ઉનાળામાં AC વાપરતી વખતે કરેલી આ 4 ભુલ વધારે છે વીજળીનું બિલ, AC પણ થઈ જાય છે ભંગાર

Share this story

These 4 mistakes  

  • AC Common Mistakes : એસી વાપરતી વખતે લોકો કેટલીક ભૂલ કરે છે જેના કારણે બીલ પણ વધારે આવે છે અને એસી પણ ઝડપથી ખરાબ થાય છે. જો તમારે તમારા એસીને ભંગાર જેવું નકામું ન બનાવવું હોય અને વર્ષો સુધી એસી મસ્ત કુલીંગ આપતું રહે તેવી ઈચ્છા હોય તો આ ભુલ કરવાનું ટાળો.

હવે ઉનાળો (Summer) બરાબર જામ્યો છે અને અંગ દઝાડતી ગરમી પણ પડવા લાગી છે. જેના કારણે એસીનો ઉપયોગ વધી જાય છે. આમ તો મોટાભાગના લોકો હવે ઘરમાં એસી ફીટ (AC Ft) કરાવતા થયા છે કારણ કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ એસી વાપરતી વખતે લોકો કેટલીક ભૂલ કરે છે. જેના કારણે બીલ પણ વધારે આવે છે અને એસી પણ ઝડપથી ખરાબ થાય છે. જો તમારે તમારા એસીને ભંગાર જેવું નકામું ન બનાવવું હોય અને વર્ષો સુધી એસી મસ્ત કુલીંગ (AC Cool Cooling) આપતું રહે તેવી ઈચ્છા હોય તો આ ભુલ કરવાનું ટાળો.

ACના ફિલ્ટર કરાવો સાફ :

અનેક લોકો એસીના ફિલ્ટરને લાંબા સમય સુધી સાફ નથી કરાવતા. જેના કારણે ફિલ્ટર પર ધૂળ એકઠી થઈ જાય છે અને એસીનો એરફ્લો ઓછો થઈ જાય છે. જેનાથી કંપ્રેસરને કૂલિંગનો વધુ બોજ ઉઠાવવો પડે છે અને ઠંડક પણ નથી થતી. જો ફિલ્ટરને સાફ ન કરવામાં આવે તો કંપ્રેસર ખરાબ થઈ શકે છે. એટલે વર્ષે એકવાર તો ફિલ્ટરને સાફ કરવા જરૂરી છે.

હંમેશા AC ચાલુ ન રાખો :

અનેક લોકોને એવી આદત હોય છે કે AC અને અન્ય વીજળી ઉપકરણો ચાલુ જ રાખી દે છે. પરંતુ યોગ્ય રીતે કામ ન કરે તો એસીના ઈલેક્ટ્રિકલ કંપોનેંટ કામ કરવાનું બંધ કરી દે છે જેનાથી એની લાઈફ ઓછી થાય છે. એટલે જ જરૂર ન હોય ત્યારે તમામ વીજળી ઉપકરણોને યોગ્ય રીતે બંધ કરી દેવા જોઈએ. આનાથી તમે વધારાના વીજળીના બિલથી બચી જશો અને તમારા ઈલેક્ટ્રિક ઉપકરણો સારી રીતે કામ કરશે

ટેમ્પરેચર પર રાખો ખાસ ધ્યાન :

ગરમીમાં રાહત પામવા માટે અનેકવાર લોકો એસીને સૌથી ઓછા ટેમ્પરેચર સેટિંગ પર ચલાવવાની ભૂલ કરે છે. આવું કરવાથી એસીા કંપ્રેસર પર વધુ દબાણ પડે છે. જે તેની કૂલિંગની ક્ષમતા ઓછી કરે છે.

બારી-દરવાજા બંધ રાખો :

એસી ચલાવતા સમયે રૂમના બારી અને દરવાજા બંધ રાખવા જોઈે. જો તમે બારી દરવાજા ખુલ્લા રાખો છો તો એસીની હવા બહાર નિકળતી રહે છે અને કૂલિંગ નથી થતું. સાથે જ બારી દરવાજા ખુલ્લા રાખવાથી એસી પર લોડ વધે છે અને તેની લાઈફ ઓછી થાય છે. જો બારી દરવાજા બંધ હોય તો જલ્દી કૂલિંગ થાય છે અને વીજળી બચે છે.

આ પણ વાંચો :-