યુવાન રહેવા વિગન ડાયટિંગના ચક્કરમાં ભૂખમરાથી યુવતીનું મોત ! માત્ર ખાતી હતી આ વસ્તુ

Share this story
  • શું વેગન રો ફૂડ ડાયેટ સ્વાસ્થ્ય માટે ઘાતક છે ? આ સવાલ એટલા માટે ઉઠવા લાગ્યો છે કારણ કે એક રશિયન વેગન ઈન્ફ્લુએન્સરનું આ કારણે મૃત્યુ થયું છે.

રશિયાની રહેવાસી ઝાન્ના સેમસોનોવા માત્ર શાકાહારી કાચો ખોરાક લેતી હતી એટલે કે તે જે કંઈ ખાતી તે બધું કાચું જ હતું. સેમસોનોવા ફક્ત વિદેશી ફળો પર નિર્ભર હતી. જન્ના ઘણીવાર સોશિયલ મીડિયા પર વેગન રો ફૂડને પ્રમોટ કરતી જોવા મળતી હતી. અહેવાલ અનુસાર વેગન રો ફૂડ ડાયટ પર હોવાના કારણે જન્ના ભૂખમરોનો શિકાર બની હતી જેના કારણે તેનું મોત થયું હતું.

સેમસોનોવા ટિકટોકથી લઈને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સુધી દરેક જગ્યાએ તેના ‘કાચા ખોરાક’ વિશે જણાવતી જોવા મળી હતી. તેના લાખો ચાહકોમાં ઝાન્ના ડી’આર્ટના નામથી તે જાણીતી હતી. સેમસોનોવા જ્યારે દક્ષિણ પૂર્વ એશિયાના પ્રવાસે હતી ત્યારે અચાનક તેની તબિયત બગડવા લાગી હતી. ડૉક્ટરે તેને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ ૨૧ જુલાઈએ તે જીવનની લડાઈ હારી ગઈ.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર જન્નાના એક મિત્રએ જણાવ્યું કે જન્ના જ્યારે થોડા મહિના પહેલા શ્રીલંકા ટૂર પર ગઈ હતી ત્યારે તે ખૂબ જ થાકેલી દેખાતી હતી. તેના પગમાં સોજો આવી ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે ઘરે મોકલી દેવામાં આવી હતી. જોકે સારવાર મળે તે પહેલા જ તે ફરી ભાગી ગઈ હતી.

તેના મિત્રએ તેને ફૂકેટમાં જોઈ હતી. જેના પછી તે દંગ રહી ગયો હતો. મિત્રે કહ્યું કે, મને દરરોજ ડર લાગતો હતો કે કોઈ દિવસ તેને મૃત હાલતમાં ન મળી જાય. કારણ કે તેની હાલત ખૂબ જ ખરાબ હતી. મેં તેને સારવાર કરાવવા માટે ઘણી વાર કહ્યું પરંતુ તે માનતી ન હતી.

જન્નાની માતાએ દાવો કર્યો હતો કે તેનું મૃત્યુ કોલેરા જેવા ચેપને કારણે થયું હતું. અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે જન્નાના મૃત્યુનું કારણ શું છે. માતાએ જણાવ્યું કે જન્ના છેલ્લા ચાર વર્ષથી વેગન રો ફૂડ ડાયેટ પર હતી એટલે કે તે સંપૂર્ણ રીતે કાચો શાકાહારી આહાર લેતી હતી.

તે માત્ર ફળો અને ફળોની સ્મૂધી અથવા જ્યુસ અને સૂર્યમુખીના બીજનું સેવન કરતી હતી. મિત્રોના જણાવ્યા અનુસાર જન્નાના મૃત્યુનું કારણ શાકાહારી કાચો ખોરાક છે જેના કારણે તેનું શરીર નબળું પડી ગયું હતું.

આ પણ વાંચો :-