Tuesday, Jun 17, 2025

સુરત ડુમસ જમીન કૌભાંડ: પૂણેથી ઝડપાયો સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલ

2 Min Read

સુરતના ડુમસનું રૂ.2 હજાર કરોડનું જમીન કૌભાંડ કેસમાં સી.આઇ.ડી ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. કરોડોના જમીન કૌભાંડ કેસમાં સી.આઇ.ડી ક્રાઇમ બ્રાંચે ભાગેડૂ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની મહારાષ્ટ્રના પૂણેથી ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે આ કેસમાં મોટા ખુલાસાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

શું છે સમગ્ર મામલો?
સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સરકારી જમીન પર ખેતી કરનારને ગણોતધારાની કલમ 4 હેઠળ જમીનને માલિકી મળતી ન હોવા છતાં જમીનની માલિકી તબદિલ કરવામાં આવેલી છે.

આ કેસમાં કરોડોની સરકારી જમીનના દસ્તાવેજો સાથે ચેડાં કરીને બોગસ પ્રોપર્ટી કાર્ડો તૈયાર કરવામાં આવ્યા હતા. જમીન નીતિ મુજબ જ્યાં કોઈ પણ પ્રકારનો વિકાસ શક્ય નહોતો એવી સાયલન્ટ ઝોનના વિસ્તારોને ખાનગી માલિકીની બતાવી તેમને વેચવાનું કૌભાંડ કરાયું હતું. આ સમગ્ર કૌભાંડમાં અનંત પટેલનું નામ ખૂબ જ અગત્યનું છે. તેઓએ તેમનાં અધિકારીઓનાં પદનો દુરૂપયોગ કરીને નકલી ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં સહાય કરવાનું, તેમજ સત્તાધિકારીઓ પાસેથી જરૂરી સર્ટિફિકેટ પસાર કરાવવાની મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે.

ખૂબ ગાજેલા જમીન કૌભાંડમાં સુરત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા પોઝીશન ધરાવતા પ્લોટો અને જમીનો સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો મળી આવ્યા બાદ સુરત CID ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. CID ટીમે તદ્દન ગુપ્ત રીતે તપાસ આગળ ધપાવી હતી અને બાદમાં મળેલી ટોચની માહિતીના આધારે તેમણે મહારાષ્ટ્રના પુણે શહેરમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી અનંત પટેલને મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો છે.

Share This Article