Jioની સેવાઓ મંગળવારે બપોરે ઘણી જગ્યાએ અચાનક બંધ થઈ ગઈ હતી. આ પછી ઘણા લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી અને જિયો ડાઉન વિશે માહિતી આપી. ઉપરાંત, આઉટેજને ટ્રૅક કરતી વેબસાઇટ, ડાઉનડિટેક્ટરે આની પુષ્ટિ કરી અને કહ્યું કે ઘણા લોકો તેની સેવાનો ઉપયોગ કરી શકતા નથી.
ડાઉનડિટેક્ટર પર એક કલાકમાં 10 હજાર ફરિયાદો નોંધાઈ છે, જે ખૂબ મોટી સંખ્યા છે. તેમાંથી 67 ટકા યુઝર્સે સિગ્નલ ન હોવાની જાણ કરી છે અને કહ્યું છે કે તેઓ ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકતા નથી. આ સિવાય 14 ટકા લોકોએ કહ્યું કે તેઓ બ્રોડબેન્ડ સર્વિસ Jio Fiberનો ઉપયોગ કરી શકતા નથી.
આજે ગણેશોત્સવનો છેલ્લો વિસર્જનનો દિવસ છે અને શાળા-કૉલેજોમા રજા આપવામા આવી છે. સરકારી કર્મચારીઓને પણ રજા આપવામાં આવી છે. તે ઉપરાંત અનેક ખાનગી કંપનીઓએ પણ તેમના સ્ટાફને રજા આપી છે. રજાના દિવસે ઘરના કમ્ફર્ટમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરવા માગતા લોકોને Jioનું નેટવર્ક ડાઉન હોવાને કારણે ભારે નિરાશા થઇ છે.
Jioનું નેટવર્ક કયા કારણે ડાઉન થયું છે તે અંગે રિલાયન્સ જિયો દ્વારા હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે, ટેકનિકલ નિષ્ણાતોનું કહેવું છે કે યુઝર્સ વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કરીને કોલ કરી શકે છે. મુંબઈમાં ઘણા રિલાયન્સ જિયો યુઝર્સે જાણ કરી છે કે તેઓ કોલ્સ રિસીવ કરી શકતા નથી. ટ્વિટર પર વપરાશકર્તાઓએ જાણ કરી છે કે જ્યારે પણ તેઓ કૉલ કરવાનો પ્રયાસ કરે છે, તેમને “નેટવર્ક પર નોંધાયેલ નથી” જેવા સંદેશા મળી રહ્યા છે. આ સિવાય પોસ્ટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે તે છેલ્લા ત્રણ દિવસથી આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. કેટલાક વપરાશકર્તાઓએ એમ પણ કહ્યું છે કે તેઓ મુંબઈમાં એરટેલ નેટવર્ક સાથે આવી જ સમાન સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
એક નેટિઝને લખ્યું હતું કે બાંદ્રામાં Jio નેટવર્કમાં ગંભીર સમસ્યા છે, બે કલાકથી કનેક્શન ડાઉન છે. બધા જિયો કનેક્શન્સમાં કૉલ્સ, મેસેજ અને ઇન્ટરનેટ કામ કરી રહ્યાં નથી.” આના જવાબમાં જિયોએ સોશિયલ મીડિયા પર તેને જણાવ્યું હતું કે, “હાય યુઝર! અમને ખ્યાલ છે કે આ કેટલું અસુવિધાજનક હોઈ શકે છે. તમે ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરીને અથવા તમારા મોબાઇલ કનેક્શન પર કૉલ કરવા અથવા પ્રાપ્ત કરવામાં સમસ્યા અનુભવી શકો છો. જોકે, આ સમસ્યા હંગામી છે. અમારી ટીમ આ સમસ્યાના હલ માટે કામ કરી રહી છે અને આશા છે કે ટૂંક સમયમાં પ્રોબ્લેમ સોલ્વ થઇ જશે.
આ પણ વાંચો :-