Friday, Apr 25, 2025

2008ના જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચાર દોષિતોને આજીવન કેદની સજા

2 Min Read

રાજસ્થાનના જયપુરમા વર્ષ 2008મા થયેલા બ્લાસ્ટના એક કેસમા કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે ગત શુક્રવારે આ ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં. આ ચારેય આરોપી લાઈવ બોમ્બ કેસમાં સંડોવાયેલા હતાં. તેમને 17 વર્ષ બાદ આજીવન કારાવાસની સજા આપવામાં આવી છે.

સ્પેશિયલ કોર્ટના જજ રમેશ કુમાર જોષીએ સૈફુરહમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી, અને શાહબાઝ અહમદને જયપુરમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે જયપુર બોમ્બ બ્લાસ્ટમાં મળી આવેલા લાઈવ બોમ્બ કેસમાં આ ચારેયને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

રાજસ્થાન પોલીસે ચુકાદો જાહેર થાય તે પૂર્વે સુરક્ષા કારણોસર કોર્ટ પરિસરને છાવણીમાં રૂપાંતરિત કરી દીધું હતું. 13 મે 2008 ના રોજ જયપુરમાં 8 શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. જ્યારે નવમો બોમ્બ ચાંદપોલ બજારના ગેસ્ટ હાઉસ પાસે મળી આવ્યો હતો. જેને વિસ્ફોટના માત્ર 15 મિનિટ પહેલા જ ડિફયુઝ કરવામા આવ્યો હતો. આ કેસમાં કોર્ટે સરવર આઝમી, મોહમ્મદ સૈફ, સૈફુરરહમાન, શાહબાઝને દોષિત ઠેરવ્યા અને આજે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.

મૃત્યુદંડની સજા ફટકારી હતી
આ પૂર્વે ડિસેમ્બર 2019 માં નીચલી કોર્ટે જયપુર વિસ્ફોટ કેસમાં સરવર આઝમી, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સલમાન અને સૈફુરરહમાનને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જ્યારે પાંચમા આરોપી શાહબાઝને શંકાના લાભમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. સજા પામેલા ચારેય આરોપીઓએ હાઇકોર્ટમાં સજાને પડકારી હતી. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે 29 માર્ચ 2023 ના રોજ ચારેયને નિર્દોષ જાહેર કર્યા અને શાહબાઝ હુસૈનને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પણ સમર્થન આપ્યું હતું.

આ સમગ્ર મામલો 13 મે 2008ના રોજ જયપુરના ચાંદપોલમાં મળેલા બોમ્બ સાથે સંબંધિત છે. સુરક્ષા ટુકડીઓ દ્વારા આ બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. આ દિવસે જયપુર શહેરમાં શ્રેણીબદ્ધ કુલ આઠ બોમ્બ વિસ્ફોટ થયા. તેની બાદ ચાંદપોલ બજાર પાસે નવમો બોમ્બ મળી આવ્યો હતો જેને નિષ્ક્રિય કરવામાં આવ્યો. જયપુરના માનક ચોક ખાંડા, ચાંદપોલ ગેટ, મોટી ચૌપડ, છોટી ચૌપડ, ત્રિપોલિયા ગેટ, જોહરી બજાર અને સાંગાનેરી ગેટ પર એક પછી એક બોમ્બ વિસ્ફોટ થયા. આ બોમ્બ વિસ્ફોટોમાં 71 લોકો માર્યા ગયા હતા અને 180 લોકો ઘાયલ થયા હતા.

Share This Article