Thursday, Jun 19, 2025

મોબાઈલની જેમ હવે લાઈટબીલનું પણ થશે રિચાર્જ..

3 Min Read

Prepaid Smart Electric Meter

  • Prepaid Smart Electric Meter: હવે મોબાઈલની જેમ થશે લાઈટનું રિચાર્જ, સરકાર દ્વારા અમલી થવા થઈ રહી છે એક નવા પ્રકારની જ વ્યવસ્થા. લોકોની સુખાકારીમાં વધારો કરવા લેવાયો છે આ નિર્ણય.

બદલાતા સમયની સાથે તમામ વ્યવસ્થાઓમાં બદલાવ આવી રહ્યો છે. ત્યારે સરકાર હવે લાઈટબીલની (Lightbill) વર્ષોથી ચાલી આવતી પ્રથાને પણ બદલવા માંગે છે. જેને કારણે ગ્રાહકો એટલે કે નાગરિકોને સીધો તેનો લાભ મળી શકે. કોઈપણ પ્રકારનું ચિટિંગ ન થાય. એટલું જ નહીં પણ તમારી જરૂરિયાત મુજબનો જ વીજ વપરાશ થાય અને તમને તેનું યોગ્ય મુલ્યાંકન કરવાન પણ અવસર મળે.

બિલ ભરવાની માથાકુટમાંથી પણ મુક્તિ મળે. આવા અનેક આશયોને ધ્યાને રાખીને સરકાર લાવવા જઈ રહી છે પ્રિ-પેઈડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર (Pre-Paid Smart Electric Meter). ગુજરાતમાં ડિસેમ્બર સુધીમાં આ વ્યવસ્થા અમલી બનાવવાની દિશામાં હાલ કામ થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છેકે, ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોમાં રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કિમ અમલમાં મુકાઈ છે. ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોમાં રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર (A Revamped Distribution Sector) સ્કિમ અમલમાં મૂકાઈ રાજ્યમાં ડિસેમ્બર સુધીમાં પ્રિ-પેઈડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર લગાવાશે.

પહેલાં ફેઝમાં શું થશે?

પ્રથમ તબક્કામાં તમામ સરકારી વિભાગો, કચેરીઓ, બોર્ડ-નિગમો, સ્વાયત્ત સંસ્થાઓમાં પ્રિ-પેઈડ ઈલેક્ટ્રિક મીટ૨ લગાવાશે. સૌરાષ્ટ્રથી શરૂઆત થવાની સંભાવના છે. સંભવતઃ રાજ્યના રાજકોટ શહેરથી આની શરૂઆત થઈ શકે છે.

ક્યારે થશે ગુજરાતમાં અમલ?

ગુજરાતમાં આ યોજનાને અમલમાં મૂકવા માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. જેને ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં લગભગ પૂરી કરી દેવાશે. ગુજરાતમાં આ યોજનાના અમલ બાદ, વીજ-વપરાશ માટેના માસિક કે બે માસિક બીલ નહીં આવે પણ દરેક વીજ- ગ્રાહકે હાલ તેમના પ્રિ-પેઈડ મોબાઈલ ફોન રિચાર્જ કરાવે છે અને મોબાઈલ ફોનનો ચાર્જંગ પૂરું થઈ ગયા બાદ મોબાઈલ ફોન બંધ થઈ જાય છે.

તે રીતે જ હવેથી આ નવા પ્રિપેઈડ સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર લગાવાયા બાદ દરેક વીજ-ચાહકોએ તેમના વીજ મીટર રિચાર્જ કરાવવા પડશે. રિચાર્જ પૂરો થાય કે ફરીથી રિચાર્જ કરાવવો પડશે. એક જાણકારી મુજબ વીજ વિતરણ કંપની (ડિસકોન-DISCOM)એ ગુજરાતમાં પ્રિ-પેઈડ સ્માર્ટ ઈલેકટ્રીક મોટર લગાવવા માટેનો એક માસ્ટર પ્લાન તૈયાર કરીને ભારત સરકારને સોંપી દીધો છે.

આ પણ વાંચો :-

 

 

Share This Article