Home Blog Page 1008

ગૌરીકુંડમાં વરસાદે મચાવી ભારે તબાહી : ભૂસ્ખલન થતા દુકાનો ધરાશાયી અનેક લોકો કાટમાળમાં….

0
  • પહાડી પરથી કાટમાળ પડતાં બે દુકાનો ધરાશાયી દુર્ઘટના સમયે ઘણા લોકો દુકાનોમાં સૂતા હતા. SDRF પાસેથી મળેલી માહિતી અનુસાર લગભગ ૧૩ લોકો લાપતા થયા.

ઉત્તરાખંડમાં ફરી એકવાર ભારે મેઘમહેર વચ્ચે રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના મુખ્ય સ્ટોપ ગૌરીકુંડમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ હતી. અહીં પહાડી પરથી કાટમાળ પડતાં બે દુકાનો ધરાશાયી થઈ ગઈ હતી.

દુર્ઘટના સમયે ઘણા લોકો દુકાનોમાં સૂતા હતા. ગૌરીકુંડના સેક્ટર ઓફિસરે જણાવ્યું કે કાટમાળ નીચે ઘણા લોકો દટાયા છે. SDRF પાસેથી મળેલી માહિતી અનુસાર લગભગ ૧૩ લોકો લાપતા થયા છે. જેમાં નેપાળી અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.

વરસાદના કારણે મંદાકિની નદીમાં ગાબડું પડ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર ભારે વરસાદને કારણે પોસ્ટલ કલ્વર્ટની સામે ભૂસ્ખલન થયું છે. મોડી રાત્રે જ એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જોકે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રુદ્રપ્રયાગમાં દિવસભર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ૫ ઓગસ્ટે હળવો વરસાદ અને ૬ ઓગસ્ટે ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

એક જ પરિવારના છ લોકો ગુમ :

  • આશુ, ૨૩ વર્ષ, જુનાઈનો રહેવાસી જાહેરાત
  • પ્રિયાંશુ ચમોલા, ૧૮ વર્ષ, અગસ્તમુનિ, તિલવાડાનો રહેવાસી
  • રણવીર સિંહ,  ૨૩ વર્ષ, અગસ્તમુનિ, તિલવાડાનો રહેવાસી
  • અમર બોહરા, ૨૮ વર્ષ, નિવાલી જુમલા, નેપાળ
  • અનીતા બોહરા, ૨૬ વર્ષ, અમર બોહરાની પત્ની
  • સલિકા બોહરા, ૧૪ વર્ષ, અમર બોહરાની પુત્રી
  • પિંકી બોહરા, ૮ વર્ષ, અમર બોહરાની પુત્રી
  • પૃથ્વી બોહરા, ૭ વર્ષ, અમર બોહરાના પુત્ર
  • જટીલ, ૬ વર્ષ, અમર બોહરાના પુત્ર
  • એડવોકેટ, ૩ વર્ષ, s/o અમર બોહરા
  • વિનોદ, ૨૩ વર્ષ, ભરતપુર, રાજસ્થાનનો રહેવાસી
  • મુલાયમ સિંહ નિવાસી ફતેહપુર સીકરી આગ્રા
  • અજ્ઞાત

હવામાન વિભાગે ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ૬ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે ગુરુવારે બાગેશ્વર, નૈનીતાલ અને ચંપાવત જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. તેમણે અહીં ભારે વરસાદની આગાહી કરી હતી. એલર્ટના કારણે ત્રણેય જિલ્લામાં ધોરણ ૧૨ સુધીની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા હતા. દેહરાદૂન, હરિદ્વાર, પૌરી અને ઉધમ સિંહ નગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

 

સુપર ડુપર ફેલ ગયો AMCનો ટાયર કિલર સ્પીડ બ્રેકર પ્રોજેક્ટ, અમદાવાદીઓએ આનો જુગાડ પણ શોધી લીધો

0
  • અમદાવાદમાં AMCએ લગાવેલાં ટાયર કિલર સ્પીડ બ્રેકર બન્યાં શોભાના ગાંઠિયા સમાન. ટાયર ફાટી જવાની ચિંતા વગર લોકો રોંગ સાઈડમાં ચલાવી રહ્યા છે વાહન.

અમદાવાદમાં સ્પીડમાં ગાડી હંકારતા નબીરાઓને સબક શીખવાડવા માટે એએમસી દ્વારા લગાવવામાં આવેલા કિલર સ્પીડ બ્રેકરનું સૂરસૂરિયું નીકળી ગયું છે. અમદાવાદમાં AMCએ લગાવેલાં ટાયર કિલર સ્પીડ બ્રેકર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. એમ કહો કે આ બ્રેકરને મોટાપાયે લગાવવામાં આવ્યા હતા.

પરંતુ એએમસીના પ્લાનિંગનો ફિયાસ્કો થયો છે. અમદાવાદીઓ હવે આ ટાયરની મજાક ઉડાવી રહ્યાં છે. સ્થાનિકોને આ બ્રેકર પરથી રોંગ સાઈડ ગાડી ચલાવતા ટાયર ફાટી જવા ટાયર ફાટી જવાની બીક બતાડાઈ હતી. પરંતું આ બ્રેક તો કોઈ કામના ન નીકળ્યા. અમદાવાદીઓ ચિંતા વગર લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે.

કિલર બમ્પ લગાવ્યા બાદ પણ રોંગ સાઈડ વાહન ચાલકો જઈ રહ્યા છે. બિન્દાસ્ત રોંગ સાઈડથી બમ્પ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. અનેક વાહનો કિલર બમ્પ પરથી આસાનીથી પસાર થઈ રહ્યા છે. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે આ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા પરંતું નાગરિકો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યાં છે.

રસ્તા પર રોંગ સાઈડ આવતા લોકોને રોકવા એએમસી દ્વારા ચાણક્યપુરી બ્રિજ નીચે ટાયર કિલર તો લગાવ્યા તો ખરા, પરંતુ અમદાવાદીઓ માંડ એક દિવસ રસ્તા ઉપરથી રોંગ સાઈડ જતાં અટક્યા. બીજે દિવસથી અમદાવાદીઓ તેનો જુગાડ શોધી લીધો. પોતાનું ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર રોંગ સાઈડ લઈને જઈ રહ્યા છે.

અમે સ્થળ પર જઈને ચકાસ્યું તો ટુ વ્હીલર તો સામાન્ય રીતે ટાયર કિલર પર બે સ્પાઈક વચ્ચેથી સરળતાથી નીકળી જાય છે. જ્યારે ગાડી ચાલક પણ બેધડક રોંગ સાઈડ જઇ રહ્યા છે. માત્ર ૪૮ કલાક પહેલાં લગાવેલા આ ટાયર કિલર પરથી સરળતાથી અમદાવાદીઓ પોતાના વાહન રોગ સાઈડ લઈ જઈ રહ્યાં છે.

આમ અનેક વાહનોના ટાયર વગર પંચરે આસાનીથી પસાર થઈ રહ્યા છે. પ્રાયોગિક ધોરણે ઘાટલોડિયા વિસ્તારમાં ઈન્સ્ટોલ ટાયર કિલર બમ્પ લગાવાયું હતું. પરંતુ જે હવે કોઈ કામમાં આવ્યુ નથી તે સાબિત થઈ ગયું છે. બેજવાબદાર નાગરિકો ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યાં છે. કેટલાક વાહન ચાલકો બ્રિજ પર ઉભા રહી ટ્રાફિક વધારતા પણ નજરે પડ્યા છે.

એએમસી દ્વારા આ બમ્પ લગાવીને બીક બતાવાઈ હતી કે, રોંગ સાઈડ ઘુસી જતા અમદાવાદીઓ ચેતી જજો. નહીંતર તમારા વાહનના ટાયર ફાટી જશે. AMC દ્વારા ચાણક્યપુરી બ્રિજ નજીક રોંગ સાઈડ જતા વાહનોને રોકવા લગાવાય ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવાયાં છે. જે વાહન રોન્ગ સાઈડમાં જશે એના ટાયરને મોટું નુકશાન થશે.

હાલ પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજથી પ્રભાત ચોક તરફના બન્ને સર્વિસ રોડ પર અમલવારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં કારગિલ, ઈસ્કોન, શાસ્ત્રીનગર, જ્જીસ બંગ્લો એરિયામાં પણ કડક અમલ થશે. રોંગ સાઈડમાં વાહન હંકારતા અમદાવાદીઓ સાવધાન! AMCએ સર્વિસ રોડ પર ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવવાની કરી શરૂઆત કરી દીધી છે. રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો ગાડીનું ટાયર ફાટી જશે. પરંતુ આ બમ્પ કોઈ કામનું ન નીકળ્યું.

આ પણ વાંચો :-

 

અંબાજી નજીક સરકારી શાળામાં દારૂ પીને ભણાવવા આવ્યો શિક્ષક, ગ્રામજનોએ….

0
  • ગુજરાતમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જોવા મળી રહી છે. દાંતા તાલુકામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેનો બોલતો પુરાવો સરકારી શાળાના શિક્ષકે આપ્યો હતો.

જ્યારે તેઓ શાળામાં દારૂ પીને આવ્યા હતા અને ગ્રામજનોને તેમને બહાર કાઢ્યા હતા. ગુરુવારે અંબાજી નજીક આવેલા ચીખલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ અજયભાઈ મહેન્દ્રભાઈ દારુ પીને આવતા ગ્રામજનોએ શિક્ષકને શાળા બહાર કાઢ્યા હતા.

અંબાજી નજીક આવેલા આ નાના ગામમાં સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગુરુવારે શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા દરમિયાન શાળાના શિક્ષક નશામાં આવતા ગ્રામજનો અને વાલીઓ શાળામાં આવી ગયા હતા. અને આ શિક્ષકને શાળાની બહાર કાઢ્યા હતા.

અગાઉ પણ દાંતા તાલુકામાં અન્ય શાળામાં શિક્ષક દારૂ પીધેલા અને ફરજ બજાવતા ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. ત્યારે ગુરુવારે પણ ચીખલા પ્રાથમિક શાળામાં સરકારી શાળાના શિક્ષક નશો કરીને આવતા ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. હવે જોવાનું રહેશે કે આવા નશો કરતા શિક્ષક ઉપર શિક્ષણ વિભાગ કેવા પગલાં ભરે છે અને જે પ્રમાણે ગુજરાત સરકાર ગુજરાતમાં દારૂબંધીની જે વાતો કરે છે તે વાતો આવા શિક્ષકો સરકારના દાવાઓની પોલ ખોલી રહ્યાં છે.

શાળામાં વાલીઓ આવ્યા હતા અને તેમને વિડિયો પણ ઉતાર્યો હતો. ચીખલા પીકઅપ સ્ટેન્ડ આગળ શિક્ષક લથડીયા ખાતો જોવા મળ્યો હતો. શું આવી રીતે ભણશે ગુજરાત ? ગુજરાતના વિકાસના દાવાની પોલ શિક્ષણ વિભાગમાં આવા શિક્ષકો નશો કરીને ખોલી રહ્યા છે તેવું સાબિત થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

લાલી -લિપસ્ટિક પાછળ ભારતીયોએ ખર્ચ્યા અધધ આટલા હજાર કરોડ, જાણીને તમે પણ ચોંકી જશો !

0
  • રિપોર્ટ અનુસાર ભારતીય ગ્રાહકોએ છ મહિના દરમિયાન કોસ્મેટિક પ્રોડક્ટ પર સરેરાશ ૧,૨૧૪ રૂપિયા ખર્ચ્યા છે. લિપસ્ટિક અથવા અન્ય લિપ કેર પ્રોડક્ટ સમગ્ર વેચાણ પર પ્રભુત્વ ધરાવે છે.

તમારા ઘરમાં દર મહિને કોસ્મેટિક ઉત્પાદનો પર કેટલો ખર્ચ થાય છે? જો તમને આ સવાલ પૂછવામાં આવે તો તમે ૪કે ૬ હજાર રૂપિયા જેવું કદાચ કહી શકો છો. જો તમે કોસ્મેટિક ઉત્પાદનોની કિંમત સાથે સંબંધિત રિપોર્ટ વાંચો, તો તમને આશ્ચર્ય થશે. હા છેલ્લા છ મહિનામાં લિપસ્ટિક, નેલ પોલીશથી લઈને આઈલાઈનર સુધીની ૧૦૦ મિલિયનથી વધુ કોસ્મેટિક પ્રોડક્ટ વેચાઈ છે.

સરકારને ૫૦૦૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. જેમાંથી લગભગ ૪૦ ટકા ખરીદી ઓનલાઈન થઈ છે. તેની માહિતી એક રિપોર્ટમાંથી સામે આવી છે. રિપોર્ટ અનુસાર ભારતીય ગ્રાહકોએ છ મહિના દરમિયાન કોસ્મેટિક પ્રોડક્ટ્સ પર સરેરાશ ૧,૨૧૪ રૂપિયા ખર્ચ્યા છે. લિપસ્ટિક અથવા અન્ય લિપ કેર પ્રોડક્ટ સમગ્ર વેચાણ પર પ્રભુત્વ ધરાવે છે. આ સમગ્ર વ્યવસાયમાં લિપસ્ટિક અને લિપ કેર પ્રોડક્ટનો હિસ્સો ૩૮ ટકા છે.

અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે વર્કિંગ વુમન કોસ્મેટિક પ્રોડક્ટનો વધુ ઉપયોગ કરે છે. રિપોર્ટના તથ્યો અનુસાર મેકઅપના વેચાણમાં વર્કિંગ વુમનનો ફાળો સૌથી વધુ છે. વિવિધ વય જૂથોમાં સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે વૃદ્ધો લિપસ્ટિક અને નેઈલ પોલીશ પસંદ કરે છે. જ્યારે પ્રાઈમર અને ટીન્ટેડ લીપ્સ યુવાનોમાં ખાસ પસંદગી બની ગયા છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાંથી નીકળી શકે છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, ઘડાઈ રહ્યો છે તખ્તો

0
  • રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા ગુજરાતમા આવનારી લોકસભા ચૂંટમી પહેલા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે. કોંગ્રેસ તરફી માહોલ ઉભો કરવા માટે આ ચૂંટણી મોટો સહારો બની રહેશે. તેથી ગુજરાતમાંથી તેનો પ્રારંભ કરવાની વિચારણા ચાલી રહી છે.

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાહુલ ગાંધી મેદાનમાં આવી રહ્યાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ-૨ ફરીથી નીકળશે. ત્યારે આ યાત્રાની દક્ષિણના જિલ્લાઓમાંથી કાઢવાનો તખતો ઘડાઈ રહ્યો છે.

કોંગ્રેસ પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાત્રા ૧૫ ઓગસ્ટ કે ૨ ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે. જો કે મહત્વની બાબત એ છે કે આ યાત્રા મોદી-શાહના ગઢ ગુજરાતથી શરૂ થવાનું આયોજન છે.

રાજસ્થાન મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી ગુજરાતથી યાત્રા શરૂ કરવાનુ આયોજન વિચારણામાં છે. પોરબંદર કે અમદાવાદથી ભારત જોડો યાત્રાનો પ્રારંભ થઈ શકે છે. આ યાત્રાનો પ્રારંભ ગુજરાતથી થાય છે. સૂત્રોના મતે ભારત જોડો યાત્રા ગુજરાતથી હરિયાણા સુધી યોજાનાર છે.

કોંગ્રેસની ગણતરી એવી છે કે, આગામી દિવસોમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના પગલે રાજ્ય ગુજરાતમાંથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવે તો તમામ રાજ્યોને આવરી શકાય છે. જેથી ભારત જોડો યાત્રા અમદાવાદ અથવા પોરબંદરથી પ્રારંભ કરવા વિચારણા ચાલી રહી છે. હાલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણા સહિતના રાજ્યોમાં રુટોની ચકાસણી ચાલી રહી છે. ત્યાર બાદ ફાઈનલ રુટ નક્કી કરવામા આવશે.

રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા ગુજરાતમા આવનારી લોકસભા ચૂંટમી પહેલા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે. કોંગ્રેસ તરફી માહોલ ઉભો કરવા માટે આ ચૂંટણી મોટો સહારો બની રહેશે. તેથી ગુજરાતમાંથી તેનો પ્રારંભ કરવાની વિચારણા ચાલી રહી છે.

ચર્ચા છે કે પહેલા ગુજરાતના પોરબંદરથી સીધા માઉન્ટ આબુ (સિરોહી) જિલ્લામાં પ્રવેશ કરીને ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડાના વિસ્તારોમાં થઈને રતલામ (મધ્યપ્રદેશ) માં પ્રવેશ કરી શકે છે. બીજો વિકલ્પ એ છે કે, યાત્રા ગુજરાતના અમદાવાદથી નીકળીને રાજસ્થાનના ઉદયપુર, ચિત્તોડગઢ, કોટા, ઝાલાવાડ થઈને મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરશે. તેના બાદ છત્તીસગઢ જશે. ત્રણેય રાજ્યોામં વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. તો ત્રીજો વિકલ્પ એ છે કે, ગુજરાતના અમદાવાદથી ગોધરા, દાહોદના રસ્તે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. જેના બાદ મધ્યપ્રદેશ થઈને છત્તીસગઢમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો :-

બદલાઈ જશે Toll લેવાનો નિયમ, વાહન ચાલકોને બલ્લે-બલ્લે, સરકારે કરી મોટી જાહેરાત

0
  • સરકાર ટૂંક સમયમાં બેરિયર-લેસ ટોલ કલેક્શન સિસ્ટમ (Barrier-less toll system) શરૂ કરવાની યોજના બનાવી રહી છે. નવી સ્કીમ આવતાં વાહનચાલકોએ ટોલ બૂથ પર અડધી મિનિટ પણ ઊભા રહેવું નહીં પડે.

જો તમે વારંવાર હાઈવે પર કાર દ્વારા મુસાફરી કરો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમારો ટોલ ટેક્સ પર ખર્ચવામાં આવતો સમય વધુ ઓછો થવા જઈ રહ્યો છે. સરકાર ટૂંક સમયમાં બેરિયર-લેસ ટોલ કલેક્શન સિસ્ટમ (Barrier-less toll system) શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

નવી સ્કીમ આવતાં વાહનચાલકોએ ટોલ બૂથ પર અડધી મિનિટ પણ ઊભા રહેવું નહીં પડે. બુધવારે આ માહિતી આપતાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય પ્રધાન વીકે સિંહે જણાવ્યું હતું કે બેરિયર-લેસ ટોલ કલેક્શન સિસ્ટમ હાલમાં ટ્રાયલ હેઠળ છે. તેમણે કહ્યું, “એકવાર અમારું ટ્રાયલ સફળ થઈ જાય તો અમે તેને ટૂંક સમયમાં લાગુ કરીશું.”

વીકે સિંહે કહ્યું કે દેશમાં રસ્તાઓ પર કવર કરવામાં આવેલા અંતરના આધારે ટોલ ચૂકવણીની સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ટોલ વસૂલાતની નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે તો તેની કાર્યક્ષમતા વધશે અને મુસાફરીનો સમય પણ ઘટશે. તેમણે કહ્યું કે વાહનોમાં ફાસ્ટેગના ઉપયોગથી ટોલ બૂથ પર લાગતો સમય ઘટીને ૪૭ સેકન્ડ પર આવી ગયો છે. પરંતુ સરકાર તેને વધુ ઘટાડી ૩૦ સેકન્ડથી પણ ઓછા કરવા માંગે છે.

દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ટેસ્ટિંગ:

આ માટે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર પાયલોટ (પ્રાયોગિક) પરીક્ષણ ચાલી રહ્યું છે જેમાં સેટેલાઈટ અને કેમેરા આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સિંહે કહ્યું, “જ્યારે તમે કોઈ હાઈવેમાં પ્રવેશો છો અને ત્યાં લગાવેલ કેમેરા તમારા વાહનના રજીસ્ટ્રેશન નંબરને સ્કેન કરે છે. તો તેના આધારે એ જાણી શકાય છે કે તમે ટોલ બૂથ સુધી પહોંચવા માટે કેટલા કિલોમીટરનો પ્રવાસ કર્યો છે.

તેમણે કહ્યું, “આ વર્તમાન સિસ્ટમથી અલગ છે જેમાં તમે હાઈવે પર કેટલા કિલોમીટરની મુસાફરી કરી છે તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. આ ચુકવણી ટોલના નિયમો પર આધારિત છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વર્તમાન સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન સહિત તમામ ક્ષેત્રોમાં કરવામાં આવેલા કાર્યોને કારણે જ આવી પ્રગતિ પ્રાપ્ત થઈ રહી છે. તેમણે કહ્યું કે ટેલિકોમ્યુનિકેશન નેટવર્કમાં થયેલા સુધારાથી ટોલ પ્લાઝા પર વાહનોનો ડેટા એકત્ર કરવામાં મદદ મળી રહી છે.

આ પણ વાંચો :-

બસ ૦૭ જ દિવસમાં તમારા ઘરે આવી જશે પાસપોર્ટ : તાત્કાલિક જોઈતું હોય તો જાણો કેટલી છે ફીસ અને શું છે પ્રોસેસ

0
  • ભારતની બહાર મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો પરંતુ તમારી પાસે પાસપોર્ટ નથી? અરજી કરવા માંગો છો? ચાલો આખી પ્રક્રિયા જણાવીએ.

હાલમાં વિદેશ જવા માટે કે ભવિષ્યમાં વિદેશ જવા માટે પાસપોર્ટ ખુબ જ જરૂરી છે. એટલા માટે દરેક વ્યક્તિ પાસપોર્ટ કઢાવવા માંગે છે. જો કે પહેલા પાસપોર્ટ કઢાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે સરકારે પાસપોર્ટ માટે પ્રક્રિયાને સરળ કરી દીધી છે.

જી હાં હવે તમે ઘરે બેઠા પણ પાસપોર્ટ કઢાવી શકો છો. આ પહેલા તમને જણાવી દઈએ કે પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવી એક સરળ પ્રક્રિયા છે. તમે તમારા ઘરના આરામથી તમારી અરજી સબમિટ કરી શકો છો. અહીં અમે તમને પાસપોર્ટ એપ્લાય કરવા વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.

પાસપોર્ટ ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

  • સૌથી પહેલા તમારે પાસપોર્ટ સેવાની વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ છે, તો પછી તેમાં લોગિન કરો.
  • આ પછી એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ/ પાસપોર્ટ રી-ઈસ્યુ પર ક્લિક કરો.
  • એક અરજી આપવામાં આવશે, તેમાં પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો. પછી સબમિટ પર ક્લિક કરો.
  • હવે ફરીથી હોમ પેજ પર જાઓ અને વ્યૂ સેવ્ડ/સબમિટેડ એપ્લિકેશન્સ પર ક્લિક કરો.
  • આ પછી પે એન્ડ શેડ્યૂલ એપોઈન્ટમેન્ટ પર ક્લિક કરો.
  • તમે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઈન્ટમેન્ટ બુક કરી શકો છો.
  • વિકલ્પ પસંદ કરો અને ચુકવણી માટે આગળ વધો.
  • પ્રક્રિયા પૂર્ણ થયા પછી અરજીની રસીદ ડાઉનલોડ કરો. આ માટે Print Application Receipt પર ક્લિક કરો.
  • તમને એપોઈન્ટમેન્ટની વિગતો પ્રાપ્ત થશે.
  • પાસપોર્ટ સેવા કેન્દ્રમાં જતી વખતે તમારી સાથે તમામ અસલ દસ્તાવેજો હોવા આવશ્યક છે.

કયા દસ્તાવેજોની જરૂર પડશે 

વર્તમાન સરનામાનો પુરાવો : આમાં કોઈપણ ઉપયોગિતા બિલ, આવકવેરા આકારણી ઓર્ડર, ચૂંટણી પંચનો ફોટો ID, આધાર કાર્ડ, ભાડા કરાર અને માતાપિતાના પાસપોર્ટની નકલનો સમાવેશ થાય છે. આમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકાય છે.

જન્મ તારીખનો પુરાવો : જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને પાન કાર્ડમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી શકાય છે.

અરજી ફી :

  • 10 વર્ષ માટે માન્ય વધારાની પુસ્તિકા (36 પૃષ્ઠો) સાથેનો તાજો પાસપોર્ટ/ફરીથી જારી કરાયેલ પાસપોર્ટ  – એપ્લિકેશન ફી – રૂ. 1,500 / તત્કાલ એપ્લિકેશન ફી – રૂ. 2,000
  • 10 વર્ષ માટે માન્ય વધારાની પુસ્તિકા (60 પાના) સાથેનો તાજો પાસપોર્ટ/ફરીથી જારી કરાયેલ પાસપોર્ટ – એપ્લિકેશન ફી  – રૂ. 2,000 /  તત્કાલ એપ્લિકેશન ફી રૂ. 2,000
  • સગીર (18 વર્ષથી ઓછી ઉંમરના) માટે ફ્રેશ પાસપોર્ટ/ફરી ઈશ્યૂ પાસપોર્ટ, 5 વર્ષની માન્યતા અથવા સગીર 18 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી, 36 પાનાની પુસ્તિકા – એપ્લિકેશન ફી – રૂ. 1,000 / તત્કાલ એપ્લિકેશન ફી રૂ. 2,000

કેટલા સમયમાં પાસપોર્ટ ઘરે પહોંચી જશે :

પાસપોર્ટ અરજી ભરતી વખતે અરજદારે આપેલા સરનામે સ્પીડ પોસ્ટ દ્વારા પાસપોર્ટ મોકલવામાં આવે છે. સામાન્ય પાસપોર્ટ માટે પ્રોસેસિંગનો સમય ૩૦ થી ૪૫ દિવસનો હોય છે.

જ્યારે તત્કાલ મોડ હેઠળ કરવામાં આવેલી અરજીઓ માટે પાસપોર્ટ એપ્લિકેશનનો સમય ૦૭ થી ૧૪ દિવસનો છે. તમે ઈન્ડિયા પોસ્ટના સ્પીડ પોસ્ટ પોર્ટલ પર ઉપલબ્ધ ટ્રેકિંગ યુટિલિટી સુવિધાની મુલાકાત લઈને ડિલિવરી સ્ટેટસને ટ્રેક કરી શકો છો.

આ પણ વાંચો :-

 

૦૪ ઓગષ્ટ / મેષ, તુલા, મકર સહિત આ રાશિના જાતકોનો શુક્રવાર ગુડ જશે, આ જાતકો આજનો દિવસ સંભાળીને રહે, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

આ‌‌ર્થિક પાસુ મજબુત બનતાં આનંદમાં વધાર થાય. પ‌રિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી ધંધામાં પ્રગ‌તિ જુની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભઃ

આ‌‌ર્થિક ઉપાર્જન શક્ય બને. પ‌રિવારમાં મનમેળ વધતો જણાય. અધરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. વા‌ણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.
‌

મિથુનઃ

વકતૃત્વ શ‌ક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પ‌રિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ‌ચિંતા રહે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

કર્કઃ

સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણી ‌વિલાસ સાચવીને કરવો. ‌પિતૃપક્ષ તરફથી લાભ પ‌રિવારમાં એકરાગીતા જળવાય. ‌મિત્રોને સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.
‌

સિંહઃ

નકારાત્મક ‌વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાં‌તિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ, કાપડ, સ્ત્ર શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

કન્યાઃ

મનોબળ મજૂબત રહે. શ‌ક્તિ અને સ્ફુ‌‌ર્તિનો અનુભવ થાય. આ‌‌ર્થિક બાબતે શુભ ફળ મળે. પ‌રિવારમાં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ તથા જણાય.

તુલાઃ

વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસું મજબુત બનતું જણાય. પ‌રિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આ‌‌ર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃ‌શ્ચિકઃ

આ‌‌ર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમ જળવાય. પ‌રિવારમાં ‌વિખવાદ ટાળવો. કાર્ય ક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ ટ્રાવેલીંગના ધંધામાં ‌વિશેષ સફળતા. ગળાના રોગોન કાળજી રાખવી.

ધનઃ

માન‌સિક પ્રસન્નતા વધે. પરોપકારની ભવા પેદા થયા. કાર્યક્ષેત્રે સફળતા રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગ‌તિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

માન‌સિક અવસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પ‌રિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાત જણાય. આંખની કાળજી રાખવી. ‌મિત્રોથી લાભ મળતો જણાય.

કુભઃ ‌

દિવસ દરમ્યાન મન આનંદમાં રહે. જુના ‌શિક્ષખોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોની કામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્ય‌ક્તિઓને ‌વિશેષ ફાયદો, ઉલટી ઉબકાની સમસ્યા રહે.

મીનઃ

ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય, આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતા પૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ ‌નિવારવા. આરોગ્ય સારૂં રહેશે.

આ પણ વાંચો :-

લગ્નના ૧૮ વર્ષ બાદ આ બોલીવૂડ અભિનેતા પત્નીથી અલગ થશે ?

  • લગ્નના ૧૮ વર્ષ બાદ અભિનેતા તેની પત્ની નતાશાથી અલગ થશે. આ સમાચાર ફરદીન ખાનના ચાહકો માટે મોટો ઝટકો સમાન છે.

બોલિવૂડ અભિનેતા ફરદીન ખાનના લગ્નજીવનમાં ઘણી મોટી ઉથલપાથલ ચાલી રહી છે. જેને પગલે તેણે પત્ની નતાશા માધવાણીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. લગ્નના 18 વર્ષ બાદ અભિનેતા તેની પત્ની નતાશાથી અલગ થશે. આ સમાચાર ફરદીન ખાનના ચાહકો માટે મોટો ઝટકો સમાન છે.

મીડિયા અહેવાલ અનુસાર અભિનેતા ફરદીન ખાન અને નતાશા માધવાણીએ નિર્ણય લીધો છે કે તેઓ તેમના 18 વર્ષના લગ્નજીવનનો અંત લાવવા માંગે છે. ફરદીન અને નતાશા ઘણા સમયથી અલગ રહેતા હતા. ફરદીન ખાન મુંબઈમાં રહે છે અને તેની પત્ની નતાશા તેની માતા સાથે લંડનમાં રહે છે.

લાંબા સમય સુધી અલગ રહ્યા બાદ હવે આખરે તેઓએ ડીવોર્સ લેવાનું મન બનાવી લીધું છે. જો કે તેમના અલગ થવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અભિનેતા અને તેની પત્નીએ આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

E-Times ના અહેવાલ મુજબ હવે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. બંને વચ્ચેનું અંતર એટલું વધી ગયું છે કે બંને એક વર્ષથી એકબીજાથી અલગ રહે છે. ફરદીન મુંબઈમાં રહે છે. જ્યારે નતાશા તેની માતા સાથે લંડનમાં રહે છે. હવે આ કપલે એકબીજાથી છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે નતાશા માધવાણી ૭૦-૮૦ના દાયકાની સુપરહિટ અભિનેત્રી મુમતાઝની દિકરી છે. મુમતાઝે વર્ષ ૧૯૭૪માં મયુર માધવાણી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ તાન્યા અને નતાશા છે. નતાશાએ વર્ષ ૨૦૦૫માં ફરદીન ખાન સાથે ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. તેમના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. નતાશા અને ફરદીનને એક પુત્રી અને એક પુત્ર એમ બે બાળકો છે.

કોણ છે નતાશા ? 

તમને જણાવી દઈએ કે નતાશા ૮૦ના દાયકાની જાણીતી અભિનેત્રી મુમતાઝની પુત્રી છે. જેમણે રાજેશ ખન્નાથી લઈને ધર્મેન્દ્ર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બંનેએ એક બીજા સાથે ભવ્ય અંદાજમાં લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો પણ છે. આ રિપોર્ટ અનુસાર જ્યારે ફરદીન સાથે આ અંગે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તેણે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો.

આ પણ વાંચો :-

 

 

‘ભાભીજી ઘર પર હૈ’ની અંગૂરી ભાભીએ શોને કહ્યું અલવિદા ! આખરે શું છે શુભાંગીનો ન્યુ પ્લાન

  • શિલ્પા શિંદેએ શો છોડ્યા બાદ શુભાંગી અત્રે ૨૦૧૬થી શોનો ભાગ છે. અંગૂરી ભાભીના પાત્રમાં ચાહકોએ શુભાંગીને પ્રેમથી સ્વીકારી છે.

ટીવી શો ભાભીજી ઘર પર હૈ દર્શકોનો ફેવરિટ કોમેડી શો બની ગયો છે. આ શોમાં અંગૂરી ભાભી, ગોરી મેમ, વિભૂતિ મિશ્રા અને તિવારી જીની ટીમ દર્શકોનું જોરદાર મનોરંજન કરે છે. કલ્ટ કોમેડી શોમાં અંગૂરી ભાભીનું એક ખાસ પાત્ર દરેકનું ફેવરિટ છે.

અંગૂરી ભાભીની માસૂમિયત અને સુંદરતાથી ચાહકો મંત્રમુગ્ધ છે. તાજા સમાચારમાં અંગૂરી ભાભીના ચાહકોને થોડો આંચકો લાગી શકે છે. સમાચાર આવ્યા છે કે અંગૂરી ભાભી શોમાંથી છુટ્ટી લઈ રહી છે. આવી સ્થિતિમાં અંગૂરી ભાભી આગામી એપિસોડમાંથી ગાયબ થઈ જશે.

Bhabhiji Ghar Par Hai actor Shubhangi Atre confirms separation from husband  - Hindustan Times

મીડિયા અહેવાલ અનુસાર શોમાં અંગૂરી ભાભીનો રોલ ભજવી રહેલી અભિનેત્રી શુભાંગી અત્રે શોમાંથી બ્રેક લેવા જઈ રહી છે. અભિનેત્રી આખા મહિનાની રજા પર જશે. જો કે, અભિનેત્રી શો છોડી રહી નથી અને તે તેના ફેન્સથી દૂર રહેશે નહીં.

અંગૂરી ભાભી પણ સ્ક્રીન પરથી ગાયબ નહીં થાય. ઈન્ટરવ્યુમાં શુભાંગીએ જણાવ્યું કે તે તેની દીકરીના અભ્યાસ માટે ૨૦ દિવસનો બ્રેક લઈ રહી છે. અભિનેત્રી તેની પુત્રીના શિક્ષણ માટે અમેરિકાની યુનિવર્સિટી યુઆઈયુસીમાં જઈ રહી છે.

શુભાંગીએ જણાવ્યું કે તેની પુત્રી એસ્ટ્રોફિઝિક્સમાં આગળ અભ્યાસ કરવા માંગે છે. તેથી જ અભિનેત્રી તેની પુત્રી સાથે તેને શિફ્ટ કરાવવા માટે જઈ રહી છે. અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે તે આગળના એપિસોડ માટે શૂટિંગ કરી ચૂકી છે. આવી સ્થિતિમાં ચાહકોને શોમાં કમી અનુભવાશે નહીં. અભિનેત્રીએ કહ્યું કે, ચાહકો મને બિલકુલ મિસ નહીં કરે અને બધું જ સેટ થઈ ગયું છે. હું રજા પર હોઈશ પણ સ્ક્રીન પર જોવા મળીશ.

શુભાંગી ૧૦મી ઓગસ્ટે નીકળશે અને ૨૮મીએ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે શિલ્પા શિંદેએ શો છોડ્યા બાદ શુભાંગી અત્રે ૨૦૧૬થી શોનો ભાગ છે. અંગૂરી ભાભીના પાત્રમાં ચાહકોએ તેને સમાન પ્રેમ આપ્યો છે. આ શોમાં અભિનેતા રોહિતેશ ગૌન તેના પતિ તિવારી જીની ભૂમિકામાં છે. શુભાંગી અત્રેની સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે.

આ પણ વાંચો :-