

ત્યાં જ બીજી તરફ નિફ્ટી 50માં પણ મોટો કડાકો આવ્યો છે. આંકડાઓ અનુસાર નિફ્ટી ૧૫૨ પોઈન્ટના ઘટાડાની સાથે ૧૯૮૨૬.૪૦ પોઈન્ટના ઘટાડાની સાથે વ્યાપાર કરી રહ્યો છે. આજે નિફ્ટી ૧૯૮૮૭.૪૦ પોઈન્ટ પર પણ આવ્યો. જો નિફ્ટી રિકવર થાય છે તો આ લેવલ ૨૦ પોઈન્ટ પર આવી શકે છે.

આઈટી કંપનીમાં મોટો કડાકો :

શેરબજારમાં કડાકાનું સૌથી મોટુ કારણ આઈટી કંપનીઓમાં લોસ માનવામાં આવી રહ્યો છએ. ઈન્ફોસિસના શેરમાં લગભગ ૮ ટકા ઘટાડો જોવા મળ્યો છે અને નિફ્ટીમાં ટોપ લુઝર બનેલું છે. એચસીએલના શેરમાં લગભગ ૩ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

વિપ્રોના શેરોમાં લગભગ બે ટકાનો ઘટોડો જોવા મળી ચુક્યો છે. ટીસીએસના શેર ૧.૬૫ ટકાના ઘટાડાની સાથે વ્યાપાર કરી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ હિંદુસ્તાન યુનીલીવરના શેરોમાં પણ નફાવસુલી જોવા મળી રહી છે અને ૧.૬૨ ટકાનો ઘટાડો છે.

આ પણ વાંચો :-