૦૯મા માળની ગેલેરીમાં ફસાઈ ગયેલ મહિલાની દિલ ધડક રેસ્ક્યુ. દરવાજાને કાપી મહામુસીબતે થયું બચાવકાર્ય

Share this story
  • સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા રંગરાજ એપાર્ટમેન્ટમાં મહિલા ફસાઈ જવાનો કોલ મળ્યો હતો.

મહિલા ઘરમાં એકલા જ રહેતા હોવાથી મકાનનો દરવાજો લોક થઈ જતા બૂમાબૂમ કરી હતી. ત્યારે પાડોશીઓ દ્વારા ફાયર વિભાગને આ અંગે જાણ કરાતા રેસ્ક્યુ કરાયું હતું.

સ્તૃતિ બિલ્ડિંગના નવામાં માળે મહિલા ફસાઇ ગઈ હતી. મહિલા ઘરમાં એકલી હોવાથી તેણે બૂમાબૂમ કરતા નીચેના માળે રહેતી મહિલા દ્વારા તેનો અવાજ સાંભળતાની સાથે જ જાણ થઈ હતી કે દક્ષાબેન જે ઘરમાં એકલા રહે છે તેઓ ફસાઈ ગયા છે. તેમનો ઘરનો દરવાજો લોક થઈ ગયો હતો.

ફાયર વિભાગને જાણ કરતા ફાયર જવાનોની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. ફાયર વિભાગે રોપની મદદથી પાડોશીના ઘરની ગેલેરીમાંથી તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને દરવાજો કાપીને તેમને બહાર કાઢ્યા હતા.

ફાયર ઓફિસર વસંત સૂર્યવંશીએ જણાવ્યું હતું કે મહિલા ફસાઈ હોવાનો કોલ મળતા અમે રંગરાજ એપાર્ટમેન્ટમાં આવ્યા હતા. દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ખુલ્યો નહીં આખરે રોપની મદદથી પાડોશીની ગેલેરીના ભાગેથી અંદર પ્રવેશ કર્યો હતો.

દક્ષાબેન સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે અને તે એકલા જ રહેતા હતા. કોઈ કારણસર દરવાજો લોક થઈ ગયો હતો. આખરે રોપની મદદથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને લોક ન ખુલતા અંદરતી પણ દરવાજાને કાપી નાખ્યો હતો.

આ પણ વાંચો :-