સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ક્રેશ : 0૨ મિનિટમાં રોકાણકારોના લાખ કરોડ સ્વાહા, જુઓ કયા શેરો તૂટયા

Share this story
  • સેન્સેક્સ બજાર ખુલવાના બે મિનિટ બાદ ૭૫૦ પોઈન્ટ તૂટવાની સાથે ૬૬૮૨૨.૧૫ પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું હતું. સવારે ૯.૪૫ મિનિટ પર સેન્સેક્સ ૫૯૫.૨૧ પોઈન્ટ પડવાની સાથે ૯૯૯૭૬.૬૯ પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું છે.

આજે સેન્સેક્સ બજાર ખુલતાની સાથે જ બે મિનિયની અંદર જ ૭૫૦ પોઈન્ટ સુધી પડ્યું. ત્યાં જ બીજી તરફ નિફ્ટીમાં પણ ૧૦૦થી વધારે પોઈન્ટ ઘટાડો જોવા મળ્યો. આ કડાકાના કારણે શેરબજારના રોકાણકારોને ફક્ત ૨ જ મિનિટમાં ૨.૧૪ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેર બજારમાં કડાકાનું કારણ વિદેશી બજારોને માનવામાં આવી રહ્યું છે.

ત્યાં જ બીજી તરફ રોકાણકારના નફાવસુલીને પણ એક મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે. સેન્સેક્સ ૬૭૦૦૦ પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું છે. નિષ્ણાંતોનું માનીએ તો આવનાર દિવસોમાં સેન્સેક્સ ૭૦ અને નિફ્ટી ૨૧ હજાર પોઈન્ટ પર બેરિયર તોડી શકાય છે. તેના પહેલા નિફ્ટીનો સૌથી મોટો પડકાર ૨૦ હજાર પોઈન્ટના બેરિયરનો છે.

ત્યાં જ બીજી તરફ નિફ્ટી 50માં પણ મોટો કડાકો આવ્યો છે. આંકડાઓ અનુસાર નિફ્ટી ૧૫૨ પોઈન્ટના ઘટાડાની સાથે ૧૯૮૨૬.૪૦ પોઈન્ટના ઘટાડાની સાથે વ્યાપાર કરી રહ્યો છે. આજે નિફ્ટી ૧૯૮૮૭.૪૦ પોઈન્ટ પર પણ આવ્યો. જો નિફ્ટી રિકવર થાય છે તો આ લેવલ ૨૦ પોઈન્ટ પર આવી શકે છે.

આઈટી કંપનીમાં મોટો કડાકો :

શેરબજારમાં કડાકાનું સૌથી મોટુ કારણ આઈટી કંપનીઓમાં લોસ માનવામાં આવી રહ્યો છએ. ઈન્ફોસિસના શેરમાં લગભગ ૮ ટકા ઘટાડો જોવા મળ્યો છે અને નિફ્ટીમાં ટોપ લુઝર બનેલું છે. એચસીએલના શેરમાં લગભગ ૩ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

વિપ્રોના શેરોમાં લગભગ બે ટકાનો ઘટોડો જોવા મળી ચુક્યો છે. ટીસીએસના શેર ૧.૬૫ ટકાના ઘટાડાની સાથે વ્યાપાર કરી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ હિંદુસ્તાન યુનીલીવરના શેરોમાં પણ નફાવસુલી જોવા મળી રહી છે અને ૧.૬૨ ટકાનો ઘટાડો છે.

આ પણ વાંચો :-