Home Blog Page 1009

લ્યો બોલો, સરકારી ઓફિસમાં ટાઈમસર ચા ન પહોંચતા ચાવાળાને નોટિસ

0
  • રાજસ્થાનના ઝાલાવડ જિલ્લાનો એક કિસ્સો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. મનોહરથાના પંચાયત સમિતિના કાર્યાલયના નામે એક નોટિસ વાયરલ થઈ છે.

જેમાં ચા વાળાને સ્વચ્છ ભારત મિશનલ બ્લોક કો-ઓર્ડિનેટરે કારણદર્શક નોટિસ ફટકારી છે. ચાવાળાની ભૂલ ફક્ત એટલી હતી કે તે ઓફિસમાં સમયસર ચા પહોંચાડતો નહોતો. જેને લઈને ઓફિસના કર્મચારીઓએ તેને નોટિસ મોકલી હતી.

નોટિસમાં લખ્યું છે કે પંચાયત સમિતિ કાર્યાલયમાં ચાની દુકાન લગાવતા વિરમચંદને ફોન કરીને ચા મગાવી. તેના પર તેણે સંતોષજનક જવાબ ન આપ્યો. વિરમચંદે ફોન પર જવાબ આપ્યો કે, ભેંસનું દૂધ કાઢ્યા બાદ ચા લઈને આવું છું.

નોટિસમાં લખ્યું છે કે ઉપરોક્ત વિષયઅંતર્ગત તમને પંચાયત સમિતિ કાર્યાલયમાં ચા મગાવવા બાબતે, શ્રી મોહનજી દ્વારા ફોન કર્યો હતો. જેમાં તમારા દ્વારા સંતોષજનક જવાબ નથી મળ્યો, તથા સાથે જ તમે ભેંસનું દૂધ કાઢીને ફરીથી ચા લાવવાનું કહેવામાં આવ્યું છે.

આ કૃત્ય આપની ઘોર લાપરવાહી બતાવે છે તથા અત્યંત ખેદજનક વિષય છે. તેથી હવે આપ આજની તારીખથી પંચાયત સમિતિ કાર્યાલયમાં ચા લાવતા પહેલા ભેંસનું દૂધ કાઢીને તૈયાર રાખો તથા આજ પછી કોઈ પણ કર્મચારી, અધિકારીના ફોન આવે તો તરત ચા લઈને હાજર થાઓ. નહીંતર આપના વાસણ અને ઠીકરા ઉપાડી ચાલતી પકડજો.

જો કે મામલો ચર્ચાસ્પદ બનતા સ્વચ્છ ભારત મિશનના બ્લોક કોઓર્ડિનેટર મોહનલાલના કાર્યાલયે નોટિસને ફેક ગણાવી છે. તેમણે કહ્યું કે પંચાયત સમિતિના કોમ્પ્યુટર ઓપરેટરે લંચ દરમ્યાન હસી મજાકમાં આ નોટિસ ટાઈપ કરી ચાવાળા આપી દીધી હતી. જેને કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.

આ પણ વાંચો :-

ચાલુ ડ્યૂટીએ ખૂણામાં બેસીને ફોન વાપરતા TRB જવાનનો ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉધડો લીધો

0
  • સુરતમાં તાજેતરમાં જ BRTS ટ્રેકમાં પૂરપાટ ઝડપે કાર હંકારતા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ વરાછાના ધારાસભ્ય કુમાર કનાણીએ ટ્રાફિક પોલીસની કામગીરી રાત્રે પણ જરૂરી હોવાનું સૂચન કર્યું હતું.

ફરી એકવાર કુમાર કાનાણી ચર્ચામાં છે. હકીકતમાં કુમાર કાનાણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ફરજ પરનો ટ્રાફિક જવાન ફોનમાં વ્યસ્ત હોવાથી તેને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે. જોકે વીડિયોમાં ખુદ કુમાર કાનાણી પણ હેલ્મેટ વિના જ જોવા મળી રહ્યા છે.

વરાછા રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને MLA કુમાર કાનાણી ઘણીવાર પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગને ફરિયાદ કરતા રહે છે. તાજેતરમાં તેઓ પોતાના ટુ-વ્હીલર પર પોતાના મીની બજાર તરફ પત્ની સાથે નીકળ્યા હતા. ત્યારે તેમણે જોયું કે આસપાસમાં કોઈ ટ્રાફિક જવાન નહોતો. તેમની નજર ખૂણામાં પડી તો બે TRB જવાન ગાડી પર બેસીને મોબાઈલમાં વ્યસ્ત હતા. આતી તેમણે લોકોની સામે જ TRB જવાનનો ઉધડો લીધો હતો.

કુમાર કાનાણીએ TRB જવાનનો બોલાવ્યો છતા પણ તે ઊભો થયો નહોતો. વીડિયોમાં જોઈ શકાય છે કે આ બાદ ધારાસભ્યએ તેને બોલાવતા TRB જવાને સામે જવાબ આપ્યો હતો. આથી કુમાર કાનાણી અકળાયા હતા અને કહ્યું, તું તારું સીધું સીધું કામ કર નહીં તો ઝાપટ મારીશ. સામે TRB જવાન બોલે છે, કાકા મારવાની વાત નહીં કરવાની. ત્યારે લોકો પણ એકત્રિત થઈ જાય છે અને TRB જવાન ખૂણામાં બેસીને પોતાની ફરજ ન બજાવતો હોવાનું કહીને ધારાસભ્યનું સમર્થન કરે છે. હાલમાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

ગૌતમ અદાણીની ધમાકેદાર વાપસી, ગુજરાતની આ નામાંકિત સિમેન્ટ કંપની પર કર્યો કબજો

0
  • અદાણી સમૂહે ગુજરાત સ્થિત સાંઘી ઈન્ડસ્ટ્રીઝને પૂર્ણ કેશ ડીલમાં હસ્તગત કરી છે. જો ઓપન ઓફરને સફળતાપૂર્વક સબસ્ક્રાઈબ કરવામાં આવે તો ઓપન ઓફર સહિત કુલ ૮૨.૭૪ ટકા ભાગીદારી માટે ઈક્વિટી મુલ્ય ૨૪૪૧.૩૭ કરોડ રૂપિયા હશે.

અદાણી સમૂહે ગુજરાત સ્થિત સાંઘી ઈન્ડસ્ટ્રીઝને પૂર્ણ કેશ ડીલમાં હસ્તગત કરી છે. અંબુજા સિમેન્ટના નેજા હેઠળ સાંઘી ઈન્ડસ્ટ્રીઝનો વહીવટ ચાલશે. છેલ્લા ઘણા સમયથી સાંઘી ગ્રુપ નાણાકીય ભીડમાં હતું. અદાણી ગ્રુપે રૂપિયા ૫૦૦૦ કરોડમાં આ કંપની હસ્તગત કરી છે. કંપનીના નિવેદન મુજબ અંબુજા સિમેન્ટ પ્રવર્તકોથી સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ૧૪.૬૬ કરોડ શેર મેળવવા માટે 300 કરોડ રૂપિયાના અંતર inter-corporate જમા કરશે જે કુલ શેરધારિતાનો ૫૬.૭૪ ટકા ભાગ છે. સીમેન્ટ પ્રમુખ કંપની અલ્પાંશ શેરધારકોની ૨૬ ટકા ભાગીદારી કે કંપનીના ૬.૭૧થી વધુ શેરો માટે ૧૧૪.૨૨ રૂપિયા પ્રતિ શેર પર ખુલ્લી રજૂઆત કરશે. અધિગ્રહણમાં સાંઘીની ઈક્વિટીનું મુલ્ય ૨,૯૫૦.૬ કરોડ રૂપિયા છે.

જો ઓપન ઓફરને સફળતાપૂર્વક સબસ્ક્રાઈબ કરવામાં આવે તો ઓપન ઓફર સહિત કુલ ૮૨.૭૪ ટકા ભાગીદારી માટે ઈક્વિટી મુલ્ય ૨૪૪૧.૩૭ કરોડ રૂપિયા હશે. અદાણી સમૂહના અધ્યક્ષ ગૌતમ અદાણીએ આ અધિગ્રહણને અંબુજા સિમેન્ટની વિકાસ યાત્રા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.

ગૌતમ અદાણીએ શું કહ્યું :

ડીલ બાદ તરત ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટવિટર દ્વારા કહ્યું કે અંબુજા સિમેન્ટ ૨૦૨૮ સુધીમાં પોતાની સીમેન્ટ ક્ષમતાનું બમણું ઉત્પાદન કરવા તરફ ઝડપથી આગળ વધી રહી છે. અદાણી પોર્ટફોલિયોમાં દેશના સૌથી કુશળ/સૌથી ઓછા ખર્ચવાળા ક્લિંકર નિર્માતા (Sanghi Industries)ને સામેલ કરવાની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે.

અદાણી ગ્રુપની યુનિટ અંબુજા સીમેન્ટ તરફથી સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિં (SIL) ના હાલના પ્રમોટર, રવિ સાંઘી, અને પરિવાર પાસેથી કંપનીના ૫૬.૭૪ટકા ભાગીદારીને ટેકઓવર કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 

 

 

૦૯મા માળની ગેલેરીમાં ફસાઈ ગયેલ મહિલાની દિલ ધડક રેસ્ક્યુ. દરવાજાને કાપી મહામુસીબતે થયું બચાવકાર્ય

0
  • સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા રંગરાજ એપાર્ટમેન્ટમાં મહિલા ફસાઈ જવાનો કોલ મળ્યો હતો.

મહિલા ઘરમાં એકલા જ રહેતા હોવાથી મકાનનો દરવાજો લોક થઈ જતા બૂમાબૂમ કરી હતી. ત્યારે પાડોશીઓ દ્વારા ફાયર વિભાગને આ અંગે જાણ કરાતા રેસ્ક્યુ કરાયું હતું.

સ્તૃતિ બિલ્ડિંગના નવામાં માળે મહિલા ફસાઇ ગઈ હતી. મહિલા ઘરમાં એકલી હોવાથી તેણે બૂમાબૂમ કરતા નીચેના માળે રહેતી મહિલા દ્વારા તેનો અવાજ સાંભળતાની સાથે જ જાણ થઈ હતી કે દક્ષાબેન જે ઘરમાં એકલા રહે છે તેઓ ફસાઈ ગયા છે. તેમનો ઘરનો દરવાજો લોક થઈ ગયો હતો.

ફાયર વિભાગને જાણ કરતા ફાયર જવાનોની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. ફાયર વિભાગે રોપની મદદથી પાડોશીના ઘરની ગેલેરીમાંથી તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને દરવાજો કાપીને તેમને બહાર કાઢ્યા હતા.

ફાયર ઓફિસર વસંત સૂર્યવંશીએ જણાવ્યું હતું કે મહિલા ફસાઈ હોવાનો કોલ મળતા અમે રંગરાજ એપાર્ટમેન્ટમાં આવ્યા હતા. દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ખુલ્યો નહીં આખરે રોપની મદદથી પાડોશીની ગેલેરીના ભાગેથી અંદર પ્રવેશ કર્યો હતો.

દક્ષાબેન સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે અને તે એકલા જ રહેતા હતા. કોઈ કારણસર દરવાજો લોક થઈ ગયો હતો. આખરે રોપની મદદથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લોક ન ખુલતા અંદરતી પણ દરવાજાને કાપી નાખ્યો હતો.

આ પણ વાંચો :-

 

બીચ પર બેઠેલી વિદેશી મહિલાને પહેલા દારૂ ઓફર કર્યો ત્યારબાદ મકાનમાં લઈ જઈને….

0
  • અમેરિકાથી ભારત ફરવા આવેલી મહિલા સાથે કેરળમાં બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું. મહિલાએ આપવિતી જણાવતા બીચ પર બનેલી ઘટના અંગે માહિતી આપી હતી.

મહિલાની ફરિયાદ મુજબ આરોપી તેની પાસે ગયો અને સિગારેટ ઓફર કરી. જ્યારે મહિલાએ ના પાડી, ત્યારે તેઓએ તેને દારૂની ઓફર કરી. મહિલાની ફરિયાદને ટાંકીને પોલીસે કહ્યું કે તે દારૂ પીને નશામાં ધૂત થઈ ગઈ હતી અને તે પછી આરોપી તેને મોટરસાઈકલ પર નજીકના એક ખાલી ઘરમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે વારંવાર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

કેરળના કોલ્લમમાં ૪૪ વર્ષની અમેરિકન મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. મહિલાને દુષ્કર્મ કર્યા બાદ બે આરોપીઓ તેને પોતાની સાથે અજ્ઞાત સ્થળે લઈ ગયા જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા ભારત ફરવા આવી હતી અને કોલ્લમના એક આશ્રમમાં રોકાઈ હતી. પોલીસે આ સંદર્ભે કરુણાગપ્પલ્લી પોલીસ સ્ટેશનમાં ICPની કલમ 376D અને 376 (2)(n) હેઠળ કેસ નોંધ્યો છે. વધુ તપાસ ચાલુ છે. પીડિતા ૨૨ જુલાઈના રોજ કેરળ આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓની મંગળવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પીટીઆઈના સમાચાર અનુસાર ૩૧ જુલાઈના રોજ મહિલા આશ્રમની નજીકના બીચ પર એકલી બેઠી હતી. ત્યારે જ બંને આરોપીઓ તેમની પાસે આવ્યા અને સિગારેટ આપવા લાગ્યા.

અમેરિકન મહિલાએ સિગારેટ પીવાની ના પાડી. બાદ બંને આરોપીએ વાતચીત શરૂ કરી બાદ દારૂ ઓફર કર્યો દારૂ પીધા બાદ મહિલા નસામાં ચૂર થઈ ગઈ અને આવી અવસ્થામાં તે તેમને અજ્ઞાન જગ્યાએ લઈ ગયા હતા અને અહીં વારંવાર આરોપીએ અમેરિકાની આ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો :-

બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના : ક્રેન તૂટતા ચાર મજૂર દટાયા, એકનું….

0
  • ચોમાસાને કારણે ગુજરાત જર્જરિત આવાસ પડવાની ઘટનાઓ વધી રહી છે. આવામાં વડોદરામાં કરજણના કંબોલા નજીક બ્રિજની કામગીરી દરમિયાન ક્રેન તૂટી હતી. કંબોલા નજીક ક્રેન તૂટતા ત્યા કામ કરતા શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં ૦૧ વ્યકિતનું મોત નિપજ્યુ છે. કાટમાળમાં હજુ કેટલાક શ્રમિક દટાયાની આશંકા છે.

ચોમાસાને કારણે ગુજરાત જર્જરિત આવાસ પડવાની ઘટનાઓ વધી રહી છે. આવામં વડોદરામાં કરજણના કંબોલા નજીક બ્રિજની કામગીરી દરમિયાન ક્રેન તૂટી હતી. કંબોલા નજીક ક્રેન તૂટતા ત્યા કામ કરતા શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં ૦૧ વ્યકિતનું મોત નિપજ્યુ છે. કાટમાળમાં હજુ કેટલાક શ્રમિક દટાયાની આશંકા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કરણજના કંબોલા પાસે હાઈ સ્પીડ પ્રોજેકટ અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલતુ હતું. L&T કંપની બ્રિજ બનાવવાનું કામ કરી રહી છે. એલએન્ડટી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે. તે દરમિયાન ક્રેન તૂટી પડી હતી. હાલ દટાયેલા મજૂરોની રેસ્કયૂની કામગીરી ચાલી રહી છે.

કાટમાળમાં હજુ કેટલાક શ્રમિક દટાયાની આશંકા છે. તેથી કરજણ ફાયર બ્રિગેડ દ્વારા મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

વિગત પ્રમાણે પાંચ જેટલા લોકોને સામાન્ય ઈજા થઈ છે. આ સાથે બે લોકો દટાયા છે. આ દુર્ઘટનામાં આસપાસની અનેક દુકાનોને નુકસાન થયુ છે. સ્થાનિકોએ જણાવ્યું કે અમને મોટા ધડાકા જેવો અવાજ સંભળાયો હતો. તેથી અમે દોડીને આવી ગયી હતા. આ અવાજ એટલો મોટો હતો કે આસપાસના લોકો પણ અહીં એકઠા થઈ ગયા હતા. હાલ મોટા પાયે અહી રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો :-

 

 

Elon Musk : એલન મસ્કની કંપનીની ભારતમાં ‘એન્ટ્રી’, આ શહેરમાં ભાડા પર લીધી ઓફિસ

0
  • ટેસ્લા ભારતમાં તેના મોટર વ્હીકલ બિઝનેસને વિસ્તારવા માટે તૈયાર છે. ટેસ્લા ભારતમાં તેના મોટર વ્હીકલ બિઝનેસને વિસ્તારવા માટે તૈયાર છે.

એલન મસ્કની ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે પૂણેના પંચશીલ બિઝનેસ પાર્કમાં ઓફિસની જગ્યા ભાડે રાખી છે. ટેસ્લાના એક્ઝિક્યુટિવ્સનું પ્રતિનિધિમંડળ ભારતમાં તેની ઈલેક્ટ્રિક કારના વેચાણ માટેના પ્રોત્સાહનો અને લાભો અંગે ચર્ચા કરવા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને મળ્યા બાદ કંપનીએ આ ઓફિસ ભાડે રાખી છે.

ઓફિસની જગ્યા ટેસ્લાની ભારતીય પેટાકંપની તરફથી પાંચ વર્ષ માટે લીઝ પર લેવામાં આવી છે. ટેસ્લાની પેટાકંપનીએ પંચશીલ બિઝનેસ પાર્કમાં બી વિંગના પહેલા માળે ૫૫૮૦ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ લીધી છે. આ ડીલ ટેબલસ્પેસ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ સાથે કરવામાં આવી છે. તેનું ભાડું ૧ ઓક્ટોબર ૨૦૨૩થી શરૂ થશે અને બંને કંપનીઓ દર વર્ષે ૫ ટકાના વધારા સાથે ૩૬ મહિનાના લોક-ઈન પિરિયડ પર સહમત થઈ છે. જો આ કંપની ઈચ્છે તો તે વધુ પાંચ વર્ષ માટે લીઝ વધારી શકે છે.

રિયલ એસ્ટેટ એનાલિટિક્સ ફર્મ CRE મેટ્રિક્સ અનુસાર શેર કરવામાં આવેલા દસ્તાવેજોને ટાંકીને હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટેસ્લા ૬૦ મહિના માટે જગ્યા ભાડે રાખવાના બદલામાં ૧૧.૬૫ લાખ રૂપિયાનું માસિક ભાડું અને ૩૪.૯૫ લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ ચૂકવશે. નોંધનીય છે કે પંચશીલ બિઝનેસ પાર્ક હાલમાં નિર્માણાધીન છે અને તેનું કુલ કદ ૧૦,૭૭,૧૮૧ ચોરસ ફૂટ છે. તે પૂણે ઇન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, ભારત સરકાર ટેસ્લાના વિદેશી સપ્લાયરોને ખાસ કરીને ચાઈનીઝ સપ્લાયરોને દેશમાં ઉત્પાદન કરવાની મંજૂરી આપી શકે છે. જો કે સરકારે આ અંગે કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી. નોંધનીય છે કે ટેસ્લાએ ૨૦૧૯માં બેંગલુરુમાં તેની ભારતીય સબસિડિયરીની નોંધણી કરાવી હતી. આ સિવાય દેશમાં ઈલેક્ટ્રિક વાહનો અને ઈવી બેટરી બનાવવા માટે ફેક્ટરી બનાવવાની યોજના બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો :- 

અમદાવાદમાં લાગ્યા ટાયર ફાડી નાખે તેવા બમ્પર : જાણો કેમ કર્યું AMCએ આવું ?

0
  • અમદાવાદમાં ટ્રાફિક પોલીસ માંડ શોધે જડે છે. અમદાવાદમાં લોકો માંડ ટ્રાફિકના નિયમો ફોલો કરે છે. અમદાવાદમાં ઠેરઠેર રોડ રસ્તાની હાલત ભંગાર થતી જાય છે. હાટકેશ્વરનો તો આખો બ્રિજ તંત્ર ઓહિયા કરી ગયું છે. અમદાવાદમાં લોકો સિગ્નલ તોડે છે. સીસીટીવીના ઠેકાણાં નથી.

અમદાવાદમાં રોંગ સાઈડ વાહનો ચલાવનારા વધી ગયા છે. અમદાવાદમાં ડિવાઈડરનું કોઈ મેનેજમેન્ટ નથી નિયમો અનુસારના બંપ (સ્પીડ બ્રેકર નથી) અમદાવાદમાં લોકો દારુ પીને કે નશો કરીને પણ વાહનો ચલાવતા હોય છે, ફોન પર વાત કરતા વાહન ચલાવે છે. બાળકો લાયસન્સ વગરના લોકો વાહન ચલાવે છે. સ્કૂલના છોકરાઓ છોકરીઓ વાહન ચલાવે છે.

અમદાવાદમાં નબીરાઓ સ્ટંટ કરે છે અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી આપણે આવા ઘણા શબ્દો જરૂર સાંભળ્યા હશે હવે એક નવી ચર્ચાસ્પદ બાબત સામે આવી છે. જેમાં અમદાવાદમાં કોર્પોરેશને કેટલાક વિસ્તારોમાં ખીલ્લા વાળા સ્પીડ બ્રેકર્સ લગાવ્યા છે. આવું એટલે કર્યું છે કે કોઈ રોંગ સાઈડ પર જાય નહીં. અને જાય તો તેનું ટાયર ફાટી જાય.

અમદાવાદમાં હાલમાં થયેલા તથ્ય પટેલના જેગુઆર કાંડ પછી લોકોમાં ટ્રાફિકના નિયમો અને તેના પાલનને લઈને પોલીસ સામે કડકાઈની માગ ઉઠી રહી છે. જોકે તેમાંથી પોતે કેટલા નિયમો પાડે છે તે પોતે જ જાણતા હોતા નથી અને જાણે છે છતા તેને અવગણવાના. પોતાનું સંતાન શાળાએ બિન્દાસ્ત એક્ટિવા લઈને જઈ શકે પણ બીજા કોઈનુ જાય તો તકલીફો પડતી હોય છે પણ અહીં વિચારવા જેવું છે કે કોઈ પણ ક્રાંતિની શરૂઆત પોતાનાથી થાય છે.

બસ અહીં પણ ટ્રાફિકના નિયમો તો આખરે આપણે જ પાડવાના છે તો આણાથી જ શરૂઆત થવી જોઈએ. હાલમાં ટ્રાફિકના નિયમો પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં સરળ ટ્રાફિક પરિવહન માટે રોડ સાઈડ માર્કિંગ, રોડ સાઈન્સ, રોંગ સાઈડ વાહન અટકાવવા કિલર બંપ (સ્પીડ બ્રેકર) મુક્યા છે.

હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જે ચાણક્યપુરી બ્રિજનો છે. જ્યાં સર્વિસ રોડ પર આ બમ્પ મુકવામાં આવ્યા છે. સ્પીડ બ્રેકર એવા અણીદાર છે કે તે રોંગ સાઈડમાંથી આવનાર વાહનના ટાયર ફાડી નાખશે. જ્યારે રાઈટ સાઈડથી જતા વાહનને કશું નહીં થાય તેવો દાવો તંત્રનો છે. કોર્પોરેશનની આ કામગીરીને ઘણા લોકોએ સરાહના કરી છે તો ઘણા આ કામગીરીને લઈને વાંધા પણ ઉઠાવી રહ્યા છે. જોકે આગામી સમય દરમિયાન આ બમ્પ કેટલા હિતાવહ છે તેની સત્યતા પણ સામે આવી જશે. હાલ આ સ્પીડ બ્રેકર લગાવાયા છે ત્યાં સુધી રાખીએ.

આ પણ વાંચો :-

મારે એક નહીં ૫૦ પુરૂષો સાથે સંબંધ છે કહીં પત્નીએ ૭૫ વર્ષના વૃદ્ધ પતિને….

0
  • અમદાવાદમાં છુટ્ટાછેડાઓનો ભાગ્યે જ કહી શકાય તેવો ચોંકાવનારો અને અવિશ્વસનીય કિસ્સો સામે આવ્યો છે. જેમાં ‘મારે એક નહીં ૫૦ પુરૂષો સાથે સંબંધ છે’ તેમ કહીં પત્નીએ વૃદ્ધ પતિને ઘરમાંથી કાઢી મૂક્યાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદના રેર ઓફ ધી રેર કહી શકાય તેવા છુટ્ટાછેડાની વાત કરવામાં આવે તો ૭૫ વર્ષના લાલદાસ હરિયાણી (નામ બદલ્યું છે) અમદાવાદમાં આવેલ ડ્રાઈવ ઈન રોડ પરના ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં રહે છે. લાલદાસ હરિયાણી ટીબી, અસ્થમા, કેન્સર, બ્લડ પ્રેશર અને આર્થરાઈટીસ સહિતના રોગ ભોગવે છે. જે મૂળ જસદણના વતની અને વર્ષ ૧૯૬૯માં તેઓ જસદણથી અમદાવાદ આવ્યા હતા અને એ સમયે તેમને GIDCમાં ચોથા વર્ગના કર્મચારીની નોકરી મળી હતી.

વર્ષ ૧૯૭૮માં લાલદાસ હરિયાણી પ્રથમ લગ્ન થયા હતા. લગ્ન બાદ ઘરેલુ ઝધડાઓ થતા હતા અને તેઓ સતત ટેન્શનમાં રહેતા હતા. વચ્ચે તેમણે ૨૦ વર્ષ દુરદર્શનના આકાશવાણી કાર્યક્રમમાં ગાયન પણ કર્યું હતુ. આ દરમિયાનવર્ષ ૧૯૮૦માં લાલદાસ હરિયાણીનો પરિચય પૂજા (નામ બદલ્યું છે) સાથે થયો હતો.

ત્યારબાદ લાલદાસ હરિયાણીએ પોતાની જ ઓફિસમાં પૂજાએ નોકરીએ પણ રખાવ્યા હતા. આ દરમિયાન લાલદાસ હરિયાણીએ હરિદાસના ઘર કંકાસનો ખ્યાલ આવતા પૂજાએ લાલદાસ હરિયાણીનું બ્રેઈનવોસ કર્યુ અને અધિકારીઓ સાથે સંબંધ સારા થઈ ગયા હોવાથી લાલદાસ હરિયાણીને નોકરીમાંથી છુટ્ટા કરી દેવાની ધમકીઓ આપી અને અંતે લાલદાસ હરિયાણીએ પહેલી પત્ની સાથે વર્ષ ૧૯૮૬માં છુટ્ટાછેડા લીધા હતા અને પૂજા સાથે લગ્ન કર્યા હતા.લગ્ન બાદ પત્ની કહેતી કે તમારા નામે ફ્લેટ કે મિલકત લઈશું તો પ્રથમ પત્નીથી જે દિકરો પારસ હતો  તે ભાગ માગશે જેથી તેમણે ઈન્દ્રપ્રસ્થનો ફ્લેટ પત્ની નામે ખરીદ્યો હતો.

ઈન્દ્રપ્રસ્થનો ફ્લેટ પત્નીના નામે ખરીદ્યો

લગ્ન થયા બાદ લાલદાસ હરિયાણીની મહેસાણા બદલી થઈ હતી જેથી તેઓ અપડાઉન કરતા એ દરમિયાન પણ તેમને અડોસ પડોસના લોકો કહેતા કે તમે મહેસાણા જાવ છો ત્યારે ઘણા બધા પુરૂષો અહીં ઘરે આવે છે પણ તેઓએ દરકાર લીધી ન હતી. સમય જતા વર્ષ ૨૦૧૩માં હરિદાસ નિવૃત્ત થતા પત્ની પૂજાનો ત્રાસ શરૂ થયો અને નોકરની જેમ ઘરના લાલદાસ પાસે કામ કરાવતા હતા. વર્ષ ૨૦૨૧માં પૂજાએ બપોરે ૩ વાગ્યે તૈયાર થઈને ઘરની બહાર જતા અને મોડી રાત્રે પરત આવતા હતા. જેથી એક દિવસ લાલદાસે પુછ્યુ કે આટલા તૈયાર થઈને ક્યા જાવ છો તો પૂજાએ કહ્યું હતુ કે મારે ૫૦ લોકો સાથે સંબંધ છે. જેને લઇને લાલદાસ પગ તળેથી જમીન ખસકી ગઈ હતી.

વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ :

આ હરકતથી લાલદાસ હરિયાણીએ પૂજાની ગેરહાજરીમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ ચેક કરતા અનેક પુરૂષો સાથે સંબંધો હોવાનું ખુલ્યુ હતુ. જેમાં અનેક અશ્લિલ ચેટો પણ જોવા મળી હતી. બાદમાં લાલદાસ હરિયાણીએ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

75 વર્ષીય હરિદાસએ અનૈતિક સંબંધોના પુરાવા રજૂ કર્યા  :

બાદમાં ૭૫ વર્ષના વૃદ્ધ લાલદાસ હરિયાણી આ તમામ બાબતોથી અંત્યંત નિરાશામાં હતા એવામાં ૨૦-૦૭-૨૦૨૩ના રોજ અડધી રાત્રે તેની પત્ની પૂજાએ ઘરની બહાર કાઢી મૂકતા લાલદાસ હરિયાણીએ વકીલની મદદથી અમદાવાદની ફેમિલી કોર્ટમાં પત્નીની ક્રૂરતા અને વ્યભિચારથી ત્રસ્ત થઇને છૂટાછેડા માટે અરજી કરી છે.

વૃદ્ધે ફેમિલી કોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે તેની બીજી પત્ની અને તેના ૧૦થી વધુ પુરુષ મિત્રોએ ભેગા થઇને તેમની તમામ મરણમૂડી અને ફ્લેટ પચાવી પાડયો છે અને  તેમને ઘરની બહાર કાઢી મૂક્યા છે. તેની બીજી પત્ની હાલ ૬૮ વર્ષની છે તેના અનેક પુરુષ મિત્રો સાથે અનૈતિક સંબંધો છે. છેલ્લા કેટલાય વર્ષોથી પત્ની રોજ બપોરે તૈયાર થઈને ઘરની બહાર જતી રહે છે અને રાત્રે ૧૧.૩૦ – ૧૨ વાગે આવે છે. ઘરનાં તમામ કામ પતિ પાસે કરાવે છે.. ૭૫ વર્ષીય લાલદાસ હરિયાણીએ કોર્ટ સમક્ષ અનૈતિક સંબંધોના પુરાવા પણ રજૂ કર્યા છે.

મિલકત આર્મીને ડોનેટ કરી દેશે :

વૃદ્ધ નિવૃત્ત થતાં તેમની ૫૦ લાખની બચત અને સોના-ચાંદીના દાગીના પચાવી પાડનાર વૃદ્ધાએ થોડા દિવસ પહેલાં પતિને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માગવા અરજી કરી લાલદાસ હરિયાણીએ કહ્યું હતુ કે તેઓ પોતાનો ફ્લેટ વહેચી તેની રકમ આવશે તો આર્મીને ડોનેટ કરી દેશે અથવા તો ક્યાય દાન કરી દેશે પણ તેમની પત્ની સાથે ફરતા લુખ્ખાઓના હાથમાં નહીં આવવા દે !

આ પણ વાંચો :-

ગુજરાતવાસીઓ આ બે દિવસ સાચવજો, ભારે વરસાદની કરાઈ છે આગાહી, વાંચીને જ બહાર નીકળજો

0
  • દેશના અનેક ભાગોમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે જો કે ક્યાંક હજુ પણ ગરમી પીછો છોડતી નથી. દેશની રાજધાની દિલ્હીમાં પણ હાલ લોકોએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન છે. આ બધા વચ્ચે હવામાન ખાતાએ વરસાદ અંગે અપડેટ આપ્યું છે.

દેશના અનેક ભાગોમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે જો કે ક્યાંક હજુ પણ ગરમી પીછો છોડતી નથી. દેશની રાજધાની દિલ્હીમાં પણ હાલ લોકોએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન છે. આ બધા વચ્ચે હવામાન ખાતાએ વરસાદ અંગે અપડેટ આપ્યું છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે દિલ્હી એનસીઆરમાં લોકોને ક્યારે ગરમીથી રાહત મળશે.

આઈએમડીના જણાવ્યાં મુજબ દિલ્હીમાં બુધવારે ન્યૂનતમ તાપમાન ૨૭.૯ ડિગ્રી નોંધાયું. જે સરેરાશથી એક ડિગ્રી ઓછુ છે. બીજી બાજુ ગુજરાતમાં પણ હાલ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. પરંતુ આમ છતાં આગાહીકાર અંબાલાલે નજીકના દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન ખાતાએ પણ વરસાદની કેવી આગાહી કરી છે તે ખાસ જાણો.

આગામી સમયમાં કેવો વરસાદ રહેશે? તેને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં કેવો અને ક્યાં વરસાદ પડશે? તે અંગે આગાહી કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી સાયક્લોન સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે. રાજ્યના અનેક ભાગોમાં ૪-૫ ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની અસર જોવા મળશે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશનના કારણે પણ ગુજરાત રિજીયનમાં ભારે પવન જોવા મળી રહ્યો છે. જોકે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે નહીં. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં ખૂબ જ ઓછા વરસાદની સંભાવના છે. ગુજરાત રિજીયનમાં આગામી ૪ અને ૫ ઓગસ્ટે એકાદ જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.

આ પણ વાંચો :-