પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનના કારણે ૧૦૦થી વધુ લોકોના મોત

Share this story

પાપુઆ ન્યુ ગિનીના એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં એક વિશાળ ભૂસ્ખલન થયું છે. એબીસી ન્યૂઝે શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે આ દુર્ઘટનામાં ૧૦૦ થી વધુ લોકોના મોતનો અંદાજ છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો માટી નીચે દટાયેલા છે. ગ્રામજનોએ ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં મૃતદેહો બહાર કાઢ્યા છે. હાલમાં આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો આવ્યો નથી.

Over 100 people killed by landslide in Papua New Guinea Report Papua New Guinea: પાપુઆ ગિનીમાં ભારે તબાહી, ભૂસ્ખલનના કારણે 100થી વધુના મોત

ભૂસ્ખલનને કારણે ઘણા ગામડાઓમાં ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાહત અને બચાવ કાર્યકર્તાઓ અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ભૂસ્ખલન બાદ દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર એબીસીએ પણ સ્થાનિક લોકોને ટાંકીને આ ઘટનાની માહિતી શેર કરી છે. કાઓકલામના એક વ્યક્તિએ ચેનલને જણાવ્યું કે લોકો માટે રાહત કાર્ય ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. ઘણા ભારે પથ્થરો, વૃક્ષો અને છોડ પડી ગયા છે. જેના કારણે ઈમારતોને નુકસાન થયું હતું. જેના કારણે મૃતદેહો શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અન્ય એક મહિલા એલિઝાબેથ લારુમાએ જણાવ્યું હતું કે નજીકની ટેકરી પરથી કાદવ અને વૃક્ષો પડતાં કેટલાંય મકાનો ધરાશાયી થયાં હતાં. આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું ત્યારે આ ઘટના બની હતી. તેમણે કહ્યું કે ગામના ૧૦૦થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે.

આ પણ વાંચો :-