પંડ્યા બ્રધર્સ આવ્યા સામસામે : હાર્દિકે મજાકમાં આપી ગાળ, કુણાલ લઈ ન શક્યો વિકેટ ! મેચ પછી જે કર્યું તે જોઈ ફેન્સ થયા ખુશ

Share this story

Pandya brothers came face to face 

  • કૃણાલ પંડ્યા 135 રનના ટાર્ગેટનો પીછો કરતા ત્રીજા નંબરે ઉતર્યો હતો. હાર્દિક પંડ્યાએ મેદાન પર આવતાની સાથે જ તેની મજા લેવાનું ચાલું કર્યું. મજેદાર વીડિયો હાર્દિક પંડ્યાએ શેર કર્યો.

શનિવારે લખનૌ સુપર જાયન્ટસ (Lucknow Super Giants) અને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ટાઇટન્સે છેલ્લી ઓવરમાં 4 વિકેટ ઝડપીને જાયન્ટસના જડબામાંથી વિજય છીનવી લીધો હતો. આ મેચમાં બે ભાઈઓ સામસામે હતા. કૃણાલ પંડ્યા (Krunal Pandya) એલએસજી વતી મેદાનમાં ઉતર્યો હતો જ્યારે તેનો નાનો ભાઈ હાર્દિક પંડ્યા (Hardik Pandya) જીટીની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. ક્રુણાલ 135 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ત્રીજા નંબરે ઉતર્યો હતો.

હાર્દિકે મેદાન પર આવતાની સાથે જ તેને સ્લેજ કરવાની કોશિશ કરી હતી. તો સાથે સાથે આ મેચ બાદ એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ગુજરાત ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેના મોટા ભાઈ કૃણાલ પંડ્યા સાથે તેની જર્સી બદલી છે. જેનો વીડિયો હાર્દિકે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયો હાર્દિક પંડ્યાએ પોતાના ટવિટર એકાઉન્ટ પર શેર કર્યો :

સામાન્ય રીતે ફૂટબોલ મેચ દરમિયાન જર્સી બદલવાની પરંપરા જોવા મળે છે. ત્યાં સ્ટાર ફૂટબોલરો મેચ પૂરી થયા બાદ તેમની જર્સી બદલતા જોવા મળે છે અને તેઓ ખેલાડીઓમાં રમતની ભાવના જાળવી રાખવા માટે આવું કરે છે. મેગા લીગની 16મી સીઝનમાં બંને ભાઈઓ પ્રથમ વખત એકબીજા સામે રમ્યા હતા. આવી સ્થિતિમાં આ ક્ષણને ખાસ બનાવવા માટે હાર્દિકે કૃણાલ પાસેથી તેની જર્સી બદલી છે.

વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને ભાઈઓ પહેલા હાથ મિલાવે છે અને પછી હસીને જર્સી ઉતારે છે. આ પછી બંને પોતાની જર્સી બદલીને પહેરે છે અને પછી એકબીજાને ગળે લગાડે છે. આ ઘટનાનો વીડિયો હાર્દિક પંડ્યાએ પોતાના ટવિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ પણ વાંચો :-