ઉધનામાં દારૂનાં અડ્ડા બંધ કરાવાતા લોકોએ પોલીસ જવાનોને ફૂલડે વધાવ્યાં

Share this story
  • સુરતના ઉધના વિસ્તારમાં દારૂના અડ્ડા ચલાવનારાઓ બેફામ બન્યા હતાં. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં. અવારનવાર ફરિયાદો ઉઠવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનું સામે આવ્યું હતું.

જો કે ઉધના પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતાં જ નવા આવેલા પીઆઈએ સપાટો બોલાવ્યો હતો. દારૂના અડ્ડા બંધ કરાવતાં લોકોએ હાર પહેરાવી ફૂલડે વધાવ્યાં હતાં.

ઉધના પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી. વર્ષોથી ચાલતા દારૂના અડ્ડાને પોલીસે બંધ કરાવ્યો હતો. ઉધના પો. સ્ટે ના નવા પો.ઈ.એસ એન. દેસાઈ એ ચાર્જ સંભાળતા જ સપાટો બોલાવ્યો હતો. ઉધના લુહાર ફળીયામાં ચાલતો દારૂનો અડ્ડા માટે રહીશોએ અનેક ફરિયાદો કરી હતી. કોઈ પોલીસ અધિકારીએ આ દારૂનો અડ્ડો બંધ કરવા તસ્દી લીધી નહોતી.

દારૂનો અડ્ડો ચલાવતા શખ્સો દ્વારા મહિલા અને યુવક પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો. છેવટે નવા પો.ઈ.એસ. એન.દેસાઈએ સપાટો બોલાવ્યો હતો. નવા પો.ઈ.એસ એન દેસાઈની કામગીરીથી મહિલાઓ ખૂબ જ ખુશ થઈ હતી. ખુશ થયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશન આવી પો.ઈ.એસ એન દેસાઈને ફુલહાર કરી ફૂલડે વધાવ્યા હતાં.

આ પણ વાંચો :-