Home Blog Page 1016

૧૪ રૂપિયાના શેરે રોકાણકારોને બનાવી દીધા કરોડપતિ, ન લેનારા પસ્તાયા

0
  • ૬ માર્ચ ૨૦૦૯ના રોજ NSE પર આ કંપનીના શેરની કિંમત રૂ.૧૩.૯૦ હતી. આ પછી આ શેરની કિંમત ધીરે ધીરે વધતી ગઈ અને વર્ષ 2021 માં સ્ટોક રૂ. ૨૦૦ અને રૂ. ૩૦૦ની કિંમતને પાર કરી ગયો હતો. બીજી તરફ ૨ ઓગસ્ટે શેરનો ભાવ રૂ. ૫૪૫ની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો.

શેરબજારમાં આવા ઘણા શેર છે. જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. રોકાણકારોના પોર્ટફોલિયોમાં ઘણા મલ્ટિબેગર સ્ટોક્સ પણ છે. જેમણે રોકાણકારો પર અનેક ગણા નાણાં વરસાવ્યા છે. શેરબજારમાં આવા ઘણા મલ્ટિબેગર સ્ટોક્સ છે જે સતત વૃદ્ધિ દર્શાવે છે. આજે અમે એવા જ એક શેર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેણે તેના રોકાણકારો પર ઘણા પૈસા વરસાવ્યા છે.

આજે આપણે એ શેર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે ડેટામેટિક્સ ગ્લોબલ સર્વિસીસ. આ સમયે આ કંપનીના શેરમાં ઘણો પોઝિટીવ ગ્રોથ છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં શેરે તેના રોકાણકારોને ખૂબ ઊંચું વળતર આપ્યું છે. થોડા વર્ષો પહેલા શેરની કિંમત ૧૫ રૂપિયાથી ઓછી હતી. પરંતુ હવે શેરની કિંમત ૫૦૦ રૂપિયાને પાર કરી ગઈ છે.

૬ માર્ચ ૨૦૦૯ના રોજ NSE પર આ કંપનીના શેરની કિંમત રૂ. ૧૩.૯૦ હતી. આ પછી આ શેરની કિંમત ધીરે ધીરે વધતી ગઈ. વર્ષ ૨૦૨૧માં સ્ટોક રૂ. ૨૦૦ અને રૂ. ૩૦૦ની કિંમતને પાર કરી ગયો હતો. બીજી તરફ ૨ ઓગસ્ટે શેરનો ભાવ રૂ. ૫૪૫ની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. શેર તેની સર્વકાલીન ઉચ્ચતમ રૂ. ૬૦૦ને પણ પાર કરી ગયો છે.

કરોડપતિ બનાવી દીધા :

શેરનો ૫૨ સપ્તાહનો સર્વોચ્ચ અને સર્વકાલીન ઉચ્ચ ભાવ રૂ. ૬૭૮.૭૦ છે. આ સાથે શેરની ૫૨ સપ્તાહની નીચી કિંમત રૂ. ૨૫૬ છે. બીજી તરફ જો કોઈએ આ કંપનીના શેરમાં રૂ. ૧૪ના દરે ૨૦,૦૦૦ શેર ખરીદ્યા હોય તો રોકાણકારે રૂ. ૨.૮ લાખનું રોકાણ કરવું પડશે. ૫૪૫ રૂપિયાની કિંમત અનુસાર તે ૨૦ હજાર શેરની કિંમત ૧,૦૯,૦૦,૦૦૦ રૂપિયા હાલમાં થઈ ગઈ હશે.

આ પણ વાંચો :-

શું તમને પણ રેલવે સ્ટેશન, બસ કે એરપોર્ટ પર છે મોબાઈલ ચાર્જિંગની ટેવ ? તો ચેતી જજો

0
  • આજના સમયમાં સ્માર્ટફોન જિંદગીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. શું તમે પણ જાહેર સ્થળ પરના ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરો છો? જો હા તો તમારે સાવધાન થઈ જવું જોઈએ.

આજના સમયમાં સ્માર્ટફોન જિંદગીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. કોઈની સાથે વાત કરવાની હોય કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન મોટાભાગના કામ મોબાઈલથી કરવામાં આવે છે.

આ કારણોસર લોકો મોબાઈલની બેટરી હંમેશા ચાર્જ રાખે છે. શું તમે પણ જાહેર સ્થળ પરના ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરો છો? જો હા તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. સ્કેમર્સ યૂઝર્સને ચૂનો લગાવવા માટે જ્યૂસ જેકિંગ (Juice jacking) ટેકનિકનો ઉપયોગ કરે છે.

આ ટેકનિકથી છેતરપિંડી કરવા માટે હેકર્સ ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરે છે. આ ચાર્જિંગ પોર્ટ રેલવે, એરપોર્ટ, બસ અથવા બસ સ્ટેન્ડ પર મળી શકે છે. આ સ્કેમ ભારત સહિત સમગ્ર દુનિયામાં ફેલાયેલ છે.

FBIએ પણ આપી ચેતવણી :

Federal bureau of investigation (FBI)એ તાજેતરમાં અમેરિકાના લોકો માટે એક ચેતવણી જાહેર કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પબ્લિક ચાર્જિંગ ડોક ખતરનાક સાબિત થઈ શકે છે. સરકારી એજન્સીએ સલાહ આપી છે કે લોકોએ ખુદની પાવર બેન્કનો ઉપયોગ કરવો.

Juice jacking શું છે?

Juice jacking એક પ્રકારનો સાઈબર અટેક છે. જે માટે સ્કેમર્સ એક ડમી ચાર્જિંગ સ્ટેશન બનાવે છે. જેથી તેઓ સામાન્ય માણસ સાથે સરળતાથી છેતરપિંડી શકે છે.

જ્યારે કોઈ વ્યક્તિ આ ડમી ચાર્જિંગ સ્ટેશન સાથે ફોન પ્લગ કરે છે, તો સ્કેમર્સ યૂઝર્સના ડિવાઈસને એક્સેસ કરે છે. ત્યાર પછી યૂઝર્સના પર્સનલ ડેટા અટેક કરે છે. ઉપરાંત બેન્કિંગ સંબંધિત ડેટા ચોરવાની પણ કોશિશ કરે છે. ત્યાર પછી બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

આ સાઈબર અટેકથી કેવી રીતે બચવું?

Juice jacking બચવું ખૂબ જ અઘરૂ હોય છે. યૂઝર્સ રિઅલ અને ફેક વચ્ચેનો ભેદ સરળતાથી સમજી શકતા નથી. અહીંયા જણાવેલ ટિપ્સ ફોલો કરીને આ સાઈબર અટેકથી બચી શકાય છે. સિક્યોરિટી માટે ફોનમાં USB data Blocker નો ઉપયોગ કરો. આ એક નાનું એડેપ્ટર છે. જે ચાર્જિંગ સ્ટેશન અને ફોન વચ્ચે કામ કરે છે.

આ પણ વાંચો :-

૦૩ ઓગસ્ટ / આ રાશિના જાતકોને વિશ્વાસઘાત અને છેતરામણીનો કરવો પડશે સામનો, આજનું રાશિ ભવિષ્ય જોઈ ઘર બહાર પગ મુકજો

મેષ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર સુધી આવક પણ જ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી, ખાંસી, થાક લાગવાની તકલીફ જણાય. ધંધામાં પ્રગતિ.

વૃષભ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ વધે. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ-પ્રમોદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ શારૂ. નોકરી-ધંધામાં પ્રગતિ. સ્વાસ્થ્ય જળવાય.

મિથુન
કોઈ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. સરકારી કામકાજ, લખાણ બપોર વાંચીને કરવું. નાણાંકીય લાભ મેળવી શકાશે. પરિવારમાં આનંદ. સંતાનની પ્રગતિથી મન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્ક
આજનો દિવસ તમામ રીતે આનંદ-ઉત્સાહ લઇને આવ્યો છે. આવકમાં વધારો થાય. પરિવારના તમામ સભ્યો વચ્ચે એકરાગીતા જળવાશે. નોકરી ધંધમાં નિશ્રફળ મળે. આરોગ્ય સારૂં રહેશે. માત્ર જમણી છાતીની કાળજી રાખવી.

સિંહ
મનમાં ચંચળતા રહે. આપનું મન કોઈ કળી શકે નહીં. નવા મિત્રો બનશે. જુના મિત્રોને મળવાનું થાય. પ્રિય પાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથીની પ્રગતિથી આનંદ. ધંધામાં પ્રગતિ. સત્તા, હોદ્દો માનમાં વધારો થાય.

કન્યા
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. માનસિક શાંતિ અનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી-ધંધોમાં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.

તુલા
વિદેશના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થાનું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ શક્ય બને.

વૃશ્ચિક
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. માતા-પિતા સાથે મનમેળ રહે. નવા રોકાણો ફાયદા કારક નીવડે. વાહન સુખ, મિલકત સુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય જળવાય.

ધન
માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઈ બહેનો સાથે સારૂ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદાસીનતા વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.

મકર
માન સન્માનમાં વધારો થતો જણાય. નાણાંકીય બાબતો અંગે સંતોષ. પરિવારમાં આનંદ. સ્થાવર જંગમ મિલકતના રોકાણોમાં સાનુકુળતા જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય. સંતાન તરફથી પ્રેમ મળતો જણાય. આરોગ્ય સારૂ.

કુંભ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. છતાં આજે કોઇને ઉધાર આપવું નહીં. નાણાં ઉછીના આપવા નહીં. પૈસા ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. શરદી-ખાંસી, તાવનો ઉપદ્રવ રહે. દિવસના પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારૂં.

મીન
આનંદ ઉત્સાહ સભર દિવસ જણાય. આર્થિક પાસુ મળતી જણાય. પહિન સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતોમાં સાચવવું. વિચારીને નિર્ણયો લેવાની સલાહ છે.

આ પણ વાંચો :-

યુવાન રહેવા વિગન ડાયટિંગના ચક્કરમાં ભૂખમરાથી યુવતીનું મોત ! માત્ર ખાતી હતી આ વસ્તુ

  • શું વેગન રો ફૂડ ડાયેટ સ્વાસ્થ્ય માટે ઘાતક છે ? આ સવાલ એટલા માટે ઉઠવા લાગ્યો છે કારણ કે એક રશિયન વેગન ઈન્ફ્લુએન્સરનું આ કારણે મૃત્યુ થયું છે.

રશિયાની રહેવાસી ઝાન્ના સેમસોનોવા માત્ર શાકાહારી કાચો ખોરાક લેતી હતી એટલે કે તે જે કંઈ ખાતી તે બધું કાચું જ હતું. સેમસોનોવા ફક્ત વિદેશી ફળો પર નિર્ભર હતી. જન્ના ઘણીવાર સોશિયલ મીડિયા પર વેગન રો ફૂડને પ્રમોટ કરતી જોવા મળતી હતી. અહેવાલ અનુસાર વેગન રો ફૂડ ડાયટ પર હોવાના કારણે જન્ના ભૂખમરોનો શિકાર બની હતી જેના કારણે તેનું મોત થયું હતું.

સેમસોનોવા ટિકટોકથી લઈને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સુધી દરેક જગ્યાએ તેના ‘કાચા ખોરાક’ વિશે જણાવતી જોવા મળી હતી. તેના લાખો ચાહકોમાં ઝાન્ના ડી’આર્ટના નામથી તે જાણીતી હતી. સેમસોનોવા જ્યારે દક્ષિણ પૂર્વ એશિયાના પ્રવાસે હતી ત્યારે અચાનક તેની તબિયત બગડવા લાગી હતી. ડૉક્ટરે તેને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ ૨૧ જુલાઈએ તે જીવનની લડાઈ હારી ગઈ.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર જન્નાના એક મિત્રએ જણાવ્યું કે જન્ના જ્યારે થોડા મહિના પહેલા શ્રીલંકા ટૂર પર ગઈ હતી ત્યારે તે ખૂબ જ થાકેલી દેખાતી હતી. તેના પગમાં સોજો આવી ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે ઘરે મોકલી દેવામાં આવી હતી. જોકે સારવાર મળે તે પહેલા જ તે ફરી ભાગી ગઈ હતી.

તેના મિત્રએ તેને ફૂકેટમાં જોઈ હતી. જેના પછી તે દંગ રહી ગયો હતો. મિત્રે કહ્યું કે, મને દરરોજ ડર લાગતો હતો કે કોઈ દિવસ તેને મૃત હાલતમાં ન મળી જાય. કારણ કે તેની હાલત ખૂબ જ ખરાબ હતી. મેં તેને સારવાર કરાવવા માટે ઘણી વાર કહ્યું પરંતુ તે માનતી ન હતી.

જન્નાની માતાએ દાવો કર્યો હતો કે તેનું મૃત્યુ કોલેરા જેવા ચેપને કારણે થયું હતું. અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે જન્નાના મૃત્યુનું કારણ શું છે. માતાએ જણાવ્યું કે જન્ના છેલ્લા ચાર વર્ષથી વેગન રો ફૂડ ડાયેટ પર હતી એટલે કે તે સંપૂર્ણ રીતે કાચો શાકાહારી આહાર લેતી હતી.

તે માત્ર ફળો અને ફળોની સ્મૂધી અથવા જ્યુસ અને સૂર્યમુખીના બીજનું સેવન કરતી હતી. મિત્રોના જણાવ્યા અનુસાર જન્નાના મૃત્યુનું કારણ શાકાહારી કાચો ખોરાક છે જેના કારણે તેનું શરીર નબળું પડી ગયું હતું.

આ પણ વાંચો :-

કંગનાજીએ મને આઈ લવ યુ કહ્યું ! અને એક દિવસમાં બિગ બોસમાંથી કાઢી મુકેલ સ્ટાર હવે આ શોમાં…..

  • સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પુનીત સુપરસ્ટારના ‘લોક અપ સીઝન ૨’માં આવવાના રૂમર્સ છે. ત્યાં જ આ વચ્ચે પુનીતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી દાવો કર્યો છે કે કંગનાએ તેને પ્રપોઝ કર્યું છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર પુનીત સુપરસ્ટાર હાલમાં જ ‘બિગ બોસ એટીટી ૨‘માં જોવા મળ્યા હતા. જોકે ઘરની અંદર રહેવાના ફક્ત એક દિવસમાં જ તેમનાથી બધા કંટાળી ગયા હતા. તેઓ પોતાના માથા પર ડિટર્જન્ટ નાખતા અને વોશરૂમ એરિયામાં વસ્તુઓ આમ તેમ ફેંકતા વીડિયોમાં દેખાયા હતા. પુનીત સુપરસ્ટારના વર્તનથી પહેલા જ દિવસમાં ઘરમાં રહેલા લોકો કંગાળી ગયા હતા. તેમના વર્તનથી પરેશાન થઈને તેમને એક જ દિવસમાં ઘરમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

જોકે પુનીતે સોશિયલ મીડિયા પર પોતાની હરકતો બંધ ન કરી. જેથી હાલમાં જ તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યું હતું અને હવે ખબર છે કે પુનીત સુપરસ્ટાર કથિત રીતે બીજા એક શોમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તેની સાથે જ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરે બોલિવુડ એક્ટ્રેસ કંગનાને લઈને પણ ચોંકાવનારા દાવા કર્યા છે.

કંગનાએ કર્યું હતું પુનીતને પ્રપોઝ?

હકીકતે પુનીત સુપરસ્ટારે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દાવો કર્યો હતો કે કંગનાએ લોક અપ સીઝન-2 માટે તેમને ઈનવાઈટ કર્યું હતું. તેમણે એવો પણ ખુલાસો કર્યો હતો કે શોમાં ઈનવાઈટ કરતી વખતે કંગનાએ તેમને આઈ લવ યુ કહ્યું હતું.

પુનીતે શેર કર્યું છે કે તે લોક અપ ૨માં એન્ટ્રી કરવા પર તેમને પ્રપોઝ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. તેમણે કંગનાને એવું પણ વચન આપ્યું છે કે તે લોક અપ ૨માં સારૂ પરફોર્મ કરશે અને બધાને એન્ટરટેઈન પણ કરશે. જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર પુનીતના ૩.૨ મિલિયન ફોલોએર્સ છે.

આ પણ વાંચો :-

 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાની વાપસી કન્ફર્મ : સિરિયલના ૧૫ વર્ષ પૂર્ણ થવા પર આસિત મોદીએ કર્યું આ મોટું એલાન

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ૧૫ વર્ષ પૂર્ણ કર્યા અને ટીવી પર સૌથી લાંબો ચાલતો શો બની ગયો છે. આ અવસર પર અસિત મોદીએ દયાબેનને શોમાં પાછા લાવવાનું ચાહકોને વચન આપ્યું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. આ શો તેની કોમેડી માટે જાણીતો છે. શોના તમામ કલાકારો પણ તેમના અભિનયના કારણે ઘર-ઘરમાં ઓળખાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ૧૫ વર્ષ પૂર્ણ કર્યા છે અને તે ટીવી પર સૌથી લાંબો ચાલતો શો બની ગયો છે. ૧૫ વર્ષ પૂરા થવા પર શોના નિર્માતા અસિત મોદીએ દિશા વાકાણી વિશે જાહેરાત કરી છે અને તેમના ચાહકોને દયાબેનને શોમાં પાછા લાવવાનું વચન આપ્યું છે.

વાત એમ છે કે ૧૫ વર્ષ પૂરા થવા પર અસિત મોદીએ કહ્યું કે ૧૫ વર્ષની આ સફરમાં દરેકને હાર્દિક અભિનંદન. આવા ઘણા કલાકારો છે આપણે તેમને ભૂલી શકતા નથી તે કલાકાર છે દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી. તેણે આટલા વર્ષો સુધી ચાહકોનું મનોરંજન કર્યું અને અમને હસાવ્યા. ચાહકો તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે અને હું તમને બધાને વચન આપું છું કે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછી આવશે.

જણાવી દઈએ કે આ શો છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલો છે. શોમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી સહિત ત્રણ લોકો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આ શો ઘણા સમયથી ચર્ચામાં છે.

આ પણ વાંચો :-

હજુ તો બાળકો બહાર નીકળ્યા અને ૨ સેકન્ડમાં જ ૧૦મા માળેથી નીચે પડી લીફ્ટ

0
  • ‘જાકો રખે સૈયાં માર સાકે ના કોઈ’ કહેવત જાણીતી હતી. પરંતુ તેની વાસ્તવિકતા પુણેની એક સોસાયટીમાં જોવા મળી.

જ્યાં થોડીક સેકન્ડો પહેલા લિફ્ટમાંથી બહાર નીકળેલા બાળકો એક ભયાનક અકસ્માતનો ભોગ બનીને બચી ગયા.(Pune Lift Collapse) આ હૃદયદ્રાવક વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળકો લિફ્ટમાંથી બહાર નીકળ્યા બીજી જ ક્ષણે લિફ્ટ ભરાઈ ગઈ અને ૧૦મા માળેથી નીચે પડી ગઈ.

આ ચોંકાવનારો વીડિયો મહારાષ્ટ્રના પુણેનો છે. વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક બાળકો થોડી સેકન્ડ પહેલા લિફ્ટમાંથી બહાર નીકળતા જોવા મળે છે બીજી જ ક્ષણે લિફ્ટ અચાનક ૧૦મા માળેથી પડી અને ડક્ટના ખાડામાં અથડાઈ. ૨૭ જુલાઈના રોજ બનેલી આ ઘટનાનો વીડિયો ૩૧ જુલાઈએ ‘ક્રાઈમ કંટ્રોલ રિફોર્મ ઓર્ગેનાઈઝેશન ઓલ ઈન્ડિયા’ના હેન્ડલથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટવિટર પર શેર કરવામાં આવ્યો છે. જેનાથી યુઝર્સ અચંબામાં પડી ગયા છે.

વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘પુણેમાં ૧૦મા માળેથી લિફ્ટ પડી, તે પડી તેની થોડી જ સેકન્ડ પહેલા બાળકો અંદરથી બહાર આવી ગયા.’ ૪૭ સેકન્ડના આ CCTV ફૂટેજમાં લિફ્ટના દરવાજા બંધ થતાં જ જોરથી ધ્રુજારીનો અવાજ આવવા લાગે છે.

જે લોકોએ આ વીડિયો જોયો છે તેઓ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે લિફ્ટની મેન્ટેનન્સ એજન્સી, બિલ્ડર અને અન્ય લોકો વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો :-

 

ભાવનગરમાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી : અગાઉ નોટીસ આપવા છતાંય આવી ગંભીર બેદરકારી કેમ ?

0
  • ભાવનગરમાં માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૨૦ જેટલા લોકોનું રેસક્યું કરાયું છે.

જૂનાગઢ બાદ ભાવનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાવનગર વાઘાવાડી રોડ પર આવેલા માધવ હિલ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે. આ અંગેની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ અને ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. ફાયરની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૨૦ લોકોના રેસ્ક્યુ કરાયા છે. હજુ ૧૦થી ૧૫ લોકો કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા છે.

કાટમાળ હટાવવા માટે JCB મશીનની પણ મદદ લેવામાં આવી છે. તો ફાયરની ટીમની સાથે સ્થાનિકો પણ કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયા છે. પોલીસ અને ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ ઘણા સમયથી જર્જરિત હતું. આ બિલ્ડિંગમાં પ્રથમ ત્રણ માળમાં ૨૦૦થી વધુ દુકાનો આવેલી છે.

જ્યારે બિલ્ડિંગના ૫ માળમાં રહેણાક ફ્લેટ આવેલા છે. અગાઉ આ જર્જરિત બિલ્ડિંગને નોટિસ આપવામાં આવી હતી. હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

આ પણ વાંચો :-

ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપની સાથે છેતરપિંડી, જાણો શું છે સમગ્ર મામલો

0
  • ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. નરેશ પટેલની કંપનીને ૪૦ કરોડ રૂ.નું આર્થિક નુકશાન પહોંચાડયાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

મેટોડા ખાતે પટેલ બ્રાસ વર્ક નામની કંપની આવેલી છે. રાજકોટના લોધિકા પોલીસ સ્ટેશન ખાતે કંપનીના ભૂતપૂર્વ કર્મચારી સહિત ૫ વ્યક્તિઓ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

આરોપીઓએ કંપનીની ડિઝાઈન અને ડ્રોઈંગમાંથી લોગો દૂર કરી પોતાની અંગત માલિકીની દર્શાવી અંગત ઉપયોગ કર્યો હતો. આ મામલે પોલીસે IPC 406, 408, 418, 465, 467, 468, 120 (B), કોપી રાઈટ એક્ટ તેમજ IT એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સમગ્ર તપાસ LCB PI ને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો :-

ત્રિવેણી સંગમમાં ડૂબી રહેલા વૃદ્ધાને બચાવવા ૬ પોલીસ જવાનો નદીમાં કુદી પડ્યા અને પછી શું થયું..

0
  • પ્રભાસ પાટણ પોલીસ કોન્સ્ટેબલ અને GRD જવાનોની ઉમદા કામગીરીએ લોકોના દીલ જીતી લીધા છે.

સોમનાથમાં ત્રિવેણી સંગમમાં ૭૦ વર્ષના વૃદ્ધા ડૂબવા લાગ્યા હતા. દરમિયાન તેમને બચાવવા ૬ જવાનોએ નદીમાં છલાંગ લગાવી હતી.

ડૂબી રહેલા વૃદ્ધા માટે આ પોલીસ જવાનો તારણહાર બનીને આવ્યા હતા. એક જવાન રીતસરનો તેમનો હાથ પકડીને કિનારા સુધી ખેંચી લાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ જવાનોની નજર નદીમાં બચાવો બચાવોની બૂમો પાડી રહેલા વૃદ્ધા પર પડતા જવાનોએ તેમને બચાવવા માટે પોતાના જીવની ચિંતા કર્યા વગર પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. અને પાણીમાં ડૂબી રહેલા વૃદ્ધાને બચાવી કિનારે લાવ્યા હતા.

આ પણ વાંચો :-