મુંબઈ પર હુમલો કરનાર લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કરતું ઈઝરાઇલ

Share this story

ઈઝરાઇલ પર ૭ ઓક્ટોબરે હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી હમાસ અને ઈઝરાઇલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલે ભારત માટે એક મોટું પગલું ભર્યું છે. ઈઝરાઇલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલાના ૧૫ વર્ષ પૂરા થવા પર ઈઝરાઇલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે, એમ ભારતમાં ઈઝરાઇલી દૂતાવાસે મંગળવારે જણાવ્યું હતું. આ પગલાથી ઈઝરાઇલે મોટો રાજદ્વારી જુગાર રમ્યો છે.

૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ, પાકિસ્તાનના લશ્કરના આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. આ હુમલો મુંબઈ પર થયો હતો, પરંતુ તેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આવી સ્થિતિમાં દર વર્ષે ૨૬ નવેમ્બરે આખો દેશ ઉદાસ થઈ જાય છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ વિનંતી કરવામાં આવી ન હતી, છતાં ઈઝરાઇલે તમામ જરૂરી પ્રક્રિયાઓ ઔપચારિક રીતે પૂર્ણ કરી છે. લશ્કર-એ-તૈયબાને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

ઈઝરાઇલ મોટાભાગે તે આતંકવાદી સંગઠનોની યાદી આપે છે જે તેની સરહદોની અંદર કે તેની આસપાસ અથવા તેની વિરુદ્ધ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. ઈઝરાઇલ યુએનએસસી અથવા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત આતંકવાદીઓની સૂચિ પણ ધરાવે છે. ૨૬/૧૧ના આતંકવાદી હુમલામાં સેંકડો ભારતીયો અને ઘણા વિદેશીઓ માર્યા ગયા હતા. ઈઝરાયેલ એમ્બેસીએ જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાઇલ આતંકવાદ પીડિતોની સાથે છે. વધુ સારા શાંતિપૂર્ણ ભાવિની આશામાં તમારી સાથે ઊભા છીએ.

લશ્કર-એ-તૈયબાને આતંકવાદી જાહેર કરવું એ ઈઝરાઇલ નું મોટું રાજદ્વારી પગલું છે. હકીકતમાં ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર આતંકી હુમલો કર્યો હતો. ઈઝરાઇલ સાથે સારા સંબંધો હોવા છતાં ભારતે હજુ સુધી હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું નથી. ૨૬ ઓક્ટોબરે ઈઝરાઇલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે હમાસને વિશ્વ અને ભારતમાં આતંકવાદી સંગઠન જાહેર કરવાનો આ યોગ્ય સમય છે. યુરોપિયન યુનિયન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએસ આ પહેલા કરી ચૂક્યા છે. લશ્કરને આતંકવાદી જાહેર કરીને ઈઝરાઇલ ઇચ્છે છે કે ભારત હમાસ સામે પણ આવું જ પગલું ભરે.

આ પણ વાંચો :-