‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાની વાપસી કન્ફર્મ : સિરિયલના ૧૫ વર્ષ પૂર્ણ થવા પર આસિત મોદીએ કર્યું આ મોટું એલાન

Share this story
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ૧૫ વર્ષ પૂર્ણ કર્યા અને ટીવી પર સૌથી લાંબો ચાલતો શો બની ગયો છે. આ અવસર પર અસિત મોદીએ દયાબેનને શોમાં પાછા લાવવાનું ચાહકોને વચન આપ્યું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. આ શો તેની કોમેડી માટે જાણીતો છે. શોના તમામ કલાકારો પણ તેમના અભિનયના કારણે ઘર-ઘરમાં ઓળખાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ૧૫ વર્ષ પૂર્ણ કર્યા છે અને તે ટીવી પર સૌથી લાંબો ચાલતો શો બની ગયો છે. ૧૫ વર્ષ પૂરા થવા પર શોના નિર્માતા અસિત મોદીએ દિશા વાકાણી વિશે જાહેરાત કરી છે અને તેમના ચાહકોને દયાબેનને શોમાં પાછા લાવવાનું વચન આપ્યું છે.

વાત એમ છે કે ૧૫ વર્ષ પૂરા થવા પર અસિત મોદીએ કહ્યું કે ૧૫ વર્ષની આ સફરમાં દરેકને હાર્દિક અભિનંદન. આવા ઘણા કલાકારો છે આપણે તેમને ભૂલી શકતા નથી તે કલાકાર છે દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી. તેણે આટલા વર્ષો સુધી ચાહકોનું મનોરંજન કર્યું અને અમને હસાવ્યા. ચાહકો તેના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે અને હું તમને બધાને વચન આપું છું કે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછી આવશે.

જણાવી દઈએ કે આ શો છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલો છે. શોમાં મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી સહિત ત્રણ લોકો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આ શો ઘણા સમયથી ચર્ચામાં છે.

આ પણ વાંચો :-