ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ થયા બાદ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ રાહાત આપી છે. ગુજરાતમાં આજે કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદની અગાહી નથી. બીજી બાજુ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે. જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદનું પુર્વાનુમાન લગાવામાં આવ્યુ છે. ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં વરસાદ પડવાની શક્યતા દર્શાવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં સામાન્ય કરતા 44 ટકા વધારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતા 31 ટકા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે.
અમદાવાદ હવામાન વિભાગના જણવ્યા મુજબ સાત દિવસ માટે હવામાનની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં આગામી સાત દિવસ હલાવો વરસાદ જોવા મળશે. પાંચ દિવસ માટે કોઈપણ જગ્યાએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ છૂટાછવાયો વરસાદ જોવા મળશે પરંતુ તે પછીના ત્રણ દિવસ હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ આજે છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
સ્ટેટ ઇનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં રાજ્યના 18 તાલુકામં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના સંતરામપુરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અને નવસારીના જલાલપોરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ પ્રમાણે આજે 19 સપ્ટેમ્બર 2024, ગુરુવારના રોજ ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. જોકે, આજના દિવસે ગુજરાતના અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદી છાંટા પડી શકે છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની સંભાવના છે. જોકે, છેલ્લા કેટલાક દિવસની પેટર્ન પ્રમાણે અનુમાન લગાવી શકાય કે આગામી દિવસોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ થઈ શકે છે.
આ પણ વાંચો :-