શું તમને પણ રેલવે સ્ટેશન, બસ કે એરપોર્ટ પર છે મોબાઈલ ચાર્જિંગની ટેવ ? તો ચેતી જજો

Share this story
  • આજના સમયમાં સ્માર્ટફોન જિંદગીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. શું તમે પણ જાહેર સ્થળ પરના ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરો છો? જો હા તો તમારે સાવધાન થઈ જવું જોઈએ.

આજના સમયમાં સ્માર્ટફોન જિંદગીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. કોઈની સાથે વાત કરવાની હોય કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન મોટાભાગના કામ મોબાઈલથી કરવામાં આવે છે.

આ કારણોસર લોકો મોબાઈલની બેટરી હંમેશા ચાર્જ રાખે છે. શું તમે પણ જાહેર સ્થળ પરના ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરો છો? જો હા તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. સ્કેમર્સ યૂઝર્સને ચૂનો લગાવવા માટે જ્યૂસ જેકિંગ (Juice jacking) ટેકનિકનો ઉપયોગ કરે છે.

આ ટેકનિકથી છેતરપિંડી કરવા માટે હેકર્સ ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરે છે. આ ચાર્જિંગ પોર્ટ રેલવે, એરપોર્ટ, બસ અથવા બસ સ્ટેન્ડ પર મળી શકે છે. આ સ્કેમ ભારત સહિત સમગ્ર દુનિયામાં ફેલાયેલ છે.

FBIએ પણ આપી ચેતવણી :

Federal bureau of investigation (FBI)એ તાજેતરમાં અમેરિકાના લોકો માટે એક ચેતવણી જાહેર કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પબ્લિક ચાર્જિંગ ડોક ખતરનાક સાબિત થઈ શકે છે. સરકારી એજન્સીએ સલાહ આપી છે કે લોકોએ ખુદની પાવર બેન્કનો ઉપયોગ કરવો.

Juice jacking શું છે?

Juice jacking એક પ્રકારનો સાઈબર અટેક છે. જે માટે સ્કેમર્સ એક ડમી ચાર્જિંગ સ્ટેશન બનાવે છે. જેથી તેઓ સામાન્ય માણસ સાથે સરળતાથી છેતરપિંડી શકે છે.

જ્યારે કોઈ વ્યક્તિ આ ડમી ચાર્જિંગ સ્ટેશન સાથે ફોન પ્લગ કરે છે, તો સ્કેમર્સ યૂઝર્સના ડિવાઈસને એક્સેસ કરે છે. ત્યાર પછી યૂઝર્સના પર્સનલ ડેટા અટેક કરે છે. ઉપરાંત બેન્કિંગ સંબંધિત ડેટા ચોરવાની પણ કોશિશ કરે છે. ત્યાર પછી બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

આ સાઈબર અટેકથી કેવી રીતે બચવું?

Juice jacking બચવું ખૂબ જ અઘરૂ હોય છે. યૂઝર્સ રિઅલ અને ફેક વચ્ચેનો ભેદ સરળતાથી સમજી શકતા નથી. અહીંયા જણાવેલ ટિપ્સ ફોલો કરીને આ સાઈબર અટેકથી બચી શકાય છે. સિક્યોરિટી માટે ફોનમાં USB data Blocker નો ઉપયોગ કરો. આ એક નાનું એડેપ્ટર છે. જે ચાર્જિંગ સ્ટેશન અને ફોન વચ્ચે કામ કરે છે.

આ પણ વાંચો :-