Home Blog Page 1008

સૌરાષ્ટ્રમાં આજે પવન સાથે વરસાદની આગાહી : ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ત્રાટકશે

0
  • થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમલ્હાર થઈ શકે છે.

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરાપ નીકળતા ખેડૂતો પણ પોતાની કામગીરીમાં જોતરાયા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવાયા અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં બદલાવ આવી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જણાવાયા અનુસાર સમગ્ર સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો બીજી બાજુ આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતના શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ આજે મેઘમલ્હાર થઈ શકે છે અને દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ૨૦ ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે. હાલ વરસાદી ઝાપટાં પડશે.

પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. આપને જણાવી દઈએ કે અન્ય કેટલાક હવામાન નિષ્ણાંતોએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા. ૧૯ થી ૨૧ ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

આ પણ વાંચો :-

 આ છે દેશના સૌથીના સૌથી સસ્તા ફોન, જાણો કિંમત અને ખૂબીઓ

0
  • 5G નો યુગ આવી ગયો છે. 5G સેવા શરૂ થયા બાદ 5G ફોનની માંગ પણ વધી છે. મોટાભાગની કંપનીઓએ તેમના 5G ફોન માર્કેટમાં લોન્ચ કર્યા છે.

પહેલા તેમની કિંમત ઘણી વધારે હતી. પરંતુ હવે બજેટ 5G ફોન પણ આવવા લાગ્યા છે. સારા ફીચર્સ સાથેનો 5G ફોન ૧૨ હજારથી પણ ઓછામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે ભારતમાં સૌથી વધુ સસ્તું ફોન ક્યા છે જે શાનદાર ફીચર્સ સાથે આવે છે…

Samsung Galaxy M13ની કિંમત 11,999 રૂપિયાથી શરૂ થાય છે. ફોનમાં 6.6-ઈંચ FHD + ડિસ્પ્લે, 6000mAh બેટરી, ટ્રિપલ કેમેરા સેટઅપ (50MP + 5MP + 2MP, 8MP ફ્રન્ટ કેમેરા) અને ઘણી શાનદાર સુવિધાઓ છે.

Redmi 12 5Gની કિંમત 11,999 રૂપિયાથી શરૂ થાય છે. ફોન Snapdragon 4 Gen 2 દ્વારા સંચાલિત છે. 6.79 ઈંચ FHD + 90Hz ડિસ્પ્લે ડિસ્પ્લે ઉપલબ્ધ છે. ફોનમાં 5000mAhની બેટરી ઉપલબ્ધ છે. તેમાં 50MP ડયુઅલ કેમેરા, 8MP ફ્રન્ટ કેમેરા સેન્સર છે.

POCO M6 Pro 5Gની કિંમત રૂ.10,999 થી શરૂ થાય છે. આ ફોન Snapdragon 4 Gen 2 પ્રોસેસર દ્વારા પણ સંચાલિત છે. ફોનમાં 6.7 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે ઉપલબ્ધ છે. ફોનમાં 5000mAh બેટરી, 50MP + 2MP, 8MP ફ્રન્ટ કેમેરા છે.

Lava Blaze 5Gની કિંમત રૂ.10,999 થી શરૂ થાય છે. ફોન 6.5 ઈંચ HD+ 90Hz IPS ડિસ્પ્લે, 5000mAh બેટરી, 50MP કેમેરા અને MediaTek Dimensity 700 પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

આ પણ વાંચો :-

૧૧ ઓગસ્ટ / ઉધારી અને ધંધામાં ધોખાઘડીથી બચજો, આ રાશિના જાતકો આવશે માઠી દશા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. આવકમાં વધારો થાય. પરિવાર માં થોડો મતભેદ જણાય. મિલકત માં કરેલા રોકાણો થી ફાયદો થાય. નોકરી-ધંધા માં રાહતનો અનુભવ થાય. અગ્નિ થી સાચવવું.

વૃષભઃ
દિવસ ની શરૂઆત મોજ શોખ થી થાય. ભાગ્ય સાથ આપતું જણાય. આવકમાં વધારો થાય. માન-સન્માન વધે. વિશ્વાસઘાત નો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગથી સાચવવું.

મિથુનઃ
જક્કી અને જડ વલણનો ત્યાગ કરવો. આર્થિક પાસુ મજબુત બનતુ જણાય. સંતાન સાથે મતભેદ રહે. ફસાયેલા નાણાં છુટા થાય. અ‌શક્તિનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ મળે. નોકરી-ધંધામાં સામાન્ય.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. આવક આવતી અનુભવી શકાય. પરિવાર માં મતભેદ ની શક્યતા છે. શેર બજાર થી લાભ મળે. જીવનસાથી સાથે આનંદ થી દિવસ વ્યતિત થાય. દગા-ફટકાનો ભોગ બની શકાય.

સિંહઃ
પ્રભાવમાં વધારો થાય. માન-સન્માન વધે. સફેદ વસ્તુની ખરીદી થાય. આર્થિક ઉપાર્જન સારૂં થાય. સ્થવાર-જંગમ મિલકતથી લાભ, સંતાનની ચિંતા રહે. શરદી, ખાંસી, કફનો ઉપદ્રવ રહે. ડાયાબીટીસ ના દર્દીઓએ સાચવવું.

કન્યાઃ
વાણી ઉપરનો પ્રભાવ વધે. આનંદ થી દિવસ વ્યતિત થાય. નાણાં ની વૃધ્ધિ થતી જણાય. પરિવારમાં શાંતિ મનમેળ રહે. સંતાન તરફ થી આનંદ ના સમાચાર મળે. ભાગ્ય માં વૃદ્ધિ થાય. આદ્યાત્મિક પ્રગતિ થાય.

તુલાઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. ખોટું લાગે એવા પ્રસંગો બને. પ્રોપર્ટી થી લાભ મેળવી શકાય. કુટુંબ માં શાંતિ અને સંપ રહે. તંદુરસ્તી જળવાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવાર માં સુખ-શાંતિ જળવાય. મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય સુખમાં આનંદ અનુભવી શકાય. પડવા-વાગવા થી સાચવવું.

ધનઃ
માનસિક રીતે અજંપો રહે. આવક માટે દિવસ સામાન્ય છે. પરિવાર માં મનમેળ રહે. માતૃસુખ સારૂ મળે. ખોટા વિચારોથી દૂર રહેવું. શરદી-કફ ના રોગોથી સાવચેતી રાખવી. એકંદરે સામાન્ય દિવસ વ્યતિત થાય.

મકરઃ
ખુબજ સુંદર રીતે દિવસ વ્યતિત થાય. આવક આવતી જણાય. પરિવાર માં આનંદ. સંતાનોની પ્રગતિથી મન હરખાય. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. નોકરી, ધંધા માં પ્રગતિ થાય.

કુંભઃ
મક્કમ મનોબળની અનુભૂતિ થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. પરિવાર માં આનંદ. સંતાનોથી ચિંતા રહે. આંખના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃદ્ધિ થાય. ધાર્મિક કાર્ય કરી શકાય. નોકરી-ધંધામાં સારૂં.

મીનઃ
મિલનસાર સ્વભાવ રહે. નાણાંની આવક વધતી જણા. પરિવાર માં ખુશી. સ્થાવર-જંગમ મિલકત, શેરબજાર માં રોકાણ ટાળવું. માતાની તબિયતનું ધ્યાન રાખવું. સંતાનો તરફથી આનંદ. નોકરી-ધંધા બાબતે અસંતોષ રહે.

આ પણ વાંચો :-

RBI Monetary Policy : સસ્તી લોન માટે હજુ જોવી પડશે રાહ, RBI એ રેપો રેટમાં ન કર્યો કોઈ ફેરફાર

0
  • ગયા વર્ષના મે મહિનાથી રેપો રેટમાં ૨.૫ ટકાનો વધારો થયો છે. જેના કારણે તમામ પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે. લોકો લાંબા સમયથી લોન સસ્તી થવાની આશા રાખી રહ્યા છે.

મોંઘવારીને ધ્યાનમાં રાખતા આરબીઆઈએ સતત ત્રીજી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી અને રેપો રેટ ૬.૫ ટકા પર સ્થિર રાખ્યો છે. RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક ૮મી ઓગસ્ટના રોજ શરૂ થઈ હતી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી છે. તાજેતરમાં દેશમાં ખાદ્યપદાર્થોના ભાવમાં ઘણો વધારો થયો છે જેના કારણે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે.

ગયા વર્ષના મે મહિનાથી રેપો રેટમાં ૨.૫ ટકાનો વધારો થયો છે. જેના કારણે તમામ પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે. લોકો લાંબા સમયથી લોન સસ્તી થવાની આશા રાખી રહ્યા છે. પરંતુ હાલ તેમને રાહત મળવાની આશા નથી. દેશમાં વધતી મોંઘવારીને રોકવા માટે આરબીઆઈએ મે ૨૦૨૨થી રેપો રેટમાં ઘણી વખત વધારો કર્યો છે. તેના કારણે ફેબ્રુઆરી ૨૦૨૩માં પોલિસી રેટ રેપો ૬.૫ ટકા પર પહોંચી ગયો હતો. આ પછી આરબીઆઈએ એપ્રિલ અને જૂનમાં તેને યથાવત રાખ્યો હતો.

જ્યારે હોમ લોન સસ્તી હતી ત્યારે લોકોએ આનો ફાયદો ઉઠાવીને મકાન કે ફ્લેટ ખરીદ્યા હતા. પરંતુ હવે તેમને હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે. એક વર્ષથી ઓછા સમયમાં હોમ લોનનો વ્યાજ દર ૬.૭ ટકાથી વધીને ૯.૨૫ ટકા થઈ ગયો છે. જો કોઈએ એપ્રિલ ૨૦૧૯માં ૬.૭ ટકાના દરે ૫૦ લાખ રૂપિયાનું વ્યાજ લીધું હોત તો તેની લોન માર્ચ ૨૦૩૯માં સમાપ્ત થઈ ગઈ હોત. પરંતુ હવે તેનો દર ૯.૨૫ ટકા પર પહોંચી ગયો છે. તદનુસાર, તેની હોમ લોન નવેમ્બર ૨૦૫૦ માં સમાપ્ત થશે. જેનો અર્થ છે કે તેણે મૂળ કરતાં ૧૩૨ વધુ હપ્તા ચૂકવવા પડશે. એટલે કે તેણે મૂળ કાર્યકાળ કરતાં ૧૧ વર્ષ વધુ હપ્તા ચૂકવવા પડશે.

રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે. તેથી, જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે બેંકોને રિઝર્વ બેંક પાસેથી મોંઘા દરે લોન મળે છે. જેના કારણે સામાન્ય લોકોને મળતી લોન પણ મોંઘી થઈ જાય છે. ફુગાવાને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરે છે અને લોન મોંઘી થાય છે.

લોનની કિંમતને કારણે અર્થતંત્રમાં રોકડ પ્રવાહમાં ઘટાડો થયો છે. આ કારણે માંગમાં ઘટાડો થાય છે અને મોંઘવારી દર ઘટે છે. રેપો રેટ સિવાય રિવર્સ રેપો રેટ પણ છે. રિવર્સ રેપો રેટ એ દર છે જેના અનુસાર રિઝર્વ બેંક અન્ય બેંકોને થાપણો પર વ્યાજ આપે છે.

આ પણ વાંચો :-

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં લાગી આગ, ડ્રેસિંગ રૂમને થયું સૌથી વધુ નુકસાન

0
  • Fire in Eden Gardens Kolkata : ભારતમાં વન-ડે વર્લ્ડકપ શરૂ થવાને ૨ મહિનાથી પણ ઓછો સમય બાકી છે.

ભારતમાં ૫ ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વન-ડે વર્લ્ડકપને ૨ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેગા ઈવેન્ટ માટે ચાલી રહેલા રિનોવેશનના કામ દરમિયાન ભયાનક આગ લાગી હતી.  આ આગને કારણે સ્ટેડિયમનો ડ્રેસિંગ રૂમ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. આ આગ ઓલવવામાં ફાયર બ્રિગેડના જવાનોને ૧ કલાકથી વધુ સમય લાગ્યો હતો. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ૯ ઓગસ્ટે રાત્રે લગભગ ૧૧.૫૦ વાગ્યે આગ લાગી હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ફાયર બ્રિગેડની ૨ ગાડીઓ પણ તાત્કાલિક આગના સ્થળે પહોંચી ગઈ હતી. આ આગ ડ્રેસિંગ રૂમની ફોલ્સ સીલિંગમાં લાગી હતી જ્યાં ક્રિકેટરોના સાધનો રાખવામાં આવ્યા હતા. જેના કારણે ત્યાં હાજર ખેલાડીઓનો આખો સામાન બળી ગયો હતો. હવે આ આગના કારણે સ્ટેડિયમમાં વર્લ્ડકપની મેચો પહેલા એક મહત્વનો પ્રશ્ન પણ સૌની સામે ઉભો થયો છે.

વર્લ્ડકપ ૨૦૨૩માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કુલ ૫ મેચ રમાવાની છે. જેમાં સેમિફાઈનલ મેચનો સમાવેશ થાય છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ સ્ટેડિયમમાં આગ લાગવાના કારણની તપાસ કરવાનું કહ્યું છે. સ્ટેડિયમમાં ચાલી રહેલા રિનોવેશનનું કામ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વાસ્તવમાં પશ્વિમ બંગાળ ક્રિકેટ અસોસિયેશન વર્લ્ડકપ પહેલા મેનેજમેન્ટમાં કોઈ ભૂલ કરવા માંગતું નથી. રાત્રે આગ લાગવાના સમાચાર મળતા જ જોઈન્ટ સેક્રેટરી દેવબ્રત દાસ ત્યાં પહોંચ્યા હતા. તેમણે આગની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને આગ કેવી રીતે લાગી તે જોવામાં આવશે.

આ પણ વાંચો :-

સાપુતારા જઈ રહેલી કાર ડિવાઈડર સાથે અથડાઈ, બે યુવકોના મોત

0
  • નવસારીમાં પૂરઝડપે જઈ રહેલી કારે અકસ્માત સર્જ્યો હતો. મળતી જાણકારી અનુસાર વાંસદાના ચારણવાડા નજીક કાર ડીવાઈડર સાથે અથડાતા બે યુવકોના મોત થયા હતા.

મળતી જાણકારી અનુસાર, વાંસદાના ચારણવાડા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા બે યુવકોના મોત થયા હતા. કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ કારનો ભૂક્કો બોલી ગયો હતો. મૃતકોની ઓળખ પાર્થ ડોબરિયા અને વિકેશ ખાંટ તરીકે થઈ છે જ્યારે ઘાયલ યુવકોની ઓળખ નીરજ ડોબરિયા અને હર્ષિલ ઠુમ્મર તરીકે થઈ છે.

મળતી માહિતી અનુસાર, ચાર મિત્રો કાર લઈને સાપુતારા ફરવા જઈ રહ્યા હતા ત્યારે વાંસદા નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે કાર ચાલક યુવક અને અન્ય એક યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર ચારેય મિત્રો અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારીઓ હોવાની જાણકારી મળી છે.

આ પણ વાંચો :-

મોરારી બાપુ પર ફરી મોટો વિવાદ : ઉજ્જૈનના મહાકાલની કરી પૂજા તો પૂજારીઓ થયા નારાજ

0
  • ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં મોરારી બાપુએ માથે સફેદ કપડું બાંધી અને લુંગી પહેરીને બાબા મહાકાલની પૂજા કરતા સર્જાયો વિવાદ, અખિલ ભારતીય પૂજારી મહાસંઘના અધ્યક્ષે કહ્યું, આ મર્યાદાઓને અનુકુળ નથી.

ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં મોરારી બાપુએ માથા પર સફેદ કપડું બાંધી દર્શન અને પૂજા કરતા વિવાદ સર્જાયો છે. અખિલ ભારતીય પૂજારી મહાસંઘના અધ્યક્ષે આ મામલે વાંધો ઉઠાવ્યો છે.

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ૫ ઓગસ્ટે એક દિવસીય રામકથા કરવા માટે મોરારી બાપુ ઉજ્જૈન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જઈને જળાભિષેક અને મહાકાલની પૂજા કરી હતી. જે કપડા પહેરીને મોરારી બાપુ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ગયા હતા.

તેને લઈને હવે પૂજારી મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે. અખિલ ભારતીય પૂજારી મહાસંઘનું કહેવું છે કે મોરારી બાપુએ માથા પર સફેદ કપડું બાંધીને અને સફેદ લુંગી પહેરીને ભગવાન મહાકાલના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. જે મર્યાદાઓને અનુકુળ નથી. અમે તેમનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ આ વાત ધ્યાન પર લાવી રહ્યા છીએ.

આ વસ્તુઓ પર છે પ્રતિબંધ :

તેમણે જણાવ્યું કે ગર્ભગૃહમાં કોઈપણ પ્રકારના ચામડા, બેલ્ટ, પર્સ, ટોપી, હથિયાર લઈને પ્રવેશવા પર પ્રતિબંધ છે. મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના જવાબદાર લોકોએ મોરારી બાપુને મંદિરની આ પરંપરા વિશે જાણ કરવી જોઈતી હતી જેથી તેઓ નિયમોનું પાલન કરે.

૫ ઓગસ્ટે ઉજ્જૈન પહોંચ્યા હતા મોરારી બાપુ :

એવું કહેવાય છે કે મોરારી બાપુ ૫ ઓગસ્ટે ઉજ્જૈનમાં મહાકાલ લોક પાસે આવેલા સરસ્વતી શિશુ મંદિરમાં રામ કથા સંભળાવવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના હજારો અનુયાયીઓ પણ હતા. મોરારી બાપુ તેમની વિશેષ ટ્રેન દ્વારા ઉજ્જૈન પહોંચ્યા હતા.

મોરારી બાપુ અધિક શ્રાવણ માસમાં દેશભરના બાર જ્યોતિર્લિંગોમાં રામકથા સંભળાવવા નીકળ્યા છે. બાપુ ૧૨ હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પહોંચ્યા હતા. મોરારી બાપુની આ યાત્રા ઋષિકેશથી વિશેષ ટ્રેન દ્વારા શરૂ થઈ હતી.

આ પણ વાંચો :-

વ્હાલસોયી માટે ચંદ્રમા પર ૦૧ હેક્ટર જમીન ખરીદી જન્મદિવસની આપી ભેટ, જાણો- કેટલા પૈસા ચૂકવ્યા ?

0
  • હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના એડવોકેટ અમિત શર્માની પુત્રી તનિષા શર્મા ચંદીગઢમાં અભ્યાસ કરે છે. દીકરીના ૧૮માં જન્મદિવસે તેણે એક અલગ ભેટ આપવાનું વિચાર્યું.

દીકરીના ૧૮માં જન્મદિવસે તેણે એક અલગ ભેટ આપવાનું વિચાર્યું અને ચંદ્ર પર જમીન ખરીદી. દીકરી આ દિવસોમાં તેના ક્લાસના કારણે તેના જન્મદિવસ પર પણ ઘરે આવી શકી નહોતી.

તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા.. તાજેતરની બોલિવૂડ મૂવીનું આ ગીત સુપરહિટ રહ્યું હતું. જો કે હિમાચલ પ્રદેશના એક વકીલ તેમની પુત્રી માટે ચંદ્ર તો લાવી શક્યા નથી. પરંતુ તેમણે પુત્રી માટે ચંદ્રનો ટુકડો ચોક્કસ ખરીદ્યો છે. એડવોકેટ અમિત શર્માએ આ જમીનનો ટુકડો તેમની પુત્રીને તેના જન્મદિવસ પર ભેટમાં આપ્યો છે.

હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના વકીલે પોતાની ચાંદ જેવી દીકરી માટે  ચંદ્ર પર જમીન ખરીદી છે. મોટી દીકરી તનિષા શર્માને તેના ૧૮માં જન્મદિવસે ચંદ્ર પર એક હેક્ટર જમીન ભેટમાં આપવામાં આવી છે.

એડવોકેટ અમિતે તેમની પુત્રીના જન્મદિવસ પર અલગ ભેટ આપવાનું વિચાર્યું, તેથી તેમણે ચંદ્ર પર જમીન ખરીદી અને પુત્રીને ભેટમાં આપી. ચંદ્ર પર જમીન ખરીદ્યા બાદ અમિત ખુશી  મહેસૂસ કરી રહ્યો છે.

અમિત કુમારે જણાવ્યું કે મોટી દીકરી તનિષા શર્માના નામે તેમણે અમેરિકાના લોસ એન્જલસની લુના સોસાયટી ઈન્ટરનેશનલ પાસેથી ચંદ્ર પર એક હેક્ટર જમીન ખરીદી છે. તેમણે કહ્યું કે તેણે યુએસએની એક કંપની પાસેથી જમીન ખરીદી છે અને એક હેક્ટર જમીન માટે ત્રણસો ડોલર ખર્ચ્યા હતી.

તેમણે કહ્યું કે તેમણે આવું માત્ર તેમની દીકરીને અલગ ગિફ્ટ આપવાની ઈચ્છાથી કર્યું છે. તેમણે કહ્યું કે હવે મારી દીકરી પૃથ્વી પરથી જ જોઈ શકે છે કે મારી જમીન પણ ચંદ્ર પર છે. અમિત શર્માએ કહ્યું કે તેણે ૪ જુલાઈએ અરજી કરી હતી અને પૈસા ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા હતા.

એડવોકેટ અમિતે જણાવ્યું કે બાદમાં તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ જમીન ખરીદવાની રજિસ્ટ્રી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. આજે ISRO ચંદ્ર પર પહોંચી ગયું છે. તો ભવિષ્યમાં લોકો ત્યાં પણ જશે. એટલા માટે તેમણે જમીન ખરીદી છે.

અમિત શર્માએ જણાવ્યું કે દીકરી તનિષા શર્મા ચંદીગઢમાં અભ્યાસ કરે છે અને આ દિવસોમાં ક્લાસ ચાલુ હોવાને કારણે તેના જન્મદિવસ પર પણ ઘરે આવી શકી નથી. હાલ સમગ્ર મામલો ચર્ચામાં છે.

આ પણ વાંચો :-

આ છે ભારતનાં એવાં સ્થળો, જ્યાં રહેવા-ખાવાનું મળે છે બિલકુલ ફ્રી, સાથે મળે છે અનેક સુવિધા

0
  • ભારતમાં એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં તમે મફતમાં રહી શકો છો. ત્યાં રહેવા ખાવાથી લઈને અનેક સુવિધાઓ બિલકુલ ફ્રી આપવામાં આવે છે. જાણો તે જગ્યાઓ વિશે..

જો તમે પણ બજેટમાં ટ્રાવેલ કરવા માંગો છો અને સ્ટેમાં વધારે પૈસા નથી લગાવવા માંગતા તો અમે તમને એવી ખાસ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો અને તમારી આખી ટ્રીપને એન્જોય કરી શકો છો.

ભારતમાં ઘણી ધર્મશાળાઓ અને આશ્રમ છે જ્યાં રહેવા માટે પૈસા બિલકુલ નથી આપવા પડતા. આવો જાણીએ ક્યાં ક્યાં છે આ જગ્યાઓ જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો.

તિબ્બતી બૌદ્ધિસ્ટ મોનેસ્ટ્રી સારનાથ (ઉત્તર પ્રદેશ)

ઉત્તર પ્રદેશ સ્થિત આ ઐતિહાસિક મોનેસ્ટ્રીમાં એક રાત રોકાવવા માટે ભાડુ માત્ર ૫૦ રૂપિયા છે. આ મોનેસ્ટ્રીને લાધન ચોટરૂલ મોનાલમ ચેનમો ટ્રસ્ટની તરફથી મેનટેન કરવામાં આવે છે. આ મોનેસ્ટ્રીમાં ભગવાન બુદ્ધના જ એક રૂપ શાક્યમુનિની પ્રતિમા છે.

ન્યિંગમાયા મોનેસ્ટ્રી (હિમાચલ પ્રદેશ)

આ મોનેસ્ટ્રી હિમાચલ શહેર રેવલ્સરમાં રેવલ્સર લેકની પાસે સ્થિત છે. આ સુંદર મોનેસ્ટ્રીમાં રહેવા એક દિવસનું ભાડુ ફક્ત ૨૦૦થી ૩૦૦ રૂપિયા છે. આ મોનેસ્ટ્રીની પાસે એક લોકલ માર્કેટ પણ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો.

ગોવિંદ ઘાટ ગુરૂદ્વારા (ઉત્તરાખંડ)

આ ગુરૂદ્વારા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીની પાસે સ્થિત છે. અહીં આવનાક ટૂરિસ્ટ્સ, ટ્રેકર્સ અને શ્રદ્ધાળુ અહીં મફતમાં રહી શકે છે. ગુરૂદ્વારાથી તમે પહાડોમાંથી સુંદર દ્રશ્યો જોઈ શકો છો.

ગીતા ભવન (ઋષિકેશ) 

પવિત્ર ગંગા નદીના તટ પર સ્થિત ગીતા ભવનમાં યાત્રી ફ્રીમાં રહી શકે છે. સાથે જ અહીં તમને ભોજન પણ મફતમાં આપવામાં આવે છે. આ આશ્રમમાં લગભગ ૧૦૦૦ રૂમ છે જ્યાં દુનિયા ભરથી લોકો આવીને રોકાય છે.

આ પણ વાંચો :-

ખાંસીમાંથી છુટકારો મેળવવા માટે અચૂક છે આ ૦૫ દેશી દવાઓ

  • જો કે ખાંસી એક સામાન્ય સમસ્યા છે. પરંતુ હાલમાં લોકો વરસાદની સિઝનમાં વાયરલ તાવની સાથે ઉધરસથી પરેશાન છે. ક્યારેક ઉધરસ ગંભીર સ્વરૂપ લે છે.

જોકે લોકો ઉધરસ મટાડવા માટે બજારમાંથી કફ સિરપ ખરીદે છે. પરંતુ આજે અમે તમને કફથી રાહત મેળવવા માટેના કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું. જેનાથી તરત જ રાહત મળી શકે છે.

તુલસી ચા :

ઉધરસ માટે તુલસીના કેટલાક પાન લો અને તેના નાના ટુકડા કરો. પછી આ પાંદડાને એક કપ પાણીમાં ઉકાળો. લગભગ અડધા સુધી પાકવા દો. પછી તેને ગાળીને પી લો. તુલસીની ચા ખાંસીમાં ખૂબ જ ફાયદાકારક છે.

હળદર અને દૂધ :

જો ખાંસી ઘણા દિવસો સુધી ઠીક ન થતી હોય તો એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને ઉકાળો. પછી તેને સૂતા પહેલા પી લો. આ ઘરગથ્થુ ઉપચારથી તમને ખાંસીથી જલ્દી રાહત મળશે. આનાથી ફ્લૂના લક્ષણો પણ થશે.

મુળેઠીનો ઉકાળો :

જો તમારી ખાંસી લાંબા સમયથી ઠીક નથી થઈ રહી તો એક ચમચી મુળેઠીના મૂળીયાને પીસી લો. પછી તેને એક કપ પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને ઠંડુ થવા દો અને પછી ગાળી લો. તમે તેને દિવસમાં બે વાર પીવો.

મધ અને આદુ :

ઉધરસમાં રાહત મેળવવા માટે તાજા આદુને સારી રીતે પીસી લો. પછી એક ચમચી મધમાં આદુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને રોજ સવારે અને સાંજે પીવો. તમને ૨ થી ૩ દિવસમાં ઉધરસમાં રાહત મળશે.

ગરમ પાણી અને મીઠું :

ઉધરસમાં રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં મીઠું ભેળવીને ઘરેલું ઉપાય કરો. પછી આ પાણી થોડું હૂંફાળું હોય ત્યારે દિવસમાં બે વાર કોગળા કરો. તેનાથી ગળામાં ખરાશ અને ઉધરસ પણ થોડા દિવસોમાં ઠીક થઈ જશે.

આ પણ વાંચો :-