Saturday, Sep 13, 2025

હવે ફરી એકવાર બદલાઈ શકે છે વર્લ્ડકપ મેચોની તારીખો, જાણો શું આવી નવી સમસ્યા ?

3 Min Read
  • ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે ૯ ઓક્ટોબરે હૈદરાબાદમાં મેચ રમાવાની છે. આ પછી ૧૦ ઓક્ટોબરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે.

આગામી દિવસોમાં ક્રિકેટનો મહાકુંભ આઈસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે. હવે ફરી એકવાર વર્લ્ડકપને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડકપ ૨૦૨૩ની કેટલીક મેચોની તારીખો તાજેતરમાં બદલવામાં આવી છે. અમદાવાદ અને કોલકાતામાં રમાનારી મેચોની તારીખો બદલવામાં આવી હતી.

તહેવારોને કારણે આ બંને જગ્યાએ ફેરફાર થયો હતો. હવે રિપોર્ટ છે કે વર્લ્ડકપની હૈદરાબાદમાં રમાનારી મેચોની તારીખો પણ બદલાઈ શકે છે. હૈદરાબાદમાં ૯ અને ૧૦ ઓક્ટોબરે સતત બે મેચો રમાવવાની છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે વાત કરી છે.

ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે ૯ ઓક્ટોબરે હૈદરાબાદમાં મેચ રમાવાની છે. આ પછી ૧૦ ઓક્ટોબરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર અનુસાર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને બીસીસીઆઈને લેટર લખ્યો છે. એસોસિએશને આ બે મેચ વચ્ચે સમય માંગ્યો છે. તેમનું કહેવું છે કે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તારીખ બદલવી જોઈએ.

સમાચાર અનુસાર, હૈદરાબાદ પોલીસે સતત બે મેચમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ હૈદરાબાદમાં મેચ રમશે. આથી આ મેચને લઈને સુરક્ષા ખૂબ જ ચુસ્ત રહેશે. હૈદરાબાદમાં કુલ ત્રણ મેચ રમાવાની છે. પ્રથમ મેચ ૬ ઓક્ટોબરે પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ પછી બીજી મેચ ૯ ઓક્ટોબરે રમાશે. અને ત્રીજી મેચ ૧૦ ઓક્ટોબરે રમાશે. ૧૪ ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આથી પાકિસ્તાને પણ આ મેચ પહેલા સમય માંગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ ૨૦૨૩ ૫ ઓક્ટોબરથી શરૂ થશે. તેની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલ ૧૫ નવેમ્બરે રમાશે. જ્યારે બીજી સેમિફાઈનલ ૧૬ નવેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ૧૯ નવેમ્બરે અમદાવાદમાં યોજાશે.

૨૦૨૩ ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ

ઓક્ટોબર ૮ – ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં

૧૧ ઓક્ટોબર – દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે

૧૪ ઓક્ટોબર – અમદાવાદમાં પાકિસ્તાન સામે

૧૯ ઓક્ટોબર – પુણેમાં બાંગ્લાદેશ સામે

૨૨ ઓક્ટોબર – ધર્મશાલા ખાતે ન્યુઝીલેન્ડ સામે

૨૯ ઓક્ટોબર – લખનૌમાં ઈંગ્લેન્ડ સામે

૨ નવેમ્બર – મુંબઈમાં શ્રીલંકા સામે

૫ નવેમ્બર – કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે

૧૨ નવેમ્બર – બેંગલુરુમાં નેધરલેન્ડ સામે.

આ પણ વાંચો :-

Share This Article