ગુજરાતી ફિલ્મોના પાછલા ત્રણ વર્ષના પારિતોષિકો જાહેર : ૪૬ કેટેગરીમાં ૧૧૦ શ્રેષ્ઠ કલાકારોની પસંદગી, જુઓ લીસ્ટ

Share this story
  • ગુજરાતી ફિલ્મો દર્શકોને આકર્ષિત બને તે માટે સરકાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ફિલ્મો અને શ્રેષ્ઠ અભિનેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જેની સંપૂર્ણ માહિતી જાણો આ અહેવાલમાં !

ગુજરાતી ચલચિત્રો તરફ લોકોને આકર્ષવા માટે અને ફિલ્મોની ગુણવત્તા ઊંચી આવે તેમજ લોકો ગુજરાતી ચલચિત્રો વધુને વધુ પ્રમાણમાં જોવા પ્રેરાય તેવા ગુજરાતી ફિલ્મો માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામા આવી રહ્યા છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટેની ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯ અંતર્ગત ગુજરાતી ફિલ્મને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.

ImageImage

માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રાપ્ત દરખાસ્ત અનુસાર કુલ ૧૮ ગુજરાતી ચલચિત્રોને પરીક્ષણ સમિતિના ગુણાંકનના આધારે આર્થિક સહાય ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યું છે. ચલચિત્ર પરીક્ષણ સમિતિની બેઠકમાં કુલ ૧૮ ચલચિત્રનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ૧૮ ફિલ્મોને કુલ રૂ. ૩,૫૨,૦૬,૩૮૦ ની આર્થિક સહાય ચૂકવવાની મંજૂરી માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

Imageજે ગુજરાતી ચલચિત્રોને આર્થિક સહાય-સબસિડી જાહેર કરવામાં આવી છે. જેમાં લકી લોકડાઉનને ૩૦ લાખ ઉપરાંત શાબાશ ફિલ્મ અને ૩૦,૫૬,૭૦૦ તેમજ ગાંધીની બકરી ફિલ્મને ૪૦ લાખ અને જોવા જેવી થઈને પાંચ લાખ તથા અડકો દડકો ને ૨૦ લાખ અને હાથ તાળીને પાંચ લાખ તથા મને લઈ જા ને ૨૮, ૯૯,૬૮૬ તથા રાહીલને પાંચ લાખ, લવ યુ પપ્પાને પાંચ લાખ પરિચયને ૨૦ લાખ અને મારે શું ને દસ લાખની સહાય ચૂકવાઈ છે. વધુમાં હું તારી હીરને ૩૦ લાખ અને માધવને ૩૦ લાખ તથા નાયકાદેવી ધ વોરિયર કવિનને ૫૦ લાખ અને ગુજરાતીથી ન્યુજર્સી ફિલ્મને દસ લાખ તથા પેન્ટાગોન અને દસ લાખ અને લખમીને ૧૨,૫૦,૦૦૦ અને રજી એપાર્ટમેન્ટને ફિલ્મને દસ લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ છે.

ImageImageગુજરાતી ચલચિત્રોના પાછલા ત્રણ વર્ષના એવોર્ડ જાહેર :

રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ગુજરાતી ચલચિત્રોના વિવિધ ક્ષેત્રોમાં કુલ ૪૬ કેટેગરીને લક્ષમાં લઈને પાછલા ત્રણ વર્ષના એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦રર એમ ત્રણ વર્ષમાં સિનેમા ગૃહોમાં પ્રદર્શિત થયેલા ફિલ્મો માટે પારિતોષિકો એનાયત કરવા સંદર્ભે જે ફિલ્મની એન્ટ્રી આવેલી તેને ધ્યાને રાખી રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા દ્વારા જે તે વર્ષના પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે.

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/gujarati-film' title='Gujarati Film'>Gujarati Film</a> Awards for the last three years announced

શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ ‘ગોળ કેરી’ :

આ પારિતોષકોમાં વર્ષ ૨૦૨૦ માટે શ્રેષ્ઠ ફિલ્મ ‘લવની લવ સ્ટોરી’, શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ ‘ગોળ કેરી’,  શ્રેષ્ઠ અભિનેતા મલ્હાર ઠાકર (ગોળ કેરી ફિલ્મ માટે) શ્રેષ્ઠ અભિનેત્રી દિજલ રાજપ્રિયા (કેમ છો? ફિલ્મ માટે)ને જાહેર કરવામાં આવ્યા છે.બીજી બાજુ આ જ રીતે વર્ષ ૨૦૨૧ માટે શ્રેષ્ઠ ફિલ્મ ‘કોઠી ૧૯૪૭’, શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ ‘દીવા સ્વપ્ન’ શ્રેષ્ઠ અભિનેતા આદેશસિંધ તોમર (ડ્રામેબાજ ફિલ્મ માટે), શ્રેષ્ઠ અભિનેત્રી ડેનિશ, ગુમરા (ભારત મારો દેશ છે ફિલ્મ માટે)ને જાહેર કરવામાં આવ્યા છે.

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/gujarati-film' title='Gujarati Film'>Gujarati Film</a> Awards for the last three years announced

શ્રેષ્ઠ ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’ :

બીજી બાજુ વર્ષ ૨૦૨૨ માટે શ્રેષ્ઠ ફિલ્મ ‘ઓમ મંગલમ સિંગલમ’, શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે, શ્રેષ્ઠ અભિનેતા યશ સોની, શ્રેષ્ઠ અભિનેત્રી આરોહી પટેલ (ફક્ત મહિલાઓ ફિલ્મ માટે)ને જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ પારિતોષિકોમાં વર્ષ વર્ષ ૨૦૨૦ માટે ૩૪, વર્ષ ૨૦૨૧ માટે ૩૬ અને વર્ષ ૨૦૨૨ માટે ૪૦ પારિતોષિક મળી કુલ ૧૧૦ પારિતોષિક જાહેર કરાયા છે. જેને રોકડ પુરષ્કાર અપાયા છે.

આ પણ વાંચો :-