મોરારી બાપુ પર ફરી મોટો વિવાદ : ઉજ્જૈનના મહાકાલની કરી પૂજા તો પૂજારીઓ થયા નારાજ

Share this story
  • ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં મોરારી બાપુએ માથે સફેદ કપડું બાંધી અને લુંગી પહેરીને બાબા મહાકાલની પૂજા કરતા સર્જાયો વિવાદ, અખિલ ભારતીય પૂજારી મહાસંઘના અધ્યક્ષે કહ્યું, આ મર્યાદાઓને અનુકુળ નથી.

ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં મોરારી બાપુએ માથા પર સફેદ કપડું બાંધી દર્શન અને પૂજા કરતા વિવાદ સર્જાયો છે. અખિલ ભારતીય પૂજારી મહાસંઘના અધ્યક્ષે આ મામલે વાંધો ઉઠાવ્યો છે.

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ૫ ઓગસ્ટે એક દિવસીય રામકથા કરવા માટે મોરારી બાપુ ઉજ્જૈન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જઈને જળાભિષેક અને મહાકાલની પૂજા કરી હતી. જે કપડા પહેરીને મોરારી બાપુ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ગયા હતા.

તેને લઈને હવે પૂજારી મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે. અખિલ ભારતીય પૂજારી મહાસંઘનું કહેવું છે કે મોરારી બાપુએ માથા પર સફેદ કપડું બાંધીને અને સફેદ લુંગી પહેરીને ભગવાન મહાકાલના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. જે મર્યાદાઓને અનુકુળ નથી. અમે તેમનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ આ વાત ધ્યાન પર લાવી રહ્યા છીએ.

આ વસ્તુઓ પર છે પ્રતિબંધ :

તેમણે જણાવ્યું કે ગર્ભગૃહમાં કોઈપણ પ્રકારના ચામડા, બેલ્ટ, પર્સ, ટોપી, હથિયાર લઈને પ્રવેશવા પર પ્રતિબંધ છે. મહાકાલેશ્વર વ્યવસ્થાપન સમિતિના જવાબદાર લોકોએ મોરારી બાપુને મંદિરની આ પરંપરા વિશે જાણ કરવી જોઈતી હતી જેથી તેઓ નિયમોનું પાલન કરે.

૫ ઓગસ્ટે ઉજ્જૈન પહોંચ્યા હતા મોરારી બાપુ :

એવું કહેવાય છે કે મોરારી બાપુ ૫ ઓગસ્ટે ઉજ્જૈનમાં મહાકાલ લોક પાસે આવેલા સરસ્વતી શિશુ મંદિરમાં રામ કથા સંભળાવવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમના હજારો અનુયાયીઓ પણ હતા. મોરારી બાપુ તેમની વિશેષ ટ્રેન દ્વારા ઉજ્જૈન પહોંચ્યા હતા.

મોરારી બાપુ અધિક શ્રાવણ માસમાં દેશભરના બાર જ્યોતિર્લિંગોમાં રામકથા સંભળાવવા નીકળ્યા છે. બાપુ ૧૨ હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પહોંચ્યા હતા. મોરારી બાપુની આ યાત્રા ઋષિકેશથી વિશેષ ટ્રેન દ્વારા શરૂ થઈ હતી.

આ પણ વાંચો :-