Home Blog Page 1022

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન સ્થળે તપાસમાં ભાંગરો વાટ્યો

0
  • અમદાવાદમાં બુધવાર રાત્રે થયેલા અકસ્માતમાં ૯ લોકોના મોત થયા હતા. આ દૂર્ઘટનામાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને લઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે તપાસ દરમિયાન ભાંગરો વાટ્યો હતો.

પોલીસે રિકસ્ટ્રક્શન સ્થળે તપાસમાં ભાંગરો વાટ્યો હતો. બનાવ સ્થળની જગ્યાએ અન્ય સ્થળે તપાસ કરી હતી બનાવ જગ્યા પર માર્કિંગ કર્યુ હતું. ડીસીપીએ ઠપકો આપતા ફરી વખત આરોપીઓને ઘટનાસ્થળે રિકસ્ટ્રક્શન પર લાવવામાં આવશે.

પિતા પુત્ર વિરૂદ્ધ પોલીસે 304,504, 506 (2), 114, 338, 337, 279નો કલમો ઉમેરીને ગુનોં દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ વધુ કાર્યવાહી અર્થે પોલીસે પિતા-પુત્ર બન્નેને ઘટનાસ્થળ પર લઈ જઈને અકસ્માતનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. આ દરમિયાન પોલીસે પિતા-પુત્રને ઘટનાસ્થળ પર જ ઉઠક બેઠક કરાવીને માફી મંગાવી હતી.

આ પણ વાંચો :-

 ઉધનામાં દારૂનાં અડ્ડા બંધ કરાવાતા લોકોએ પોલીસ જવાનોને ફૂલડે વધાવ્યાં

0
  • સુરતના ઉધના વિસ્તારમાં દારૂના અડ્ડા ચલાવનારાઓ બેફામ બન્યા હતાં. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં. અવારનવાર ફરિયાદો ઉઠવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનું સામે આવ્યું હતું.

જો કે ઉધના પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતાં જ નવા આવેલા પીઆઈએ સપાટો બોલાવ્યો હતો. દારૂના અડ્ડા બંધ કરાવતાં લોકોએ હાર પહેરાવી ફૂલડે વધાવ્યાં હતાં.

ઉધના પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી. વર્ષોથી ચાલતા દારૂના અડ્ડાને પોલીસે બંધ કરાવ્યો હતો. ઉધના પો. સ્ટે ના નવા પો.ઈ.એસ એન. દેસાઈ એ ચાર્જ સંભાળતા જ સપાટો બોલાવ્યો હતો. ઉધના લુહાર ફળીયામાં ચાલતો દારૂનો અડ્ડા માટે રહીશોએ અનેક ફરિયાદો કરી હતી. કોઈ પોલીસ અધિકારીએ આ દારૂનો અડ્ડો બંધ કરવા તસ્દી લીધી નહોતી.

દારૂનો અડ્ડો ચલાવતા શખ્સો દ્વારા મહિલા અને યુવક પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો. છેવટે નવા પો.ઈ.એસ. એન.દેસાઈએ સપાટો બોલાવ્યો હતો. નવા પો.ઈ.એસ એન દેસાઈની કામગીરીથી મહિલાઓ ખૂબ જ ખુશ થઈ હતી. ખુશ થયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશન આવી પો.ઈ.એસ એન દેસાઈને ફુલહાર કરી ફૂલડે વધાવ્યા હતાં.

આ પણ વાંચો :-

 

WhatsApp લાવ્યું નવું ફીચર, હવે એકસાથે આટલા લોકોને કરી શકશો વિડીયો કોલ

0
  • WhatsAppએક નવું કોલિંગ ફીચર લાવી રહ્યું છે. આ ફીચર તમને એક કોલમાં ૧૫ જેટલા લોકોને એડ કરવાની મંજૂરી આપશે. આની મદદથી તમે તમારા આખા પરિવાર સાથે વીડિયો કોલ કરી શકો છો.

WhatsApp એન્ડ્રોઈડ યુઝર્સ માટે એક નવું કોલિંગ ફીચર લાવી રહ્યું છે. આ ફીચર તમને એક કોલમાં ૧૫ જેટલા લોકોને એડ કરવાની મંજૂરી આપશે. આની મદદથી તમે તમારા આખા પરિવાર સાથે વીડિયો કોલ કરી શકો છો. આ ફીચર હજુ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. પરંતુ ટૂંક સમયમાં જ બધા માટે ઉપલબ્ધ થશે.

એપ્રિલ ૨૦૨૨માં વોટસએપે ‘ગ્રુપ કોલિંગ‘ નામનું નવું ફીચર બહાર પાડયું હતું. પહેલા યુઝર્સ એક સમયે માત્ર ૭ કોન્ટેક્ટને કોલ કરી શકતા હતા. પરંતુ હવે આ નવા અપડેટ સાથે વોટસએપે આ સંખ્યા વધારીને ૧૫ કરી દીધી છે.

આ નવા ફીચરથી યુઝર કોલ કરવામાં વધુ સમય બચાવશે. આ નવી સુવિધા WhatsApp એન્ડ્રોઈડ બીટા 2.23.15.14 ગૂગલ પ્લે સ્ટોર અપડેટ સાથે લાગુ કરવામાં આવી છે. આ અપડેટ ટૂંક સમયમાં અન્ય વપરાશકર્તાઓ માટે પણ રોલઆઉટ થઈ શકે છે.

વોટસએપે એક નવું એનિમેટેડ અવતાર ફીચર રજૂ કર્યું છે. આ સુવિધા iOS અને Android બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ સુવિધા તમને એનિમેટેડ અવતાર બનાવવા દે છે જેનો ઉપયોગ તમે તમારી ચેટ્સમાં કરી શકો છો. તમે તમારા અવતારને કપડાં, વાળ અને તમારી પસંદગીના અન્ય એક્સેસરીઝથી સજાવી શકો છો.

આ સુવિધા તમારી ચેટસને તમારા માટે વધુ મનોરંજક બનાવશે. તમે તમારા મિત્રો અને પરિવાર સાથે અવતાર શેર કરી શકો છો અને વાત કરી શકો છો.

આ પણ વાંચો :-

 

લાખો લોકો જેની રાહ જોઈ રહ્યાં હતા હવે તે કામ કરી રહી છે Maruti ! 

0
  • ટાટા અને મહિન્દ્રાએ ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે અને ઈલેક્ટ્રિક કાર વેચી રહી છે. એવામાં લોકો રાહ જોઈ રહ્યા હતા કે મારુતિ સુઝુકી ક્યારે ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. આગામી વર્ષના અંત સુધીમાં લોકોની રાહનો અંત આવશે.

ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિક કાર પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પરંતુ મારુતિ સુઝુકીએ હજુ સુધી કોઈ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી નથી. જો કે ટાટા અને મહિન્દ્રાએ ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે અને ઇલેક્ટ્રિક કાર વેચી રહી છે. એવામાં લોકો રાહ જોઈ રહ્યા હતા કે મારુતિ સુઝુકી ક્યારે ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. આગામી વર્ષના અંત સુધીમાં લોકોની રાહનો અંત આવશે.

જોકે મારુતિ સુઝુકીએ આ વર્ષે જાન્યુઆરીમાં આયોજિત ઓટો એક્સપોમાં તેની ઈલેક્ટ્રિક કાર- eVX નું કોન્સેપ્ટ વર્ઝન શોકેસ કર્યું હતું અને કહ્યું હતું કે તેને ૨૦૨૪માં લોન્ચ કરવામાં આવશે. હવે તે ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. પરંતુ તેને ભારતમાં નહીં પરંતુ દક્ષિણ યુરોપમાં જોવા મળી છે. પ્રોટોટાઈપનું એકંદર સિલુએટ કન્સેપ્ટ વર્ઝન જેવું જ દેખાય છે. જોકે તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવશે.

આ કાર ભારતમાં મારુતિ સુઝુકી માટે ખાસ છે કારણ કે તે તેની સાથે ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશ કરશે. ઈલેક્ટ્રિક એસયુવીમાં ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ટૂંકા ઓવરહેંગ હશે. મીડિયા અહેવાલ અનુસાર તેનું પ્રોડક્શન વર્ઝન લગભગ 4,300 mm લાંબુ, 1,800 mm પહોળું અને 1,600 mm ઊંચું હશે.

મારુતિ સુઝુકીએ પહેલેથી જ જાહેરાત કરી છે કે eVX SUV (તેના ખ્યાલ સ્વરૂપમાં) 60kWh બેટરી પેકથી સજ્જ હશે. જે લગભગ 550 કિમીની રેન્જ ઓફર કરવામાં સક્ષમ છે. તેના વર્જનમાં પણ સમાન ક્ષમતાની બેટરી મળવાની અપેક્ષા છે. જે લગભગ 500 કિમીની વાસ્તવિક દુનિયાની રેન્જ ઓફર કરી શકે છે.

આ પણ વાંચો :-

 

 

 

આ પ્રકારે બચાવી શકો છો Petrolના પૈસા, થોડી સાવધાની સુધારી દેશે બજેટ

0
  • પેટ્રોલ જો ગીચ રસ્તાઓ તમને બેદરકારીથી વાહન ચલાવવાની મંજૂરી આપતા નથી, તો તે તમને બળતણ બચાવવામાં મદદ કરવા માટે ખૂબ આગળ વધી શકે છે. શાર્પ સ્ટાર્ટ, ટ્રાફિકની અંદર અને બહાર ફરવું અને ઓવર સ્પીડિંગ એ કેટલીક રીતો છે.

દેશમાં ઈંધણના ભાવ ખૂબ ઊંચા છે. ઈંધણના ભાવમાં ફેરફાર લોકોને ઘણી અસર કરે છે. ત્યારે લોકોને પેટ્રોલની ખૂબ જરૂર પડે છે. તમારું પોતાનું વાહન હોવું એ પેટ્રોલનો રોજનો ખર્ચ છે. એવામાં લોકોએ પેટ્રોલ પર થતા ખર્ચમાં થોડી બચત પણ કરવી જોઈએ. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે પેટ્રોલનો ખર્ચ કેવી રીતે ઘટાડી શકો છો.

એન્જિન બંધ રાખો :

જ્યારે એન્જિન નિષ્ક્રિય હોય ત્યારે પણ વાહન બળતણ વાપરે છે. એટલા માટે એ સમજાતું નથી નથી કે તમે ક્રોસિંગ, લાલ લાઇટ અને ટ્રાફિક જામ પર એન્જિન બંધ કરો. આ ઉપરાંત કોઈ એન્જિનને ફરી શરૂ કરવામાં લગભગ એટલી જ માત્રામાં ઇંધણ વપરાય છે જેટલું તે વાહનને ૩૦ સેકન્ડ માટે નિષ્ક્રિય રહેવા દે છે. તેથી એન્જિન બંધ કરીને પેટ્રોલ બચાવવું વધુ સારું છે.

વાહનની દેખરેખ કરો :

તમારા વાહનની યોગ્ય જાળવણી ઈંધણ બચાવવામાં મદદ કરી શકે છે. આથી, તમારા વ્હીલ્સને યોગ્ય રીતે જાળવો, એર ફિલ્ટરને સ્વચ્છ રાખો અને ઉચ્ચ ગુણવત્તાની ઉર્જા સંરક્ષણ તેલનો ઉપયોગ કરો. તમારા વાહનની જાળવણી કરીને ઈંધણ બચાવો.

આક્રમક રીતે ગાડી ન ચલાવો :

જો ગીચ રસ્તાઓ તમને બેદરકારીથી વાહન ચલાવવાની મંજૂરી આપતા નથી. તો તે તમને બળતણ બચાવવામાં મદદ કરવા માટે કામ આવે છે. શાર્પ સ્ટાર્ટ, ટ્રાફિકની અંદર અને બહાર ફરવું અને ઓવર સ્પીડિંગ એ કેટલીક રીતો છે જેમાં તમે ઈંધણનો વપરાશ વધારી શકો છો. તેથી બળતણ કાર્યક્ષમ ડ્રાઈવિંગનો અભ્યાસ કરો.

ગતિ પર ધ્યાન આપો :

તમારા વાહનની ઝડપ પર ધ્યાન આપો. જો તમે વાહનની સ્પીડ ૭૦-૯૦ કિમી રાખો તો ઈંધણની પણ બચત થઈ શકે છે. એવામાં વાહનની ગતિ પર નજર રાખો અને તેમાં ફેરફાર કરવાનું ટાળો. વાહનની સ્પીડમાં ફેરફારને કારણે ઈંધણનો વધુ વપરાશ થઈ શકે છે.

આ પણ વાંચો :-

 

૨૧ જુલાઈ / આકસ્મિક ધનલાભના યોગ, જમીન-વાહન લેવા માટે સારો સમય, આ રાશિના જાતકો શુક્રવાર ફાવ્યા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
સ્વભાવમાં શાં‌તિનો અનુભવ થાય. આ‌‌ર્થિક બાબતો અંગે સામાન્ય, નાના-ભાઈ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય, પ‌રિવારમાં શાં‌તિ, સંતોનાની ત‌બિયત સંબંધી ‌ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ
આવક વધતી જણાય. પ‌રિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂં મળશે. સ્થાવર-જંગમ ‌મિલકતથી લાભ, નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

‌મિથુનઃ
સ્વભાવમાં જીદ્દી પણું વધતું જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગે ઉદ્દભવે આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો ‌દિવસ. આવકનું પ્રમા વધે. અચાનક ધનલાભના યોગ છે. પ‌રિવારમાં આરોગ્યની ‌ચિંતા રહે. ‌મિત્રો તરપતી લાભ મળતો જણાય.

સિંહઃ
પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણ કારી ફળ મળશે. સ્વમાની, અ‌‌ધિકારીની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્ત્વ અને શા‌રી‌રિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમીલ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ
‌વિદેશી સારા સમાચાર મળે. એક્ષપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ, સ‌હિત્યમાં રસ વધે. નવા ‌મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ ‌મિલકત અંગે સામાન્ય ‌દિવસ. ચાડીના રોગોની કાળજી રાખવી.

તુલાઃ
પરોપકાની ભવાન વધે. સ્વભાવમાં લાગણી શીલતા ‌વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પ‌રિવારના સભ્યોની થોડી ‌ચિંતા સતાવે.‌ ‌મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃ‌શ્ચિકઃ
દામ્પત્ય સુખણાં ઉહાપ આવે. પ‌ત્નિ સાથે ગુસ્સાના પ્રસંગે બને. નોકરી, ધંધામાં પ્રગ‌તિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારૂં રહે.

ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. ‌પિતા તરફથી લાભ. ધા‌ર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડા અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂં રહેશે.

મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય પ‌રિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડો, આથી માન‌સિક શાં‌તિ હણાતી જણાય. સંતાનો પ્રગ‌તિથી આનંદ થાય. પડવા-વાગ્વાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય ‌દિવસ છે.

કુંભઃ
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેર બજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાને ગરમીનો ઉપદ્વવ રહે. આરોગ્ય સારૂં રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશે. સંતાનથી આનંદ રહેશે-નવી ‌વિદ્યા પ્રાપ્ત કરવાના યોગ બને છે. ‌વિદ્યાર્થી‌મિત્રો માટે ખૂબ સરસ ‌દિવસ જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં ‌મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

ઈસ્કોન બ્રિજ પર ૧૦ લોકોનાં મોતનાં આરોપી તથ્ય પટેલ પોલીસ પકડમાં, ચહેરા પર ન દેખાઈ કોઈ ગંભીરતા

0
  • અમદાવાદમાં ઈસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. આરોપી તથ્ય પટેલની પોલીસ હવે પૂછપરછ કરશે.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ૧૬૦ની સ્પીડે આવેલી કાળમુખી જગુઆર કાર ૧૦ લોકોને ભરખી ગઈ. આ ભયાનક અકસ્માતને સમગ્ર અમદાવાદ શોકથી કંપારી ઉઠયું છે. અકસ્માત કેસમાં ૬ લોકોની અટકાયત કરી છે. જે અકસ્માતના પગલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

અકસ્માતના મુખ્ય આરોપીની સિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. આરોપી તથ્ય પટેલના ચહેરા પર જરા પણ ગંભીરતા દેખાઈ નથી.

તથ્ય પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો 

અમદાવાદમાં ઈસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલની પોલીસ હવે પૂછપરછ કરશે. જો કે આપને જણાવી દઈએ કે પોલીસ ૬ જેટલા આરોપીની અટકાયત કરી લીધી છે.

કોણ છે તથ્ય પટેલ?

અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની માહિતી મળી છે. પ્રજ્ઞેશ પટેલ ૨૦૨૦માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હતો.આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને આચર્યુ દુષ્કર્મ હતું.

આ પણ વાંચો :-

આ અભિનેત્રીએ પતિના પગ પર ફૂલ મૂકીને કરી પૂજા, લીધા આશીર્વાદ, હેટર્સ-ટ્રોલર્સને પણ આપ્યો જવાબ

  • એક્ટ્રેસે પોતાના પતિના ચરણોમાં બેસીને પૂજા કરી ચરણ સ્પર્શ કર્યા. સાથે જ એક્ટ્રેસે હેટર્સને જડબા તોડ જવાબ આપ્યો છે.

એક્ટ્રેસ પ્રણિતા સુભાષ (Pranitha Subhash) ફેમિલી વેલ્યુઝ અને ટ્રેડિશન પર ખૂબ જ વિશ્વાસ રાખે છે. તેનો પુરાવો તેની નવી પોસ્ટથી મળી શકે છે. સોમવતી અમાસના દિવસે એક્ટ્રેસે પતિના ચરણોની પૂજા કરી. ફોટોમાં તે પતિના ચરણ સ્પર્શ કરતી જોવા મળી રહી છે.

ફોટોમાં પ્રણિતા યલો ડ્રેસમાં સુંદર લાગી રહી છે. તેમના પતિ ખુરશી પર બેઠા છે. એક્ટ્રેસ પતિના ચરણોમાં બેઠી છે. બાજુમાં પૂજાની થાળી છે. પતિના બન્ને પગ પર એક્ટ્રેસે ફૂલ મુક્યા છે. તિલક કર્યો છે. તે પતિના ચરણને સ્પર્શ કરતી જોવા મળી રહી છે.

પ્રણિતાએ શેર કર્યો ફોટો :

પ્રણિતાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું- “સોમવતી અમાસના અવસર પર આજે સવારે મેં પૂજા કરી. ભલે તમારા માટે પિતૃસત્તાનો દેખાડો થઈ શકે છે. પરંતુ આ મારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. સનાતન ધર્મમાં તેનું મહત્વ જણાવતી ઘણી સ્ટોરી મળી જશે. હિંદૂ રીતિ-રિવાજ અનુસાર પિતૃસત્તાત્મક છે. આ તર્ક આપવો સંપૂર્ણ રીતે ખોટો છો.”

પ્રણિતાએ આગળ લખ્યું, “આવું એટલા માટે કારણ કે આ એ આસ્થાઓમાંથી એક છે. જ્યાં ભગવાનની સમાન રૂપથી પૂજા કરવામાં આવે છે.” ગયા વર્ષે પણ પ્રણિતાએ પતિના ચરણ સ્પર્શ કરીને ફોટો શેર કર્યો હતો. ત્યારે તે ટ્રોલ થઈ હતી. એક્ટ્રેસે હેટર્સને જવાબમાં કહ્યું હતું કે તેના માટે પૂજાનું મહત્વ છે.

૨૦૨૧માં કર્યા હતા લગ્ન

એક્ટ્રેસ ૨૦૨૧માં બિઝનેસમેન નિતિન રાજૂ સાથે લગ્ન કર્યા હતા. કપલની એક દિકરી છે. દિકરી સાથે પ્રણિતા મોટાભાગે તસ્વીરો શેર કરતી રહે છે. પ્રણિતા સાઉથ ફિલ્મોનો ફેમસ ચહેરો છે. તે બોલિવુડ મૂવી હંગામા ૨, ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં કામ કરી ચુકી છે.

આ પણ વાંચો :-

હોટલ રૂમ નંબર ૨૦૪… કાઠમાંડૂની હોટલમાંથી સામે આવ્યા સીમા-સચિનના રાઝ

0
  • પ્રેમ ખાતર પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની લવ સ્ટોરી પર સવાલ ઉઠી રહ્યાં છે. યુપી એટીએસ તરફથી સીમા હૈદર અને સચિનને પૂછપરછ કરવામાં આવી રહી છે.

કાઠમાંડૂના નવા બસપાર્ક શહેરમાં સ્થિત ન્યૂ વિનાયક રોલ્પા જલજલા ગેસ્ટ હાઉસનો રૂમ નંબર ૨૦૪ સીમા હૈદર (Seema Haider) અને સચિન મીણા (Sachin Meena)ના પ્રેમની કંઈક અલગ હકીકત જણાવી રહ્યો છે. હકીકતમાં પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરે નોઈડાના સચિન મીણા સાથે આ હોટલમાં ૭ દિવસ પસાર કર્યાં હતા.

હોટલમાં એન્ટ્રીની તારીખ ૧૦ માર્ચ ૨૦૨૩ હતી. હોટલનું એક દિવસનું ભાડુ ૫૦૦ રૂપિયા હતું. ટીવી રિપોર્ટ પ્રમાણે હોટલના રજિસ્ટરમાં સચિન અને સીમાના નામે કોઈ એન્ટ્રી થઈ નથી. બંનેએ પોતાનું નામ બદલીને હોટલમાં એન્ટ્રી લીધી હતી.

હોટલના રિસ્પેશનિસ્ટ ગણેશે જણાવ્યું કે તેને હોટલમાં કોઈ આઈડી પ્રૂફ વગર એન્ટ્રી મળી ગઈ હતી. ગણેશનું કહેવું છે કે તેને લાગ્યું કે આ બંને ભારતથી નેપાળ ફરવા આવ્યા છે. તેથી કોઈ શંકા ન ગઈ. બંનેએ હોટલના સ્ટાફને જણાવ્યું કે તે પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરવા આવ્યા છે.

હોટલના સ્ટાફે જણાવ્યું કે સચિન અને સીમાની સાથે કોઈ બાળકો નહોતા. તેવામાં સવાલ ઉભો થાય છે કે સાત દિવસ સુધી સીમા હૈદરના ચાર બાળકો ક્યાં હતા. કારણ કે હોટલમાં તો સીમા અને સચિન જ રોકાયા હતા. સચિન અને સીમા બંને નેપાળ ફરી રહ્યાં હતા.

હોટલના રૂમમાં કેમ લગ્ન કર્યા?

ટીવી અહેવાલ પ્રમાણે હોટલના સ્ટાફને સચિન અને સીમાએ ખોટું કહ્યું હતું કે તેણે પશુપતિ મંદિરમાં લગ્ન કર્યા છે, જ્યારે તેણે હોટલના રૂમ નંબર ૨૦૪માં જ લગ્ન કર્યાં હતા.

હોટલના સ્ટાફે જણાવ્યું કે હોટલમાં પહેલા સચિન મીણા આવ્યો હતો. તેણે ખુદને ભારતીય નાગરિક જણાવ્યો. સચિનના એક દિવસ બાદ સીમા હૈદર પહોંચી હતી. સચિને હોટલ સ્ટાફને જણાવ્યું હતું કે તેની પત્ની ભારતથી આવવાની છે.

હોટલના રૂમમાં બનાવી રીલ્સ :

હોટલના રિસ્પેશનિસ્ટ ગણેશે કહ્યુ કે પહેલા સચિન આવ્યો હતો. તેણે મારી પત્ની આવી રહી છે તેમ કહીને રૂમ બુક કરાવ્યો હતો. પછી બંને સાથે રહ્યાં અને ખુબ રીલ્સ બનાવી. ગણેશના બાળકો અને પરિવાર સાથે પણ બંનેએ રીલ્સ બનાવી હતી. ટીવી અહેવાલ પ્રમાણે સીમાએ એકવાર ક્લબ અને પબમાં જવાનું પણ કહ્યું હતું. પરંતુ હોટલ સ્ટાફે સમજાવ્યું કે ત્યાં ભારતીયોને લૂંટવામાં આવે છે. ત્યારબાદ તે ન ગયા.

ગણેશનું કહેવું છે કે એક દિવસ બંને ઉતાવળમાં ટેક્સી કરી કાઠમાંડૂથી પોખરા માટે નિકળી ગયા. હોટલના સ્ટાફે કહ્યું કે બંને બસથી નેપાળ ફરી રહ્યાં હતા. ગણેશે કહ્યું કે હોટલનો રૂમ નંબર ૨૦૪ ખુબ નાનો છે. આશરે ૫૦૦ રૂપિયા દરરોજનું ભાડું છે. રૂમમાં એક અરીસો છે. એક નાનો ડબલ બેડ છે.

આ પણ વાંચો :-

સુરતના આઉટર રિંગ રોડ ખુલ્લો મુકાયાના છ દિવસમાં ઉબડખાબડ બનતા ભ્રષ્ટાચારના આક્ષેપ

0
  • સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના છેવાડે રૂપિયા ૪૦૦ કરોડથી પણ વધુ ના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સુરતના આઉટર રિંગ રોડના હાલ બેહાલ બની ગયા છે.

મુખ્યમંત્રીના હસ્તે જાહેર જનતાની સુખાકારી માટે બનાવવામાં આવેલ આ આઉટર રિંગ રોડનું છ દિવસ અગાઉ જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે ખૂબ જ ટૂંકા ગાળામાં અને માત્ર સામાન્ય વરસાદમાં ઉબડખાબડ બની જતા ભ્રષ્ટાચારના આક્ષેઓ કરવામાં આવી રહ્યા છે.જ્યાં કોન્ટ્રાકટર અને પીએમસીને બ્લેકલીસ્ટ કરવાની માંગ આપ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે.

સુરતના સરથાણાથી છેવાડા વિસ્તારમાં પાલિકા દ્વારા રૂપિયા ૪૦૦ કરોડના ખર્ચે આઉટર રિંગરોડ બનાવવામાં આવ્યો છે.આ આઉટર રિંગરોડને શરૂ થતાં માત્ર છ દિવસ જેટલો સમય થયો છે. મુખ્યમંત્રીના હસ્તે આઉટર રિગ રોડનું ઉદ્ઘાટન કરી જાહેર જનતાની સુખાકારી માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

જો કે માત્ર સામાન્ય વરસાદમાં આઉટર રિંગરોડનું ધોવાણ થઈ ગયું છે. જે આઉટર રિંગરોડમાં મસમોટા ખાડા પડી જતા આપ કોર્પોરેટર દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોર્પોરેટરે આ કામમાં કટકી અને કમિશનબાજી થઈ હોવાનો આરોપ મૂક્યો છે. એટલુ જ નહીં વિજિલન્સ તપાસ કરાવી કોન્ટ્રાકટર તેમજ પીએમસીને બ્લેકલીસ્ટ કરવાની માંગ પાલિકા કમીશ્નર પાસે કરી છે.

આ પણ વાંચો :-