Home Blog Page 1005

એક મહીનામાં ઘટી જશે વજન, ઘરે બનાવેલું આ ચૂરણ કરશે કમાલ

  • બદામ, વરિયાળી અને ખાંડની મિશ્રીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ શું તમે ક્યારેય બદામ, વરિયાળી અને ખાંડની મિશ્રીનું મિશ્રણ ખાધું છે.

જેમને પાચનની સમસ્યા છે તેમના માટે બદામ, વરિયાળી અને ખાંડના મિશ્રણનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. બદામ અને વરિયાળીમાં ફાઈબર જોવા મળે છે. તે પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે અને કબજિયાત, અપચો, એસિડિટી, ગેસ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

બદામ, વરિયાળી અને સાકરના મિશ્રણનું એકસાથે સેવન કરવું આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. ખરેખર આ મિશ્રણમાં વિટામિન A હોય છે. તે આંખોની રોશની અને આંખ સંબંધિત અન્ય સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં કરે છે મદદ :

જો તમે સ્થૂળતાના કારણે પરેશાન છો અને તમારું વજન ઓછું કરવા માંગો છો, તો તમે બદામ, વરિયાળી અને ખાંડના મિશ્રણનું પણ સેવન કરી શકો છો. આ મિશ્રણમાં રહેલા તત્વો વજન ઘટાડવામાં મદદ કરે છે.

શરીરને રાખે છે ડિટોક્સ :

દરરોજ બદામ, વરિયાળી અને ખાંડની મિશ્રીનું મિશ્રણ ખાવાથી તમારા શરીરમાં એકઠા થયેલા ઝેર દૂર થાય છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે. આનાથી તમે ઝડપથી બીમાર પડશો નહીં અને ઘણી બીમારીઓથી દૂર રહેશો.

બદામ, વરિયાળી અને સુગર કેન્ડીનું મિશ્રણ કેવી રીતે બનાવવું :

બદામ, વરિયાળી અને સુગર કેન્ડીને મિક્સરમાં અલગ-અલગ પીસીને પાવડરની જેમ રાખો. આ પછી જ્યારે પણ તમારે ખાવાનું મન થાય તો તેને સમાન માત્રામાં મિક્સ કરીને તેનું સેવન કરો. તમે આ મિશ્રણને દૂધમાં મિક્સ કરીને પી શકો છો.

આ પણ વાંચો :-

 ટ્રાફિક બ્રિગેડ, સીસી કેમેરા અને સાયબર સંજીવની સુરતીઓને ગુનાખોરી સામે વધુ રક્ષણ આપશે

  • દીર્ઘદૃષ્ટિ ધરાવતા પૂર્વ પો.કમિ. સુધીર સિંહા, રાકેશ અસ્થાના અને વર્તમાન પો.કમિ. અજયકુમાર તોમરે ઉભી કરેલી વ્યવસ્થા સુરતનાં નાગરિકોને દાયકાઓ સુધી ગુનેગારો સામે રક્ષણ આપતી રહેશે.
  • સેવાનો હાથ લંબાવવા માટે તત્પર સુરતે ભૂતકાળમાં ગાંઠના રૂપિયા ખર્ચીને આખુ વરાછા પોલીસ મથક બાંધી આપવા ઉપરાંત અનેક નાની, મોટી ઈમારતો બાંધી આપી છે.
  • ૨૦૦૫ના વર્ષમાં માત્રને માત્ર સુરતનાં લોકોના આર્થિક સહયોગથી ટ્રાફિક બ્રિગેડની રચના કરવામાં આવી હતી, સમય જતાં ખુદ સરકારે સમગ્ર રાજ્યમાં ટ્રાફિક બ્રિગેડની રચના કરી દીધી.
  • પરંતુ અગમ્ય કારણોસર ટ્રાફિક બ્રિગેડનાં જવાનોનાં માનદ્ વેતનના મુદ્દે અન્યાય થઈ રહ્યો છે, સરકારે હોમગાર્ડ્સનાં માનદ વેતનમાં વધારો કર્યો પરંતુ ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ભૂલાઈ ગયા.

દુરદંશી દાખવવામાં સુરત હંમેશા મોખરે રહ્યું છે, જ્યારે પણ લોકભાગીદારીની વાત આવી છે ત્યારે હંમેશા સુરતનાં લોકો હાથ લંબાવતા આવ્યા છે. સુરતનાં વરાછા વિસ્તારનું વરાછા પોલીસ મથક સુરતનાં લોકોએ જ બાંધી આપ્યું હતું તો આજે જાહેર જીવનનું મહત્ત્વનું અંગ બની ગયેલા સી.સી. કેમેરા માટે પણ સુરતીઓએ જ ફંડ ફાળવ્યું હતું અને આખા રાજ્યમાં સૌપ્રથમ સુવિધા ઉભી કરાવી હતી. એ સમયે સુરતનાં પો.કમિ. તરીકે રાકેશ અસ્થાના હતા અને રાકેશ અસ્થાનાની એક હાંકલ ઉપર લોકોએ ફંડનો ઢગલો કરી દીધો હતો.

64847991

સી.સી.કેમેરા વર્તમાન સમયમાં કેટલા ઉપયોગી થઈ રહ્યાં છે એ કહેવાની જરૂર નથી. બલ્કે કોઈ ઘટના બને એટલે સી.સી. કેમેરા ઉપર સૌથી પહેલી નજર દોડાવવામાં આવે છે. એટલું  ચોક્કસ કહી શકાય કે, મોટાભાગનાં ગુના ઉકેલવામાં સી.સી. કેમેરાનો મોટો ફાળો રહ્યો છે અને હવે તો સી.સી.કેમેરા વગર પોલીસ તપાસ જ શક્ય નથી એવું કહી શકાય.

સુરતમાં સી.સી. કેમેરાની અદ્‍ભુત સફળતા બાદ રાજ્ય સરકારે પણ તાબડતોબ નિર્ણય કરીને આખા રાજ્યને કેમેરાથી મઢી લીધું છે, સુરતનાં પોલીસ કમિશનર તરીકે રાકેશ અસ્થાનાએ કરેલી પહેલ અને સુરતીઓએ આપેલો ફાળો ભૂલી શકાય તેમ નથી. રાકેશ અસ્થાના પોલીસદળમાં ઝળહળતી કામગીરી સાથે સેવા નિવૃત્ત થઈ ગયા છે. પરંતુ એક આઈપીએસ અધિકારી તરીકે પોતાની મૂળ ફરજો ઉપરાંત લોકોને વધુ સુરક્ષા આપવાની દિશામાં લોકોના સહયોગ સાથે બજાવેલી ફરજ પોલીસ દળ અને સમાજ જીવનમાં કાયમ માટે અંકીત થયેલી રહેશે.

સુધીર _સિન્હા1

આવી જ એક ઘટના સુરતનાં પૂર્વ પોલીસ કમિશનર સુધીર સિંહાની ફરજ દરમિયાન બનવા પામી હતી. આ ઘટનામાં પણ સમગ્ર શ્રેય સુરતનાં ઉદાર દાનવીરોને જ આપવો પડે. આજે રાજ્યભરમાં ટ્રાફિકનું સંચાલન કરતાં જવાનોની ટ્રાફિક બ્રિગેડની પણ સુરતમાંથી જ અને એ પણ સુરતીઓનાં આર્થિક સહયોગથી શરૂઆત કરવામાં આવી હતી.

સુરતની વધતી જતી વસ્તી, વાહનોની સંખ્યામાં અકલ્પનીય વધારાને કારણે સુરતમાં ટ્રાફિકની સમસ્યાનો ઉદ્‍ભવ થઈ રહ્યો હતો. એક તરફ સાંકડા રસ્તા અને વાહનોની સંખ્યામાં સતત વધારાને પગલે પોલીસ કમિશનર સુધીર સિંહાએ ટ્રાફિક ઉકેલવાની દિશામાં મનોમંથન શરૂ કર્યું હતું. સુરત શહેર પોલીસદળમાં ટ્રાફિક નિયંત્રિત કરવા પોલીસ જવાનોનું પુરતુ સંખ્યાબળ નહોતું અને પોલીસ જવાનોને ટ્રાફિક નિયંત્રણ માટે ફરજ સોંપવામાં આવે તો પોલીસ મથકની તપાસની કામગીરીને અસર પહોંચે તેમ હોવાથી લાંબા મનોમંથનનાં અંતે પોલીસ કમિશનર સુધીર સિંહાએ એક પ્રાઈવેટ ટ્રાફિક બ્રિગેડ ઉભી કરવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે, સરકાર તરફ વધારાનો સ્ટાફ મળવાની શક્યતા નહોતી.

ટ્રાફિક બ્રિગેડ માટે યુવાનો મળી જવાની આશા હતી, પરંતુ તેમને માનદ્ વેતન ચૂકવવા માટે નાણાં ક્યાંથી લાવવા? આ સૌથી મોટો પ્રશ્ન હતો. વળી દર મહિને વેતન ચૂકવવાનું હતું. પો.કમિ. સુધીર સિંહાએ પોતાની મુંઝવણ અંગે આગેવાન મિત્રોને વાત કરતાં આખો પ્રશ્ન ચપટી વગાડતા ઉકેલાઈ ગયો હતો અને એક જ બેઠકમાં સુરતનાં ઉદ્યોગપતિઓએ ફિક્સ ડિપોઝિટના વ્યાજમાંથી ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને માનદ વેતન ચૂકવી શકાય એવી વ્યવસ્થા કરી આપી હતી! આ ૨૦૦૫નાં વર્ષનાં નવેમ્બર માસની વાત છે અને વિધિવત ‘ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી. આ ટ્રસ્ટમાં સુરતનાં જ સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો અને પ્રારંભે ૧૧૦ યુવાનોની ટ્રાફિક બ્રિગેડમાં ભરતી કરી ટ્રાફિક નિયમનની કામગીરી સોંપવામાં આવી હતી. આજે રાજ્યભરમાં ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ટ્રાફિકનું સંચાલન કરી રહ્યાં છે અને ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને માનદ્ વેતન પણ સરકાર જ ચૂકવે છે. રાજ્ય સરકારે ટ્રાફિક બ્રિગેડની આખી યોજનાનો સ્વીકાર કરી અમલ પણ શરૂ કરી દેતાં સુરતનાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટે હાલમાં નાણાં આપવાનું બંધ કરી દીધુ છે. પરંતુ ટ્રસ્ટ હજુ પણ કાર્યરત છે જ. એક વાત એ પણ નોંધવા જેવી છે કે, સરકાર પ્રારંભે ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને રોજનું માનદ્ વેતન માત્ર ૭૦ રૂપિયા આપતી હતી ત્યારે સુરતનાં જવાનોને ખુટતી રકમ ટ્રસ્ટમાંથી ઉમેરીને રોજનું માનદ્ વેતન ૩૦૦ રૂપિયા ચૂકવવામાં આવતું હતું.પરંતુ હવે સવાલ એ ઉપસ્થિત થયો છે કે, રાજ્ય સરકારે ટ્રાફિક બ્રિગેડનાં જવાનો અને હોમગાર્ડ્ઝનાં જવાનોનાં માનદ્ વેતનને લઈને પક્ષપાત ઉભો કર્યો છે. જ્યારે બંનેની કામગીરીમાં મોટો તફાવત નથી. વળી ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને રોજની આઠ કલાકની ફરજ સામે ૩૦૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. જ્યારે હોમગાર્ડ્ઝનાં જવાનને ૬ કલાકની ફરજ સાથે ૪૫૦ રૂપિયા ચૂકવવામાં આવે છે.

રાકેશ અસ્થાના

વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હોમગાર્ડ્ઝના જવાનોનું માનદ ભથ્થુ ૩૦૦ રૂપિયાથી વધારીને ૪૫૦ રૂપિયા કરી આપ્યું હતું. પરંતુ ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ભુલાઈ જતા ભુલમાં પણ પક્ષપાત થઈ ગયો છે. હોમગાર્ડ્ઝનાં જવાનોનાં માનદ્ ભથ્થામાં વધારો કર્યો તેની સામે કોઈને પણ વાંધો નથી. પરંતુ કારમી મોંઘવારીનાં સમયે ટ્રાફિક બ્રિગેડનાં જવાનોનાં માનદ્ વેતનમાં વધારો થવો જ જોઈએ અને સરકાર સામે ચાલીને ટ્રાફિક બ્રિગેડનાં માનદ્ વેતનમાં વધારો કરી આપશે તો ચારેતરફ હવાના પ્રદુષણ વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડનાં જવાનો અને તેમના પરિવારોમાં ખુશાલી ફરી વળવા સાથે સરકારને હૃદય દુઆઓ આપશે.
માનદ્ વેતનમાં વધારો કરવા દરખાસ્ત કરી છે : ડીસીપી વાનાણી

ટ્રાફિક બ્રિગેડનાં જવાનોની લાગણી અંગે પ્રત્યાઘાત આપતા સુરત શહેર પોલીસનાં ડેપ્યુટી પોલીસ કમિશનર અમિતા વાનાણીએ કહ્યું હતું કે, માનદ્ પગારની રકમમાં ચોક્કસ વધારો થવો જ જોઈએ અને આ મુદ્દે સરકારમાં દરખાસ્ત કરીને સરકાર પણ સહાનુભૂતિ સાથે નિર્ણય કરશે એવો અમને વિશ્વાસ છે.

અજય તોમર-૧

સુરતમાં હાલમાં ૧૫૦૦ ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ફરજ બજાવી રહ્યાં છે. શહેરની વસ્તી અને વિસ્તાર બંને વધ્યા હોવાથી ટ્રાફિક નિયમનની કામગીરી વધુ વિકટ બની રહી છે. આવા સંજોગોમાં ટ્રાફિક બ્રિગેડનાં જવાનોનાં માનદ્ વેતનમાં વધારો કરવામાં આવશે તો સરકારે પણ સંવેદના દાખવી ગણાશે. બાકી આજે જ્યારે ચારે તરફ બેકારી અને મોંઘવારી ભરડો લઈ ચૂકી છે. ત્યારે ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ૩૦૦ રૂપિયા માનદ્ વેતનમાં પણ નોકરી કરવાનું મુનાસિબ માનશે.

સુરતનાં પોલીસ કમિશનર અજયકુમાર તોમર પણ કવિ હૃદય અને અત્યંત સંવેદનશીલ અધિકારી છે. તેઓ પણ સુરતને સુરક્ષા સાથે કંઈક કાયમી આપવા સતત પ્રયત્નશીલ રહ્યાં છે. લગભગ ૭૦ લાખની વસ્તીથી ફાટફાટ થતાં સુરતમાં કાયદો, વ્યવસ્થાની જાળવણી સાથે ગુનાખોરી ઉપર નિયંત્રણ લાવવા દિવસ-રાત સાથી અધિકારીઓ અને સ્ટાફને સતર્ક રાખે છે. તાજેતરમાં જ તેમણે ગુનાખોરીમાં વકરી રહેલા ‘સાયબર ક્રાઈમ’ અંગે લોકોને સજાગ અને શિ‌િક્ષત કરવા ‘સાયબર સંજીવન’ (બીજા તબક્કા)નો પ્રારંભ કરાવ્યો છે. સાયબર સંજીવની રથ દ્વારા લોકોના ઘરે ઘરમાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનનાં માધ્યમથી આચરવામાં આવતી ગુનાખોરી સામે જાગૃતિ કેળવવામાં આવશે. મતલબ કે ગુનો બન્યા પછી પોલીસ દોડે એના કરતાં ખુદ લોકોમાં જ સાયબર ગુનેગારો સામે જાગૃતિ આવશે તો સાયબર ગુનેગારો ઉપર મહંદઅંશે નિયંત્રણ લાવી શકાશે.

અ_મિતા વાનાણી

પોલીસ કમિશનર અજયકુમાર તોમર ખાસ કરીને ગૃહિણીઓ, યુવાઓ અને વિદ્યાર્થી જગતમાં જાગૃતિ લાવવા માંગે છે અને આવનારા દિવસોમાં આ પ્રયોગ પણ જરૂરથી સફળ થશે જ. કારણ કે, રોજી‍ંદા જીવનમાં લોકો ક્યારેકને ક્યારેક સાયબર ગુનાખોરીનો ભોગ બનતા હોય છે.

પો.કમિ. અજયકુમાર તોમરનો ‘સાયબર સંજીવની’ પ્રયોગ પણ સુરત માટે કાયમી સુખદ સંભારણું બની જશે.

આ પણ વાંચો :-

હોટલમાં રોકાયા હોવ ત્યારે બાથરૂમમાં ક્યારેય ન છોડવું જોઈએ ટૂથબ્રશ, જાણો કેમ ન છોડવું જોઈએ  

0
  • મેલિસા નામની મહિલા પહેલા એક હોટલ મેનેજર હતી. હવે તે સોશિયલ મીડિયા પર લોકોને ટ્રાવેલ ટિપ્સ અને એડવાઈઝ આપે છે.

જ્યારે પણ લોકો કોઈ બીજા શહેરમાં ફરવા જાય છે તો ત્યાં હોટલ બુક કરે છે તો તેમાં તે અમુક દિવસ રોકાઈને શહેરમાં સારી રીતે ફરી આવે છે અને ત્યાં એન્જોય કરે છે. હોટલમાં રહેતી વખતે મહેમાન રૂમને પોતાના ઘરનો રૂમ સમજી લે છે અને સામાનને આમ જ રૂમ અને બાથરૂમમાં મુકી દે છે.

ટૂથબ્રસ પણ એવી જ એક વસ્તુ છે જેને લોકો બાથરૂમમાં સિંકની પાસે કે કોઈ સ્ટેન્ડમાં મુકી દે છે. જેના બાદ તે હોટલમાં રહે છે તો બ્રશ તે સ્ટેન્ડમાં જ પડયું રહેવા દે છે. પરંતુ આવું ભૂલથી પણ ન કરવું જોઈએ. તેના પાછળ ખૂબ જ અજીબોગરીબ કારણ છે જેના વિશે એક હોટલ મેનેજરે પોતે જાણકારી આપી છે.

મેલિસાએ આપી ખાસ જાણકારી :

એક રિપોર્ટ અનુસાર મેલિસા નામની એક હોટલ મેનેજર હતી. હવે તે સોશિયલ મીડિયા પર @melly_creations_ એકાઉન્ટના દ્વારા લોકોને ટ્રાવેલ ટિપ્સ અને એડવાઈઝ આપે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમણે 600 લોકો ફોલો કરે છે.

પરંતુ ટિકટોક પર 70 હજારથી વધારે તેમના ફોલોઅર્સ છે. રિપોર્ટના અનુસાર મેલિસાએ હાલમાં જ એક વીડિયો ટિકટોક પર પોસ્ટ કર્યો છે જેમાં તેણે આ વિશે જાણકારી આપી છે કે હોટલમાં રહેતી વખતે પોતાના ટૂથબ્રશને બાથરૂમમાં કેમ ન મુકવું જોઈએ.

આ કારણે બહાર ન મુકવું જોઈએ બ્રશ  :

મેલિસાએ કહ્યું કે ઘણી વખત મહેમાન હોટલ સ્ટાફ સાથે ગેરવર્તણુક કરે છે અને તેમના પર પોતાનો ગુસ્સો કાઢે છે. હોટલનું નામ ન ખરાબ થાય માટે સ્ટાફ તે સમયે તો મહેમાનને કંઈ નથી કહી શકતા અને પોતાનો ગુસ્સો દબાવી દે છે પરંતુ તે તેનો બદલો મહેમાનોના સામાન સાથે લે છે.

જ્યારે મહેમાન હોટલથી બહાર ફરવા જાય છે ત્યારે હાઉસ ક્લિનિંગ સ્ટાફ રૂમમાં આવીને સાફ સફાઈ કરે છે. એવામાં જો મહેમાન બાથરૂમમાં પોતાના ટૂથબ્રશ મુકીને જાય છે તો રૂમની સફાઈ કરનાર પોતાનો ગુસ્સો કાઢવા માટે તેમના બ્રશથી સિંક અને બાથરૂમની ગંદી વસ્તુઓ સાફ કરે છે.

આ પણ વાંચો :-

૧૩ ઓગસ્ટ / વાહન ચલાવવામાં સાચવજો, જૂની ઉઘરાણી પાછી મળશે, આ રાશિના જાતકોનો રવિવાર ભારે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

વૃષભઃ
નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત. લક્ષ્મીનો વખતસર લાભ મળે.

મિથુનઃ
સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબૂત બને. ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ. આકસ્મિક ધનલાભ શક્ય.

કર્કઃ
નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષથી લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ. દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.

સિંહઃ
માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતિ રહે. અગત્યનાં નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધી ચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
બૃદ્ધિથી કાર્ય સફળતા મળતી જણાય. એડવોકેટ, વિમા સંબંધી ક્ષેત્રોથી વધુ લાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારું રહે.

તુલાઃ
અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારું. નવા રોકાણો ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.

વૃશ્ચિકઃ
આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ. સંતાનની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આરોગ્ય સારું.

ધનઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદાકારક નીવડશે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. શરદી-ખાંસી રહે.

મકરઃ
માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય બળવાન બને છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મીનઃ
અંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ, ઓઈલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્યજીવનમાં આનંદમાં વધારો. પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારું. આરોગ્ય મધ્યમ.

આ પણ વાંચો :-

આ વિસ્તારમાં પોલીસ પ્રોટેક્શન વચ્ચે દુષ્કર્મી આસારામના સમર્થનમાં વાજતે-ગાજતે રેલી નીકળી

0
  • દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ લંપટ આસારામના સમર્થકોની આજે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં રેલી નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ લંપટ આસારામના સમર્થકોની આજે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં રેલી નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેનું આયોજન યોગ વેદાંત સમિતિના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું.

રેલીમાં બેંડબાજા પણ હતા અને કાર પર આસારામની તસવીર પણ મુકેલી હતી. જેની સામે આસારામના સમર્થકો નાચતા-ગાતા જઈ રહ્યા હતા. ખાસ વાત એ છે કે આ રેલીમાં પોલીસ પણ પ્રોટેક્શન આપતી જોવા મળી રહી છે.

દુષ્કર્મના કેસમાં દોષિત આસારામ જેલમાં છે અને સજા કાપી રહ્યો છે છતા તેના સમર્થકો દ્વારા રેલી નીકળતા અનક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આસારામની રેલી યોજીને આ પાછળનો શું ઉદ્દેશ્ય છે અને આ માટે તેમને કોણે મંજૂરી આપે તે પણ સવાલ છે.

પંચમહાલ, દાહોદ અને મહિસાગરના ૦૩ જિલ્લાના લોકો જોડાયા હતા. લુણાવાડાના મુખ્ય રોડ પરથી નીકળેલી આ યાત્રા લુણાવાડામાં રહેલા આશારામ આશ્રમ પર સમાપ્ત થઈ હતી.

આ પણ વાંચો :-

બોક્સ ઓફિસ પર ચાલ્યો સન્ની પાજીનો ‘હથોડો’, પહેલા જ દિવસે Gadar 2એ તોડી નાખ્યો OMG 2નો રેકોર્ડ

  • અક્ષય કુમારની ફિલ્મને રિવ્યુના સંદર્ભમાં દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે તો સની દેઓલની ફિલ્મને બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં પ્રશંસા મળી રહી છે. કોને કરી સારી ઓપનિંગ ?

Gadar 2 Vs OMG 2 Box Office Collection : હાલ મોટા સ્ટાર્સની ઘણી ફિલ્મો એક સાથે રિલીઝ થઈ છે જેમાં સુપરસ્ટાર રજનીકાંતની જેલર, ચિરંજીવીની ભોલા શંકર, સની દેઓલની અમીષા પટેલની ગદર 2 અને અક્ષય કુમારની OMG 2નો સમાવેશ થાય છે. એવામાં ગદર 2 અને OMG 2 વચ્ચે શરૂઆતથી જ લડાઈ ચાલી રહી હતી અને ગઈ કાલે બંને ફિલ્મ એક સાથે રિલીઝ થયા બાદ તેના બોક્સ ઓફિસ પર કમાણીના આંકડા સામે આવ્યા છે.

અક્ષય કુમારની ફિલ્મને રિવ્યુના સંદર્ભમાં દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે ત્યારે સની દેઓલની ફિલ્મને બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં લોકો તરફથી પ્રશંસા મળી રહી છે. 22 વર્ષ પછી જ્યારે સની દેઓલ ફરી એકવાર મોટા પડદા પર તારા સિંહની ભૂમિકામાં દેખાયો અને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ‘ ના નારા લગાવ્યા. ત્યારે પ્રેક્ષકોએ પણ તેને ઘણો સપોર્ટ કર્યો. આ બંને ફિલ્મોએ પ્રથમ દિવસે કેટલી કમાણી કરી છે તેના આંકડા સામે આવ્યા છે. જે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરશે.

એક અહેવાલ મુજબ સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 એ પહેલા દિવસે 40 કરોડની બમ્પર ઓપનિંગ કરી છે તો તેની સામે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની OMGએ માત્ર 9.50 કરોડની કમાણી કરી છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ગદર 2 એ OMG 2ને માત આપી દીધી છે.  આ કલેક્શન સાથે ગદર 2 વર્ષ 2023ની બીજી સૌથી મોટી ઓપનિંગ બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. પઠાણ 57 કરોડ સાથે નંબર વન પર છે.

આ પણ વાંચો :-

લવ મેરેજ કાયદામાં શું પાટીદારોના મનની મરજી ચાલશે ? માતા પિતાની સહમતી પર સરકાર તરફથી આવ્યું મોટું નિવેદન

0
  • રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે લવ મેરેજના મુદ્દે મુખ્યમંત્રી સંવેદનશીલ છે અને તમામના અભિપ્રાય લઈને આ મુદ્દે નિર્ણય લેવો તે સરકાર નક્કી કરશે..

સમાજની દીકરીઓને ભોળવી જતા તત્વો પર અંકુશ લાવવા માટે પાટીદાર સમાજે લવ મેરેજમાં માતાપિતાની સંમતિ મુદ્દે કાયદો લાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે. ત્યારે હવે આ મુદ્દે સરકારમાં મોટી હલચલ થઈ છે. પાટીદાર સમાજે અગાઉ કાયદો લાવવાની વાત કરી હતી. ત્યારે આ મુદ્દે સરકારે કહ્યું કે લવ મેરેજમાં માતાપિતાની સંમતિ મુદ્દે અભિપ્રાયો મંગાવાશે.

તાજેતરમાં ગુજરાતમાં લવ મેરેજનો મુદ્દો ઉઠ્યો છે. જેમાં પ્રેમ લગ્નમાં કાયદો લાવવાની વાત ઉઠી છે. માતાપિતા કે વાલીની સહમતી પ્રેમ લગ્નમાં જરૂરી છે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે લવ મેરેજના મુદ્દે મુખ્યમંત્રી સંવેદનશીલ છે અને તમામના અભિપ્રાય લઈને આ મુદ્દે નિર્ણય લેવો તે સરકાર નક્કી કરશે.

પ્રવક્તા મંત્રીએ એમ પણ કહ્યું કે સમાજે જે લવ મેરેજ અંગે જે લાગણી વ્યક્ત કરી હતી તે બાબતે મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે, સંવિધાન અને સાથે સાથે આમાં શું ફેરફાર થઈ શકે તે વાત કરી હતી. સમાજની લાગણી સાથે કેવી રીતે તાલમેલ મેળવી શકાય. તેઓએ આ પણ સ્પષ્ટતા કરી કે હજુ કોઈ કાયદો બનાવાયો નથી કે ન તો કોઈ પ્રક્રિયા કરવામાં આવી છે. પરંતુ આ બાબતે સરકાર અને મુખ્યમંત્રી સંવેદનશીલ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહેસાણામાં પાટીદાર સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું હતું. પાટીદાર સમાજનો ગઢ ગણાતા એવા મહેસાણા જિલ્લામાં આજે પાટીદાર સમાજનું સૌથી મોટું સંમેલન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમાજના તમામ મોટા આગેવાનો એક મંચ પર એકઠા થયા હતા.

આ પ્રસંગે લવ મેરેજ એટલે કે પ્રેમ લગ્ન સંબંધિત નવી શરત ઉમેરવાનો મુદ્દો પાટીદાર સમાજ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. લવ મેરેજમાં માતા-પિતાની મંજૂરી જરૂરી હોવી જોઈએ તેવી માંગ પાટીદાર સમાજ થકી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે લવ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે.

સરદાર પટેલ ગ્રૂપ (SPG)એ અગાઉ પણ પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરીની માંગ ઉઠાવી હતી પરંતુ હવે સમાજના એક મોટા કાર્યક્રમમાં પ્રેમ લગ્ન અંગે નવો કાયદો લાવવાની માંગ ઉઠાવી છે.

આ પણ વાંચો :-

 

 

દિલ્હીથી ગાઝીપુર જઈ રહેલી ટ્રેનમાં વીજળી ગુલ, રોષે ભરાયેલા યાત્રીઓએ TTEને……

0
  • દિલ્હીથી ગાઝીપુર જઈ રહેલી ટ્રેનમાં પાવર કટ થતાં મુસાફરોએ હોબાળો મચાવી દીધો હતો.

ભારતીય રેલવેની યાત્રા માત્ર યાત્રા જ નથી પરંતુ એક અનુભવ છે જે જીવનભર માટે તમારી સાથે જોડાય જાય છે. ક્યારેક આ યાત્રા ખાટી તો ક્યારેક મીઠી હો છે. શુક્રવારની સાંજે જે લોકો આનંદ વિહારથી ગાઝીપુર જનારી સુહેલદેવ સુપરફાસ્ટ ટ્રેનમાં સવાર થયા હતા તેમના માટે આ યાત્રા થોડી ખાટી સાબિત થઈ હતી.

દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી ઉત્તર પ્રદેશના ગાઝીપુર જનારી ટ્રેન સુહેલદેવ સુપરફાસ્ટ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયથી આનંદ વિહાર માટે રવાના થઈ હતી. ટ્રેન થોડે જ આગળ વધતા બે કોચમાં વીજળી ગુલ થઈ ગઈ. પાવર ફેલિયરના કારણે AC પણ ઠપ થઈ ગઈ. જેના કારણે લોકોનો ગુસ્સો આસમાને ચઢી ગયો.

ગરમીના કારણે કોચમાં બાળકો અને મહિલાઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. B1 અને B2 કોચના પેસેન્જર્સ ગરમીના કારણે હેરાન થઈ રહ્યા હતા તે જ સમયે તેમને ટ્રેનનો TTE નજર આવ્યો. યાત્રીઓએ બધો ગુસ્સો TTE પર ઉતારી દીધો. ટ્રેનમાં પાવર કટ થતાં મુસાફરોએ હોબાળો મચાવી દીધો હતો TTE ને પકડીને ટોઈલેટમાં બંધ કરી દીધો હતો.

મામલો ગંભીર બનતા ટ્રેનનો સ્ટાફ અને રેલવે પોલીસ ફોર્સના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. મામલો ગંભીર બનતા મોડી રાત્રે રેલવે અધિકારીઓએ આ બાબતને ધ્યાનમાં લીધી અને ટ્રેનના બંને કોચમાં થયેલા પાવર કટને તાત્કાલિક ચાલુ કર્મચારીઓને નિર્દશ આપ્યો.

ટુંડલા રેલ્વે સ્ટેશન પર સવારે લગભગ ૦૧ વાગ્યે ટ્રેન ઉભી રહી અને એન્જિનિયરોની ટીમે ટ્રેનના કોચમાં પાવર કટ થવાના કારણની તપાસ શરૂ કરી. થોડા સમયની મહેનત બાદ B1 કોચમાં પાવર કટની સમસ્યા દૂર થઈ અને થોડા સમય બાદ ફરીથી B2 કોચમાં પણ પાવર આવ્યો અને ટ્રેન રવાના થઈ.

આ પણ વાંચો :-

ઉત્રાણ પોલીસે જ્વેલરી એપની આડમાં બીસીએ આઈટીના ૫ છાત્રો મળી ૦૭ જુગાર રમતા ઝડપી પાડ્યા

0
  • ખરીદીના બહાને દાગીના પર ક્લિક કરો એટલે જુગાર ચાલુ થઈ જાય. પોલીસે​​​​​​​ રોકડ, ૦૭ મોબાઈલ ફોન મળી ૯૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો.

હવે ઓનલાઈન જુગાર રમવા જુગારીઓએ નવી ટેકનીક શોધી કાઢી છે. ઉત્રાણ પોલીસે ૦૭ જુગારીને પકડી પાડી ૨૦,૫૦૦ની રોકડ તેમજ ૦૭ ફોન મળી રૂ. ૯૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જુગારીઓ ઓનલાઈન જ્વેલરી શોપિંગની એપ બનાવી હતી.

જેમાં દાગીનાના ભાવ લખ્યા છે. ખરીદીના બહાને દાગીના ક્લિક કરો તો જુગાર ચાલુ થઈ જાય છે. બીસીએ-આઈટીના છાત્રો મળી આરોપીઓ યુઝરનેમ-પાસવર્ડથી જુગાર રમતા હતા. કેટલાકે દેવું પણ કરી દીધું હતું.

  • મયુર વિનુ ઠુમ્મર
  • વત્સલ મહેશ બોરડા
  • અંશુ શૈલેષ માવાણી
  • પાર્થ જયસુખ સતાસીયા
  • હર્ષલ જીવન સતાસીયા
  • ધ્રુવ રતિ ગોજારીયા
  • રવિ ઘનશ્યામ વરસીયા
  • વોન્ટેડ : હિમાશું ડોબરીયા {2 કમલ ડોબરીયા {3 મીત ગોરસીયા

આ પણ વાંચો :-

 

બીચ પર તસવીરો લઈ રહ્યા હતા, અચાનક પહાડ…

  • બ્રિટનના એક બીચનો ખતરનાક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં કેટલાક પ્રવાસીઓ બીચ પર તસવીરો ખેંચી રહ્યા છે કે અચાનક પાછળનો પહાડ તૂટી પડવા લાગે છે. આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો.
બ્રિટનના એક બીચનો ખતરનાક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં કેટલાક પ્રવાસીઓ બીચ પર તસવીરો ખેંચી રહ્યા છે કે અચાનક પાછળનો પહાડ તૂટી પડવા લાગે છે. આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. આવા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જે જોઇને આપણાં રૂંવાડા ઊભા થઇ જાય છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો ઈંગ્લેન્ડના ડોર્સેટથી સામે આવ્યો છે. જેમાં લોકો કુદરતી આફતમાંથી બચી જતા જોવા મળ્યા હતા. આ ભયાનક ઘટનાના વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે.
વીડિયોમાં પ્રવાસીઓનું એક જૂથ વેસ્ટ બે ડોર્સેટ યુકેમાં ૧૫૦ ફૂટ ઉંચી ભેખડના કાટમાળ નીચે દટાઈને બચી ગયું. આ ઘટના એક વીડિયોમાં કેદ થઈ હતી અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. જેમાં કોઈપણ સમયે ખડકો પડવાની અને ભૂસ્ખલનની શક્યતા પર ભાર મૂક્યો છે. કાઉન્સિલે સલામતીની સાવચેતીના ભાગરૂપે ભેખડ ઉપરના દક્ષિણ પશ્ચિમ તટ માર્ગને અસ્થાયી રૂપે બંધ કરી દીધો છે. બીચ પર જનારાઓએ ક્ષીણ થતો ખડક જોયો અને સમયસર છટકી શક્યા.
ખડકનો ટુકડો પડી ગયો :
વીડિયોમાં નારંગી ટી-શર્ટ પહેરેલો એક વ્યક્તિ હેરિટેજની તસવીર લેતો જોવા મળે છે. ત્યારે જ ત્યાં ટેકરી પરથી નાના-નાના ખડકો પડવા લાગે છે. આખરે ખડકનો મોટો ભાગ તૂટીને સમુદ્રમાં પડે છે. કાટમાળને પાણીમાં પડતો જોઈને ત્યાં હાજર લોકો ઝડપથી ત્યાંથી ખસી જાય છે.
આ ખડકો ખતરનાક છે :
જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે આ વાયરલ વીડિયોને જોયો તો તેમણે ઘણી પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોએ ચેતવણીના સંકેતોને અવગણીને પીપલ્સ કાઉન્સિલ પર નારાજગી વ્યક્ત કરી. જુરાસિક કોસ્ટના ગોલ્ડન ગેટવે તરીકે ઓળખાતી રીફ, માઈલો સુધી ફેલાયેલો ખતરનાક વિસ્તાર છે. આ ઘટના આ ખડકો દ્વારા ઉભા થતા સંભવિત જોખમોની યાદ અપાવે છે.
આ પણ વાંચો :-