આ વીડિયો છે પુરાવો : ૦૯ નિર્દોષની હત્યા કરીને તથ્યએ સ્વીકાર્યું હતું. હા ગાડીની સ્પીડ ૧૨૦ પર હતી

Share this story
  • નવ લોકોના જીવ લેનાર તથ્ય પટેલની બેદરકારીનો વધુ એક પુરાવો આવ્યો સામે. કર્ણાવતી ક્લબ પાસેથી પૂરપાટ ઝડપે પસાર થઈ હતી તથ્યની ગાડી. આજે તથ્યને કોર્ટમાં કરાશે રજૂ.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના પિતાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ ત્રણ યુવતી સહિત ૫ લોકોની અટકાયત કરાઈ છે. આખા દેશમાં હાલ અમદાવાદનો અકસ્માત ચર્ચાઈ રહ્યો છે. ગમખ્વાર અકસ્માતમાં ૯ લોકોના મોત થયા છે. જેમનો કોઈ વાંક ન હતો. તેમનો વાંક એટલો જ હતો કે તે સમયે તેઓ ત્યા હાજર હતા.

એક ઘનાઢ્ય પરિવારના નબીરાએ ૧૫૦ કિમીની સ્પીડે કાર હંકારીને હસતા રમતા ૯ પરિવારોમાં માતમ લાવી દીધો છે. ત્યારે ગઈકાલથી તથ્યના અનેક એવા વીડિયો સામે આવ્યા છે, જેમાં તેના ચહેરા પર જરા પણ ડર હોય તેવું લાગતુ નથી. આવામાં એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં અકસ્માત બાદ સ્થાનિકોએ તથ્ય પટેલની ઝડતી લીધી હતી, તે જોવા મળે છે.

તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. નબીરા તથ્ય પટેલની ધરપકડ કરાઈ છે પોલીસની FIRમાં તથ્ય પટેલની ઉંમર ૨૦ વર્ષ લખવામાં આવી છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીનો નવો વીડિયો સામે આવ્યો છે. અકસ્માત બાદ અન્ય લોકોએ તથ્ય પટેલને માર મારીને ધોઈ નાંખ્યો હતો.

લોકોએ તેને પૂછ્યુ હતું કે, સાચું બોલ કાર સ્પીડમા હતી કે નહીં, તો તથ્ય બોલે છે કે, હા, ૧૨૦ પર હતી. આથી એક વ્યક્તિ બોલે છે કે, લો બોલો, આથી તથ્ય બોલે છે કે અરે મારા ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારું.’ આ વીડિયો પુરાવો છે કે, તથ્ય સ્વીકારે છે કે તેની ગાડીની સ્પીડ વધારે છે.

હાલ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યની પૂછપરછ ચાલી રહી છે. આરોપી તથ્ય પટેલને પૂછપરછ માટે અમદાવાદ CP ઓફિસ લાવવામાં આવ્યો છે. તથ્યની CP ઓફિસ પર પૂછપરછ પૂર્ણ થઈ છે. CP ઓફિસથી ફરી આરોપી તથ્યને સરખેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે.

આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે. આરોપી તથ્ય અને તેના પિતા સહિત 6 લોકોની ધરપકડ થઈ છે. કોર્ટમાં રજૂ કરીને પોલીસ આરોપીના રિમાન્ડની માંગ કરાશે. આ કેસની તપાસમાં 1 JCP, 3 DCP અને પાંચ PI કરી રહ્યા છે.

આ પણ વાંચો :-