શું તમે પણ તાંબાની બોટલ ફ્રીજમાં રાખો છો ? આ વાત જાણી લેજો, નહીંતર વધી શકે છે આરોગ્યનું જોખમ

Share this story

Do you also keep a copper

  • તાંબાના વાસણમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. પરંતુ શું તાંબાની બોટલમાં પાણી ફ્રીજમાં આખી રાત રાખવું યોગ્ય છે ? ચાલો જાણીએ કે સ્વાસ્થ્ય પર તેની શું અસર થશે.

ઘરોમાં મોટાભાગે વડીલોના મોઢેથી સાંભળવા મળે છે કે તાંબાની બોટલમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય અને પેટ બંને સારું રહે છે. આયુર્વેદ અનુસાર તાંબાના વાસણમાં (Copper Vessel) પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. દરરોજ પાણી પીવાથી શરીર ખૂબ જ ઉર્જાવાન બને છે. આ સાથે તે શરીરમાંથી ઝેરી તત્વોને પણ દૂર કરે છે. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણી એ નેચરલ ડિટોક્સ ડ્રીન્ક (Natural Detox Drink) છે.

તાંબાનું પાણી ઉનાળામાં નહીં પણ શિયાળામાં પીવું જોઈએ :

જો તમે આખી રાત તાંબાના વાસણમાં પાણી રાખો તો તેમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે અને આ પાણી શુદ્ધ બને છે. પછી તમે આ પાણીને સવારે ખાલી પેટ અથવા જમ્યા પછી પી શકો છો. પરંતુ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીતા પહેલા એક વાતનું ધ્યાન રાખો કે આખા દિવસમાં માત્ર 2-3 ગ્લાસ જ પીવો.

નહિંતર, વધુ પડતુ તાંબાનું પાણી પીવું તમારા શરીર માટે નુકસાનકારક બની શકે છે. કારણ કે અત્યારે ઉનાળાની ઋતુ છે, ઘણી વખત તમે વિચારતા હશો કે શું ફ્રીજમાં તાંબાની બોટલમાં પાણી રાખવું યોગ્ય છે?

તાંબાના વાસણમાં રાખેલ પાણી ગરમ થઈ જાય છે :

તાંબાનું પાણી ગરમ હોય છે અને તેમાં પુષ્કળ એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. એટલા માટે તાંબાનું પાણી ઉનાળામાં નહીં પણ શિયાળામાં પીવું જોઈએ. જરા કલ્પના કરો કે જો તમે તાંબાની બોટલને ફ્રીજમાં રાખો છો તો તે વધુ ગરમ થવાને બદલે ઠંડી પડે છે. જે તમારા માટે ખૂબ જ નુકસાનકારક થઈ શકે છે.

વધુ પડતુ તાંબાનું પાણી ન પીવો :

ફ્રીજમાં તાંબાનું પાણી ક્યારેય ન રાખો. કારણ કે તાંબામાં પાણી સ્ટોર કરવા માટે રૂમનું સામાન્ય તાપમાન શ્રેષ્ઠ છે. સાથે જ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે દિવસમાં બેથી ત્રણ ગ્લાસથી વધુ પાણી ન પીવો. કારણ કે તે ખૂબ જ ગરમ હોય છે. તે વધુ પ્રમાણમાં પીવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે.

આ પણ વાંચો :-