- Amitabh Bachchan Tweet : અમિતાભ બચ્ચનને પોતાના લેટેસ્ટ ટવીટમાં ટવીટર માટે નારાજગી વ્યક્ત કરી છે અને ભોજપુરી અંદાજમાં એલન મસ્ક પર નિશાન સાધ્યું છે.
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ટવીટર (Twitter) બંને ફરી એકવાર ચર્ચામાં છે. આ ચર્ચાની શરૂઆત ક્યારે થઈ હતી જ્યારે ટ્વિટર પરથી બ્લુ ટીક હટાવી દેવામાં આવ્યા હતા. આ યાદીમાં અમિતાભ બચ્ચનનું નામ પણ હતું. ત્યાર પછી અમિતાભ બચ્ચનને ટવીટરે બ્લુટિક (Bluetic) માટે જાહેર કરેલા પૈસા ભરી દીધા અને તેમના એકાઉન્ટ પર બ્લુ ટિક પરત પણ આવી ગયું. પરંતુ તેમ છતાં તેઓ એલન મસ્કથી (Elon Musk) નારાજ છે. આ નારાજગીના કારણે તેમણે ટવિટર પર એક એવી ટવિટ કરી છે જે ફરીથી વાયરલ (Viral Video) થવા લાગી છે.
અમિતાભ બચ્ચનની ટવિટરથી નારાજગી એટલા માટે છે કે હવે એમ જાહેર કરવામાં આવ્યું છે કે જે ટવિટર યુઝર્સના એક મિલિયન એટલે કે દસ લાખથી વધુ ફોલોવર્સ હશે તેમને બ્લુટિક ફ્રી મળશે. તેવામાં અમિતાભ બચ્ચનને પોતાના લેટેસ્ટ ટવીટમાં આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને ભોજપુરી અંદાજમાં એલન મસ્ક પર નિશાન સાધ્યું છે.
અમિતાભ બચ્ચનને તેની ટ્વિટમાં લખ્યું છે કે બ્લુટિક માટે પૈસા ભરાવી લીધા અને હવે કહો છો કે એક મિલિયન ફોલોવર્સ હોય તેને ફ્રીમાં મળશે. તેમના પૈસા હજમ થઈ ગયા. અમિતાભ બચ્ચનના આ ટવીટ પર તેમના ફેન્સ પણ મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે.
T 4627 – अरे मारे गये गुलफाम , बिरज में मारे गये गुलफाम 🎶
ए ! Twitter मौसी, चाची, बहनी, ताई, बुआ .. झौआ भर के त नाम हैं तुम्हार ! पैसे भरवा लियो हमार, नील कमल ख़ातिर ✔️ अब कहत हो जेकर 1 m follower उनकर नील कमल free म
हमार तो 48.4 m हैं , अब ??
खेल खतम, पैसा हजम ?!😳— Amitabh Bachchan (@SrBachchan) April 23, 2023
મહત્વનું છે કે ટવિટર એ થોડા સમય પહેલાં જાહેર કર્યું હતું કે બ્લુટિક સબસ્ક્રિપ્શન માટે ચાર્જ ભરવો પડશે. જેના માટે 650 રૂપિયા દર મહિને ચાર્જ ભરવો પડશે. જો યુઝર એક વર્ષ માટે સબ્સ્ક્રાઈબ છે તો તેને 6,800 નો પ્લાન ખરીદવો પડશે. આ ચાર્જ એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે અલગ અલગ છે. આઈ ઓ એસ યુ સર સે વર્ષે 9400 અને દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ વાંચો :-
- ઉનાળામાં AC વાપરતી વખતે કરેલી આ 4 ભુલ વધારે છે વીજળીનું બિલ, AC પણ થઈ જાય છે ભંગાર
- ગોવા : સેલ્ફી લેવાના ચક્કરમાં એકસાથે 4 લોકો જીવથી ગયા, હરમલ બીચ નજીક દરિયામાં ડૂબતા મોત