પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકાવવા મામલે અકબરુદ્દીન ઓવૈસી સામે ફરિયાદ, જાણો કેટલાં ગંભીર કલમો

Share this story

ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ફાયરબ્રાન્ડ નેતા અકબરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ ચૂંટણી પ્રચાર દરમિયાન એક પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકાવવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અસદુદ્દીન ઔવેસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી પર ૩૫૩, ૧૫૩(a), ૫૦૬, ૫૦૫(૨) અને આરપી એક્ટની ધારા ૧૨૫ હેઠળ સંતોષનગર પોલીસે FIR નોંધી છે.

ભાષણ આપવાનો સમય ખતમ થઇ રહ્યો છે. તેના પર હૈદરાબાદના સાંસદ ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી બગડ્યાં હતા અને તેમણે ધમકાવવાનું શરૂ કરી દીધું. તેમણે મંગળવારે હૈદરાબાદના લલિતાબાગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ડ્યૂટી પર તૈનાત એક પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકી આપી હતી અને તેમને ત્યાંથી ચાલ્યા જવા માટે કહ્યું હતું. ધારા ૩૫૩ હેઠળ કોઈ પણ લોક સેવક પર ડ્યૂટી દરમિયાન હુમલો અથવા ગુનાહિત બળનો પ્રયોગ કરવો દંડનીય છે. તે હેઠળ ૨ વર્ષની સજા અને દંડ બંને છે. તે બિનજામીનપાત્ર હોય છે.

બીજી તરફ સેક્શન ૧૫૩A ધર્મ, જાતિ, જન્મ સ્થળ, નિવાસ, ભાષા વગેરના આધારે સદ્ભાવ બગાડવા મામલે લગાવવામાં આવે છે. તેના હેઠળ ૩ વર્ષની કારાવાસ અને દંડની જોગવાઈ છે.

અકબરુદ્દીન ઓવૈસીએ એક પોલીસ ઈન્સપેક્ટરને જાહેરમાં ધમકી આપી. પોલીસ ઈન્સપેક્ટરે ઓવૈસીને રાજ્યમાં લાગુ આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા કહ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે, તેમણે પોતાનું ભાષણ અટકાવવું જોઈએ કેમ કે આદર્શ આચાર સંહિતા હેઠળ નક્કી કરાયેલી સમયમર્યાદા તે વટાવી ગયા છે. તેના પર હૈદરાબાદમાં સભાને સંબોધતા ઓવૈસીએ પોલીસ અધિકારીને વેન્યૂથી જતાં રહેવા કહી દીધું હતું.

આ પણ વાંચો :-