Home Blog Page 1007

૧૨ ઓગસ્ટ / આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકોએ આજે વાણી પર સંયમ રાખવો, જાણો અન્યએ શું કાળજી રાખવી

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. આવકમાં વધારો થાય. પરિવાર માં થોડો મતભેદ જણાય. મિલકત માં કરેલા રોકાણો થી ફાયદો થાય. નોકરી-ધંધા માં રાહતનો અનુભવ થાય. અગ્નિ થી સાચવવું.

વૃષભઃ
દિવસ ની શરૂઆત મોજ શોખ થી થાય. ભાગ્ય સાથ આપતું જણાય. આવકમાં વધારો થાય. માન-સન્માન વધે. વિશ્વાસઘાત નો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગથી સાચવવું.

મિથુનઃ
જક્કી અને જડ વલણનો ત્યાગ કરવો. આર્થિક પાસુ મજબુત બનતુ જણાય. સંતાન સાથે મતભેદ રહે. ફસાયેલા નાણાં છુટા થાય. અ‌શક્તિનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ મળે. નોકરી-ધંધામાં સામાન્ય.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. આવક આવતી અનુભવી શકાય. પરિવાર માં મતભેદ ની શક્યતા છે. શેર બજાર થી લાભ મળે. જીવનસાથી સાથે આનંદ થી દિવસ વ્યતિત થાય. દગા-ફટકાનો ભોગ બની શકાય.

સિંહઃ
પ્રભાવમાં વધારો થાય. માન-સન્માન વધે. સફેદ વસ્તુની ખરીદી થાય. આર્થિક ઉપાર્જન સારૂં થાય. સ્થવાર-જંગમ મિલકતથી લાભ, સંતાનની ચિંતા રહે. શરદી, ખાંસી, કફનો ઉપદ્રવ રહે. ડાયાબીટીસ ના દર્દીઓએ સાચવવું.

કન્યાઃ
વાણી ઉપરનો પ્રભાવ વધે. આનંદ થી દિવસ વ્યતિત થાય. નાણાં ની વૃધ્ધિ થતી જણાય. પરિવારમાં શાંતિ મનમેળ રહે. સંતાન તરફ થી આનંદ ના સમાચાર મળે. ભાગ્ય માં વૃદ્ધિ થાય. આદ્યાત્મિક પ્રગતિ થાય.

તુલાઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. ખોટું લાગે એવા પ્રસંગો બને. પ્રોપર્ટી થી લાભ મેળવી શકાય. કુટુંબ માં શાંતિ અને સંપ રહે. તંદુરસ્તી જળવાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવાર માં સુખ-શાંતિ જળવાય. મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય સુખમાં આનંદ અનુભવી શકાય. પડવા-વાગવા થી સાચવવું.

ધનઃ
માનસિક રીતે અજંપો રહે. આવક માટે દિવસ સામાન્ય છે. પરિવાર માં મનમેળ રહે. માતૃસુખ સારૂ મળે. ખોટા વિચારોથી દૂર રહેવું. શરદી-કફ ના રોગોથી સાવચેતી રાખવી. એકંદરે સામાન્ય દિવસ વ્યતિત થાય.

મકરઃ
ખુબજ સુંદર રીતે દિવસ વ્યતિત થાય. આવક આવતી જણાય. પરિવાર માં આનંદ. સંતાનોની પ્રગતિથી મન હરખાય. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. નોકરી, ધંધા માં પ્રગતિ થાય.

કુંભઃ
મક્કમ મનોબળની અનુભૂતિ થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. પરિવાર માં આનંદ. સંતાનોથી ચિંતા રહે. આંખના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃદ્ધિ થાય. ધાર્મિક કાર્ય કરી શકાય. નોકરી-ધંધામાં સારૂં.

મીનઃ
મિલનસાર સ્વભાવ રહે. નાણાંની આવક વધતી જણા. પરિવાર માં ખુશી. સ્થાવર-જંગમ મિલકત, શેરબજાર માં રોકાણ ટાળવું. માતાની તબિયતનું ધ્યાન રાખવું. સંતાનો તરફથી આનંદ. નોકરી-ધંધા બાબતે અસંતોષ રહે.

આ પણ વાંચો :-

પઠાણ અને આદિપુરુષ પછી રજનીકાંતની ‘જેલર’ની સૌથી મોટી ઓપનિંગ, પહેલા દિવસે કરી આટલી કમાણી

  • OMG 2 અને ગદર 2 સિનેમાઘરોમાં આજે રિલીઝ થઈ છે પણ એ પહેલા આગલા દિવસે રજનીકાંતની ફિલ્મ જેલર રિલીઝ થઈ હતી. ફિલ્મે સારી કમાણી સાથે સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

આજે ૧૧ ઓગસ્ટે અક્ષય કુમારની OMG 2 અને સની દેઓલની ફિલ્મ ગદર 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે પણ એ પહેલા આગલા દિવસે રજનીકાંતની ફિલ્મ જેલર રિલીઝ થઈ હતી. ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ જેલરએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. મીડિયા અહેવાલ અનુસાર રજનીકાંત સ્ટારર ફિલ્મે પહેલા જ દિવસે ૫૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી સાથે ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

રજનીકાંતની ફિલ્મ જેલરનું કલેક્શન :

રજનીકાંતનો સ્વેગ ફરી એકવાર બોક્સ ઓફિસ પર જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર ફિલ્મે તમામ ભાષાઓમાં ૪૪.૫૦ કરોડનું નેટ કલેક્શન કર્યું છે. તે જ સમયે ફિલ્મની કુલ કમાણી ૫૨ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફિલ્મે તમિલનાડુમાં રૂ. ૨૩ કરોડ, કર્ણાટકમાં રૂ. ૧૧ કરોડ, કેરળમાં રૂ. ૫ કરોડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રૂ. ૧૦ કરોડ અને બાકીના દેશમાંથી રૂ. ૩ કરોડનું કલેક્શન કર્યું છે.

સૌથી મોટી ઓપનિંગ કરનારી પ્રથમ ફિલ્મ બની :

જેલરે રિલીઝ થતાની સાથે જ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. જેમાં તે ૨૦૨૩માં તમિલનાડુમાં સૌથી મોટી ઓપનિંગ કરનારી પ્રથમ ફિલ્મ બની છે. તે કોલીવુડ માટે કર્ણાટકમાં ઓલ ટાઈમ રેકોર્ડ ઓપનિંગ ફિલ્મ છે. સાથે જ ઓપનિંગના સંદર્ભમાં કેરળમાં ૨૦૨૩ માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બની ગઈ છે.

આ પણ વાંચો :-

હજી કેટલા લોકોનો જીવ લેશે આ હાઈવે : બાવળા બગોદરા હાઈવે પર અકસ્માત, ૧૦ લોકોને કાળ ભરખી ગયો

0
  • અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા રોડ પાસે અકસ્માત. અકસ્માતમાં ૧૦ લોકોના મૃત્યુ થયા. ૫ મહિલા, ૨ પુરુષ અને ૩ બાળકોના મૃત્યુ થયા.

શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. બાવળા બગોદરા રોડ પર ગોઝારો અકસ્માતમાં ૧૦ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પંચર પડેલી ટ્રક રોડ પર ઉભી હતી. ત્યારે ટ્રક પાછળ છોટા હાથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટા હાથીમાં સવાર ૧૦ લોકોના મોત નિપજ્યા છે. ૫ મહિલા, ૩ બાળકો અને ૨ પુરુષોના મોત થયા છે.

છોટા હાથીની અંદર આગળ ૩ લોકો અને પાછળ ૧૦ લોકો બેઠા હતા. જેમાંથી ૧૦ મુસાફરોના મોત નિપજ્યા છે. તેમજ 3 ઘાયલોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે. ૧૦ લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ છે. આ તમામ લોકો ચોટીલાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તમામ કપડવંજના સુંધા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને પગલે બાવળા બગોદરા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે.

અકસ્માતની વિગતો એવી છે કે કપડવંજ અને બાલાસિનોરના ૧૭ લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતા. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે ૧૦ લોકોએ દમ તોડી દીધો હતો.

હાલ તમામ ૧૦ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માતને પગલે હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તો બીજી તરફ ટ્રાફિક જામથી અન્ય નાગરિકો અટવાયા છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી ૫૦ કિમી દૂર અકસ્માત થયો છે. અકસ્માતના જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતકોને ગાડીમાંથી બહાર કાઢાયા હતા. તો બીજી તરફ ટ્રાફિક હળવો કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી.

સુરતમાં બાઈક પર આવેલા લૂંટારૂઓએ બંદૂકના નાળચે ચલાવી લાખોની લૂંટ

0
  • સુરતના સચિન પાસે આવેલા વાંઝ ગામમાં સવારે બેંક ઓફ મહારાષ્ટ્ર ખુલતાની સાથે જ પાંચ લૂંટારો પિસ્તોલની સાથે ઘૂસી ગયાં હતાં.

વાંઝ ગામમાં સવારે બેંક ઓફ મહારાષ્ટ્ર ખુલતાની સાથે જ પાંચ લૂંટારો પિસ્તોલની સાથે ઘૂસી ગયાં હતાં. બેંકના કર્મચારીને બંધક બનાવી રોકડા રૂપિયા ૧૩લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી છે. જેને લઈને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમ ઉચ્ચ અધિકારીઓ સચિન વિસ્તારની બેંક પર ઘસી ગયા હતા.

સચિનના વાંઝ ગામમાં આવેલી બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે. જેમાં બે મોટરસાયકલ પર આવેલા પાંચ જેટલા ઈસમોએ ધોળા દિવસે માથા પર હેલ્મેટ પહેરી આવેલા શખ્સોએ લૂંટની ઘટનાને આપ્યો અંજામ આપ્યો છે. લૂંટારૂઓ બેંકમાં પ્રવેશતા હોવાના સીસીટીવી સામે આવ્યાં છે. જેમાં બે બાઈક પર આવેલા પાંચ જેટલા લૂંટારૂઓ માથે હેલ્મેટ પહેરીને બેંકમાં પ્રવેશીને લૂંટ ચલાવે છે.

ધોળા દિવસે બનેલી લૂંટની ઘટનાના પગલે સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દોડતી થઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. લૂંટ માટે આવેલા લુટારાઓ સીસીટીવીમાં થયા કેદ હતાં. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર લૂંટની તપાસમાં એસઓજી, પીસીબી, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

રિવરફ્રન્ટ પર મંદિરમાં કપડાં કાઢી યુવકે મૂર્તિઓની કરી તોડફોડ પછી પોતે…

0
  • અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આવેલા એક પૈરાણિક મંદિરમાં કોઈ અજાણ્યા શખ્સે ઘૂસી જઈને તોડફોડ કરી હતી. સાથે જ ભગવાનની મૂર્તિઓને નુકશાન પહોંચાડ્યું હતું. હાલ CCTV વીડિયોના આધારે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

દુધેશ્વર સ્માશાનગૃહ પાસે આવેલ રિવરફ્રન્ટ પર કાળભૈરવદાદાના મંદિરમાં અજાણ્યા શખ્સે ધમાલ કરી હતી. જેમાં શખ્સે મંદિરમાં કપડા કાઢીને પોતાના વાળ સળગાવી ભગવાનની મૂર્તિઓમાં તોડફોડ કરીને નાસી ગયો હતો. તેમજ લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કર્યુ હતું.

ત્યારે આસપાસના સ્થાનિકોના ધ્યાને આવતા પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. મૂર્તિઓની તોડફોડ દુધેશ્વર સ્મશાનગૃહ પાસે રિવરફ્રન્ટ પર પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મેસેજ મળ્યો હતો કે રિવરફ્રન્ટ પાસે ખુલ્લા મેદાનમાં આવેલ કાળભૈરવદાદાના મંદિરમાં અજાણ્યા શખ્સે તોડફોડ કરી છે.

જેથી પોલીસ ઘટનાસ્થળે પહોચીને તપાસ કરતા ૩૦ થી ૩૫ વર્ષના શખ્સે મંદિરમાં ઘૂસીને કપડા કાઢીને હવન કુંડમાંથી અગ્નિ લઈને પોતાના વાળ સળગાવીને જુદા-જુદા ભગવાનની મૂર્તિઓમાં તોડફોડ કરી હતી. મંદિરમાં રહેલ દીવડાઓમાં પણ તોડફોડ કરી હતી. હનુમાનની મૂર્તિને નુકશાન પહોંચાડીને તેમની ગદા તોડી કઢાઈ હતી

પોલીસે ઘટનાસ્થળે પહોચીને સીસીટીવી ચેક કરતા એક શખ્સ દેખાયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં એક વ્યક્તિ આવે છે અને મૂર્તિઓને નુકશાન પહોંચાડે છે. CCTV ફૂટેજ ચેક કરતા એ સામે આવ્યું કે આ ઘટના 8 ઓગસ્ટના રોજ રાતના ૦૮:૩૦ થી રાતના ૦૯:૫૦ વચ્ચે બની હતી. જેને લઈને રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

ખુલી ગઈ પોપટલાલની પોલ ! ‘તારક મહેતા’ પહેલાં પોપટલાલ મહિલાઓ સાથે કરતા હતા આ કામ

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠકનો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તે મુંબઈના ઘાટકોપરમાં પરિવાર સાથે રહેતા હતા. લગભગ ૨૫ વર્ષથી ચાલમાં રહ્યાં. શ્યામ પાઠક બાળપણથી જ અભિનેતા બનવા માંગતા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ઘરે ઘરે પ્રસિદ્ધ છે. આ સિરિયલના કલાકારો પણ ખુબ જ લોકપ્રિય છે. પણ શું તમે જાણો છો કે, આ સિરિયલમાં આવ્યાં પહેલાં પોપટલાલ શું કામ કરતા હતા? લગભગ ૨૫ વર્ષ સુધી મુંબઈના ઘાટકોપરમાં એક સામાન્ય ચાલમાં રહેતા હતા પોપટલાલ. પરંતુ એક દિવસ તેનું નસીબ ચમકી ગયું અને તે સાવ સામાન્ય માણસમાંથી અચાનક ખાસમ ખાસ બની ગયા. જાણો પોપટલાલની ભૂમિકા ભજવી રહેલા શ્યામ પાઠક વિશે.

તમે જાણીને નવાઈ લાગશે પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં લોકોને હસાવતા અને હસાવનારા પોપટલાલની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. પરંતુ શું તમે જાણો છો કે એક સમય હતો જ્યારે સિરિયલમાં બધાને હસાવનાર પોપટલાલ સાડીની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતા હતા. તારક મહેતામાં કામ કરતા પહેલા ‘પોપટલાલ’ સેલ્સમેન તરીકે કામ કરતા હતા. મહિલાઓને સાડી બતાવતા હતા.

૨૫વર્ષથી ચાલમાં રહેતા હતા :

શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠકનો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તે મુંબઈના ઘાટકોપરમાં પરિવાર સાથે રહેતા હતા. લગભગ ૨૫ વર્ષથી ચાલમાં રહ્યાં. શ્યામ પાઠક બાળપણથી જ અભિનેતા બનવા માંગતા હતા. પણ તેને બિલકુલ ખાતરી નહોતી કે તે પોતાનું સપનું પૂરું કરી શકશે.

સાડીની દુકાનમાં કરતા હતા કામ :

તમને જાણીને નવાઈ લાગશે કે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેણે સાડીની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેણે આ કામ કોલેજમાં જ કરવાનું શરૂ કર્યું. એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં શ્યામ પાઠકે કહ્યું હતું કે ઘણી વખત જ્યારે તેની કોલેજની કોઈ છોકરી સાડીની દુકાને આવતી ત્યારે તે શરમ અનુભવતો હતો.

કોઈક રીતે લિસાને એનએસડીમાં પ્રવેશ મળી ગયો :

શ્યામ પાઠકની માતાનું સપનું હતું કે તે સીએ બને. પરંતુ તે અભિનય કરવા માંગતો હતો. આર્થિક સંકડામણને કારણે તેઓ નાટક જોવા માટે દિગ્દર્શકને વિનંતી કરતા અને સ્ટેજની પાછળ બેસીને મફતમાં નાટક જોતા. લાંબા સમય પછી કોઈક રીતે શ્યામ પાઠકે એનએસડીમાં પ્રવેશ મેળવ્યો. આ પછી તેણે સીરિયલ્સની દુનિયામાં પગ મૂક્યો અને થોડા સમય પછી તેને તારક મહેતાના શોમાં પોપટલાલનું પાત્ર મળ્યું અને તેનું નસીબ બદલાઈ ગયું.

આ પણ વાંચો :-

આખરે કેમ T20માં રોહિત અને કોહલી ક્રિકેટ નથી રમી રહ્યાં ? ખુદ ભારતીય કેપ્ટને કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

0
  • પાછલા લાંબા સમયથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી20 ક્રિકેટ નથી રમી રહ્યા. હવે હિટમેને પોતે આ પાછળનું કારણ જણાવ્યું છે.

૨૦૨૨ ટી ૨૦ વર્લ્ડ કપના બાદથી રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી ૨૦ ટીમનો ભાગ નથી. જોકે BCCIની તરફથી તેને લઈને સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે આખરે કેમ આ બન્ને દિગ્ગજ ખેલાડી ટી ૨૦ ક્રિકેટ નથી રમી રહ્યા. હવે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતે તેનો ખુલાસો કર્યો છે.

મુંબઈમાં એક ઈવેન્ટ વખતે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટીમ અને વર્લ્ડ કપ સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા છે. આ વચ્ચે તેમણે એવું પણ જણાવ્યું કે આખરે કેમ તે અને વિરાટ કોહલી ટી ૨૦ કિક્રેટ નથી રમી રહ્યા.

આ સમસ્યા પર ચિંતિત છે રોહિત :

રોહિત શર્માએ જણાવ્યું કે ટીમના મહત્વના ખેલાડીઓના ઈજાગ્રસ્ત હોવાના કારણે તે ખૂબ જ પરેશાન છે. સાથે જ તેમણે ટીમ ઈન્ડિયાની ઈંજરી વાળી સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી.

રોહિતે ટી ૨૦ ટીમના બહાર હોવાને લઈને કહ્યું, “ગયા વર્ષે પણ અમે આવું કર્યું હતું. ટી ૨૦ વર્લ્ડ કપ થવાનો હતો. તો અમે વન ડે ક્રિકેટ ન રમી. આ વર્ષે વનડે વર્લ્ડ કપ થવા જઈ રહ્યો છે તો અમે ટી ૨૦ ક્રિકેટ નથી રમી રહ્યા. આ વર્લ્ડ કપનું વર્ષ છે અને અમે પોતાને ફ્રેશ રાખવા માંગીએ છીએ પહેલાથી આ અમારી ટીમમાં એટલા ઈજાગ્રસ્ત છે કે હવે મને ઈંજરીથી ડર લાગે છે.”

આ પણ વાંચો :-

છોટા ઉદેપુરમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગના સેલના દરોડ, ભાજપના નેતા નીકળ્યા માલિક

0
  • છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના આનંદપુરીમાં આંકડા બદલવાના અડ્ડા પર સ્ટેટ મોનેટરીંગ સેલની રેડ પડી હતી. જેમાં આ જુગારના અડ્ડાનો મૂળ માલિક નર્મદા ભાજપ લઘુમતિ મોર્ચા ઉપપ્રમુખ સાદિક રાઠોડ હોવાનુ બહાર આવ્યું છે.

નસવાડી નજીક આનંદપુરી પુરી ગામે આંક ફરકનો અડ્ડો ધમધમતો હોવાની બાતમી સ્ટેટ મોનેટરીંગ સેલને મળતા તેઓએ રેડ કરતા લીમડાના ઝાડ નીચે આંક ફરક લખતા લોકો ઝડપ્યા હતા. જેમાં તેમની પાસેથી ૧૮,૨૭૦ રૂ. રોકડા તેમજ ૫ નંગ મોબાઈલ કિંમત ૧૩૦૦૦ અને ૪ બાઈક કિંમત ૭૦,૦૦૦ એમ કુલ મળી ૧,૦૧,૪૭૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આંક ફરકના આંકડા લખનાર અને લખાવનાર ૧૦ લોકો અડ્ડા ઉપરથી ઝડપી પાડી તમામ લોકોને નસવાડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

આ આંક ફરકનો અડ્ડો નર્મદા જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ અને હાલમાં નર્મદા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીમાં નિમણૂક પામેલ સાદીક રાઠોડનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સ્ટેટ મોનેટરીંગ સેલના અધિકારીઓએ પકડાયેલા લોકોની પુછપરછ હાથ ધરતા અડ્ડા મુળ માલિક તરીકે સાદિક.એ.રાઠોડ અને સોહીલ અહેમદ રાઠોડ હોવાનું આંક લખનાર ઈસમોએ પોલીસને જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સાદિક.એ.રાઠોડ હાલમાં નર્મદા જીલ્લા ભાજપ લઘુમતિ મોર્ચાના ઉપપ્રમુખ છે અને એમની હાલમાં જ નર્મદા જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીમાં બિન સરકારી સભ્ય તરીકે નિમણૂક થઈ હતી. ત્યારે જોવું રહ્યું કે જિલ્લા ભાજપ આગામી સમયમાં તેની સામે શું પગલાં લે છે.

આ પણ વાંચો :-

 યુવાનને આ ડેટિંગ એપ પર મળી યુવતી, હોટલમાં ગયો તો નીકળી…..

0
  • માની લો કે કોઈ યુવતી સાથે હોટલના રૂમમાં જાઓ અને ખબર પડે કે તે યુવતી નથી પણ ટ્રાન્સજેન્ડર છે તો? પગ નીચેથી જમીન સરકતા વાર ના લાગે.

બસ આવું જ કાંઈક અમદાવાદમાં યુવક સાથે થયું છે. હિન્જ નામની ડેટિંગ એપ્લિકેશન પર પોતાનું એકાઉન્ટ બનાવીને કોઈ સુંદર યુવતી સાથે સંબંધો બંધાશે તેવા સપના જોતા દિલ્હીથી અમદાવાદ આવેલા યુવાનને એક ચિટર ગેંગ સાથે ભટકાવાનું થયું છે.

અમદાવાદ પોલીસ દ્વારા એક ટ્રાન્સજેન્ડરને ઝડપી પાડવામાં આવી છે. આ યુવતીનું નામ સના છે અને તે પોતાની અન્ય એક ટ્રાન્સજેન્ડર મિત્ર મીરા સાથે રહે છે. તે અલગ અલગ શહેરોમાં ફરીને યુવકને શરીર સુખ આપવાના નામે તેને હોટલમાં બોલાવી લૂંટી લેવામાં માસ્ટર છે.

આવી જ એક ઘટના અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં બની હતી. દિલ્હીથી અમદાવાદ આવેલા યુવાન પોતાની મિત્રને મળવા આવ્યો હતો. આ યુવકનો સંપર્ક મીરાએ કર્યો હતો. મીરાએ તેને એલિસબ્રિજની એપેક્સ હોટલમાં મળવા બોલાવ્યો હતો. દિલ્હીનો આ યુવક એન્જિનિયર છે અને તે અહીં આવ્યો ત્યારે તેને આ લોકોએ લૂંટી લીધો. તેની પાસેથી ૯૦૦૦ લૂંટી તેનું લેપટોપ પણ પડાવી લીધું. મામલો પોલીસ મથકે પહોંચ્યો અને પોલીસે તપાસ કરી તો સના ઝડપાઈ ગઈ જ્યારે અન્ય એક ફરાર છે.

એલિસબ્રિજ પોલીસ જ્યારે ફરિયાદને પગલે ટ્રાન્સજેન્ડર મહિલાઓને પકડવા વસ્ત્રાપુર પહોંચી તો ત્યાં તેમણે કપડા કાઢીને પોલીસની કામગીરીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ સાથે અભદ્ર વર્તન પણ કર્યું હતું. જોકે પોલીસે પણ આ ઘટનાને પગલે ફરિયાદમાં તે સંદર્ભની કલમોનો પણ ઉમેરો કરી દીધો હતો. સ્વરૂપવાન ટ્રાન્સજેન્ડર મહિલાઓની જાળમાં ઘણા યુવાનો આવી ચુક્યા છે.

એલિસબ્રિજ પોલીસે આ મામલામાં ગુનો નોંધી સનાને ઝડપી પાડી હતી. પોલીસને તેની પૂછપરછમાં જાણકારી મળી કે તે અને તેની મિત્ર અલગ અલગ શહેરોમાં ફરતા હતા અને ડેટિંગ એપ્લિકેશનમાં યુવકોનો સંપર્ક કરીને તેમને ફસાવતા હતા. તે જ્યારે મળે ત્યારે લૂંટ ચલાવતા હતા.

યુવકો બદનામીની બીકે ફરિયાદ કરતા ન્હોતા એટલે આ ટ્રાન્સજેન્ડર્સને બેફામ બનતા વાર લાગી નહીં. પોલીસે સનાના મોબાઈલની પણ તપાસ કરી તો ખબર પડી કે તેઓ આ શહેરોમાં ફ્લાઈટ દ્વારા મુસાફરી કરતા હતા. અત્યાર સુધી સંખ્યાબંધ લોકોને આ રીતે રૂપિયા ખંખેરી છેતર્યા છે. તે બંને દિલ્હીની રહેવાસી છે અને યુવતી હોવાની ઓળખ આપી આવા કારનામા કરતા હતા.

આ પણ વાંચો :-

ઘરે થી ચા પીવા નીકળ્યો અને પછી  પાછો જ ના આવ્યો એવું તે શું થયું યુવક સાથે….

0
  • સુરતના પાંડેસરા વિસ્તારમાં વધુ એક યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવતા હડકંપ મચી ગયો છે. બીજી બાજુ કંધોતરના મોતને પગલે પરિવારજનો કાળો કલ્પાંત ફેલાયો છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. વધુમાં તેમના સાથી મિત્રને પણ ચપ્પુના ઘા મારતા તેમની ગંભીર હાલત થઇ છે. મહત્વનું છે કે મૃતક યુવાન અને તેનો મિત્ર રાત્રિના સમયગાળા દરમિયાન ચા પીવા ગયા હતા. જ્યાં ઝઘડો થતા પરત ફરતી વેળાએ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન યુવાને દમ તોડી દેતા પરિવારજનોમાં અરેરાટી મચી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા ચોકડી પર ૨૩ વર્ષીય સનાતન ઉર્ફે રાજ અભિમન્યુ નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાત્રીના સમયગાળા દરમિયાન ચાની દુકાન ચલાવતો યુવક મિત્રો સાથે ચા પીવા ગયો હતો. જ્યા ચાની લારી નજીક ઝઘડો થતો હોવાથી આ દ્રશ્યો જોઈ પરત ફરતા ફરી રહ્યા હતા.

ત્યારે બે બાઈક ચાલકોએ પીછો કર્યો હતો અને યુવાનના બાઈકને ટક્કર મારી પછાડી દીધા હતા. બાદમાં અજાણ્યાં શખ્સો રાજ સહીત બે મિત્રોને ચપ્પુના ઘા માર્યા હતા. જેમાં રાજનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હુમલાખોરને જોઈ અન્ય એક મિત્ર ભાગી જતાં તેમનો બચાવ થયો છે.

આરોપીઓએ રાજને છરાના ઘા ઝીંક્યા હતા જ્યારે તેના મિત્ર પર પણ છરા વડે હુમલો કર્યો હતો. જેથી બન્નેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણ થતા યુવાનના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. જોકે દીકરાનું મોત થયું હોવાનું સામે આવતા પરિવાર શોકના સાગરમાં ડૂબી ગયો છે. હાલ આ પ્રકરણની પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-