Friday, Oct 24, 2025

ઈ-મેમો ભરવાનો બાકી હોય તો આજે જ ભરી દેજો, આ નવો નિયમ તમને ભારે પડી શકે છે

2 Min Read

If you are yet to fill the e-memo 

  • ૧.૩૩ કરોડના ઈ-મેમોની વસૂલાત બાકી. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા નથી ભરતા દંડ. 13 મે સુધી ઈ-મેમો ભરી દેવા અપાઈ સૂચના.

ગુજરાત ટ્રાફિક પોલીસ વિભાગ (Gujarat Traffic Police Department) હવે ઈ-મેમો ન ભરનાર વાહનચાલકો પર લાલ આંખ કરી છે. આ માટે હવે કાયદેસરના પગલા લેવાનું નક્કી કરાયું છે. 90 દિવસમાં ટ્રાફિકનો ઇ-મેમો નહિ ભરનારના દરવાજે હવે કોર્ટની નોટિસ આવશે. રાજ્યમાં ટ્રાફિક પોલીસ (Traffic Police) RTO ના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેકટનું સંકલન થયું છે.

સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ઈ-કોર્ટ પ્રોજેક્ટના નેજા હેઠળ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ સમગ્ર ગુજરાત રાજ્ય માટે શરૂ કરાઈ છે. ત્યારે જો તમે પણ ઈ-ચલાણ ભર્યુ ન હોય તો આજે જ ભરી દેજો. 1.33 કરોડના ઈ-મેમોની વસૂલાત બાકી છે. જેને 13 મે સુધી ઈ-મેમો ભરી દેવા વાહનચાલકોને સૂચના અપાઈ છે. ટ્રાફિકનો ઈ-મેમો હવે 90 દિવસમાં ભરવો ફરજિયાત કરાયો છે. ટ્રાફિકનો ઈ-મેમો નહીં ભરનારને હવે કોર્ટની નોટિસ આવશે.

અમદાવાદમાં પગલા લેવાનું શરૂ  :

૦૩ મેથી ટ્રાફિકના ઈ-મેમો માટે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામા આવી છે. ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ અને હાઈકોર્ટની IT કમિટીના અધ્યક્ષ એ.જે.દેસાઈ અને IT ના ન્યાયાધીશની મંજૂરી માર્ગદર્શન અનુસાર અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ કાર્યરત કરવામાં આવી હતી. અમદાવાદમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત આરંભાઈ છે. મેટ્રો કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ કાર્યરત કરાઈ છે.

અન્ય શહેરોમા પણ કડક પગલા લેવાનું શરૂ  :

રાજકોટમાં ટ્રાફિક પોલીસે 1400 વાહન ચાલકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેમના વાહનને ડિટેઈન કરવાની પણ કોર્ટે મંજૂરી આપી દીધી છે. રાજકોટમાં 4 કે તેથી વધુ ઈ-મેમો હશે તો વાહન ડિટેઈન કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજીને વાહન ડિટેઈન કરશે. જે કોઈ દંડની રકમ નહીં ભરે તેમના વાહનો સ્પેશિયલ ડ્રાઈવ કરીને ડિટેઈન થઈ જશે. તો મોરબીમાં પણ કાર્યવાહી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો :-

 

 

 

Share This Article